Breaking News

બનાસ કાંઠાનું એક એવું ગામ જ્યાં દરેકના ઘર માંથી એક સભ્ય સૈનિક તરીકે દેશમાં સેવા આપી રહ્યો છે,એક લાઈક તો બને છે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના બનાશકાઠાના એક એવા ગામ વિશે જે ગામના દરેક ઘરમાથી એક વ્યક્તિ આર્મીમા છે તો આવો જાણીએ આ ગામ વિશે.

સામાન્ય રીતે દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક ભણે-ગણે અને કોઈ સારી પોસ્ટ પર નોકરી મેળવીને લગ્ન કરી ઠરીઠામ થઈ જાય.પરંતુ ગુજરાત રાજ્યમાં આવેલા બનાસકાંઠા જીલ્લાના ગામ ‘મોટા’માં દરેક માતા પિતાની ઈચ્છા કંઈક જુદી જ હોય છે,અહી ગામના માતા-પિતા પોતાના પુત્રને આર્મીની સેવામાં જોવાની ઈચ્છા ઘરાવતા હોય છે.જી હા આ ગામના દરેક ઘરમાંથી એક કે એકથી વઘુ પુત્રો આર્મી કે બીએસએફમાં ફરજ બજાવતો જોવા મળતો હોય છે જે આ ગામની ખાસીયત કહી શકાય,અને એટલે જ ગુજરાતના આ મોટા નામક ગામને આર્મીમેન કે શુરવીરોનું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો બનાસકાંઠા જીલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જે ગામનાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. આ ગામનાં પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે અને આ ગામની માટી દેશ સેવાની સુવાસ રેલાવી રહી છે. લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં મા ભારતીની રક્ષા માટે 300 જેટલા આર્મીનાં જવાનો અને 100 પોલીસ જવાનો આપ્યા છે. આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહી ગામનાં બચ્ચે બચ્ચામાં દેશદાઝ કૂટી કૂટીને ભરેલી છે.

મિત્રો સામાન્ય રીતે કોઈપણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુકતા હોય છે, પરંતુ બનાસકાંઠાનાં આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નાનપણથી જ ગામનાં બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાનાં સપના સેવતા હોય છે. ૧૯૭૭નાં વર્ષમાં મોટા ગામનાં હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ પરમાર નામનાં બે યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા.

 

અને બસ, ત્યારબાદ આ ગામનાં લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી. એક પછી એક યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાવવા માંડ્યા હતા બનાસકાંઠા જિલ્લાનાં મોટા ગામના પ્રથમ બે યુવાનો આર્મીમાં જોડાયા બાદ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ. ગામનાં યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામનાં આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે ત્યારથી મોટા ગામમાંથી એક પછી એક યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યા છે. એટલું જ નહીં શાળા-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માંથી મોટાભાગનાનું સપનુ છે કે તઓ ઇન્ડિયન આર્મીમાં જોડાય છે આ ગામના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો જ્યારે નવાબોનું રાજપાટ હતું ત્યારે પણ ગામના 50થી વઘુ યુવાનો નવાબની સેનામાં કાર્યરત થતા,ત્યાર બાદ વર્ષ 1976માં ‘મોટા’ ગામના હરિસિંહ પરમાર અને ભૂપત સિંહ રાજપૂત નામના બે યુવાઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા અને તેઓ કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર વિજય મેળવવાના સાક્ષી બન્યા.

આ બન્ને યુવાનો નિવૃત્ત થઈને જ્યારે ગામમાં પાછા વળ્યા ત્યારે તેમણે ગામના પ્રત્યેક યુવાનોમાં દેશભક્તિ જગાવી હતી,ત્યાર બાદ યુવાનોમાં રહેલી દેશ દાઝ બહાર આવી,બન્ને યુવાઓ એ દેશ પ્રત્યેની અનહદ લાગણીઓ સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવાનું તથા શારીરિક તાલીમ આપવાનું શરુ કર્યું . બસ ત્યારથી આ ગામમાંથી અનેક યુવાનો દેશની સેવામાં જોડાવા લાગ્યા અને આજ દિન સુઘી આ કાર્યપ્રણાલી શરુ જ છે.

ગામની સરકારી શાળાનું નામ પણ  શહીદ બહાદુર સિંહ છે, જ્યા ગામના બાળકો શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દેશની સેવા કરવાના માર્ગે આગળ વઘે છે,જો હાલના સમયની વાત કરવામાં આવે તો આજની તારીખમાં આ મોટા ગામમાંથી 350 જેટલા યુવાનો દેશની સરહદ પર પોતાના પરિવારથી દુર રહીને દેશના લોકોની રક્ષા કરી રહ્યા છે,પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે,મહત્વની વાત તો એ છે કે,આ ગામના યુવાનોને કોઈ જ ફોર્સ કે જબરદસ્તી કરવામાં આવતી નથી તેઓ સ્વેચ્છાએ દેશની રક્ષા કરવા માટે દેશસેવામાં જોતરાય છે.

આ ગામના કેટલાક પરિવારની તો છેલ્લી ત્રણ પેઢી  દેશ સેવામાં જોતરાયેલી છે,5 હજારની વસ્તીમાં 700 થી 800 જેટલા યુવાનો અલગ અગલ જગ્યાએ દેશની સેવામાં જોડાયેલા છે, સરકાર તરફથી બહાર પડતી ભરતીમાં જોડાવા માટે ગામના યુવાનો વહેલી સવારે જાગીને દોડવાની તથા કસરત કરવાની જવાબદારી જાતે જ ઉપાડે છે.અને જ્યારે પણ કોઈ સરકારી ભરતી દેશસેવા માટેની બહાર પડે, એટલે  યુવાનો તેમાં ઝંપલાવે છે અને પોતે વર્ષોથી જે દોડવાની અને કસરક કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે જેને કારણે તેઓને દેશની સેવા કરવામાં પસંદ થવામાં સફળતા મેળવે છે.

આ ગામના જે યુવાનો દેશની સરહદે સુરક્ષાની તૈનાતીમાં છે તેઓ રજા પર ગામમાં પરત આવે છે ત્યારે અહીના બીજા યુવાનોને ટ્રેનિંગ આપીને સખ્ત બનાવે છે,જેથી કરીને આવનારી ભરતી તેઓ માટે સરળ રહે.તેઓ આર્મીમાં જે રીતે ટ્રેન થયા હોય તે જ રીતે ગામના યુવાનોને ટ્રનિંગ આપે છે.આ ગામમાં પ્રવેશતા જ જાણે એવો અનુભવ થાય છે કે આપણે કોઈ આર્મી કેમ્પ કે પછી બીએસએફના કેમ્પમાં આવી ગયા છે,ગામના કોચ દ્રારા દરેક યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.

આ ગામના યુવાનો કેટલાક તો એવા પણ છે કે, જેઓ 12મા ઘોરણમાં સાયન્સમાં 80થી ઉપર ટકા મેળવીને આર્મીમાં જોડાયા હોય,ગમે તેટલા હોશિયાર હોવા છંત્તા પણ તેઓ બીજી નોકરી સાથે ન જોડાતા દેશની સેવામાં જ જોડાવવાનું પસંદ કરે છે.જો આવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ ડોક્ટર કે પછી સરકારી અન્ય નોકરીમાં જઈ શકે,પરંતુ અહીના લોકોની રગેરગમાં કુટી-કુટીને દેશ ભક્તિ ભરેલી છે,તેઓ ગમે તે અભ્યાસ કરે છેવટે તેમનું કાર્ય દેશની રક્ષા કરવાનું જ હોય છે.આજ ગામનો એક યુવાન બળદેવ સિંહ જે વર્ષ 2007મા 15મી ઓગસ્ટના દિવસે જ જમ્મુના પુલવામાના મીઠા ગામમાં આંતકવાદીઓ સામે લડત આપતા શહીદી ઓરી ગયો હતો.

જેણે 5 થી 6 આતંકીઓ ને ઠાર માર્યા હતા અને પછી પોતાને આંખના ભાગમાં ગંભીર રીતે ગોળી વાગતા શહીદ થયો હતો.આજે પણ તેની માતા પોતાના પુત્રને યાદ કરતા દુખી તો થાય છે પરંતુ તેનાથી વઘારે તેમને પુત્ર પર ગર્વ મહેસુસ થાય છે.આ ગામ આજે પણ આર્મીમેન તરીકે જાણીતું છે,અહીની ઘુળમાં જ જાણે દેશભક્તિ ભળેલી છેદરેક માતા પોતાના દિકરાના શહીદ થવા પર ગર્વ અનુભવે છે અને દુખ ત્યારે અનુભવે છે કે જ્યારે કોઈ કારણો કે સંજોગો સર પોતાનો દિકરો આર્મીમાં કે દેશની સેવામાં સિલેક્ટ થતો નથી.

About bhai bhai

Check Also

વાસ્તવિક જીવનમાં ગોરી મેમ અને પોલીસ વાળા ને છે આવા સબંધ,છોક તમે નહીં જ જાણતાં હોય…….

ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભી જી ઘર પર હૈ’ તો તમે જરૂર જોતા હશો. આ ટીવી …