Breaking News

ભોજન કર્યા બાદ ના કરો આ કામ,નહીં તો જીવનભર થશે આ સમસ્યા….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો કે અમુક એવી સામાન્ય બાબતો છે જે આપણે જમ્યા પછી કરતા હોઈએ છીએ તે અમુક સમય પછી તમારી તબિયત ને અસર કરી શકે છે આપણા જે વાત કરવાના છીએ એવી વસ્તુઓ વિશે જે ક્યારેય તમારે ભોજન લીધા પછી કરવી ન જોઈએ એક મેડિકલ જર્નલમાં જમ્યા પછી કયાં સાત કાર્યો ન કરવાં એની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે ભોજન વિશે આયુર્વેદના સંદર્ભ સાથે આ સાત નિષેધ વિશે વાત કરીએ.

જમવા માટે આપણા વડીલો એક સુંદર જોડકણું સંભળાવતા કે પાંચ ઊઠ દસે ખા પાંચે ખા દસે સુ તો નેવું + નવ વર્ષ જીવું એટલે કે સવારે પાંચ વાગ્યે ઊઠી જવું દિવસમાં બે વખત જ જમવું અને રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું જેથી શરીરના અવયવોને પુન:શક્તિદાયક બનવાનો અવકાશ રહે છે અને ૭ કલાકની શાંત નિદ્રા મળે તો બીજા દિવસે સારી સ્ફૂર્તિ રહે છે અને દિવસ દરમ્યાન ઊંઘ નથી આવતી બે જમવાના ગાળા વચ્ચે સાતેક કલાકનો સમય થઈ જતાં પાચન પણ બરાબર થાય છે અને ભૂખ પણ બરાબર લાગે છે.

 

 

 

ઊંઘ અને ભોજન એ બન્ને એવા છે કે જેટલા વધારો એટલા વધે અને ઘટાડો એટલા ઘટે. સારી ભૂખ લાગે એ માટે પૂરતી નિદ્રા લેવી જોઈએ અને પૂરતી નિદ્રા લેવા માટે સમયસર સૂઈ જવું જોઈએ આપણા મહાપુરુષો કહેતા કે સમાધિ માટે મૃત્યુ સમયે જો જાગ્રત અવસ્થા પામવી હોય તો એ દરેક વ્યક્તિએ છપ્પનમી ઘડીમાં ઊઠી જવું જોઈએ એટલે કે સૂર્યોદય પહેલાં ૧૪૪ મિનિટ બાકી હોય ત્યારે જાગ્રત થવું જોઈએ જેમ કે ૬.૨૪નો સૂર્યોદય હોય તો ૪ વાગ્યે ઊઠી જવાથી બ્રહ્મ મુહૂર્તના કલ્પનાતીત ફાયદાઓ થાય છે કારણ કે સપ્તર્ષિના તારામાંથી આ છપ્પનમી ઘડીમાં અત્યંત ઉત્તમ પરમાણુઓની વર્ષા થતી હોય છ જે આપણે જો જાગ્રત હોઈએ તો આપણા બ્રહ્મરંધ્ર દ્વારા આપણા તન, મન અને આત્માને ફાયદો થાય છે જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એટલું જ નહીં મૃત્યુ સમયે આ વ્યક્તિ સભાન અવસ્થામાં હોય છે અને ગાંડપણ લવારો કે મગજ વિશેની કોઈ બીમારી અંતિમ સમય સુધી થતી નથી.

એ સમયે દુનિયામાં પાપી માણસો પણ નિદ્રાધીન થઈ જતા હોય છે એથી વાતાવરણમાં શુદ્ધિનું અને પવિત્રતાનું પ્રમાણ અધિક હોય છે યોગી પુરુષો એ વખતે માહેન્દ્ર પ્રાણાયામ કરતા હોય છે જેમાં ઉચ્છ્વાસમાં પણ પ્રાણવાયુ નીકળતો હોય છે તેઓ જે શુભ સંકલ્પ કરે એની દિવ્ય ઓરાઓ સમગ્ર બ્રહ્માંડમાં ફરી વળે છે એટલે નરસિંહ મહેતા પોતાના ભજનમાં જેમ કહે છે એ પ્રમાણે જે સાધકો ષટ્ઘડી બાકી રહે ત્યારે ઊઠી જતા હોય છે તેઓ અડધા સાધુ જેવા હોય છે અને તેઓ પોતાની ભૂખ અને તરસ પર પણ નિયંત્રણ કરી શકતા હોય છે.

ધનવંતરી ચિકિત્સાલય અમદાવાદ તરફથી આયુર્વેદોક્ત સંક્ષિપ્ત આહાર આદિ વિચારના તાજેતરના પ્રકાશનમાં જણાવ્યું છે કે સાજા કે માંદા માણસોએ ખાધા કે પીધા પછી તરત બોલવું નહીં ચાલવું નહીં સૂવું નહીં તડકા-દેવતાથી દૂર રહેવું ગાડી વગેરેમાં બેસવું નહીં, પાણીમાં તરવું નહીં સ્નાન ન કરવું, ગાવું કે ભણવું નહીં અને સંસારસુખ ન ભોગવવું આયુર્વેદના પ્રકાંડ અજિતભાઈ કહે છે જમ્યા પછી પાંચ મિનિટ વજ્રાસન કરવું. ૮૪ લાખ આસનના પ્રાય બધાં આસનો જમ્યા પછી

ચાર-પાંચ કલાકે થતાં હોય છે જ્યારે આ એક જ વજ્રાસન જમ્યા પછી તરત કરવાનું છે કેમ કે પગને વાળી દેવાથી લોહીનું પરિભ્રમણ હોજરી પાસેથી જ અટકીને ત્યાંથી ફરી વાર ઉપર ચડે છે જેથી લોહીમાં રહેલું ઑક્સિજન જે આહારપાચન માટે ઉપયોગી છે એ હોજરીની આસપાસ થઈ રહેલી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે જમ્યા પછી રાજાની જેમ બેસવું અને વરિયાળ એલચી લ‌વિંગ જેઠીમધ ચણકબાબ અને સેકેલી સોપારી આ બધું સરખા ભાગે લઈને મુખવાસ સ્વરૂપે લેવું આ મુખવાસ એક અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ પાચક દ્રવ્ય છે મુખ્યત્વે જમ્યા પછી નીચેનાં સાત કાર્યો નહીં કરવાં જોઈએ એવું હેલ્થ ડાયજેસ્ટ મૅગેઝિનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જે ઘણુંખરું આપણી પરંપરાઓને પણ મળે છે.

ઠંડું પાણી.જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ ઠંડા પાણી ખોરાકને સરખી રીતે વાંચવા દેતું નથી જેના કારણે ઘણી વખત constipation થવાના ચાન્સ વધી જાય છે.

ફ્રુટ.જમ્યા પછી ફ્રૂટ્સ નહીં ખાવાં જોઈએ, કારણ કે જમવાના અંશો સાથે એ ભળી જતાં એ આંતરડા સુધી પહોંચવામાં વિલંબ કરે છે અને ખોરાકને પણ દૂષિત કરે છે એટલે જમતાં પહેલાં કે પછી એક-દોઢ કલાકનો ગાળો હોય ત્યારે જૂસ કરતાં પણ વધારે ફ્રૂટ સમારીને વાપરવું જોઈએ. આયુર્વેદ પણ જણાવે છે કે જમ્યા પછી હોજરીમાં ગરમ પાચક રસો ભળતા હોવાથી મોઢું પણ ધોવું નહીં જોઈએ અને ઠંડું પાણી પણ પીવું ન જોઈએ જમતાં પહેલાં પાણી પીએ તો પથ્થર સમાન છે જમ્યા પછી પીએ તો ઝેર સમાન છે અને જમતી વખતે પીએ તો અમૃત સમાન છે જમ્યા પછી એથી જ એકાદ કલાકના ગાળા પછી ચકલી પીએ એ રીતે થોડું-થોડું પાણી વાપરવું જોઈએ.

જમ્યા પછી ચાલવું ન જોઈએ.જમ્યા પછી જે દોડે છે તેની પાછળ તેનું મોત પણ દોડે છે. પછી ગ્લાન અને બીમારે ૧૦૦ પગલાં અને યુવાનોએ અને નીરોગીએ ૨૫૦ પગલાં ઘરમાં જ ચાલવું અને પછી ડાબા પડખે ૧૬ સ્વાસોચ્છ્વાસ, જમણા પડખે ૩૨ સ્વાસોચ્છ્વાસ અને પાછું ડાબા પડખે ૬૪ સ્વાસોચ્છ્વાસ એમ નોર્મલ સ્વાસ લેવા. એક સ્વાસ લીધો અને મૂક્યો એને એક યુનિટ કહેવાય એવા ૧૬, ૩૨, ૬૪ સ્વાસોચ્છ્વાસ લેતી વખતે એક મીઠી નીંદર આવી જશે. જે ૧૫-૨૦ મિનિટથી લઈ અડધો કલાકમાં પૂર્ણ થઈ જશે જે બીજા ૮-૧૦ કલાક કામ કરવા માટે બળ પૂરું પાડશે. જપાનમાં આ વામકુક્ષિની મહત્તા સમજીને હવે કમર્શિયલ ફર્મ્સ પ્રોડક્ટિવિટી વધારવા માટે પોતાના કામદારોને જમ્યા પછી વામકુક્ષિ માટે અનુકૂળતા કરી આપે છે ગુજરાતી બહેનો જેમ ઘસઘસાટ સૂઈ જાય છે એ પ્રમાણે સૂવું નહીં એથી વાત અને કફની વૃદ્ધિ થાય છે અને શરીર ભૂંડની જેમ વધે છે એવો આયુર્વેદમાં શ્લોક છે એથી જમીને તરત કામ પર ચડવું નહીં વિચારવાનું કે વાંચવાનું કોઈ કામ ન કરવું જોઈએ.

સ્મોકિંગ.આમ તો સ્મોકિંગ માટે કહેવાય છે કે તમે ગમે ત્યારે કરો ત્યારે સિગારેટની આગળના ભાગમાં આગ અને પાછળના ભાગમાં મૂરખ હોય છ કહેવાય છે કે જમ્યા પછી જો તરત સ્મોકિંગ કરવામાં આવશે તો એક સિગારેટ ૧૦ સિગારેટ જેટલું નુકસાન કરે છે અને રિસર્ચથી એ સાબિત થયું છે કે આવા લોકોને કૅન્સર થવાના ચાન્સ ઘણા વધી જાય છે.

નીંદર.નીંદર કરવી એટલે કે ઊંઘવું એ આપણા જીવનની જરૂરિયાતની વસ્તુ છે પરંતુ જો જમ્યા પછી તરત જ સૂવામાં આવે તો એના કારણે તમને discomfort એટલે કે અગવડતા લાગે અથવા ક્યારેક આના કારણે તમારી સૂવાની ટેવમાં પણ અસામાન્ય સ્લીપિંગ પેટર્ન જોવા મળે છે આથી જમ્યા પછી તરત સૂવાનું ટાળીને બીજી કોઈ પ્રવૃત્તિ માં લાગી જવું.

ચા અને કોફી.ચા અને કોફી ને જો સમયસર અને એની ચોક્કસ માત્રામાં પીવામાં આવે તો આ બંને શરીર માટે ફાયદાકારક છે અને ગુજરાતીમાં એક કહેવત પણ છે કે અતિની ગતિ નથી એટલે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ સારી નથી મોટાભાગના ન્યુટ્રિશનિસ્ટ દ્વારા એવું જ સલાહ કરવામાં આવતું હોય છે કે જમ્યા પછી કમ સે કમ એક કલાક પછી ચાનું સેવન કરી શકાય.

શાવર.જમ્યા પછી તરત જ નાહવાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે પરંતુ આ પ્રવાહ પેટમાં વધતો નથી આના કારણે ખાવાનું પચતું નથી અને પાચનને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આથી તો જમવા પછી નાહવાની ઈચ્છા થતી હોય તો 30 મિનિટ પછી નાહવાનો સમય સારો ગણી શકાય આથી ઓછામાં ઓછી અડધી કલાક તો જમ્યા પછી નાહવા માટે રાહ જોવી જોઈએ.

જમ્યા પછી બેલ્ટ લૂઝ ન કરવો.આમ પણ કહેવાયું છે કે જેમની કમરની રેખા મોટી એટલી આયુષ્યની રેખા ટૂંકી અને આપણે જેટલું જમીએ છીએ એમાંથી બે ભાગનું આપણા માટે હોય છે અને એક ભાગ ડૉક્ટરો માટે જમીએ છીએકારણ કે વધારે ખાઈએ તો જ ડૉક્ટર પાસે જવું પડે છે. આંતરડાને તો બ્લૉકેજ કે ટ્‍વિસ્ટિંગ થાય છે પરંતુ બેલ્ટ લૂઝ થવાથી સારું ભોજન વધારે ખાવાનું મન થાય છે એટલે કહ્યું છે કે આહારને ઔષધની જેમ વાપરજો, નહીં તો એક સમય એવો આવશે કે તમારે ઔષધને આહારની જેમ વાપરવું પડશે.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …