શિક્ષણ સહાયક ભરતી 2024: આશ્રમશાળા મેઘરજ (પહાડીયા) ભરતી જાહેર

શિક્ષણ સહાયક ભરતી 2024: શ્રી સર્વોદય યુવક મંડળ આંબાબાર, મુ ભેમપોડા, તા-માલપુર, જી-અરવલ્લી સંચાલિત શ્રી આશાપુરા માં.અને ઉ.માં આશ્રમશાળા, મુ,પહાડીયા (મેઘરજ), તા – મેઘરજ, જી.અરવલ્લી માટે મેં.મદદનીશ કમિશ્નર સાહેબશ્રી આદિજાતિ વિકાસની કચેરી મોડાસાના પત્રથી ધોરણ 9 થી 11 માટે શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

શિક્ષણ સહાયક ભરતી 2024: શ્રી આશાપુરા માં.અને ઉ.માં આશ્રમશાળા, મુ,પહાડીયા (મેઘરજ), આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની તરીકે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.

આશ્રમશાળા મેઘરજ (પહાડીયા) ભરતી

પોસ્ટ:

  • શિક્ષણ સહાયક

કુલ જગ્યા:

  • 4 જગ્યા (વિવિધ વિષય)

શૈક્ષણિક લાયકાત:

વિષય: ગુજરાતી / સમાજશાસ્ત્ર / અંગ્રેજી / સંસ્કૃત

  • લાયકાત: બી.એ, બી.એડ (ટાટ 1)

વિષય: હિન્દી / સમાજશાસ્ત્ર

  • લાયકાત: એમ.એ, બી.એડ (ટાટ 2)

આ પણ ખાસ વાંચો:

શિક્ષણ સહાયક ભરતી 2024

શરતો:

  • ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લીવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.
  • પસંદગી પામેલા કર્મચારીને માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાહેંધરી આપવાની રહેશે.
  • સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારા ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.
  • જાહેરાતની પ્રસીદ્ધની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
શિક્ષણ સહાયક ભરતી 2024
શિક્ષણ સહાયક ભરતી 2024

અરજી મોકલવાનું સરનામું: આચાર્યશ્રી, શ્રી આશાપુરા માં.અને ઉ.માં આશ્રમશાળા, મુ,પહાડીયા (મેઘરજ), તા – મેઘરજ, જી.અરવલ્લી. પીનકોડ – 383350

આશ્રમશાળા મેઘરજ (પહાડીયા) ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 10.09.2024

ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.

આશ્રમશાળા ભરતી 2024 જાહેરાત

Leave a Comment