Breaking News

દરેક માતા પિતા એ વાંચવો જોઈએ આ લેખ..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા વિષય ઉપર જેના કારણે દરેક માતા પિતા ચિંતિત હોય છે અને તે છે બાળકનુ ભણતર આજે દરેક માતા પિતાનુ એક જ સપનુ હોય છે કે તેમનુ બાળક ભણીને મોટો માણસ બની તેમનુ નામ રોશન કરે પરંતુ આજે દરેક લોકો તેમના બાળકને કયા ભણાવવા તે વિશે વધારે ચિંતિત રહે છે અને તે છે ગુજરાતી મીડિયમ મા ભણાવવું કે અંગ્રેજી માધ્યમમા ભણાવવા તો આવો જાણીએ કે તમારા બાળક ને કયા ભણાવવા જોઇએ.

દરેક માતાપિતા એવું ઈચ્છતા હોય છે કે એનું બાળક સૌથી સારામાં સારી સ્કુલમાં અભ્યાસ કરે અને ખુબ જ હોશિયાર બને. એ માટે એ લોકો કન્ફયુઝનમાં મુકાય જાય છે કે બાળકને કઈ સ્કુલમાં મુકવા. ગુજરાતી માધ્યમ માં મુકવા કે અંગ્રેજી માધ્યમ માં. આજકાલ ભાગ્યે જ કોઈ માતા પિતા હશે જે પોતાના બાળકને ગુજરાતી કે હિન્દી મીડીયમમાં ભણવા માટે મુકતા હશે.

આમ તો બધા જ માતાપિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે તેમનાથી બનતા પ્રયત્ન કરતા રહે છે. તેમના માટે સારામાં સારું ભણવાનું અને બીજી સુવિધાઓ પણ પૂરી પાડવા માટે ઘણી મહેનત કરતા હોય છે. છતાં પણ એને પુરતું શિક્ષણ ના મળે તો તે નિરાશ થઇ જાય છે. આજકાલ ના માતાપિતા ને પોતાને ઈંગ્લીશ આવડતું ન હોય છતાં પણ તેના બાળકોને તે ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરવા મુકે છે.

મિત્રો બાળકના પુરેપુરા વિકાસ માટે બાળક ને એ ભાષામા ભણાવવો જોઈએ કે જે ભાષા નો ઉપયોગ તેના ઘરમા થતો હોય તેમજ તેની આજુબાજુ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો વધારે ઉપયોગ થતો હોય તો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષા મા બાળકનો અભ્યાસ થવો જોઈએ અને આ એક તારણ છે કે ઘર મા વપરાતી ભાષા માં અધ્ધ્યન કરનાર બાળકનું મગજ બાકીની બીજી ભાષાઓ ને વધુ ઝડપે શીખે છે.

આના માટે એક પ્રયોગ કરી શકાય કે એક સમાન ધોરણ મા ભણતા બે વિદ્યાર્થી એક જે ગુજરાતી માધ્યમ મા હોય અને એક જે અંગ્રજી માધ્યમ મા હોય તેમને બંને કમશઃ ગુજરાતી અને અંગ્રેજી મા મોબાઈલ નંબર લખાવજો. તમે જોઈ શકશો કે ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થી બંને ભાષામા સેહ્લાઈ થી લખશે પરંતુ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને ગુજરાતીમા નંબર લખવામાં તકલીફ પડશે અને એ વાત તદંતર સાચી છે કે અંગ્રેજી ભાષા નો મહત્વ વધારે છે અને અત્યાર ના સમય પ્રમાણે આ ભાષા નું જ્ઞાન હોવું પણ જોઈએ.

પણ એ વાત સાચી નથી કે તેના માટે અંગ્રેજી માધ્યમ મા જ ભણવું પડે. અંગ્રેજી તો ગુજરતી માધ્યમ મા રહી ને પણ શીખી શકાય છે. કેમકે બાળક ને ઘર ની ટેવ જો ગુજરાતી ભાષા ની હશે અને માધ્યમ અંગ્રેજી હશે તો તેને વધુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે એક બીજો દાખલો જોઈએ તો જયારે ગુજરાતી માધ્યમ નો બાળક મોટો થઇ ને મેડીકલ લાઈન મા જાય છે તો તેને પ્રથમ વર્ષે બહુ તક્લીફ નો સામનો કરવો પડે છે કેમકે તેને અંગ્રેજી ના લીધે બોલવામાં, લખવામાં અને ભણવામાં મુશ્કેલી અનુભવાય છે.

પરંતુ જેમ જેમ સમય પસાર થાય અને તે બીજા વરસ મા આવે તો બધું સામાન્ય થતું જાય છે અને છેલ્લે જયારે અભ્યાસ પૂરો થઇ છે ત્યારે તે સારા પરિણામ થી પણ ઉત્તીર્ણ થાય છે બીજું એક કામ પણ કરી શકાય કે જો તમે નામી મોટા-મોટા હસતી ની જાણકારી મેળવો તો તેમાં મોટા ભાગ ના માતૃભાષા મા જ ભણેલા હશે. હવે બીજું એ કરી શકાય કે જો માતૃભાષા મા ભણતા હોય ગુજરાતી મા વપરાતા મતવ ના શબ્દો નું અંગ્રેજી અર્થ શીખવાની ટેવ પડવી જોઈએ.

અને અત્યારે તો મોટે ભાગે જોવા મળે છે કે ગુજરતી પાઠ્યપુસ્તકો મા પણ તેનો અંગ્રજી શાબ્દિક અર્થ સાથે જ સુચવેલો હોય છે આપણા મગજ મા આ વાત ઘર કરી ચુકી છે કે અંગ્રેજી મા અધ્ધ્યન કરતા બાળક નો વિકાસ વધુ થાય છે પણ તે સત્ય નથી કેમકે જ્યાં સુધી તેને ઘરે અંગ્રેજી વાતાવરણ નહિ મળે ત્યાં સુધી તો અંગ્રેજી હોય કે ગુજરાતી તેનો વિકાસ વધશે કઈ રીતે. જયારે કોઈ અંગ્રેજી માધ્યમ મા ભણતા વિદ્યાર્થી એક પોપટ ની જેમ પઢાવેલું જ્ઞાન અંગ્રેજી મા કોઈ વાત કે કાવ્ય રજુ કરે છે

તો આપણ ને ગ્લાની અનુભવાય છે અને ખોટી ચિંતા પણ થાય છે કે મારું બાળક સમાજ મા પાછળ રહી જાશે તમને જણાવી દઇએ કે દરેક વાલી સારા સપના જોઈ પોતાના બાળકોને અંગ્રેજી મા અભ્યાસ કરવા મૂકે જ્યાં ભાષા પર પુરતો અનુભવ ધરાવતા શિક્ષકો જ નથી હોતા. ઘણી બધી એવી શાળાઓ અને કોલેજો છે કે જ્યાં માધ્યમ અંગ્રેજી રાખવામાં આવે છે અને પુરતો અનુભવ ના હોવાથી ભણવવા મા તો ગુજરાતી ભાષા નો જ પ્રયોગ થતો હોય છે.

માત્ર ને માત્ર શબ્દો અંગ્રેજી વપરાતા હોય છે મિત્રો આવી પરિસ્થિતિ મા કુમળું ફૂલ જેવું બાળક શું કરે બોલવામાં ગુજરાતી અને માધ્યમ અંગ્રેજી, આનાથી થાય છે એવું કે તે બધું સમજી જાય છે પણ લખવા મા તકલીફ અનુભવે છે. માત્ર ને માત્ર દેખાડો કરવા માટે અંગ્રેજી માધ્યમ રાખવું તે બાળક માટે હિતાવત નથી અને આ અંગ્રેજી ની ભાગદોડ મા એ જોજો કે બાળક નું ભવિષ્ય ના બગડે અને તેને પોતાની માતૃભાષા પણ ના ભુલાઈ જાય છે.

આમ જુઓ તો આપણે આપણા બાળકોને બીજા લોકોને સારું લગાડવા અને સારું દેખાડવા માટે જ આપણે આપણા બાળકોના નાજુક ખભા પર આ ઈંગ્લીશ સ્કુલમાં જવાનો ભાર મુકીએ છીએ, પરતું શું તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે તમારા બાળકને પૂછવાનો કે તેને શું ગમે છે તેને આ ભણવાનું ફાવે છે કે નહિ, તેને તેના શિક્ષક જે શીખવાડે છે તેમાં સમજ પડે છે કે નહિ.

જો બાળકો ખુલ્લા મનથી ભણશે, શીખશે તો તેઓ પોતાના જીવનમાં કોઈપણ સમસ્યાથી ડરશે નહિ. હવે તમે જ નક્કી કરો કે બાળકોને કેવી રીતે ભણાવવા અને તેમની પર ભણવાનું કેટલું ભારણ આપવું. તમને કઈ ખબર ના પડે તો તમે કોઈ સબંધી અથવા તો કોઈ આજુ બાજુ માં નોકરી કરતા લોકોને અથવા તો સારી ડીગ્રી વાળા લોકોને પૂછી શકો છો અને પછી તમે તમારા બાળકનું ભવિષ્ય સરળતાથી નક્કી કરી શકશો.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …