Breaking News

દર્દી પાસે ના હોય પૈસા તો પણ હોસ્પિટલે કરવો પડે છે દર્દી નો ઈલાજ,જાણો લો આ અધિકાર,વાંચીને શેર જરૂર કરો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.દેશના સંવિધાન મુજબ દરેક ભારતીય નાગરિક ને સમાન જીવવાનો હક્ક છે. તેથી માણસે જીવવા માટે સારા આરોગ્યનું હોવું પણ ઘણું જરૂરી છે. તેના માટે માણસ દરેક પ્રયાસ કરે છે કે તે અને તેનું કુટુંબ હંમેશા સ્વસ્થ રહે. પરંતુ દરેક સાથે એ શક્ય નથી હોતું અને ન ઇચ્છતા હોવા છતાં તેમને કે પછી તેમના પરિવારના કોઈ સભ્યને બીમારીઓનો સામનો કરવો પડે છે.

અને તે વાત માં પણ દમ છે કે જ્યારે માણસ કોઈ ગંભીર બીમારીની ઝપટમાં આવે છે તો તેના પરિવાર વાળા હોસ્પિટલના આંટા ફેરા લગાવવાના શરુ કરી દે છે. જેને લીધે પરિવાર ને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમાંથી સૌથી વધુ ગંભીર સમસ્યા તો પૈસાની હોય છે. કેમ કે આજકાલ હોસ્પિટલ અને દવાઓના ખર્ચ ઘણા મોંઘા થઇ ગયા છે. જેથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું થવાનું કારણ એ છે કે મોટાભાગના લોકોને હોસ્પિટલ માંથી મળતા હક્ક વિષે ઓછી જાણકારી હોય છે, તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે હોસ્પિટલમાં ઈલાજ કરાવવા વાળા માટે સંવિધાનમાં ક્યા ક્યા અધિકાર આપવામાં આવ્યા છે.

ઈમરજન્સિ ઇલાજ માટે હોસ્પિટલ ના ન પાડી શકે જ્યારે કોઈ દર્દી ને ઈમરજન્સિ આવી પડી હોય અને તેની પાસે કે તેના પરિવાર પાસે પૈસા નથી તો હોસ્પિટલ ભલે કોઈપણ ખાનગી હોય કે સરકારી તાત્કાલિક ઈલાજ આપવાની ના નથી કહી શકતા. તમે જાણી લો કે ઈમરજન્સીમાં દર્દીની પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ પૈસા તરત નથી માગી શકતા. કેમ કે તે એવું કરે છે તો દર્દી તેની ફરિયાદ કંજ્યુમર કોર્ટમાં કરી શકે છે.

ઈલાજ માટેનો ખર્ચ જાણી શકાઈ છે.હોસ્પિટલ માં દર્દી કે તેના પરિવારજનો નો એ હક્ક છે કે તે ડોક્ટરી સારવાર સાથે જોડાયેલી તમામ જાણકારી હોસ્પિટલ પાસેથી મેળવી શકે. એટલું જ નહિ તેની સાથે જ હોસ્પિટલમાં સારવારમાં કેટલો ખર્ચ આવશે તેની જાણકારી મેળવવાનો પણ તેને હક્ક છે.મેડિકલ રિપોર્ટસ લેવાનો અધિકાર.તમે જ્યારે કોઈ હોસ્પિરલ માં દાખલ થયા હોય તો તમને અને તમારા પરિવાર વાળાને એ પણ હક્ક મળે છે કે તે હોસ્પિટલમાં દર્દીની બીમારી સાથે જોડાયેલા દસ્તાવેજની માંગણી કરી શકે છે.

કોઈ પણ પ્રકારના ઓપરેશન પહેલા ડોક્ટરને લેવી પડશે મંજુરી.વધુમાં વાત કરીને તો દરેક દર્દીને અને તેના પરિવાર જનો ને એ પણ હક્ક હોય છે કે દર્દી ના શરીરમાં કોઈપણ પ્રકારની સર્જરી કરતા પહેલા ડોક્ટર એ તેની મંજુરી લેવી જરૂરી હોય છે.હોસ્પિટલ ને એ અધિકાર નથી કે તે દવા લેવાનું ફિક્સ સૂચન આપે તમે જોયું હશે કે ઘણી હોસ્પિટલ માં દવાનો કાગળ આપતી વખતે કહે છે કે દવા હોસ્પિટલની દુકાન માંથી જ લેવી પરંતુ દર્દીને પૂરો હક્ક છે કે તે દવા પોતાની ઈચ્છા મુજબની દુકાનેથી જ ખરીદી શકે છે.

હોસ્પિટલ કોઈ પણ દર્દી ને બળજબરી પુર્વક હોસ્પિટલ માં ન રાખી શકે.ઘણી વખત એવું બનતું હોય છે કે દર્દી કે તેના પરિવાર જાણો પાસે પૂરતા પૈસા ન હોવાના કારણે હોસ્પિટલવાળા ઘણી વખત દર્દીને ડીસ્ચાર્જ નથી કરતા. એટલું જ નહિ ઘણી વખત તો લાશ સુધી નથી લઇ જવા દેતા, પરંતુ તમારી જાણકારી માટે જણાવીએ કે બોમ્બે હાઈ કોર્ટ એ તેને ગેર કાયદેસર જાહેર કર્યું છે. તમે તો આ દર્દીને મળેલા હક્ક જાણી લીધા તો જો તમને આ માહિતી ખરેખર ગમી હોય તો લાઇક જરૂર કરો અને બીજા પણ પોતાને મળેલ હક્ક પ્રત્યે જાગ્રત થાય એ માટે શેર પણ આવશ્ય કરો. જન હિત માટે.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. રોજ 100થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકારે લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક મહામારી કોવિડ-19ની સારવાર માટે રાજ્યમાં મહાનગરોમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે.

આ ઉપરાંત રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે સેવાઓ આપી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં તમામ લોકોને કોવિડ-19ની સારવારનો લાભ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે માટે નિર્ણય કર્યો છે.જિલ્લાના કલેકટર જો વધુ આવી ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલ તેમના જિલ્લામાં માન્ય કરે તો તે હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે સારવાર અપાશે. મુખ્યમંત્રીના નિર્ણય મુજબ આવી કોવિડ કોરોના ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે.

કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે.રાજ્ય સરકાર આવી કોવિડ હોસ્પિટલ માટે PPE કિટ, N95 માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક અને હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબ્લેટ પૂરા પાડશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …