Breaking News

દેશની સૌથી મોંઘી ફિલ્મ બનશે રણબીર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર ફિલ્મ,બજેટ જાણીને તમારા હોશ ઉડી જશે…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ બ્રહ્માસ્ત્ર ના નિર્માતાઓએ કહ્યું કે તે દેશની સૌથી મોંઘી ફિલ્મ બનશે. 300 કરોડના બજેટ પર, તેમણે સંકેત આપ્યો કે બજેટ આનાથી વધુ હોઈ શકે છે. નિર્માતાઓનું માનવું છે કે બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મ સિનેમા હોલમાં જ સમજી શકાય છે.

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની ઘોષણા થયાના દિવસથી સતત ચર્ચામાં છે. હવે આ ફિલ્મ વિશે એક નવા સમાચાર આવી રહયા છે. આ ફિલ્મનું બજેટ વધીને 300 કરોડ રૂપિયા થયું છે. આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી બજેટ ફિલ્મ કહેવામાં આવી રહી છે. એવી અપેક્ષા છે કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

બ્રહ્માસ્ત્ર ના નિર્માતાઓએ કહ્યું હતું કે તે દેશની બનેલી સૌથી મોટી ફિલ્મ હશે, પરંતુ તેઓએ 300 કરોડ રૂપિયાના બજેટ વિશે કંઇ કહ્યું નહીં, પરંતુ સંકેત આપ્યો કે બજેટ આનાથી વધારે હોઈ શકે. નિર્માતાઓનું માનવું છે કે બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મ સિનેમા હોલમાં જ અનુભવી શકાય છે.ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, ડિમ્પલ કાપડિયા અને અક્કીનેની નાગાર્જુન પોતપોતાની ભૂમિકામાં જોવા મળશે. આમાં રણબીર કપૂર વિશેષ પાવર કેરેક્ટરની ભૂમિકા ભજવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે.

આ બોલિવૂડની પહેલી ફિલ્મ હશે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ પર કોરોના વાયરસનું ગ્રહણ પણ કરવામાં આવ્યું છે. આને કારણે તેની રિલીઝની તારીખ ગુપ્ત રાખવામાં આવી છે. અયાન મુખર્જીએ એક વખત કહ્યું હતું કે આ ફિલ્મ પ્રેક્ષકોને એક નવો અને આશ્ચર્યજનક અનુભવ આપશે કારણ કે આ ફિલ્મમાં વી.એફ.એક્સ.ની અસર જોવા મળશે, જે સંભવત પહેલી વાર દેશમાં જોવા મળશે.

આ પહેલા અમિતાભ બચ્ચને આ વર્ષે 2 ફેબ્રુઆરીએ દિગ્દર્શક અયાન મુખર્જીને ચેતવણી આપી હતી. બિગ બીએ અયાનને કહ્યું કે હવેથી બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ નહીં બદલો. અમિતાભ બચ્ચને એક ટ્વીટમાં લખ્યું હતું બ્રહ્માસ્ત્ર 4 ડિસેમ્બર, 2020 ના રોજ રજૂ થશે. હવે અયાન મુખર્જીને રિલીઝની તારીખ બદલવાની મંજૂરી નથી. અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પર લોકોએ ઘણી ટિપ્પણી કરી હતી.

આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર સાથે કામ કરી રહ્યાં છે. સૂત્રોના મતે, માયથોલોજીકલ પર આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર શિવાનો રોલ પ્લે કરે છે. તેનામાં સુપરપાવર હોય છે. આલિયા ઈશાનો રોલ પ્લે કરે છે અને તે શિવાને પ્રેમ કરતી હોય છે. અમિતાભ બચ્ચન શિવાના ગુરૂના રોલમાં છે. નાગાર્જુન પુરાતત્ત્વવિદનો રોલ પ્લે કરી રહ્યો છે. તે વારાણસી સ્થિત જૂનું મંદિર ફરી સ્થાપિત કરવા ઈચ્છે છે.

ફિલ્મની વાર્તા બ્રહ્માસ્ત્રની આસપાસ ફરે છે. ભગવાન પાસે રહેલું સૌથી પાવરફુલ હથિયાર ‘બ્રહ્માસ્ત્ર’ કહેવાય છે. ફિલ્મમાં આ હથિયાર તૂટી ગયું છે અને ભારતના વિવિધ મંદિરોમાં તેના તૂટેલા ભાગ સાચવવામાં આવ્યા છે. ફિલ્મના પહેલાં ભાગમાં શિવાને એ વાતનો અહેસાસ થશે કે તેનામાં અલગ શક્તિ રહેલી છે અને તે બ્રહ્માસ્ત્રની નિકટ પહોંચે છે.

ફિલ્મમાં વારાણસીમાં મંદિરના જીર્ણોદ્ધાર કરતાં સમયે નાગાર્જુનને બ્રહ્માસ્ત્રનો એક તૂટલો હિસ્સો મળે છે.
ફિલ્મમાં મૌની રોય તથા સૌરવ ગુર્જર નેગેટિવ રોલમાં છે અને તેઓ પણ બ્રહ્માસ્ત્રની શોધમાં લાગેલા છે. વાસ્તવમાં આ ફિલ્મમાં વિશ્વમાં સૌથી શક્તિશાળી બનવા માટે  સાચા અને ખરાબ વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભારતીય માયથોલોજીકલની અનેક વાર્તાઓનો સંદર્ભ લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં વિઝ્યૂઅલ ઈફેક્ટ્સ એકદમ હાઈ સ્કેલના જોવા મળશે.

ફિલ્મના તમામ મુખ્ય કલાકારો વારાણસીમાં એકબીજાને મળશે. અહીંથી જ ફિલ્મની શરૂઆત થશે. ફિલ્મમાં સારા અને ખરાબ લોકો સૌથી પાવરફુલ વસ્તુની પાછળ ભાગે છે. સારા લોકો વિશ્વનો સર્વનાશ ના થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાહરુખ ખાનનો કેમીયો હોવાની પણ ચર્ચા ફિલ્મમાં શાહરુખ ખાનનો સ્પેશિયલ રોલ છે. શાહરુખે મુંબઈની ફિલ્મસિટીમાં સાતથી આઠ દિવસનું શૂટિંગ પૂરું કર્યું હોવાની ચર્ચા છે.

શાહરુખના કેરેક્ટર માટે ભરપૂર વિઝ્યૂઅલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચર્ચા છે કે શાહરુખ ખાન બ્રહ્માસ્ત્ર ની સ્ટોરીને આગળ લઈ જશે. આ ફિલ્મનું શૂટિંગ 150 દિવસથી વધુ કરવામાં આવ્યું છે અને હજી પણ બે નાના શિડ્યૂઅલ બાકી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ બલ્ગેરિયા, લંડન, એડિનબર્ગ અને વારાણસીમાં થયું છે. ફિલ્મનો ઓફિશિયલ લોગો 2019માં મહાશિવરાત્રી દરમિયાન કુંભ મેળામાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં 150થી વધુ ડ્રોનનો ઉપયોગ થયો હતો.કરની જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રની અંતે રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ આ વર્ષે ચાર ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની છે.

કરને સોશિયલ મીડિયામાં રિલીઝ ડેટની જાહેરાત કરીકરન જોહરે ફિલ્મની સ્ટાર-કાસ્ટની તસવીર શૅર કરીને કહ્યું હતું, બ્રહ્માસ્ત્ર ચાર ડિસેમ્બરે હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મમાં મૌની રોય, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા પણ છે. પહેલાં આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થવાની હતી. પછી આ ફિલ્મ મે, 2020માં રિલીઝ થવાની હતી. જોકે, હવે ફિલ્મની ફાઈનલ રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ બ્રહ્માસ્ત્ર’ છેલ્લા ઘણા સમયથી રિલીઝ થવાની રાહમાં છે. અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મ 4 ડિસેમ્બર, 2020 ના રોજ થિયેટરોમાં હિટ થવાની હતી. ફિલ્મનું શૂટિંગ 2 વર્ષ પહેલા શરૂ થયું હતું. પરંતુ હવે કોરોનાને કારણે થયેલા લોકડાઉનને લીધે, ફરીથી ફિલ્મની રિલીઝની તારીખ આગળ જવાના સમાચાર મળી રહ્યા છે.

રણબીર આલિયાએ ફી ઘટાડી જાણીતા મીડિયાએ તેના રિપોર્ટમાં સોર્સના હવાલેથી લખ્યું છે કે, રણબીર-આલિયાએ ફિલ્મને થયેલા નુકસાનને કારણે તેમની ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર હાલમાં 40 દિવસના શૂટ બાકી છે. લોકડાઉન થવાને કારણે શૂટિંગ મોડું થયું હોવાનું લાગે છે. આ વિલંબને કારણે ફિલ્મના બજેટને અસર થઈ રહી છે. બજેટ અંદાજ મુજબ ઘણું વધી ગયું છે. ફિલ્મમાં ઘણા બધા વી એફ એક્સ છે. આ વિભાગ પર ઘણું કામ બાકી છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …