Breaking News

દેશનું એકમાત્ર ‘ભારત માતા’નું મંદિર ગુજરાતના આ ગામમા આવેલું છે,પણ અહીંની દુઃખદ વાત એ છે કે અહીં વિકાસ થયો જ નથી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ભારતમા આવેલા એકમાત્ર ભારતમાતા ના મંદિર વિશે.મિત્રો ભાવનગર જિલ્લાનાં છોટેકાશી ગણાતા સિહોરથી માત્ર 15 કિલોમીટર દૂર મઢડા ગામ આવેલું છે. જ્યાં 100 કરતાંયે વધુ વર્ષો પુરાણું ભારત માતાનું મંદિર આવેલું છે. ગામ લોકોનાં જણાવ્યા પ્રમાણે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર મઢડા ગામમાંજ ‘ભારત માતા’નું મંદિર આવેલું છે.

કચ્છી જૈન શિવજીભાઈ દેવશીભાઈએ આ અલૌકિક અને અલભ્ય મંદિરની સ્થાપના કરી હતી. આજે ત્રીજી-ચોથી પેઢી આ મંદિરની જાળવણી અને દેખભાળ કરી રહ્યા છે.મંદિર ભાવનગર જ નહિં ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે ગૌરવ સમાન છે અંગ્રેજોનાં કાર્યક્રમ દરમિયાનની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું અને દશ દશકાથી વધુ જુનું ભારત માતાનું મંદિર ભાવનગર જ નહિં ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે ગૌરવ સમાન છે.

એ સમયગાળામાં વણાટશાળા ચાલતી હતી. અને તેમાં ખાસ કરીને વિધવાઓને વિશેષ સ્થાન અપાતું હતું. વિધવા મહિલાઓ માટે અત્રે 18 જેટલા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેઓ ત્યાંજ રહી શકે. મંદિરની બીજી દિશામાં તે જમાનામાં હજારો પુસ્તકો ધરાવતી લાયબ્રેરી પણ ધમધમતી હતી. ભારતમાતા મંદિરનાં પરિસરમાં ધ્યાનમંદિર પણ બનાવાયું છે. જેનાં ભોંયરાની અંદર સાધકો સાધના કરતાં હતા.

તેમજ બલુંદ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં કચ્છી જૈન શિવજી દેવશીનાં પૌત્ર જીતુભાઈ કચ્છી જૈને જણાવ્યું હતું કે મારા દાદાએ એ સમયે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતાનાં મંદિરની સ્થાપના કરી હતી. તેઓ એક લેખક, કલાકાર, રાષ્ટ્રભક્ત હોવા ઉપરાંત આધ્યાત્મિક અંતરને સ્પષ્ટવક્તા પણ હતા તેમજ મઢડા ગામે ગાંધીજીની મુલાકાતો અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી ગ્રામજનોને એક તબક્કે એવું લાગતું હતું કે ગાંધીજી અહીં જ સાબરમતી આશ્રમ જેવો બીજો આશ્રમ બનાવશે.

કચ્છી જૈન પરિવાર સાથે પણ ગાંધીજીને ઘનિષ્ઠ નાતો હતો. ભાવનગર સ્ટેટ દ્વારા અમુક વીઘા જમીન 99 વર્ષનાં લીઝ પર આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ અહીં બોબીન ફેક્ટરી શરૂ કરવામાં આવેલ. અમારા વડીલો કહેતા હતા કે 100 વર્ષ પૂર્વે ભારત મંદિરની જાહોજલાલી અદ્દભૂત હતી શિવજી દેવશી એક સંત પુરૂષ હતા અને તેમનાં અનુયાયીયો દેશભરમાં હતા. તેઓ મંગળબાબા તરીકે ઓળખાતા હતા.

મિત્રો આ સિવાય સ્વતંત્રતા આંદોલનથી લઈને આજ સુધી દેશ પ્રત્યે પ્રેમભાવ રાખનારા દરેક લોકો અહીંયા આવવાનું ભુલતા નથી. દેશમાં એક માત્ર એવું મંદિર છે કે જ્યાં ભારત માતાની પૂજા થાય છે. કાશીના સિગરા ક્ષેત્રમાં ભારત માતાનું મંદિર છે. જ્યાં ભારત માતાને નમન કરવામાં આવે છે. આ મંદિરમાં આવનારાને ધર્મ પુછવામાં આવતો નથી પરંતુ તે ભારતનો રહેનારો દરેક વ્યક્તિ આ મંદિરમાં આવીને ધન્યતા પ્રાપ્ત કરે છે. મંદિરના કેયરટેકર રાજુ સિંહ પ્રમાણે મંદિર દરેક ધર્મના લોકો માટે છે.

પર્યટક આલોક મિશ્રના જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં આવીને દેશ પ્રેમની ભાવના જાગૃત થાય છે. અંગ્રેજી શાસનની ભાગ પડો અને રાજ કરોની નીતિના અંદેશો તે સમયે જ લાગી ગયો હતો ત્યારે વારાણસીમાં તેને લઈને બેઠકો આયોજીત થઈ હતી. તે બાદ તે સમયમાં સ્વતંત્રતા સેનાની શિવપ્રસાદ ગુપ્તએ એક એવું મંદિર બનાવવાનો વિચાર રાખ્યો જ્યાં દરેક ધર્મની આસ્થાનું કેન્દ્ર હોય અને અખંડ ભારતના નકશાને બનાવીએ.

જે બાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સહમતી થઈ અને ભારત માતાના મંદિરનું નિર્માણ શરૂ થયું. 1936માં મહાત્મા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું. બે માળના આ ભવનમાં અખંડ ભારતનો નકશો છે જેના દર્શન અહીંયા આવનારાઓને આપણા દેશ માટે પ્રેમભાવના જાગૃત કરે છે. સ્વતંત્રતા આંદોલન ના સમયે પણ હિન્દુ, મુસ્લિમ ક્રાંતિકારી ઓએ આ ગાંધીવાદી હોય તમામની આસ્થા ભારત માતા મંદિરમાં હતી.

 

100 વર્ષ જુનું અખંડ ભારતમાતાની મૂર્તિ ધરાવતું  ભારતમાતાનું મંદિર ભાવનગર જીલ્લાના મઢડા ગામે આવેલું છે.ભારતમાતાનું મંદિર પાલીતાણાથી 12 કી.મી. દુર મઢડા ગામ આવેલું છે ગુજરાતમાં એક જ ભાવનગર જીલ્લાના મઢડા ગામે આવેલું છે. સાડા પાંચ ફૂટની ભારતમાતાની મૂર્તિ છે. આ મંદિર 100 વર્ષ પૈરાણિક છે મંદિર જૈન વણિક શિવજીભાઇ દેવશીભાઈ શાહે બંધાવેલ. તેમની પોતાની જમીન ઉપર આ મંદિરની પ્રતિષ્ઠા મહાત્મા ગાંધીજીએ અને લોકમાન્ય તિલકે કરી હતી. જયારે શિવજીભાઇ પણ સ્વતંત્ર સેનાની હતા.

મિત્રો મંદિરની સાથે વણાટશાખા પણ ચાલતી હતી જ્યાં 20 બહેનો એ સમયમાં વણાટ કામ કરતા હતા. જે ભારતની પ્રથમ વણાટ શાળા મઢડામાં શરુ થઈ હતી મંદિરના માલિક શિવજીભાઇ એક સારા લેખક અને સંગીતકાર હતા. તેથી શિવજીભાઇ લખિત પુસ્તકોની એક લાઈબ્રેરી પણ આ જગ્યામાં હતી અને શિવજીભાઇ રાષ્ટ્ર ભકત હતા. હાલ ભારતમાતા મંદિરનો વહીવટ શિવજીભાઇના પૌત્રો પાસે છે. મઢડા ગામ સાતહજારની વસ્તી ધરાવતું ગામડું છે. 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે અહી કોઈ પણ પ્રકારના કાર્યક્રમ થતા નથી અને કોઈ નેતા ફરકતા નથી. લોકોને મંદિરો બનાવવામાં રસ છે. દેશપ્રેમમાં રસ નથી.

About bhai bhai

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …