Breaking News

ચાણક્ય નીતિ અનુસાર આ વસ્તુઓ પર ક્યારેય ન કરો ઘમંડ થઈ જશો બરબાદ, જાણો તમારે નથીને ઘમંડ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતના અગ્રણી વિદ્વાનોમાં ગણાતા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવાની અને નિરાશાને દૂર કરવાનો રસ્તો બતાવે છે. આ જ કારણે આજે પણ ચાણક્યની નીતિઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે માણસે કદી આટલી વસ્તુઓ પર ઘમંડ ન રાખવો જોઈએ.दाने तपसि शौर्यं वा विज्ञाने विनये नये ।, विस्मयो न हि कर्तव्यो बहुरत्ना वसुन्धरा ।। આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે મનુષ્યને આટવી વસ્તુઓ પર ઘમંડ ન કરવો જોઈએ. દાન, તપ, બહાદુરી, વિદ્વતા, સુશીલતા

ચાણક્ય કહે છે કે માનવમાં ક્યારેય અહંકારની ભાવના હોવી જોઈએ નહીં. કારણ કે આ પૃથ્વી પર એક કરતા વધારે દાતા, તપસ્વી, યોદ્ધા, વિદ્વાન અને નીપુણ વ્યક્તિઓ હાજર છે. ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે દુષ્ટ લોકોનો સાથ છોડી દો અને સજ્જનોની સાથે રહો. રાત દિવસ સારા કાર્યો કરો અને હંમેશા ભગવાનને યાદ કરો. આ માણસનો ધર્મ છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ હંમેશા નમ્ર લોકો સાથે રહેવું જોઈએ અને દુષ્ટ વૃત્તિના લોકોથી દૂર રહેવું જોઈએ.

આ ઉપરાંત આચાર્ય ચાણક્ય એક લોકપ્રીય શિક્ષક, તત્વજ્ઞાની, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને સલાહકારના રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તેઓ એક સાધારણ ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતા. સાથોસાથ તેઓ ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતા. ચાણક્યએ પોતાના જીવનમાં મળેલા અમુક અનુભવોને એક પુસ્તક “ચાણક્ય નીતિ” માં જગ્યા આપી હતી.

ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર અમલ કરવાથી વ્યક્તિ અવશ્ય સફળ થાય છે અને આ પુસ્તકમાં અમુક એવી વાતો જણાવવામાં આવેલી છે, જેનો ઉલ્લેખ આપણે ભૂલથી પણ અન્ય વ્યક્તિની સામે કરવો જોઈએ નહીં. તો ચાલો જાણીએ કે આચાર્ય ચાણક્ય દ્વારા કઇ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યાદ રાખો ચાણક્યની આ નીતિઓ.ચાણક્ય નીતિમાં બતાવ્યું છે કે જે વ્યક્તિ સાંભળવામાં ધીરજ રાખે છે, તેને ધર્મનું જ્ઞાન હોય છે. તેના મનનો દોષ દૂર થાય છે અને સાથોસાથ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મોહમાયા માંથી તેનું મન ઊઠી જાય છે.ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ જીવનભર કંઈકને કંઈક શીખતા રહેવું જોઈએ. શીખવાની પ્રક્રિયા ક્યારેય ખતમ કરવી જોઈએ નહીં. મનુષ્યથી લઈને જાનવર સુધી વ્યક્તિ કંઈકને કંઈક શીખી શકે છે. જેટલું શીખશો તેટલો અનુભવ પ્રાપ્ત થશે.

અમુક લોકોની આદત હોય છે કે પોતાની ધનદોલત વિશે ખૂબ જ વાતો કરતા હોય છે, પરંતુ ચાણક્ય અનુસાર ક્યારે પણ પોતાની ધન-દૌલતનો ઉલ્લેખ અન્ય વ્યક્તિની સામે કરવો જોઈએ નહીં. તમારી પાસે ગમે તેટલી ધન-દૌલત હોય અને તમે ગમે તેટલા અમીર હોય આ આ વાતની જાણ ફક્ત તમને હોવી જોઈએ. જો તમે તેના વિશે અન્ય કોઈને જણાવો છો તો તમારા પૈસાને તેની નજર લાગી શકે છે અને જેના પર તમે આટલું ઘમંડ કરી રહ્યા છો તે તમને ગરીબ બનાવી શકે છે.

ચાણક્ય નીતિ અનુસાર આપવામાં આવેલ દાન અન્ય કોઈ વ્યક્તિને જણાવવું જોઈએ નહીં. જો તમે કોઈ વસ્તુ દાન કરી છે તો તેને પોતાના સુધી સીમિત રાખો. જો તમે કરવામાં આવેલ દાનનો ઉલ્લેખ કોઈની સામે કરો છો, તો તેને વ્યર્થ માનવામાં આવે છે. આવી વાતોનો ઉલ્લેખ કરવાથી તેનું કોઈ મૂલ્ય રહેતું નથી, જેથી દાન અને હમેશા ગુપ્ત રાખવું જોઈએ.

તે સિવાય ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પરિવારની સાથે તમારો કોઈ ઝઘડો થયો છે, તો તેને પોતાના સુધી જ સિમિત રાખવો જોઈએ. તેના વિશે અન્ય કોઈ વ્યક્તિને બતાવવું જોઈએ નહીં. પારિવારિક ઝગડા અંગત હોય છે અને પરસ્પર તેનો ઉકેલ કરી શકાય છે. જો તમે કોઈ વ્યક્તિને તેના વિશે જણાવો .

છો તો તે વાત તમારા દુશ્મનો સુધી પહોંચી શકે છે, જેનો ફાયદો તે ખૂબ જ સરળતાથી ઉઠાવી શકે છે.ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ જ્ઞાન લેવામાં શરમ કરવી જોઈએ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાની બાબતમાં હંમેશાં તમારી બેશરમ રહેવું જોઈએ. આ બાબતોમાં તમારે પોતાના દુશ્મનોથી પણ શરમ કરવી જોઈએ નહીં. જ્ઞાન જેટલું વધારે મળે, તેટલું વધારે કામ આવે છે.

આ ઉપરાંત ચાણક્યની નીતિઓ એવી હતી કે તે કોઈ દિવસ દુશ્મન ન તો જાણી શકતા ન તો સમજી શકતા. આ કુટિલ ચાલોના કારણે તેમને કૌટિલ્ય કેહવાતા. અર્થશાસ્ત્રમાં પારંગત હોવાના કારણે તેઓ રાજા ચંદ્રગુપ્તના સલાહકાર હતા. અને આજે પણ વેપારના સિદ્ધાંતો ચાણક્યની નીતિઓ સાથે મેચ થાય છે. મિત્રો આજે અમે એવી કંપનીના ઉદાહરણો પણ આપશું કે જાણતા અજાણતા ચાણક્ય નીતિના કારણે સફળ થઈ છે.

મિત્રો ચાણક્યનું માનવું છે કે વેપારનો આધાર વેપારીની બોલી પર નિર્ભર હોય છે. માટે જે વેપારી સારી ભાષાનો ઉપયોગ નથી કરતો તેનો વેપાર બરબાદ થઇ જાય છે. મિત્રો આ વાતને સરળતાથી સમજવા એક વાર્તા સંભાળીએ. એક ગામમાં બે વ્યક્તિઓ મધ વેચી રહ્યા હતા. જેમાં એક વ્યક્તિના મધની ગુણવત્તા ખૂબ જ સારી હતી પરંતુ તેની ભાષા ખૂબ કડવી અને તોછડી હતી.

જ્યારે બીજો વ્યક્તિ હતો તેના મધની ગુણવતા ખૂબ સારી ન હતી. પરંતુ તેની ભાષા ખૂબ જ સારી અને મીઠી હતી. આ બંનેમાંથી બીજા વ્યક્તિના મધની ગુણવત્તા સારી ન હતી તો પણ તેનું મધ પેલા વ્યક્તિ કરતા ખૂબ જ વધુ વહેંચાતું હતું. કારણકે તેની ભાષા સારી હતી. માટે હંમેશા સારી અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો.

બીજી નીતિ છે પૈસા કરતા નામને જાળવવી રાખવું. તેના માટે સેમસંગની એક વાત સાંભળીયે તેના પરથી ખૂબ જ સારી રીતે સમજાઈ જશે. મિત્રો સેમસંગ 7 મોડેલની બેટરી બ્લાસ્ટ થવાના કિસ્સાઓ બન્યા હતા. ત્યારે તેને પોતાની બ્રાન્ડની ગુડવિલ એટલે કે નામના જાળવવા માટે તેને પૈસાનું નુકસાન ન વિચારતા તે બધા મોડલ માર્કેટમાંથી પાછા લઇ લીધા.

આ રીતે તમારા વેપારમાં ક્યારેય પૈસા અને ગુડવિલ બંનેમાંથી જ્યારે એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે ગુડવિલને જ પસંદ કરવી.જરૂરતથી વધારે પ્રામાણિક ન બનો થોડી ચાલાકી વાપરો. ચાણક્યનું કહેવું છે કે ક્યારેય બધી વાત પ્રમાણિકતાથી બધાને ન કહેવી. મિત્રો તમને ચાણક્ય અપ્રમાણિક થવાનું નથી કેતા પણ વધારે પડતું પ્રામાણિક થવાની નાં પાડે છે. કારણ કે સૌથી વધારે સીધું અને પ્રમાણિક વૃક્ષ સૌથી પહેલા કપાય છે.

