Breaking News

બાબારીનું અદ્દભૂદ મંદિર જ્યાં દર્શનમાત્રથી દુર થઈ જાય છે દરેક દુઃખ,જાણીલો આ મંદિર વિશે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શ્રી ગુરુ શિવાનંદજી આશ્રમ, બાબા રામદેવજી મંદિર, મહાસતી જસમા માં મંદિર તળાવ બેટ ઓરવાળા તા ગોધરા ખાતે લોકદેવતા બાબા રામદેવજી મહારાજ ના પ્રાગટય પ્રસંગ ભાદરવા સુદ નોમ અને દશમ ના દિવસે બે દિવસીય બાબા રામદેવજી મહારાજ ભવ્ય નેજા મહોત્સવ યોજાયો હતો.

મિત્રો જેમાં મોટી સંખ્યા માં ગુજરાત ભરમાંથી સાધુ,સંતો તેમજ હજારો ની સંખ્યા માં ભગવાન ના નેજા લઈ ભક્તો જોડાયા હતા.જેમાં નોમ ના દિવસે ભવ્ય સંતવાણી, ભોજન ભંડારો, પાટોત્સવ નિમિત્તે માં.ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી મહારાજ સંચાલિત હિન્દૂ યુવા વાહીની ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ વિકાસ આહીર, સાઈલીલા ગ્રુપ અધ્યક્ષ અમિતસિંહ રાજપૂત, મધ્યગુજરાત ધર્માંધ્યક્ષ મહંત શ્રી અરવિંદગીરીજી, પ્રદેશ પ્રચારક હર્ષુ પંડ્યા, મહીસાગર જિલ્લા અધ્યક્ષ વિશાલ જોશી, છોટાઉદેપુર પ્રભારી દિનેશ ગૌડ, રાજન પ્રણામી- અરવલ્લી, તથા હિન્દુ યુવા વાહીની છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી તેમજ વડોદરા જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભાદરવા સુદ દશમ ના દિવસે પણ ગુજરાત ભર ના બાબા રામદેવજી ના ભક્તો જોડાયા હતા.જે પ્રસંગે મોડાસા દેવરાજધામ ના મહંત શ્રી ધનગીરીમહારાજ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યકમ યોજવા માં આવ્યો હતો.ઓરવાળા આશ્રમ ના મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ દ્વારા ભવ્ય નેજારોહણ કરી ભક્તો ને આર્શીવાદ આપવા માં આવ્યા હતાં.આ પ્રસંગે હિન્દુ યુવા વાહીની પંચમહાલ તેમજ ગુરુ શિવાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ ના કાર્યકમ ને સફળ બનાવવા માટે વિશિષ્ટ યોગદાન અને સેવા આપવા માં આવી હતી.

મિત્રો તમને બીજા મંદિર વિશે જણાવી દઈએ કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે આ મંદિરે દૂર દૂર થી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે. કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની 1960માં સ્થાપના કરી હતી.

આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવામાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે.અહીંયા વર્ષની 12 બીજ ઉજવવવમાં આવે છે અને પ.પૂ.સંત શ્રી ખુશાલબાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે.

આ રામદેવજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે અહીંયા દરરોજના 1000 જેટલા ભાવિકો દર્શનાથે દર્શન કરવા માટે આવે છે.ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

કાલાવડ તાલુકાના રણુજાથી કાલાવડ સુધીનો લગભગ સાત કિલોમીટરનો ડામર રોડ તદન બિસ્માર હાલતમાં તબદિલ થતા ઠેર ઠેર મોટા ગાબડાને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છેતાલુકાના રણુજાથી કાલાવડ સુધીનો સાત કિ.મી.નો ડામર રોડ એકદમ બિસ્માર હાલતમાં ફેરવાયો છે, આ રોડ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે.ત્યારે વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થતા વાહન ચલાવવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

આ રોડ પર જુના નવા રણુજા રામદેવપીરનું ધામ, ધુડશીયા ગામે વરૂડીમાં તથા પઠાપીરનું ધામ તેમજ કાલાવડમાં શીતળામાતાનું મંદિર આવેલું હોવાથી આ ધાર્મિક સ્થળોએ જવા માટે નજીકના ગામો અને બહારથી અસંખ્ય શ્રધ્ધાળુઓ પણ પસાર થાય છે. આ માર્ગ પર વાહનોની ભારે અવર જવર રહેતી હોવાથી આ રોડની મરામત અથવા નવો બનાવવા માટે કરાયેલી અનેક રજુઆતો છતા કોઇ જ પરીણામ આવ્યુ નથી.આ મામલે તંત્રે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ એવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા. હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા. તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો. રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે.

About bhai bhai

Check Also

રણુજાના રાજા,પોકરણ ગઢનાં પીર,બાબા રામદેવપીર મહરાજને પ્રજા દ્વારા મળ્યું હતું આ ખાસ નામ……..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …