Breaking News

ગર્ભ રહેવાના કેટલા સમય પછી થાય છે ઉલ્ટી,દરેક સ્ત્રી ખાસ જાણી લે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ કે સાયન્સ અનુસાર જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની અંદર ઘણા બધા પરિવર્તન આવતા હોય છે.

તમે જોયું હશે કે ઘણી બધી મહિલાઓ એ વાત જાણવા માટે ઉત્સુક હોય છે કે ગર્ભ રહેવાના કેટલા દિવસ પછી ઉલટી થાય છે. આજે આપણે એ વાત ઉપર જ ચર્ચા કરીશું કે ગર્ભ રહેવાના કેટલા દિવસ બાદ ઊલટી થાય છે.આ ઉપરાંત આજે આપણે બીજી એવી ઘણી બાબતો પર ચર્ચા કરીશું જેવી કે મહિલાઓના શરીર પર કયા કયા ભાગ ઉપર ગરમ રહેવાના કારણે અસર પડે છે.

જ્યારે કોઈ મહિલા ગર્ભધારણ કરે છે ત્યાર પછીના ચાર થી પાંચ દિવસની અંદર તેના શરીરમાં પ્રેગનેન્સી હોર્મોન્સ નું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ મહિલાઓને ઊલટીની સમસ્યા થવા લાગતી હોય છે આ ઉપરાંત મહિલાઓના શરીરમાં અશક્તિનો અનુભવ પણ થવા લાગે છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ સમસ્યા દરેક મહિલાઓમાં જોવા મળતી નથી. તેનો આધાર મહિલાઓ ના શરીર ની રચના ઉપર આધાર રાખે છે.

તમને જણાવી દઈએ કે ગર્ભ રહેવાના દસ દિવસ બાદ મહિલાના ગર્ભની અંદર ભુર્ણ નું ડેવલોપમેન્ટ થવા લાગે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ ઉત્પન્ન થાય છે. જેના કારણે મહિલાઓને ઉલટી થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઘણી મહિલાઓ તો પોતાના શરીરને અસ્વસ્થ પણ મહેસૂસ કરે છે. થાક લાગવો, દોસ્તી ના હોય અને શરીરમાં તણાવ ઉત્પન્ન થવો જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

જેથી દરેક ગર્ભવતી મહિલાઓએ પાણીનું ભરપૂર સેવન કરવું ખૂબ જરૂરી છે.એવું નથી કે ગર્ભ રહેવાના ચાર-પાંચ દિવસ બાદ જ ઊલટી થવા લાગે. ઘણી મહિલાઓની તાસીર એ પ્રકારની હોય છે કે જ્યારે ગર્ભ રહેવાના બે મહિના પૂરા થઈ ગયા હોય અને ગર્ભની અંદર ભુર્ણ પૂરી રીતે વિકસિત થઈ ગયું હોય ત્યાર પછી પણ ઉલટી થઇ શકે છે. ઊલટીની સમસ્યા ગર્ભવતી મહિલાના પેટમાં ઉત્પન્ન થતા કબજિયાત અને ગેસ ના કારણે હોય છે.

તેથી દરેક ગર્ભવતી મહિલા એ ઊલટીની સમસ્યામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.તમને જણાવી દઈએ કે ગર્ભ રહેવાના ત્રણથી ચાર મહિના બાદ ગર્ભ ની અંદર રહેલું ભુર્ણ પૂર્ણ રૂપથી વિકસિત થઈને શિશુ નું રૂપ ધારણ કરે છે. આ દરમિયાન પણ અમુક મહિલાઓને ઊલટીની સમસ્યા થતી હોય છે. આ સમસ્યા કોઈ ચિંતા કરવા જેવી નથી આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે,

પરંતુ ઘણી વખત વધારે પડતી ઉલ્ટી થવાના કારણે આ સમસ્યા એક ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. તેથી જો કોઈ મહિલાઓને જરૂર કરતા વધારે પ્રમાણમાં ઊલટી થતી હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે.આમ તો મહિલાઓના જીવનમાં ગર્ભાવસ્થા એ જીવનનો શ્રેષ્ઠ સમય છે.ઈશ્વરે મહિલા માત્રમાં માતૃત્વ મૂક્યું છે.માતા બન્યા બાદ સ્ત્રી પૂર્ણતાનો અહેસાસ કરે છે.

બાળકના જન્મની સાથે જ માતાનો જન્મ થાય છે.પણ આટલી સુખ અને સુંદર અનુભુતિ મેળવ્યા પહેલા ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ ઘણી બધી તકલીફોમાંથી પસાર થવું પડે છે.માતૃત્વનો રસ્તો પડકારજનક છેમાતા અને બાળક બંને ના સ્વાસ્થ્ય માટે ગર્ભાવસ્થાનો સમય બહુ નાજુક તબક્કો ગણાય છે કારણ કે એ સમય દરમિયાન એક નવો જીવ સ્ત્રીના ઉદરમાં ઉછરી રહ્યો હોય છે.

પચાસ ટકાથી વધુ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ છ થી સાત સપ્તાહ અને ઉલટી ની ફરિયાદ વધુ રહે છે.તેને મોર્નિંગ સિકનેસ પણ કહેવામાં આવે છે.ઘણી મહિલાઓને ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા સુધી પણ હા ઉલટીની ફરિયાદ રહે છે.આમ તો ઉબકા ઉલટીની સમસ્યા સામાન્ય છે પરંતુ વધુ પડતી ઉલટીઓ થતી હોય તો તેની ઉપેક્ષા કરવી નહીં કારણ કે તેનાથી ડિહાઈડ્રેશન પણ થઈ શકે છેવધુ પડતી ઉલટી હાઇપરમેસિસ ગ્રેવિડરમના લક્ષણો દર્શાવે છે

જે બાળક માટે જોખમકારક છે.ઉબકા ઉલટી ને ખાવા માટે થોડીક ધ્યાનમાં રાખવા જેવા સૂચનદિવસમાં ત્રણવાર ખાવાને બદલે કે એકસાથે વધુ પડતો ખોરાક લેવાને બદલે આહારના સમયગાળાને 6 નાના ભાગમાં વહેંચી દેવો.થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો.જે સમયે જે ખાવાની ઈચ્છા થાય તે પ્રમાણે ખોરાક લેવો.ગરમ વાતાવરણમાં રહેવાનું ટાળવું, પૂરતો આરામ કરવો અને વિપુલ માત્રામાં પાણી પીવું.

ભોજન બાદ થોડી વખત ચાલવાનું પણ રાખો.જંકફૂડ,વાસી અને વધુ પડતા મસાલાવાળા ખોરાક ન લેવા.ગેસ તેમજ એસિડિટીની સમસ્યા હળવો અને પોષ્ટીક ખોરાક લેવો. મસાલેદાર અને ભારે ખોરાક લેવાનું ટાળવું.થોડા થોડા સમયના અંતરે થોડો થોડો ખોરાક લેવો.જમ્યા બાદ તરત આરામ કરવો નહીં. ખોરાક લીધા બાદ પંદરથી વીસ મિનિટ ટહેલવાનો રાખવું.ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પણે ચાલવા જવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની તકલીફ સામાન્યપણે મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે હોર્મોન્સમાં આવતા બદલાવને કારણે પણ કબજિયાત રહે છે.ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટટ્રોનનું વધુ પડતું ઉત્પાદન આતરડાના કાર્યને ધીમુ પાડે છે જેને કારણે પણ લાંબો સમય પછી આ વગરનો ખોરાક આંતરડાંમાં પડી રહેવાથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ દિવસના આઠથી દસ ગ્લાસ પાણી પીવો.ફાઇબર વાળા ખોરાકની માત્રા વધારવી.નિયમિત પણે ભાજી અને ફળનો ઉપયોગ કરવો.હળવી કસરત કરવી તેમજ રોજ ચાલવા જવાનું રાખો.ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના ઉદરમાં એક અન્ય જીવ ઉછરતો હોવાથી મહિલાના શરીરનું પોષણ અંદર ઉછરતો જીવ મેળવી લે છે તેથી જો યોગ્ય માત્રામાં ગર્ભવતી મહિલા ને પોષણ ન મળે તો તેને વધુ પડતાં થાક ની અનુભૂતિ થાય છેઉપરાંત આ દિવસોમાં ઉબકા-ઉલટી ની સમસ્યા રહે છે

બ્લડ પ્રેશરમાં પણ અનિયમિતતા આવે છે અને શુગર લેવલ માં પણ અપડાઉન વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તેને કારણે પણ ગર્ભવતી મહિલા અને સુસ્તી અનુભવ કરે છે.ગર્ભાવસ્થા દરમિયાન એનીમિયા અને ડિપ્રેશનની શક્યતા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે.થાક અને સુસ્તી દૂર કરવા માટે પણ થોડા થોડા સમયના અંતરે પૌષ્ટિક ખોરાક લેવો.જાતને સતત સક્રિય રાખવી.

About bhai bhai

Check Also

જો તમારા શરીરમાં પણ દેખાય આવે છે આવા લક્ષણો તો થઈ જાવ સાવધાન, કિડનીને થઈ શકે છે ગંભીર નુકશાન.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *