Breaking News

દૂધ માં નિયમિત ઉમેરી આ વસ્તુ પીવાથી થશે વજન કંટ્રોલ, ગેશ, એસીડીટી પેટ માં દુખાવો થઇ જશે સંપૂર્ણ બંધ

મિત્રો , મોટા ભાગ ના લોકો સવાર માં ઉઠીને ચા , કોફી તથા દૂધ નું સેવન કરતા હોય છે. પરંતુ , શું તમે જાણો છો પરોઢે ઉઠીને આ વસ્તુઓ ની જગ્યાએ તમે દૂધ માં વરિયાળી ઉમેરીને તેનું સેવન કરો તો તમે અનેક રોગોમાંથી મુક્તિ મેળવી શકો. હેલ્થ એક્સપર્ટ મુજબ દૂધ અને વરિયાળી બંને માં ભરપૂર પ્રમાણ માં પોષકતત્વો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે અને આપણાં શરીર ને રોગમુકત રાખે છે.

વરિયાળી એ એક અત્યંત સુગંધિત મસાલો છે જેમા અનેક પ્રકાર ના ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે. વરિયાળી સ્વાદે તૂરી હોય છે. પરંતુ તેમાં ભરપૂર પ્રમાણ માં પોષકતત્વો , ખનીજ તત્વો અને વિટામીન્સ સમાવિષ્ટ છે જે આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થશે. વરિયાળી ના સેવન થી આપણી પાચન શક્તિ મજબૂત બને તથા ઝાડા , પેટદર્દ અને શ્વાસ ના રોગો માંથી મુક્તિ મળે. માટે નિયમિત પરોઢે તથા સાંજે જમ્યા બાદ દૂધ માં વરિયાળી ઉમેરી તેનું સેવન કરવું.

વરિયાળી નુ દૂધ બનાવવા ની વિધિ :વરિયાળી નું દૂધ બનાવવા માટે સૌપ્રથમ એક ગ્લાસ દૂધ માં ૧/૨ ચમચી વરિયાળી ઉમેરી દૂધ ને ઉકાળી નાખો. ત્યાર બાદ આ દૂધ ને ગરણી વડે ગાળી લેવું જેથી વરિયાળી નું અર્ક વ્યવસ્થિત રીતે દૂધમાં ઉતરી જાય. તો તૈયાર છે તમારુ વરિયાળી નુ દૂધ.

ચાલો આ વરિયાળી ના દૂધ ના સેવન થી થતાં લાભો વિશે માહિતી મેળવીએ.વરિયાળી ના દૂધ ના નિયમિત સેવન થી મેટાબોલિઝમ માં વૃદ્ધિ થાય છે તથા તમારું વજન નિયંત્રણ માં રહે છે.આ પીણાં માં સમાવિષ્ટ એન્ટિઓક્સિડન્ટ તમારા ચહેરા ના ખીલ ને દૂર કરે છે અને તેની ચમક માં વધારો કરે છે.વરિયાળી ના દૂધ માં કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં પ્રાપ્ત થઈ રહે છે જેથી હાડકા મજબૂત બને અને સાંધાનો દર્દ દૂર થાય.આ પીણાં ના સેવન થી શરીર માં એસિડ નું નિર્માણ થાય છે જે કબજિયાત તથા એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરે છે અને પાચનશક્તિ મજબૂત બનાવે છે.આ પીણાં ના નિયમિત સેવન થી નેત્રો ને લગતી સમસ્યાઓ થી રક્ષણ મળે છે.આ પીણાં ના નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રિત રહે છે જેથી હ્રદય ને લગતાં રોગો થી રક્ષણ મળે છે.

આ પીણાં ના નિયમિત સેવન થી ટોક્સીન્સ મુકત થાય છે અને યુરિન ઈન્ફેકશન થી રક્ષણ મળે છે.
આ પીણાં માંથી તમે ભરપૂર પ્રમાણ માં પોટેશિયમ મેળવી શકો જેથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે.
આ પીણાં માં ભરપૂર પ્રમાણ માં લોહતત્વ સમાવિષ્ટ હોય છે જે તમને રકત ની ઉણપ થી થતાં રોગો સામે રક્ષણ આપે છે.

વરિયાળી ના સેવન થી પ્રાપ્ત થતાં અન્ય લાભો :કબજિયાત માંથી મુક્તિ :વરિયાળી અને સાકર ને ક્રશ કરીને તેનું ચૂર્ણ તૈયાર કરીને રાત્રે સૂતા પૂર્વે અંદાજિત ૫ ગ્રામ ચૂર્ણ નું નવશેકા પાણી સાથે નિયમિત સેવન કરવાથી તમે ગેસ , અપચો તથા કબજીયાત જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો.

નેત્રો નું તેજ વધે :વરિયાળી અને સાકર ને સપ્રમાણ ભાગમાં લઈને તેને ક્રશ કરીને તેનું ચૂર્ણ તૈયાર કરીને નિયમિત સવારે તથા સાંજે પાણી ની સાથે બે માસ સુધી સેવન કરવામાં આવે તો નેત્રો નું તેજ વધારી શકાય.

અપચો :વરિયાળી અને જીરું ને ક્શ કરી તેનો પાવડર બનાવી નિયમિત સવારે તથા સાંજે ૧ ચમચી જેટલો સેવન કરવામાં આવે તો અપચા ની સમસ્યામાંથી રાહત મળે.પાચનશક્તિ મજબૂત બને :જો નિયમિત ભોજન ગ્રહણ કર્યા બાદ વરિયાળી , જીરું અને કાળું નમક મિકસ કરી તેનું ચૂર્ણ તૈયાર કરીને નવશેકા પાણી સાથે સેવન કરવામાં આવે તો પાચનશક્તિ મજબૂત બને.

ઉધરસ ની સમસ્યા દૂર રહે :જયારે પણ તમને ઉધરસ ની સમસ્યા ઉદભવે ત્યારે વરિયાળીના અર્ક ના ૧૦ બુંદ માં ૧ ચમચી જેટલું મધ ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો ઉધરસ ની સમસ્યામાંથી મુક્તિ મળે.પેટદર્દ :જો તમને કયારેય પણ પેટ માં દર્દ ઉદભવે તો શેકેલી વરિયાળી ને ચાવવી જેથી તમને પેટ ના દુ:ખાવા માં રાહત મળશે.ખાટા ઓડકાર :જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો વરિયાળી ના પાણી માં સાકર ઉમેરી તેને ઉકાળી દિવસ માં ૨-૩ વખત તેનું સેવન કરવાથી આ સમસ્યા માં રાહત મળે છે.

હાથ-પગ માં બળતરા :જો તમને કયારેય પણ હાથ-પગ માં બળતરા ઉદભવે તો સપ્રમાણ ભાગ માં વરિયાળી અને ધાણા લઈને તેને વાટી ને તેમાં મિશ્રી ઉમેરીને જમ્યા બાદ ૫-૬ ગ્રામ માત્રા માં તેનું સેવન કરો જેથી આ સમસ્યા દૂર થાય.ગળા માં ખરાશ :જો ગળામાં ખરાશ ની સમસ્યા ઉદભવતી હોય તો શેકેલી વરિયાળી ને મોઢા માં ચાવવી જેથી તમારુ ગળુ સાફ થઈ જાય.

સ્કિન આકર્ષક બને :નિયમિત પરોઢે ભૂખ્યા પેટે વરિયાળી નું સેવન કરવાથી રકત શુદ્ધ બને છે જે સ્કિન માટે ખૂબ જ લાભદાયી છે તથા તેના નિયમિત સેવન થી સ્કિન આકર્ષક બને.પેટ માં સોજો :નિયમિત પીવા ના પાણી માં ર ટીપાં વરિયાળી નો અર્ક ઉમેરીને તેનું સેવન કરવાથી પેટના સોજા ને દૂર કરી શકાય છે.વજન નિયંત્રણ માં રહે :વરિયાળી ના સેવન થી મેટાબોલિઝમ માં વૃદ્ધિ થાય છે. જેથી શરીર માં રહેલી વધારા ની ચરબી દૂર થાય છે અને વજન નિયંત્રણ માં રહે છે.

About bhai bhai

Check Also

ડોકટરને પૂછ્યા વગર દવા લેવી આ વ્યક્તિને પડ્યું ભારે તેની સાથે થયું એવું કે જાણીને તમે પણ રહી જશો દંગ…

તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે …