નમસ્કાર મિત્રો આજના આલેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા ડ્રાયફ્રુટ વિશે જે દરેક લોકો વચ્ચે ખુબજ ગુણકારી છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બદામ વિશે બદામ ફાઈબર, ખનિજ પદાર્થો અને જરૂરી ફેટી એસિડથી ભરપૂર હોય છે. બદામને મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેથી જ યુવાનોને પણ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં નાનકડું બાળક છે અને તેને તમે બદામ ખવડાવવા માગો છો તો કેવી રીતે તેને આપી શકશો તે જાણવું ખૂબ જ જરૂરી છે.
મિત્રો તમને જણાવી દઇએ કે 6 મહિનાના બાળકને દાંત ન આવ્યા હોવાથી તેને ડાયરેક્ટ બદામ ખવડાવવી શક્ય નથી. તેવામાં સૌથી મોટો સવાલ એ છે કે, તેમને બદામ ખવડાવવાથી રીત કઈ છે બદામને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે તેની છાલ દૂર કરી દો અને આ બદામને મિક્સર જારમાં લઈને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને દૂધમાં ઉમેરીને બાળકને આપી શકો છઓ તેમજ સફરજનને ક્રશ કરીને તેમાં આ પેસ્ટ ઉમેરીને પણ બાળકને આપી શકો છો.
બાળકના મગજના વિકાસ માટે જરૂરી એવા તમામ પોષક તત્વો બદામમાં હોય છે. તેમાં રહેલું રાઈબોફ્લેવિન અને એલ-કારનિટિન મગજની ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. બદામ મગજ તેલ કરે છે અને આગળ જઈને અલ્ઝાઈમર જેવા રોગોથી દૂર રાખે છે બદામાં ઉચ્ચમાત્રામાં ફાઈબર હોય છે, જે બાળકને કબજિયાતથી બચાવે છે અને બાળકનું પાચનતંત્ર મજબૂત કરે છે અને આ ડ્રાયફ્રૂટમાં પૂરતી માત્રામાં ફોસ્ફરસ હોય છે, જેનાથી બાળકના હાડકા અને દાંતના વિકાસમાં મદદ મળે છે તેમજ બદામ એન્ટી ઓક્સિડેન્ટ યુક્ત હોય છે અને તેની અલ્કેલાઈન પ્રકૃતિ શરીરને વિષાક્ત પદાર્થોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે જેનાથી બાળકની ઈમ્યુનિટી વધે છે
બદામ ખાવાની દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે રોજ તેના સેવનથી કઇ બીમારીઓ દૂર થાય છે. મિનરલ્સ, વિટામીન અને ફાઇબરથી ભરપૂર 4-5 બદામના સેવનથી બ્લડ પ્રેશર, વજન વધવું, બ્લડ શુગર અને હૃદયના રોગનો ખતરો ઓછો કરે છે. તમે ઇચ્છો તો બદામને દૂધ સાથે , પલાળીને તેમજ રોસ્ટ કરીને પણ તેનું સેવન કરી શકો છો. તેને ખાવાથી દિમાગ તેજ, ડાયાબીટિસ કંટ્રોલ અને હાડકાને મજબૂત કરે છે. આવો જોઇએ રોજ બદામ ખાવાથી તમને કયા ફાયદા થઇ શકે છે.
બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં અલ્ફા-1 એચડીએલનું પ્રમાણ વધે છે. જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને હૃદયના રોગનો ખતરો ઓછો થાય છે. જેથી રોજ ઓછામાં ઓછી એક બાઉલ બદાંમનું સેવન જરૂરથી કરો કાચી બદામમાં ફોસ્ફોરસ, મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે. જે હાડકા અને દાંત માટે ફાયદાકારક હોય છે. બદામ, દહીં અને ઓટમીલને બ્લેન્ડ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
મિત્રો નાસ્તાના મુકાબલામાં બદામના સેવનથી ભૂખ કંટ્રોલમાં રહે છે. જેનાથી તમે ઓવરઇટિંગ નહી થાય. જેથી વજન કંટ્રોલ કરવા માટે ફાઇબર, પ્રોટીન ભરપૂર બદામને તમારી ડાયેટમાં જરૂરથી સામેલ કરો બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલા છે. જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. 4-5 બદામનું સેવન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીઓ. જેનાથી તમને કબજિયાત ની સમસ્યા દૂર થઇ જશે તે સિવાય તેના સેવન થી પેટના કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે.
આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે અને બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે તેમજ આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે અને આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ બધી વાતો આયુર્વેદ કહે છે પરંતુ તમને ખબર છે તેની પાછળનું કારણ શું છે બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે.
બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે. બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને ખાવાની વાત આયુર્વેદમાં કરાઈ છે. જો તમે આમ ન કરીને બદામને એમ જ ખાશો તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જશે. સૌથી સારી રીત એ છે કે બદામને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને સવારે છાલ ઉતારીને ખાવી. કદાચ આ જ કારણે આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની વાત કરાઈ છે બદામ ની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામના તમામ ફાયદા શરીરને મળી શકે છે.
મિત્રો જો યાદશક્તિ વધારવાની હોય કે પછી ચહેરામાં ગ્લોની વાત હોય, દરેક વ્યક્તિ બદામ ખાવાની જ સલાહ આપે છે. કેટલાક બદામને સાંજે નાસ્તાની જેમ તો કેટલાક લોકો બદામને પાણીમાં પલાળીને ખાવાનું પસંદ કરે છે. સાચું અનુમાન કે યોગ્ય અંદાજ ન હોવાના કારણે દરેક મુઠ્ઠીભરીને જ બદામ ખાવાની વાત કરે છે, પરંતુ શું તમે જાણો છો કે વધારે બદામ ખાવાથી ફાયદાને બદલે તમારા શરીરને નુકસાન થાય છે. વિટામિન ઇથી ભરપુર આ બદામનું સેવન તમારા માટે ફાયદાકારક છે.

પરંતુ જો તમે પ્રમાણ કરતા વધારે ખાશો તો તમને આ નુકસાન થઈ શકે છે.100 ગ્રામ એટલે કે અડધા કપ બદામમાં 25 મિલિગ્રામ વિટામિન ઇ હોય છે. તમારા શરીરને દરરોજ 15 મિલિગ્રામ વિટામિન ઇની જરૂર હોય છે. એટલે કે, જો તમે દરરોજ એક કપ બદામ ખાઓ છો, તો પછી તમારી ત્રણ દિવસની માત્રા એક જ સમયમાં પૂર્ણ થઈ જશે. આનાથી ઝાડા, નબળાઇ અને આંખની તકલીફ થાય છે તમારે કડવી અથવા કાછી બદામ ખાવાનું ટાળવું જોઈએ.
કારણ કે તેમાં ઝેરી એસિડ અને હાઇડ્રોસિનિક એસિડ હોય છે જે ઝેરી હોય છે. કડવી બદામના સેવનથી શરીરમાં દુખાવો ઓછો કરવાની સંભાવનાને અસર કરે છે. જો કે, તેના વધારે સેવનથી શરીરમાં ઝેરી પદાર્થો વધી શકે છે. આવા બદામમાં હાઇડ્રોસાયનિક એસિડ હોય છે, જે શ્વાસની તકલીફ, નર્વસ બ્રેકડાઉન, ગૂંગળામણ અને મૃત્યુ પણ પેદા કરી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું જોઈએ બદામમાં ચરબી અને કેલરી ખૂબ વધારે હોય છે. 100 ગ્રામ બદામમાં 50 ગ્રામ ચરબી હોય છે.
જો કે, તે એક મોનોસૈચૂરેટેડ ચરબી છે જે હૃદયના આરોગ્ય માટે સારી છે. પરંતુ જો તમે આ કેલરી બર્ન કરતા નથી, તો પછી મેદસ્વીપણું આપી શકે છે મુઠ્ઠીભર બદામમાં લગભગ 170 ગ્રામ ફાઇબર હોય છે. તે જ સમયે, તમારા શરીરને દરરોજ ફક્ત 25 થી 40 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે, એટલે કે, દરરોજ 3 થી 4 બદામ તમારા માટે પૂરતી છે. જો તમે બદામની આ માત્રા કરતા વધારે ખાવ છો, તો તમે ગેસ અને કબજિયાતની ફરિયાદ કરી શકો છો.
પેટમાં બ્લોટિંગ થવાની શરૂઆત થશે તે જ સમયે, જો તમે વધારે વપરાશ કરવાનું બંધ કરી શકતા નથી, તો પછી પુષ્કળ પાણી પીવો, આ તમારા શરીરને ફાઇબર પર પ્રતિક્રિયા આપતા અટકાવશે જે લોકોને કિડનીમાં પથરી અથવા પિત્તાશયની બિમારી છે, તેઓએ બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં વધુ ઓક્સલેટ હોય છે, જે આવા લોકો માટે સારું નથી. કેટલાક લોકોને બદામ પ્રોટીનથી એલર્જી હોય છે, તેઓએ તેનું સેવન પણ ન કરવું જોઈએ.