Breaking News

એક દુલ્હનના પિતાએ કંકોત્રી પર કંઇક એવું છપાવ્યું જેને વાંચીને સંબંધીઓ લગ્નમાં જ ના આવ્યાં, જાણીને રહી જશો દંગ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેશભરમાં અનોખી રીતે લગ્નની કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 1000-500 રૂપિયાની નોટોના બેનને કારણે એક અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા 2019માં પણ પર વાયરલ થઈ હતી. લગ્નની આવી કંકોત્રી તમે ક્યારેય નહીં જોઈ હોય, તેમાં લગ્નમાં ચાંદલો કરવા લોકોને પેટીએમનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે લોકો ઓનલાઈન લગ્નો કરી રહ્યાં છે. લોકડાઉને તો ઓનલાઈન લગ્નોનો વ્યાપ વધારી દીધો છે. સરકારે 200 માણસથી વધારે લોકોની છૂટ આપી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ કંકોત્રીમાં સુચિત અને આન્યા નામના યુવક-યુવતીએ લગ્નની કંકોત્રીમાં પેટીએમનો વિકલ્પ આપ્યો હતો.આ કપલ લગ્નમાં આવનાર તથા ન આવી શકનારા વડીલો અને સંબંધીઓને આશીર્વાદ માટે પેટીએમ કરવાની વાત કરી રહ્યું છે.તેમના મતે તેઓ આ વિકલ્પ પ્રદૂષણ મુક્ત સમાજ માટે યોગદાનના પગલે આપી રહ્યાં છે.આ કપલે ચાંદલા માટે PayTM QR Code કોડ પણ કંકોત્રી પર છાપ્યો છે.

લગ્નમાં શરૂ થયો નવો ટ્રેન્ડ.હવે લગ્નમાં રોકડા રૂપિયા આપવા માટે એન્વલોપ કે ભેટ શોધવાની જરૂર નથી. હવે નવા ટ્રેન્ડ પ્રમાણે કોઇપણ ગૂગલ પે અથવા ફોન પેના ઉપયોગ દ્વારા સીધા નવ દંપતિના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. મદુરાઇમાં એક પરિવારે લગ્નની કંકોત્રી પર ગૂગલ પે (Google Pay) અને ફોન પે (Phone Pay)ના ક્યૂઆર કોડ (QR Code) છાપીને એક નવા વિચારને જન્મ આપ્યો છે. તેમણે પોતાની દિકરીના લગ્નમાં આવેલા મહેમાનો અને જે મહામારીના કારણે લગ્નમાં સામેલ ન થઇ શક્યાં હોય, તે લોકોને ભેટ આપવાનો સરળ વિકલ્પ આપ્યો.

લગ્નમાં તમામ લોકોએ QR Codeથી મોકલ્યા પૈસાદુલ્હનની માતા ટી.જે. જયંતીએ જણાવ્યું કે, આશરે 30 વ્યક્તિઓએ આ વિકલ્પનો ઉપયોગ કરીને લગ્નની ભેટ આપી. જયંતી મદુરાઇમાં જનની બ્યૂટી પાર્લર ચલાવે છે. તેમણે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે અમારા પરિવારમાં આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ લગ્ન રવિવારે થયા છે અને આ લગ્નની કંકોત્રી ખૂબ વાયરલ થઇ છે.

જયંતીએ કહ્યું કે, મારી પાસે તેને લઇને ઘણા ફોન આવી રહ્યાં છે. તેના કારણે મારા ભાઇ અને પરિવારના અન્ય લોકો પાસે પણ સોમવારે સવારથી ઘણા ફોન આવી રહ્યાં છે. મહામારીના પગલે લગ્ન અથવા કોઇ ફંક્શનને ઑનલાઇનથી લઇને ટેક્નોલોજીની મદદથી અનેક લોકો નવા આઇડિયા અપનાવી રહ્યાં છે. તાજેતરમાં જ એક નવપરણિત યુગલે પોતાના સંબંધીઓ અને મિત્રોને તેમના ઘરે લગ્નનું ભોજન ડિલિવર કરાવ્યુ હતું, જેમણે લગ્ન ઑનલાઇન નિહાળ્યા હતાં.

આવોજ એક બીજો કિસ્સો દરેક પિતાનું સપનું હોય છે કે, દીકરી સારું સાસરું મળે, જ્યાં તેને માન-સન્માન અને પ્રેમ મળે અને તે હંમેશા ખુશ રહે, એટલે દરેક પિતા પોતાના જીવનભરની મૂડી ખર્ચીને દીકરીના લગ્નને તેના જીવનનો યાદગાર દિવસ બનાવવાનો પ્રયાસ કરે છે.આપણે સૌ જાણીએ છીએ કે, ભારતીય સમાજમાં લગ્ન ખૂબ ખર્ચાળ હોય છે. વળી, દહેજ પ્રથા તો દરેક પિતા માટે ચિંતાનો વિષય રહે છે.

છતાં દીકરીની ખુશી માટે પિતા એ મુશ્કેલ કામને પણ હસતાં-હસતાં પાર પાડે છે. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવાના છે, જે દરેક પિતા માટે બોધપાઠ છે.મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના ઇન્દ્રસિંહ ગુર્જરે તેમની પુત્રીના લગ્નમાં દહેજ નહીં આપવાનો નિર્ણય લીધો છે અને લોકોને દહેજ ન આપવાનો સંદેશ પણ આપ્યો છે. તેમણે પુત્રીના લગ્નની એક અનોખી કંકોત્રી છપાવી છે. જેમાં તેમણે લગ્નના તમામ ખર્ચ છાપ્યા છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જી હા આ કંકોત્રીમાં ઇન્દ્રસિંહ ગુર્જરે સંત શ્રી મહારાજ હરિ ગિરી દ્વારા નક્કી કરેલા ખર્ચ પણ છાપ્યાં છે. તેમણે કહ્યું કે, લગ્ન કરાવનાર પંડિતને 1100 રૂપિયા, શગુનનાં 1100 રૂપિયા, થાળીમાં 5100 રૂપિયા, દરવાજો રોકવા માટે 1100 રૂપિયા આપવામાં આવશે. ભાટમાં 5100 રૂપિયા, વરમાળા દરમિયાન 10 રૂપિયા, પાનના 1100 રૂપિયા અને ચાંલ્લાના 50 રૂપિયા હશે. આ બધી ચીજો ઉપરાંત 5 વાસણો, એક પલંગ અને એક કબાટ આપવામાં આવશે. જાનમાં ફક્ત 100 લોકો જ આવી શકે છે.

લગ્નમાં દારૂ ન પીવાની પ્રાર્થના.આ કાર્ડમાં, માત્ર દહેજ માટે નહીં પણ દારૂ ન પીવાની વિનંતી પણ કરવામાં આવી છે. લગ્નની વિધિમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ ન પીવો, તેવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. યુવતીના કાકાએ કહ્યું કે, અમારા ગામ અને સમાજમાં દારૂ બંધ થઈ ચૂક્યો છે, પરંતુ હવે દહેજ રોકવા પણ પહેલ કરવામાં આવી રહી છે. આ કાર્ડના અંતમાં એક શ્લોક લખવામાં આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની રહે છે.આ શ્લોકમાં લખ્યું છે કે, “મૃત્યુ ભોજ ઓર માલા છૂટી, ખાના છૂટા મેજ પે, બાજે છૂટે દારૂ છૂટી, અબ કી ચોટ દહેજ પે”….

પુત્રીને બચાવવા અપીલ.આ દીકરી પૂજાના આ પિતાના લગ્નનું કાર્ડ દિકરીઓને ભણાવવા અને દીકરીઓને બચાવવા વિશે પણ કહે છે. આ કાર્ડ દ્વારા લોકોને સંકલ્પ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આપણે દહેજ આપીશું નહીં અને ક્યારેય દહેજ લઈશું નહીં આમ, એક પિતાએ ધૂંધળી સામાજિક વ્યવસ્થામાં એક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે.

આવોજ એક બીજો કિસ્સો પોરબંદરથી લાખો કિલોમીટર દૂર આવેલા જાનાપના એક યુવક અને યુવતી ગુજરાતના પોરબંદર શહેરના કુછડી નજીકના આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં ભારતીય અને હિન્દુ પરંપાર પ્રમાણે લગ્ન ગ્રંથીથી જોડાશે. આ કપલ 27 તારીખ એટલે ગુરુવારે સાંજે 7 વાગે લગ્નગ્રંથીથી જોડાશે. આ કપલે એક અનોખી લગ્ન કંકોત્રી છપાવી છે જે જાપાનીઝ ભાષામાં છે જ્યારે બીજી બાજુ ગુજરાતી ભાષા છે.

પોરબંદર નજીક કુછડી ગામના સીમ વિસ્તારમાં ‘આર્ષ સંસ્કૃતિ તિર્થ આશ્રમ’ આવેલો છે. આ આશ્રમમાં વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ માટે અનેકવાર આવતા હોય છે. ત્યારે જાપાનના તોશિયાકી અને તેરુયો ઉરનીશી નામના દંપતીની દિકરી ચીયોરી જાપાનના જ વતની નોબારુ કુરુતા અને એકો કુરુતાના પુત્ર ક્ઝુય સાથે હિંદુ પરંપરા પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાવવા માટે પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે આવી પહોંચ્યા છે.

જાપાનનું આ કપલ 27 તારીખે એટલે ગુરુવારે લગ્નગ્રંથીથી જોડાશે.જ્યાં આ લગ્નમાં જાપાનના મિત્રો પણ આવી પહોંચ્યા છે અને બે દિવસ લગ્નમાં મજા માણશે. વરરાજા બળદગાડામાં બેસીને જાને લઈને કન્યાને લેવા માટે આશ્રમ જશે જ્યાં લગ્નગ્રંથીથી જોડાયા બાદ રવાના થશે.આ લગ્ન માટે તેઓએ એક તરફ જાપાનીઝ ભાષા અને બીજી બાજુ ગુજરાતી ભાષામાં ગણેશજીની તસ્વીર સાથે ખાસ કંકોત્રી પણ છપાવી છે. બંન્નેના લગ્ન 27 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે યોજાશે. આ લગ્ન હિંદુ રીતરિવાજ અને પરંપરા મુજબ કરવામાં આવશે. જેમાં સવારે બન્નેની પીઠી ચોળવામાં આવશે ત્યાર બાદ મંડપ રોપણ સહીતની વિધિ કરવામાં આવશે.

એક વાડીથી બળદગાડામાં ક્ઝુય ની જાન આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે પહોંચશે. જ્યાં રસ્તામાં દાંડીયારાસની રમઝટ પણ બોલાવવામાં આવશે. ત્યાર બાદ આશ્રમ ખાતે હિંદુ રીત રીવાજ પ્રમાણે બન્નેના લગ્ન કરશે. જેમાં જવતલ હોમવાથી લઈ અને હસ્ત મેળાપ સુધીની તમામ વિધિ કરવામાં આવશે ત્યાર બાદ કન્યા વિદાય પણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ એક જાપાનીઝ યુવક અને યુવતીના લગ્ન આશ્રમમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કરાયા હતા ત્યારે વધુ એક જાપાનીઝ યુગલ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાશે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …