Breaking News

ભગવાન શિવના આ ચમત્કારી મંત્રના જાપ કરવાથી જીવનભર નહી રહે કોઈ તકલીફ,ગરીબીથી રહેશો હમેશા દુર……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે આ પ્રભુ શિવ નો મહામૃત્યુંજય મંત્ર એ એટલી તાકત ધરાવે છે કે આ મંત્રોચ્ચારણ માત્ર થી મૃત્યુ નો ભય દૂર થઈ જાય છે. આ મંત્ર ના જાપ થી મહાકાલ રાજી થાય છે અને જેની પર મહાકાલ ની કૃપા વરસી જાય તેનો જીવ તો સ્વયં યમરાજ પણ હરી નથી શકતા. આ મંત્ર સાથે જોડાયેલ એક પ્રસંગ વિશે અહી ચર્ચા કરવા માંગુ છુ.આ પ્રસંગ એ સમય નો છે જ્યારે પ્રભુ શિવ ના ભક્ત માર્કડ ઋષિ ને એક પણ સંતાન ના હતી.

જેના થી તે ખુબ જ નિરાશ હતા. તેમના ભાગ્ય મા સંતાનયોગ જ ના હતો. પરંતુ , તે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા ધરાવતા હતા. તેમણે આ માટે મહાદેવ ને પ્રસન્ન કરવા એક યજ્ઞ કર્યો અને તેમની ભક્તિ મા લીન થઈ ગયા.માર્કડ ઋષિ ની તપશ્ચર્યા થી પ્રભુ મહાદેવ પ્રસન્ન થાય છે અને કહે છે હુ વિધી નુ વિધાન બદલી ને તને પુત્ર નુ વરદાન આપુ છુ.” આ સાંભળી ને ઋષિ માર્કડ ના મુખ પર પ્રસન્નતા છવાઈ જાય છે પરંતુ , શિવજી આ વાત મા એક વાત ઉમેરે છે કે આ પુત્ર પાપ્તિ બાદ તારે એક ખુબ જ કષ્ટદાયક પીડા નો સામનો કરવો પડશે.”
પરંતુ , તે પીડા કઈ હશે તે વિશે મહાદેવે મૌન ધારણ કર્યુ. ઋષિ માર્કડ ને ત્યા પુત્ર નો જન્મ થાય છે

જેનુ નામ માર્કેંડેય રાખવા મા આવ્યુ. જ્યારે જ્યોતિષિ એ બાળક નુ ભાવિ ભાખ્યુ તો તેણે જણાવ્યુ કે , ‘ આ બાળક ફક્ત ૧૨ વર્ષ ની આયુ સુધી જીવીત રહેશે. ત્યારબાદ તે મૃત્યુ પામશે. આ વાત સાંભળતા ની સાથે જ ઋષિ માર્કડ તથા તેના પત્નિ નિરાશ થઈ ગયા. ત્યારે ઋષિ માર્કડ પત્નિ ને આશ્વાસન આપે છે કે જે પ્રભુ એ પુત્ર પ્રાપ્તિ નુ વરદાન આપ્યુ તે જ તેની રક્ષા પણ કરશે. સમય વ્યતીત થવા લાગ્યો અને સમય ની સાથે-સાથે માર્કેંડય મોટો થવા લાગ્યો. પિતા એ તેને શિવ મંત્ર ની શિક્ષા આપી.પરંતુ ,

માતા ને તેની સતત ચિંતા રહેતી. માતા નુ આ નિરાશાજનક મુખ જોઈને તે તેની નિરાશા નુ કારણ પૂછે છે ત્યારે માતા માર્કેંડય ને તેની અલ્પ આયુ વિશે જણાવે છે. ત્યારે માર્કેંડય માતાને વચન આપે છે કે તે પ્રભુ શિવ પાસે થી આ સમસ્યા નુ નિવારણ અવશ્ય પ્રાપ્ત કરી લેશે ત્યારબાદ પ્રભુ શિવ ની પુજા કરવા માટે એક મંત્ર ની રચના કરે છે અને શિવ મંદિર મા બેસી આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવા લાગ્યો. આ મંત્ર ના મંત્રોચ્ચારણ કરતા-કરતા તેના વિનાશ નો સમય સમીપ આવી ગયો. તેના બાર વર્ષ પૂર્ણ થયા અને યમદૂત તેના પ્રાણ લેવા આવી જાય છે. માર્કેંડય ને પ્રભુ શિવ ની ભક્તિ મા જોઈ થોડીવાર પ્રતીક્ષા કરી.

 

કોઈપણ તેના પ્રાણ લેવા નો સાહસ ના કરી શક્યા.આ સમગ્ર ઘટના યમદૂતે યમરાજ ને જણાવી અને ત્યારબાદ યમરાજ સ્વયં માર્કેંડય ના પ્રાણ લેવા માટે આવે છે. યમરાજ ને જોઈ માર્કેંડય પ્રભુ શિવ ના શિવલીંગ ને પકડી આ મંત્ર નો જોર-જોર થી મંત્રોચ્ચારણ કરવા લાગે છે. યમરાજ જેવા માર્કેંડય ના પ્રાણ હરવા માટે આગળ વધે છે કે એક ત્રાડ પડે છે અને આખી ધરા ધ્રુજે છે.રોદ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે અને સ્વયં મહાદેવ પ્રગટ થાય છે ને કહે છે કે, “ તે મારી ભક્તિ કરતા ભક્ત ના જીવ લેવા નો પ્રયાસ કેવી રીતે કર્યો” યમરાજ મહાદેવ ના આ સ્વરૂપ ને જોઈ ડરી જાય છે અને કહે છે

હુ તો ફક્ત મારી ફરજ બજાવુ છુ જે તમે મને સોપી છે પ્રભુ ક્ષમા કરો પ્રભુ’ ત્યારે પ્રભુ શિવ ની ક્રોધાગ્નિ શાંત થાય છે અને જણાવે છે કે,‘ હુ મારા ભક્ત ની આરાધના થી રાજી છુ અને તેને દિર્ઘાયુ નુ વરદાન આપુ છુ.યમરાજ પ્રભુ શિવ ના આદેશ નુ પાલન કરી ને પરત ફરે છે. પ્રભુ શિવ કહે છે કે,‘આજ થી જે કોઈ પણ આ મંત્ર નો જાપ કરશે તે મૃત્યુ ના ભય થી મુક્ત થઈ જશે.’ આમ ઋષિ માર્કેંડય દ્વારા આ મહામૃત્યુંજય મંત્ર ની રચના થઈ. એવુ કહેવાય છે કે સોમવારે મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવા થી તમે અસાધ્ય બિમારીઓ તથા મુશ્કેલીઓ મા થી બહાર નિકળી શકો.મિત્રો તમે કદાચ મહામૃત્યુંજય મંત્રનું નામ સાંભળ્યું હશે,

આ એક એવો મંત્ર છે જેના દ્વારા મૃત્યુ પણ વ્યક્તિથી દૂર રહે છે. આ આમંત્રણ માં રહેલી શક્તિ ના કારણે યમદૂત પણ પ્રાણ લેતા પહેલા વિચાર કરે છે. કારણકે આ મંત્રનો જાપ એ સાક્ષાત મહાદેવ ની આરાધના છે. જેના ઉપર ખુદ મહાકાલ પ્રસન્ન થઈ જાય તેને મૃત્યુનો શું ભય. આ મંત્ર ની ઉત્પત્તિ એટલા માટે કરવામાં આવી હતી કે કાળને પણ પરાજિત કરી શકાય. આ મંત્ર નીચે પ્રમાણે છે.એક સમયે મૃત્યુ ના દેવતા યમે ભગવાન ભોલેનાથના આમંત્રણને નજર અંદાજ કરીને શિવના ભક્તો નો જીવ લેવાની ભૂલ કરી હતી. પરંતુ તેને બાદમાં અહેસાસ થઈ ગયો કે જો મેં મહામૃત્યુંજઇ મંત્રનો અપમાન કર્યું તો ખુદ શિવના ક્રોધથી હું ભસ્મ થઈ જઈશ.

એક સમયે જ્યારે ભગવાન શિવના ભક્ત માર્કંડ ઋષિ, સંતાન ન હોવાથી ખુબ જ દુઃખી હતા. તેની કુંડળીમાં કોઈ સંતાનનો યોગ હતો નહીં. પરંતુ જે સંતાન પ્રાપ્તિ માટે કઇ પણ કરવા તૈયાર હતા. એટલા માટે તેણે વિચાર્યું કે દેવોના દેવ મહાદેવ પુરા સંસારના વિધાન બદલી શકે છે તો મારું વિધાન શા માટે ન બદલી શકે. એટલા માટે તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કરવાનો નિર્ણય કર્યો અને તેની આરાધનામાં લીન થઇ ગયા.ત્યાર બાદ તેને પુત્ર પ્રાપ્તિ માટે વર્ષો વર્ષ માટે તપસ્યા કરી છેવટે ભગવાન ભોલેનાથ તેના પર ખુશ થયા. તેની આ તપસ્યા ના કારણે શીવે વિધાતા નું લખાણ બદલવાનું નક્કી કર્યું અને ઋષિ ને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું.

જે સાંભળીને ઋષિ ખુશ થઈ ગયા. પરંતુ ત્યાર પછી શિવે જે જણાવ્યું તેનાથી કૃષિના મુખ પરની ખુશી દૂર થઈ ગઈ. ભગવાન શિવજી તેને કહે છે કે પુત્ર પ્રાપ્તિની પ્રસન્નતાની સાથે સાથે જ ખુબ જ જલ્દી ખુબ જ મોટા દુઃખને ભોગવવું પડશે. પરંતુ તે દુઃખ કયું હશે તે મહાદેવ દ્વારા ન કહેવામાં આવ્યું શિવના આ વરદાનથી માર્કંડ ઋષિને ઘરે પુત્રનો જન્મ થાય છે. જે પુત્ર નું નામ માર્કંડેય પાડવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ થી ઋષિ ખૂબ જ ખુશ થાય છે. પરંતુ તેને એક જ્યોતિષે જણાવ્યું કે બાળકનું આયુષ્ય ફક્ત ૧૨ વર્ષનું જ હશે. આ સાંભળીને ઋષિ ની ખુશી દુઃખમાં બદલાઈ ગઈ. તે પત્ની આ સાંભળીને રડવા લાગી.

ત્યારે માર્કંડ ઋષિ પોતાની પત્નીને આશ્વાસન આપે છે કે જે સદાશિવ ભગવાને માર્કંડેયના જન્મનું વરદાન આપ્યું તે જ તેના પ્રાણનું રક્ષણ પણ કરશે અને લાંબી આયુષ્યનું વરદાન પણ આપશે.સમય વીતતો ગયો અને માર્કંડેય મોટો થવા લાગ્યો. ઋષિએ તેને શિવ મંત્રની દીક્ષા પણ આપી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઋષિપત્ની ની ચિંતામાં પણ વધારો થતો ગયો. માતા-પિતાની આ ચિંતાના કારણે પુત્ર એ તેનું કારણ પૂછ્યું. તો માતા એ માર્કંડેયને તેની ઓછી આયુષ્ય છે તે વાત જાણવી દીધી. પરંતુ માર્કંડેય કોઈ પણ પરેશાની વગર માતા પિતાને એ વિશ્વાસ અપાવ્યો કે તે તેના દુઃખોને દુર કરવા માટે સદાશિવ પાસેથી લાંબી આયુષ્ય માટે વરદાન અવશ્ય લેશે.માતા-પીતાના આ દુઃખને દૂર કરવા માટે માર્કંડયએ ભોલેનાથની આરાધના ચાલુ કરી અને અખંડ મહામૃત્યુંજય મંત્રની રચના કરી.

મંદિરમાં બેસીને આ મંત્રનો જાપ ચાલુ કરી દીધું. શીવની આરાધના કરતા-કરતા એ સમય નજીક આવવા લાગ્યું જેનો બધા લોકો ડર થી રાહ જોઈ રહ્યા હતા. તેની આયુષ્ય ૧૨ વર્ષની થઇ ગઇ હતી જેના કારણે યમદૂત તેને લેવા માટે આવી પહોંચ્યા. પરંતુ યમદુતોએ જોયું કે માર્કંડેય મહાકાલની આરાધનામાં લીન છે તો તેને થોડી વાર માટે પ્રતીક્ષા કરી. પરંતુ માર્કંડેય મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા જ રહ્યા.સમય વીતવા લાગ્યો પરંતુ માર્કંડેયના મંત્રનો જાપ કરતો હોવાથી યમદૂતો નું સાહસ ન થયું કે તે તેના પ્રાણ લઇ શકે. તેથી જે લોકો પાછા ચાલ્યા ગયા. આ વાત તેણે યમરાજને જઈને કીધી. આ વાત સાંભળીને યમરાજે કીધું કે માર્કંડના પુત્રને હું ખુદ લઈને આવીશે. અને ત્યાર પછી યમરાજ માર્કંડેયને લેવા માટે પહોંચી ગયા. યમરાજને પોતાની સામે જોઇને ખુબ જ જોરથી મંત્રનો જાપ કરવા લાગે છે અને શિવલિંગને બથ ભરી લે છે. યમરાજ જેને શિવલિંગથી અલગ કરવાની પણ કોશિશ કરે છે. થોડી જ વારમાં એક ભયંકર પ્રકાશ ઉત્પન્ન થયું અને સ્વયં મહાકાલ હાથમાં ત્રિશુળ લઈને પ્રકટ થાય છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …