Breaking News

દરેક ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો અત્યારે જ કરીલો આ બાપા સીતારામની આ તસવીરોના દર્શન……

નમસ્કાર મિત્રો આજે તમારુ અમારા આ લેખમા સ્વાગત કરુ છુ મિત્રો ગુજરાતની ધરતી ઉપર ઘણા સંતોના મંદિરો આવેલા છે મિત્રો એવું કહેવાય છે કે જો તમે ભારતમા છો અને તેમા પણ ગુજરાતમા છો તો તમે મંદિર થી ફક્ત 7 કિમી જ દુર છો કારણ કે મિત્રો ગુજરાત મા ઘણા દેવી દેવતાઓ ના મંદિર આવેલા છે.

પરંતુ મિત્રો આજે આપણે આ લેખમા આપણે એક એવા મંદિર વિશે જેના વિશે ફક્ત ભારતમા જ નહિ પરંતુ પુરી દુનિયામા મા પ્રખ્યાત છે મિય્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બગદાણા ના બાપા સિતારામ વિશે મિત્રો ગુજરાતની આ ધરતી ઉપર ઘણાબધા એવા સંતો થઈ ગયા છે જેમનુ નામ સાંભળતા જ મનની શાંતી અનુભવાય છે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા સંતની જેમને રાસ્ટ્રીય સંતનુ બિરુદ મળેલું છે.

મિત્રો ગુજરાતની ધરતી એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે અને જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થઇ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે મિત્રો એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા માં આવેલ છે.

મિત્રો જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે અને બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.

મિત્રો ઈ.સ. ૧૯૦૬ જે મિત્રો ચોક્કસ તારીખ ની માહિતી નથી નું વર્ષ હતું ત્યારે ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને જ્યારે શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું અને તેની આજુબાજુ ની બહેનો તેમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દીપકે એક બાળકનો જનમ થયો હતો.

મિત્રો રામાનન્દી સાધુ હોવાના કારણે તે બાળકનુ નામ ભક્તિરામ રાખ્યું હતુ અને નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં અને ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં મિત્રો એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં હતા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે.

 

તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ સુતો હતો અને આ પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ અને ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં હતા.

મિત્રો જ્યારે ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય અને ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે અને ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.

મિત્રો તમને જણાવી દઈએ કે ભક્તીરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખાવા લાગ્યાં અને એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંબઈ આવી પહોચ્યાં અને ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો અને બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા.

તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો અને બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

મિત્રો આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક બાળક તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયો હતો અને બજરંગદાસબાપાએ તેને તેડીને બચાવી લીધો હતો તો એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુઓ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ સીતારામ નામનો મંત્ર જપીને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો, સિંહોના ટોળાએ હટીને જગ્યા કરી આપતા સાધુની જમાત આગળ વધી.

મિત્રો ત્યારબાદ બાપા ગુરુજીની આજ્ઞાનુ પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ હતુ સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં અને ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મંદિરમાં સાત વરસ રહ્યાં અને અહી તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગરના જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં.

અને ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં તેમજ મિત્રો બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં હતા કે જેવી મારાં વ્હાલાની મરજી અને ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વર્ષની હતી અને ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો અને બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યા હતા.

મિત્રો અંદાજે આ વર્ષ 1941નું હતું અને અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા અને મિત્રો એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી અને 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું.

જ્યાં તેમણે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ અને આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ આ મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે તેમજ તેની બન્ને બાજુ કાંચ છે જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે તેમજ સમય જતા ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા અને તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

મિત્રો જો તમે બાપા સિતારામ બગદાણા જવા માંગો છો તો તેમે બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી ભાવનગરથી 78 કિમી, અમદાવાદથી 250 કિમી દૂર છે તેમજ બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે અને આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે.

તેમજ રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે જે 190 કિમી થાય છે તેમજ મિત્રો જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે બગદાણામાં બે ધર્મશાળા છે જેમાં 100 રૂમ છે અને અહી રહેવાની કોઈ ફી નથી તેમજ ભોજનાલય 24 કલાક ધમધમે છે.

મિત્રો બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે તેમજ બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે અને બગદાણામાં આમતો બારેય મહિના ભક્તો આવતા હોય છે પણ વિશેષરૂપે બજરંગદાસ બાપાની પુણ્યતિથી અને ગુરુપૂર્ણિમાએ આશ્રમ પર ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને હાલમાં બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમનું સંચાલન તેમના શિષ્ય શ્રી મનજીબાપા દ્વારા કરવામાં આવે છે.

About bhai bhai

Check Also

આ કારણે બજરંગદાસ બાપાએ કોઈને નથી આપી દીક્ષા, કે નથી કંઠી પહેરાવી, જાણો શું છે તેનું પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …