CISF Constable Recruitment 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે (CISF) દ્વારા 1130 કોન્સ્ટેબલ ફાયરમેન પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે 30 ઓગસ્ટથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
CISF Constable Recruitment 2024: CISF ધોરણ 12 પાસ યુવાનો માટે નોકરી મેળવવાની મોટી તક લઈને આવી છે. અહીં, કોન્સ્ટેબલ ફાયરમેનની 1100 થી વધુ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
CISF Constable Recruitment 2024
લાયકાત ધરાવતા ઉમેદવાર CISFની વેબાસાઇટ https://cisfrectt.cisf.gov.in/ પર જઈને અરજી કરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. નોટિફિકેશન અનુસાર 1130 ફાયર કોન્સ્ટેબલની જગ્યાઓમાં 466 સીટ જનરલ કેટેગરી, 144 EWS, 153 SC, 161 ST અને 236 જગ્યાઓ OBC માટે અનામત છે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024
સંસ્થાનું નામ | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF Constable Bharti 2024) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ ફાયરમેન |
ખાલી જગ્યા | 1130 |
અરજીની છેલ્લી તારીખ | 30મી સપ્ટેમ્બર 2024 |
શૈક્ષણિક લાયકાત
- CISF Constable Bharti 2024 માટે ઉમેદવારોએ ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ની છેલ્લી તારીખ અથવા તે પહેલાં વિજ્ઞાન વિષય સાથે માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત પાસ કરેલ હોવી જોઈએ.
આ પણ ખાસ વાંચો:
- ગુજરાત પોલીસ ભરતી 2024: લોકરક્ષક અને PSI ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે
- India Post GDS Result 2024 Out: ઇન્ડિયા પોસ્ટ GDS રિજલ્ટ જાહેર
- PGVCL Recruitment 2024: PGVCL દ્વારા 668 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર
વય મર્યાદા
- આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 30 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળશે.
અરજી ફી
- કોન્સ્ટેબલ ફાયરમેન ભરતી માટે અરજી ફી તરીકે જનરલ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફ્રી છે.
પગાર ધોરણ
- CISFમાં કોન્સ્ટેબલ ફાયરમેનને લેવલ – 3 (21700-69100) પગારધોરણ અનુસાર પગાર મળશે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે?
CISFમાં કોન્સ્ટેબલ ફાયરમેનની જગ્યા પર પસંદગી ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ત્યારબાદ લેખિત પરીક્ષામાં પ્રદર્શનના આધારે રાજ્યવાર અલગ અલગ મેરિટ જાહેર થશે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024 છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/ છે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
1. CISF કોન્સ્ટેબલ ફાયરમેન ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cisfrectt.cisf.gov.in/ પર જવાનું રહેશે.
2. હોમપેજ ઓપન થતા તમને લોગીન બટન દેખાશે, ત્યાંથી લોગીન કરો.
3. ત્યારબાદ નવું પેજ ડિસ્પ્લે થશે જેમાં રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
4. હવે જે વિગત માંગેલ છે તે વિગત ભરી આપો
5. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દયો
6. રજીસ્ટ્રેશન કર્યાબાદ ફરી એકવાર લોગીન કરીને જરૂરી વિગતો પૂર્ણ કરો.
ખાસ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ફરજીયાત અધિકૃત જાહેરાત વાંચીને જ અરજી કરવી. આ લેખ માત્ર આપને માહિતી મળી રહે તે હેતુથી જ વિવિધ માધ્યમો માંથી માહિતી એકત્રિત કરીને અહી પબ્લીશ કરવામાં આવ્યો છે.