Bajaj Housing Finance IPO: 6500 કરોડના બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO તારીખ જાહેર

Bajaj Housing Finance IPO: શેર માર્કેટમાં રોકાણકારો માટે સારા સમાચાર મળી રહ્યા છે, જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO તારીખ જાહેર કરવામાં આવી છે.

Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO માં રૂપિયા 3560 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને રૂપિયા 3000 કરોડની ઓફર ફોર સેલ હશે. બજાજ ગ્રુપની આ કંપનીના IPO ની રોકાણકારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO: રોકાણકારો આ આઈપીઓમાં 9 સપ્ટેમ્બરથી રોકાણ કરી શકશે. એટલે કે બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO સોમવાર 9 સપ્ટેમ્બરથી ઓપન થઇ રહ્યો છે અને તેની ભરવાની છેલ્લી તારીખ બુધવાર 11 સપ્ટેમ્બર છે.

Bajaj Housing Finance IPO GMP: બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO ના GMP ની વાત કરીએ તો અત્યારથી જ ગ્રે માર્કેટમાં સફળતા જોવા મળી રહી છે, હાલમાં 60 રૂપિયા GMP બોલાઈ રહ્યું છે. રોકાણકારોના ઉત્સાહ જોતા હજી આ પ્રીમીયમમાં ખુબજ ઉછાળો આવી શકે છે.

Bajaj Housing Finance IPO
Bajaj Housing Finance IPO

Bajaj Housing Finance IPO Price Band: બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO ના પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો કંપની 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. આ IPO દ્વારા કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો તેમનો હિસ્સો ઘટાડશે. તેની એન્કર બુક 6 સપ્ટેમ્બર, શુક્રવારે ખુલ્લી મુકવામાં આવશે.

કંપનીએ મલ્ટીપલ વીમા પ્રોવાઇડર સાથે ભાગીદારી કરી છે અને 22 ડિસેમ્બર, 2023 થી ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) સાથે રજિસ્ટર્ડ કોર્પોરેટ એજન્ટ છે. આ નોંધણી બજાજ હાઉસિંગ ફાઈનાન્સને તેની પ્રોડક્ટ ઓફરિંગમાં વધારો કરવાની મંજૂરી આપે છે જેમાં જીવન, સામાન્ય , અને આરોગ્ય વીમો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ 24 સપ્ટેમ્બર, 2015 થી નેશનલ હાઉસિંગ બેંક (NHB) સાથે નોંધાયેલ નોન-ડિપોઝીટ-ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (HFC) છે.

આ પણ ખાસ વાંચો:

કંપનીના વ્યાપક નેટવર્કમાં 20 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 174 સ્થળોએ ફેલાયેલી 215 શાખાઓનો સમાવેશ થાય છે. આ વ્યાપક બજાર સુધી પહોંચવાની ખાતરી આપે છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વ્યૂહાત્મક રીતે લોન-અગેઇન્સ્ટ-પ્રોપર્ટી (LAP) ટ્રાન્ઝેક્શન્સ માટે કોલેટરલ તરીકે સ્વ-કબજાવાળી રહેણાંક મિલકતોનો ઉપયોગ કરે છે, જે તેના લોન પોર્ટફોલિયોને વિસ્તૃત કરતી વખતે ઓછા જોખમની પ્રોફાઇલ જાળવવામાં મદદ કરે છે.

કંપની દ્વારા એ પણ કેહવામાં આવ્યું છે કે બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)અને બજાજ ફિનસર્વ(Bajaj Finserv)ના શેરધારકોને ક્વોટા આપવામાં આવશે. આ બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO માટે, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સૅક્સ ઇન્ડિયા, SBI કેપિટલ માર્કેટ્સ, JM ફાઇનાન્સિયલ અને IIFL સિક્યોરિટીઝને બુક રનિંગ લીડ મેનેજર બનાવવામાં આવ્યા છે, જ્યારે Kfin Technologiesને આ ઇશ્યૂના રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.

Bajaj Housing Finance IPO

બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO ઓપન ક્યારે થાય છે?

રોકાણકારો આ આઈપીઓમાં 9 સપ્ટેમ્બરથી રોકાણ કરી શકશે.

બજાજ હાઉસિંગ ફાયનાન્સ IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ભરવાની છેલ્લી તારીખ બુધવાર 11 સપ્ટેમ્બર છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. GujaratAaj.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Leave a Comment