Breaking News

એ તો શુ છે માં ખોડિયારના આ માટેલિયા ઘરા માં કે ક્યારેય નથી એનું સુકાતું પાણી?,જાણો તમે પણ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે ગુજરાતના માટેલ ગામના મા ખોડિયારના મંદિરના માટેલિયા ધરા વિશે કે શા માટે ગમે તેવા દુકાળમા પણ માટેલિયા ધરામા પાણી સુકાતુ નથી તો શુ છે.

આનુ રહસ્ય તો આવો જાણીએ આ રહસ્ય વિશે તમને જણાવી દઈએ કે લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે.

ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.ખોડિયાર માં નું માટેલ મંદિર ગુજરાતના રાજકોટ જીલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામ માં આવેલું છે. વાકાનેર તાલુકા થી લગભગ ૧૭ કિલોમીટર દૂર આવેલું છે. અહીં જે જૂનું સ્મારક છે ત્યાં ચાર મૂર્તિઓ છે તે મૂર્તિ આવર્ત, ખોડલ અજુબાઈ અને બીજબાઈની છે.

ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા, લોકકથા છે જે શ્રદ્વા સાથે જોડાયેલી છે અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે અને આવી છે એક કથા છે માટેલીયા ધરાની મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે.

મિત્રો કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી અને માટેલ ગામના લોકો આજ ધરાનું પાણી પીવે છે અને તે પણ ગરણામાં ગાળ્યા વગર જ તમને જણાવી દઈએ કે માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની અને અહી આવેલું વૃક્ષ માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે.

અને ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું કયારેય પાણી સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા હતા.

મિત્રો આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.અહીં એક વરખડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડીયારમાની બહેન જોગડ તોગડ ઊભેલી છે. આ મંદિરની સામે એક ઊંડો ધરો આવેલો છે.

જે માટેલ ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. આખો માટેલ ગામ આ ધરા નું જ પાણી પીવે છે. હાલમાં પણ આ ધરાનું પાણી ગાળ્યા વગર પીવાની પ્રથા છે.આ ધરા ની આગળ થોડો નાનો ધરો આવેલો છે જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરા માં ખોડીયાર મા નુ જુનુ મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહ 999 કોષ પાણી માં નાખ્યા હતા. કોસ એટલે કે પાણી વેચવાનો સાધન.

અહીં મંદિરની પાસે અનેક દુકાનો આવેલી છે આ દુકાનો અહીં રહેલા ગામના લોકોની આજીવિકાનું સાધન છે. અહીં શ્રી ખોડિયાર મંદિર માટેલ ટ્રસ્ટ કાર્યરત છે. આ ટ્રસ્ટ ખોડીયાર માતાના મંદિરે આવેલા ભક્તો ને સારી એવી સેવાઓ આપે છે. અહીં મોટી ધર્મશાળા આવેલી છે અહીં રાત્રિ રોકાણ માટે વિનામૂલ્યે સગવડ ઉપલબ્ધ છે.માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે.

જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે. અહીં ઘણી બધી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ઘણા લોકો દૂર-દૂરથી પગપાળા પણ આવે છે. અહી માતાજીને લાપસી નો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને અહીં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે.

જેમાં દરેક માણસને વિનામૂલ્યે ત્રણ ટાઇમ જમવાનું આપવામાં આવે છે જેમાં લાપસી, દાળ, ભાત, શાક, રોટલી પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસો ઉપલબ્ધ છે. ચાલો જાણીએ ખોડીયાર માનું નામ કેવી રીતે પડ્યું.મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં આપણે માં ખોડિયાર વિશે વાત કરીશું કે તેમનું નામ કેવી રીતે પડ્યું છે અને તેમના વિશે આપણે જાણીશું અને તેમજ ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેવું કહેવામા આવ્યું છે અને તે ચારણ છે.

About bhai bhai

Check Also

માત્ર આ 2 રાશિઓને ખોડિયાર માં ની કૃપાથી થઈ રહ્યો છે લાભ, દરેક દુઃખોનું લાવશે નિવારણ…

મિત્રો ગ્રહોની ગતિ દરેક મનુષ્યના જીવનને અસર કરે છે અને જ્યોતિષ મુજબ બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિમાં …