Breaking News

એક વાર જરૂર અજમાવી જુઓ આ ઘરેલૂ નુસખા પગના સોજાની સમસ્યાઓથી મળશે છુટકારો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલ પ્રવર્તમાન સમય માં લોકો ની જીવનશૈલી કંઈક એ પ્રકાર ની બની ગઈ છે કે લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો સમય પણ નથી રહેતો. પરિણામે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તેઓ ડાયાબીટીસ , થાઈરોઈડ તથા બ્લડપ્રેશર જેવી અનેકવિધ જીવલેણ બીમારીઓ થી પીડાય છે. આ બીમારીઓ ના કારણે તમારા પગ માં સોજા ચડી જાય છે અને અમુક વાર તો વધુ સમય માટે પગ ને લટકાવીને બેસી રહેવામાં આવે તો પગ ફુલીને દડા જેવા થઈ જાય છે અને અસહ્ય પીડા ઉદભવે છે.

આ લેખ માં આ સમસ્યા ના નિવારણ માટેના અમુક ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે ચર્ચા કરીશું. જો તમારે તમારા પગ માં રહેલા સોજા ને દૂર કરવા હોય તો તેના માટે નો શ્રેષ્ઠ નુસ્ખો છે સિંધવ નમક. કારણકે , સિંધવ નમક માં હાઈડ્રેટ મેગ્નેશિયમ સલ્ફેટ ના ક્રિસ્ટલ સમાવિષ્ટ હોય છે જે માંસપેશીઓ માં રહેલા સોજા ને દૂર કરવા માટે સહાયરૂપ બને છે. પાણીમાં સિંધવ નમક ઉમેરીને તેમાં ૧૫ મિનિટ માટે તમારા પગ ડૂબાડી ને રાખવા માં આવે તો તમને પીડા માં રાહત મળે છે.

આ સિવાય સિંહપર્ણી નામની એક આયુર્વેદિક જડીબુટ્ટી પણ તમારા આ પગના સોજા ને દૂર કરવામાં સહાયરૂપ બને છે. આ જડીબુટ્ટી માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારી માંસપેશી માં થતી ખેંચતાણ ની સમસ્યા ને દૂર કરે છે જેથી પગના સોજા માં રાહત મળે.પગના સોજા ને દૂર કરવા માટે અજમો પણ એક કારગર ઔષધ સાબિત થઈ શકે. અજમા ના સેવન થી શરીર માં સમાવિષ્ટ તમામ ઝેરી દ્રવ્યો નો નિકાલ થાય છે જેથી તમારા પગના સોજા માં રાહત મળે. અજમાની ચા નું સેવન આ સમસ્યા ને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે.

કોબીજ માં એન્ટી ઈન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે પગમાં રહેલા સોજા ને દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. જો તમે સૌપ્રથમ કોબીજ ને ફ્રિજ માં રાખી તેને ઠંડી કરી ત્યાર બાદ તેના પર્ણો ની પટ્ટીઓ બનાવી પગ પર અડધી કલાક સુધી બાંધી રાખવામાં આવે તો પગના સોજા દૂર થઈ જાય છે.

જો તમે પગના સોજા અને તેનાતી થતી અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આદુ નું ઓઈલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટસ તથા એન્ટીઈન્ફલેમેન્ટરી ગુણતત્વો તમારી આ સમસ્યા ને દૂર કરે છે. જો તમે ઓલિવ ઓઈલ, તજ, દૂધ અને લીંબુ નો રસ એક પાત્ર માં ઉમેરી તેનું મિશ્રણ તૈયાર કરીને આ મિશ્રણ થી પગની માલિશ કરવામાં આવે તો પગના સોજામાં રાહત મળે છે.

જો રનિંગ કરવાના કારણે તમારા પગમાં સોજા ચડી જતાં હોય તો તેના નિવારણ માટે કાકડી ના ટુકડાઓ ને પગમાં બાંધી ને રાખો. આ કાકડી માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ તમારા પગ ના દર્દ ને દૂર કરી દેશે. પગ ના સોજામાંથી મુક્તિ મેળવવા માટે એક પાત્ર માં થોડું પાણી હુંફાળું કરીને તેમાં ફટકડી ઉમેરી ને તમારા પગ બોળી દયો. આમ કરવાથી રકત પરિભ્રમણ યોગ્ય રીતે થવા માંડશે અને તમારા પગના સોજા દૂર થશે.

જો તમે ચોખાનું પાણી લઈ તેમાં થોડા બેકિંગ સોડા ઉમેરીને ત્યાર બાદ તેના વડે પગની મસાજ કરો તો તમારી માંસપેશીઓ માં થતું ખેંચતાણ દૂર થશે અને તમારા પગ ના સોજા દૂર થશે. જો તમે નિયમિત તમારા પગની લવિંગ ના ઓઈલ થી માલિશ કરો તો પણ તમારા પગના સોજા ની સમસ્યા માંથી તમે મુક્તિ મેળવી શકો.

ડિપ્થીરિયા રોગમાં સ્મોલ નળી બંધ થઇ જવાને કારણે શ્વાસનળી બંધ થઇ જાય છે અને ગળામાં ઘા થવાથી દુર્ગંધયુક્ત સ્રાવ પણ નીકળે છે. ગળામાં દુ:ખાવો થવાને કારણે કે રાત્રે ખૂબ જ મુશ્કેલી થાય છે, કારણ કે રાત્રે વારંવાર ખાંસી ખાવી પડે છે. ત્યારે ગળામાં ચીકાશને કારણે ઈજાના નિશાન બની જાય છે, જેનાથી અવાજ બંધ થઇ જાય છે, અને બળતરા થાય છે.

બ્રાન્કાઇટિસ રોગમાં પણ ખાંસી હોવાથી દર્દીના ગળામાં પીડા થાય છે. લીલું પીળું અને લોહી વાળા ગળફા નીકળે છે અને ગરદનમાં ખંભા સુધી ફેલાયેલો દુ:ખાવો થાય છે. જો ગળે વધારે ગંભીર ઈજા થઇ ગઈ હોય કે લાંબા સમયથી તમે આ સમસ્યાથી પીડિત છો? તો તરત કોઈ ચિકિત્સકને મળીને એંટી બાયોટીક દવાની સારવાર લો, તેવામાં ઘરેલું ઉપાય અજમાવો.

ગાળામાં દુ:ખાવો, ગળું બેસવું, સોજાનો ઘરેલું ઉપચાર.ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો અને તેમાં થોડું એવી મીઠું ભેળવી દો. આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે.

ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે. ગળામાં દુ:ખાવો થાય છે, સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચાવો. તેનાથી મોઢામાં છાલા આરામ મળશે.

પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડા લો. તેને એક કપ પાણીમાં ઉકાળીને રાબ બનાવો અને પી જાવ. બે-ત્રણ દિવસ સુધી રોજ ત્રણ વખત કરો, ગળામાં દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મળશે. કળથી અને કાળા મરીની રાબ પણ ગળાની પીડા માંથી રાહત આપશે. કાળા મરીમાં અડધી ચમચી ઘી અને વાટેલી સાકર ભેળવીને ખાવાથી ગળામાં ફાયદો થાય છે. કાળા મરી, લવિંગ, મીઠું અને લીમડાના પાંદડાની રાબ પણ ગળાના દુ:ખાવા વખતે ઘણું કામનું છે.

સીરકા, મીઠું, લીંબુ અથવા લસણના રસથી કોગળા ઘણો લાભ આપે છે. હુફાળા પાણીમાં એક ચમચી કાળા મરી ભેળવી લો કે સિરકા નાખી લો કે પછી લીંબુનો રસ નાખી લો. કોઈ પણ રીતે દિવસમાં ત્રણ વખત કોગળા કરો. લસણના રસને પાણીમાં નાખીને પણ કોગળા ઘણા અસરકારક છે. તે ઉપરાંત પાણીમાં જેઠીમધ નાખીને ઉકાળતા જાવ અને પછી પાણીને ઠંડુ કરી કોગળા કરતા જાવ તો તેની પણ સારી અસર થાય છે.