ક્યારેય તમારા સિક્રેટ કોઈ સાથે શેર ન કરવા. મિત્રો કોકોકોલા કંપની વાળાએ પાણીમાં માત્ર થોડા તત્વો ઉમેરીને તે કોલ્ડ્રીંકસ બનાવી અને તેને વેંચીને ખૂબ જ નફો મેળવ્યો. મિત્રો કોકની સફળતાનું કારણ છે તેની સિક્રેટ ફોર્મ્યુલા જે માત્ર બેજ વ્યક્તિને ખબર છે. ઘણી અન્ય બ્રાન્ડે તેની કોપી કરવાનો પ્રયત્નો કર્યા પરંતુ તે સફળ થયા નહિ. માટે તમારા સિક્રેટને ક્યારેય કોઈને કેહવા નહિ તે તમને તબાહ કરી શકે છે.

દુઃખી લોકોથી દૂર રહો. મિત્રો એક બગડેલું સફરજન આખી ટોકરીના સફરજનને બગાડે છે. તેજ રીતે એક દુઃખી વ્યક્તિ આખી ઓર્ગેનાઈઝેશનના વ્યક્તિના મૂળને ખરાબ કરી નાખે છે. ચાણક્ય એવું નથી કહેતા કે દુઃખી લોકોને મદદ ન કરવી. પરંતુ તેનાથી દૂર રહેવું કારણ કે એક જ્ઞાની વ્યક્તિ પણ જો દુઃખી વ્યક્તિના સંપર્કમાં આવે તો તે તેને પણ દુઃખી કરી શકે છે.

દુનિયાની સૌથી મોટી તાકાત છે યુવાનો અને સૂંદર સ્ત્રીઓ તેવું ચાણક્યનું માનવું છે. મિત્રો તમે જોયું હશે કે કોઈ રીસેપ્શનીષ્ટ કે ઐર હોસ્ટેસ સૂંદર હશે અને લોકો યુવાનોને જ પોતાની ઓર્ગેનાઈઝેશનમાં લેશે માત્ર ઊંચા હોદા પર જ અનુભવી અને મોટા વ્યક્તિને રાખશે તો જાણતા અજાણતા આ લોકો પણ ચાણક્ય નીતીને જ અનુસરી રહ્યા છે. તો આ નીતિને ધ્યાનમાં રાખીને લોકો કામ પર રાખવા.

વેપારીએ ઘણા પ્રકારના લોકો સાથે સંપર્કમાં રહેવાનું હોય છે. તેનાથી મોટા એટલે કે આર્થિક બાબતે મોટી કંપની અને નાના પણ. જેમ કે એક મોટી કંપનીએ રો મટીરીયલ માટે નાની કંપનીનો સંપર્ક કરવો પડે છે તો ક્યારેય તેની સામે તેને પોતાની કંપનીના ઈશ્યુ ન જણાવવા. એક સાપમાં જેર ન હોયને તોય લોકોને એવુ જ કહેવું કે તે ઝેરીલો સાપ છે.

મિત્રો અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ રીતે વર્તવું જોઈએ. કારણ કે કંપનીમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ખૂશ રાખવાના હોય છે. અને કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો તે વેપારીને ખબર હોવી જોઈએ. ચાણક્યનું તેના પર કેહવું છે કે એક ઘમંડી માણસને તમે માન આપીને દિલ જીતી શકો છો. એક મૂરખ માણસને મૂર્ખતા કરવા દો તે તેમાં ખુશ રહેશે અને એક સાચા વ્યક્તિ સામે સાચું બોલીને જ જીતી શકાય છે આ વાત બરાબર યાદ રાખવી.

ચાણક્યનું કહેવું છે કે વેપારમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે કોઈ મિત્ર ગીફ્ટ આપે તો તેની પાછળ તેનું કોઈને કોઈ સ્વાર્થ રહેલું હોય છે. આ વાત દરેક વેપારીએ સમજી લેવી જોઈએ જેથી કોઈ મિત્રતાની આડમાં તમારો ફાયદો ના ઉઠાવી લે. મિત્રો ચાણક્યનું માનવું છે કે જે વ્યક્તિ આર્થિક વ્યવહાર કરવામાં, જમવામાં અને જ્ઞાન મેળવવામાં શરમાતો નથી તે હંમેશા સુખી રહે છે. તો આ વાત દરેક વેપારીએ પોતાના મગજમાં રાખવી જોઈએ.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …