Border 2 Teaser: બોર્ડર 2 ટીઝર જોઈને દિલમાં દેશભક્તિ ફરી જાગી ઉઠશે

Border 2 Teaser: બોર્ડર 2 ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે, આ ટીઝર જોઇને તમારા રુંવાડા ઉભા થઇ જશે અને દિલમાં દેશભક્તિ ફરી જાગી ઉઠશે.

Border 2 Teaser: બોર્ડર 2 ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે જેમાં આ વખતે સની દેઓલ સાથે વરુણ ધવન પણ દેખાશે. બોર્ડર 2 નું રીલીઝ જોતાજ લાગી રહ્યું છે કે આ ફિલ્મ ફરી એકવાર ઈતિહાસ રચશે. આ ટીઝરમાં જેકી શ્રોફ પણ દેખાઈ રહ્યો છે.

બોર્ડર 2 ટીઝરની શરૂઆત એ ગુજરને વાલી હવાથી…. સંદેશે આતે હે…. સોનું નિગમના અવાજથી શરુ થાય છે, જે આ ગીતની કડીઓ સાંભળતા જ જૂની યાદો તાજી થઇ જાય છે. ત્યારબાદ વરુણ ધવનનો અવાજ આગળ આવે છે અને તે કહે છે, ‘દુશ્મન કી હર ગોલી સે જય હિન્દ બોલ કર ટકરાતા હૂં, જબ ધરતી મા બુલાતી હૈ સબ છોડ આતા હૂં.

આ ફિલ્મમાં વરુણ ધવનની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ટીઝરમાં આપણે તેનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. વરુણ ધવને પોતે આ ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે, હું ચોથા ધોરણનું બાળક હતો જ્યારે હું ચંદન સિનેમામાં ગયો અને બોર્ડર જોઇ. અને તેણે મારા પર ખૂબ ઊંડી છાપ ઉભી કરી. મને હજી પણ યાદ છે કે હૉલમાં આપણે સૌએ રાષ્ટ્રીય ગૌરવની લાગણી અનુભવી હતી.

આ પણ ખાસ વાંચો:

મે આપણી સેનાને આદર્શ માનવાનું શરૂ કર્યું અને આજે પણ હું તેમને સલામ કરું છું કે તેઓ કેવી રીતે આપણી રક્ષા કરે છે અને આપણને સુરક્ષિત રાખે છે, પછી ભલે તે આપણી સરહદો પર હોય કે કુદરતી આફતો દરમિયાન હોય. જે પી દત્તા સરનું યુદ્ધ મહાકાવ્ય હજી પણ મારી સૌથી પ્રિય ફિલ્મોમાંની એક છે.

બોર્ડર 2નું નિર્માણ ટી-સિરીઝના ભૂષણ કુમાર અને બોર્ડર ડિરેક્ટર જેપી દત્તાએ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું છે. બોર્ડર 2 મૂવી 23 જાન્યુઆરી 2026માં રિલીઝ થવાની છે. અગાઉ રિલીઝ થયેલી બોર્ડરનું નિર્દેશન, લેખન અને નિર્માણ જેપી દત્તાએ કર્યું હતું.

Leave a Comment