જેઠીમધનું ચૂર્ણ અડધી ચમચી મધ સાથે દિવસમાં બે ત્રણ વખત ચાટો. ગળું બેસી જાય તો કાચા સુહાગા મોઢામાં રાખી ચૂસો. ગળામાં દુ:ખાવો થાય તો પાનના મૂળને મોઢામાં રાખીને ચૂસવાથી પણ લાભ થાય છે. આદુનો રસ, લવિંગનું ચૂર્ણ અને હિંગ સાથે ભેળવીને દિવસમાં ત્રણ વખત ચાટો.

ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે. તેનાથી ગળામાં દુ:ખાવો અને સોજા ઉપરાંત ગળું રૂંધાતું રહેવું, 1-2 વખત ખાંસી લીધા વગર સ્પષ્ટ અવાજ ન નીકળવો, ગળાની બંને બાજુની ગાંઠો (જે ક્યારેક ક્યારેક ફૂલી જાય છે અને આ ગાંઠોનાં દુઃખાંવાના કારણે કંઇ પણ ખાય પી ન શકવું અને તાવ પણ આવી જવો) એટલે ટોન્સિલમાં પણ લાભ થાય છે અને ગળાની અંદરના છાલા પણ દૂર થઇ જાય છે.

કાચા સુહાગા(બોરેક્ષ ને ગુજરાતીમાં ટંકણખાર) અડધો ગ્રામ (એટલે કે વટાણાના દાણાની બરાબર) મુખમાં રાખીને ચુસતા રહેવાથી ગળું બેસી જવું માત્ર જ 2-3 કલાક ગળું બરાબર સાફ થઇને આરામ થઇ જાય છે. જે લોકો વધુ બોલતા હોય છે, જેમ કે ગાયકો, પ્રોફેસરો અને નેતાઓ/અભિનેતાઓ માટે આ એક સરળ અને ખૂબ શ્રેષ્ઠ રીત છે.

જો ગરમ ભોજન ખાધા પછી ઠંડુ પાણી પીવાથી ગળું બેસી જવું(અવાજ ખરાબ)ની તકલીફ હોય, તો રાત્રે સૂતા સમયે જેઠીમધનું ચૂર્ણ 1 ગ્રામ મોઢામાં રાખીને થોડા સમય સુધી ચાવતા રહો અને પછી તે જ રીતે મોઢામાં જેઠીમધ રાખીને સૂઈ જાવ. સવારના સમયે ઉઠશો તો ગળું ચોક્કસ સાફ થઇને તકલીફ દૂર થઇ જશે. ખાસ : જેઠીમધનું ચૂરણ જો પાનના પાંદડામાં મૂકીને સેવન કરવામાં આવે તો ઘણો વધુ ફાયદો થશે. તેનાથી સવારે ગળા ખુલવા ઉપરાંત ગળાના દુ:ખાવ અને સોજા પણ દૂર થઇ જશે.

અજમો 10 ગ્રામ (2 ચમચી) અડધા લિટર પાણીમાં 15 મિનિટ સુધી ઉકાળીને રાબ બનાવી લો. પછી થોડું મીઠું નાખીને દિવસમાં 2 વખત (વહેલી સવારે અને રાત્રે સુતા પહેલા) કોગળા કરવાથી ગળામાં દુ:ખાવો સોજામાં તરત જ આરામ મળે છે. સૂકા, દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને 1 ચમચી દિવસ 2-3 વાર ચાવવાથી ગળાના દુ:ખાવામાં આરામ મળે છે.

આલું બુખારાના(સુકા આલું) પાણીમાં ગુલમહોરનું સરબત બનાવીને પીવાથી ગળાના તમામ રોગ દુર થઇ જાય છે. કાપફળને પાણીમાં નાખીને ચાવવાથી ગળાના દુ:ખાવા અને કફ સબંધી રોગ દુર થઇ જાય છે. દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને રાબ બનાવી લો. તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી લો. તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે.

ગળું ભારે ભારે લાગવું અથવા પીડા અનુભવી ઉપર તરત જ વરાળ લો. કોઈ વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લો. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગળામાં દુ:ખાવો, સોજાની બીમારીમાં, આ ચીજોથી પરેજી રાખવી, તેલમાં તળેલી-શેકેલી, વાસી, દહીં, ઠંડી વસ્તુ, તીખા મસાલા, આંબલી અને કોલ્ડ ડ્રંક્સ કારણ કે આ વસ્તુઓ ઇન્ફેક્શનને વધારી દે છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …