Breaking News

ધનિક પરિવાર ની છોકરી ઓ સાથે લગ્ન કર્યા છે આ ક્રિકેટરો એ જુવો તસવીરો નંબર 4 તો….

ભારતીય ટીમના ક્રિકેટરો વિશે વાત કરવામાં આવે તો ઘણી વાર તેઓ તેમની રમત અને કેટલીકવાર તેમની અંગત જિંદગીને લઈને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યા તેના લગ્ન અને સંતાનોના સમાચારોને લઇને હેડલાઇન્સમાં રહ્યો હતો અને આ પછી ભારતીય ટિમ ના બોલર યુઝવેન્દ્ર ચહલ પણ તેના લગ્નના સમાચારો સાથે ચર્ચામાં રહ્યો હતો. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા કેટલાક પ્રખ્યાત ખેલાડીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ સમૃદ્ધ પરિવારોની છોકરીઓ સાથે લગ્નની કર્યા છે.

રોહિત શર્માભારતીય ટીમમાં હિટમેન તરીકે જાણીતા દિગ્ગજ બેટ્સમેન એ રિતિકા સજ્દેહ ને વર્ષ 2015 માં તેની જીવનસાથી તરીકે પસંદ કરી હતી. રિતિકાની વાત કરવામાં આવે તો તેના પિતા બોબી સજ્દેહ પાસે મુંબઈના પોશ કફ પરેડ વિસ્તારમાં એક બંગલો છે. રિતિકાનો ભાઈ અને તે પોતે એક સેલિબ્રિટી મેનેજર છે જેની બહુ ઉપર સુધી પહોંચ છે.

રવિન્દ્ર જાડેજાભારતીય ટીમમાં એ ક્લાસ ઓલરાઉન્ડર તરીકે પોતાનું નામ નોંધાવનાર રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા છે. રીવાબા વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. તેની પત્નીનો આખો પરિવાર નેતાગીરીમાં કામ કરે છે. અને તેમની ગણતરી ગુજરાત રાજ્યના કેટલાક ધનિક ઘરોમાં થાય છે.

હરભજનસિંહહરભજન સિંહ ભારતીય એવા ખેલાડીમાંના એક છે જેને ક્રિકેટ છોડયાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ આજે પણ લોકો તેમને યાદ કરે છે. ટીમમાં એક ખૂબ જ પ્રતિભાવશાળી બોલર અને ખેલાડી ટર્મિનેટર તરીકે જાણીતા હરભજન સિંહે ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ગીતા પોતે બોલીવુડ અભિનેત્રી છે, જ્યારે તેના પિતા રાકેશ બસરા ઇંગ્લેન્ડના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે.

સચિન તેંડુલકરસચિન તેંડુલકરની ઓળખ ભારતીયો સમક્ષ જાહેર કરવાની જરૂર નથી. એક સમય એવો હતો જ્યારે સચિન ભારતીય ટીમના કારણે નહીં, પરંતુ ભારતીય ટિમ સચિનને ​​કારણે જાણીતી હતી. તેનાથી આશરે 6 વર્ષ મોટી અંજલિ સાથે લવ મેરેજ કર્યા હતા. વ્યવસાયે અંજલિ ડોક્ટર છે અને તેના પિતા ખૂબ મોટા અને સમૃદ્ધ ઉદ્યોગપતિ છે.

વીરેન્દ્ર સહેવાગવિરેન્દ્ર સહેવાગ તેના સમયમાં ભારતીય ટીમનો સૌથી ખૂંખાર ઓપનર રહ્યો છે. તેણે વર્ષ 2014 માં આરતી સાથે લગ્ન કર્યા હતા. તેમણે આરતી અહલાવતને તેના સાથી તરીકે પસંદ કરી છે, જે ખૂબ જ ઉચ્ચ પદના વકીલની પુત્રી છે. ખાસ વાત એ હતી કે જ્યારે વીરેન્દ્રએ આરતીનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે માત્ર 21 વર્ષનો હતો.

ગૌતમ ગંભીરગૌતમ ગંભીર ભારતીય ટીમ ના ખૂબ જ મજબૂત બેટ્સમેન હતા. આજે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે અને સાંસદ તરીકે કામ કરી રહ્યા છે. તેને નતાશા જૈન તેના જીવનસાથી તરીકે મળી છે, જેના પિતા રવિન્દ્ર જૈન છે. રવિન્દ્ર ટેક્સટાઇલ વ્યાપારી અને વ્યવસાયે ઉદ્યોગપતિ છે.

About bhai bhai

Check Also

સાંઈરામ દવે તેમના પિતાજીએ કહેલી આ ત્રણ વાતોથી આજે બની ગયા છે એક મોટા કલાકાર જાણો તેમની જીવનની કહાની

મિત્રો આજે હું આપના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તેમાં હું આપને વાત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *