Breaking News

ઘરમાં છે તુલસી તો ખાસ રાખજો આટલી બાબતનું ધ્યાન,બની જશો માલામાલ………

ભારતમાં બનેલા દરેક નિયમનું પોતાનું એક ધાર્મિક મહત્વ છે, તો ત્યાં જ બીજી બાજુ આ નિયમોનું કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ પણ જરૂર હોય છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ છે.હિંદુ ધર્મમાં ઝાડ-છોડનું પણ અલગ મહત્વ છે. દેશભરના અલગ અલગ પ્રદેશોમાં ઘણા પ્રકારના ઝાડ-છોડની પૂજા કરાય છે. આયુર્વેદમાં પણ વૃક્ષનું મહત્વ જણાવ્યું છે. પૂજા પાઠથી લઈને ઘણા પ્રકારના શુભ કામોમાં છોડ-વૃક્ષનો ઉપયોગ સદીઓથી થાય છે. પણ ગામડા જેમ જેમ શહેરોમાં બદલાવવાના શરુ થયા તેમ વૃક્ષને કાપવામાં વધારે જડપ આવી ગઈ. શહેરોમાં વૃક્ષ ઓછા અને મકાન, દુકાન, ફ્લેટ વધારે થઇ ગયા.

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે.હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો છે. એવું તો ભાગ્યે જ કોઈક હશે જેઓના ઘરમાં તુલસી નો છોડ ન હોય. આ છોડ એક પવિત્ર છોડ છે. જો તમે તમારા ઘરમાં તુસલીનો છોડ લગાવો છો. તો તમારા ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઇ જાશે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાન પર રોજ જળ દેવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

હિન્દૂ ધર્મના આધારે તુલસીના છોડને માતા લક્ષ્મીનું રૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.ક્યારેય પણ તેઓના જીવનમાં તેઓને ધનની કમી નથી આવતી. માનવામાં આવૅ છે કે તુલસીના છોડને માત્ર સ્પર્શ કરવાથી ઇન્સાન પવિત્ર થઇ જાય છે.

જે જગ્યા પર તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. સાથે જ ઘરના આંગણામાં તુલસીના છોડને રાખવાથી દરેક નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે. તુલસીના છોડ વિશેની અમુક મહત્વપૂર્ણ વાતો આપણા ધર્મ શાસ્ત્રોમાં બતાવામાં આવેલી છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. ઘણા લોકો આ છોડ પોતાના ઘરમાં તો લગાવી લે પણ તેની સારી રીતે સંભાળ નથી કરી શકતા.

તમે એવું પણ કહી શકો છે કે તુલસી નો છોડ ગુણો નો ખજાનો છે અને તે કુદરત દ્વારા આપેલું એક વરદાન છે. જો તમારા ઘર માં તુલસી નો છોડ છે. તો તેનાથી તમે કેટલીક મુશ્કેલીઓ થી બચી શકો છે. હકીકત માં પુરાણો અનુસાર એવું બતાવામાં આવે છે કે તુલસી નો છોડ ખરાબ સમય આવવાની પહેલા સંકેત દેવા લાગે છે. બધી પ્રકાર ની ખરાબ પરિસ્થિતિ માં તુલસી નો છોડ કોઈ ને કોઈ સંકેત જરૂર આપે છે. જો તમારા ઘર માં કોઈપણ પ્રકાર ની મુશ્કેલી આવવાની હોય તો તુલસી નો છોડ સુકાવા લાગે છે. જ્યોતિષ અનુસાર તુલસી નો છોડ બુધ ગ્રહ સાથે સંબંધ રાખે છે. જો બુધ ગ્રહ અશુભ છે તો તમારા ઘર માં રાખેલો તુલસી નો છોડ સુકાવા લાગશે.

તુલસી દરેક લોકોના ઘરમાં જોવા મળે છે. તુલસીના ઘણા સ્વાસ્થ્ય ને લગતા ફાયદા પણ રહેલા છે. તુલસી એક નેચરલ એર પ્યોરિફાયર છે. આ છોડ 24 માંથી લગભગ 12 કલાક ઓક્સિજન છોડે છે. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસને પણ શોષી લે છે. તુલસીના છોડથી ઘરમાં શાંતિ રહે છે અને મગજ પણ શાંત રહે છે.

તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઓછું કરે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે, જેનાથી સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવ થાય છે. તુલસીમાંથી યુજેનોલ નામનો કાર્બનિક યોગિક પેદા થાય છે જે મચ્છર, માખી અને કીડા ભગાવવાનું કામ કરે છે. સમય-સમય પર તેને પાણી નથી આપતા, જેને લીધે છોડ સુકાવા લાગે છે. તુલસીના પાન કાળા પડવા લાગે છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ.

ગરુડ પુરાણ પ્રમાણે તુલસીનો છોડ વાવવાથી, તેને સિંચવાથી તથા ધ્યાન, સ્પર્શ અને ગુણગાન કરવાથી મનુષ્યના પૂર્વજન્મના પાપ સમાપ્ત થઈ જાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડમાં લખ્યું છે કે મૃત્યુના સમયે જે તુલસી પાનની સાથે જળ પીવે છે તે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે.જો તમારા ઘરે અથવાતો આંગણામાં તુલસીનો છોડ લગાવેલો છે તો, તમારે તેની આજુ બાજુની જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી ખુબજ જરૂરી છે. જો આવું ના કરીએ તો ઘરમાં અશાંતિ આવે છે. તેમજ આર્થિક તંગી નો સામનો કરવો પડે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

આયુર્વેદિક સ્વરૂપે પણ તુલસીનો છોડ ખુબ જ ઉપીયોગી છે.જેમ જે શરદી-ઉધરસ માટે,દસ્ત થાવા પર,શ્વાશની દુર્ગંધને દૂર કરવા માટે, ઇજા થાવા પર, ચેહરાની ચમક માટે,કેન્સર જેવી બીમારીના ઈલાજ વગેરેમાં તુલસીના પાન ખુબ ફાયદેમંદ રહે છે.આ છે તુલસીના છોડના અમુક ખાસ નિયમ,ભૂલથી પણ તુલસીને રવિવાર, એકાદશી અને સૂર્ય કે ચન્દ્ર ગ્રહણના દિવસે સ્પર્શવું ન જોઈએ. સાથે જ સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવું ન જોઈએ. તુસલીના છોડ પર હર રોજ સાંજે ઘી નો દીવો જરૂર કરવો જોઈએ.

જો કોઈ કારણોને લીધે છોડ સુકાઈ જાય છે તો તેને ફેંકવાની જગ્યાએ તેને નદીમાં પધરાવી દો. અને તેની જગ્યા પર નવો છોડ લગાવી દો. ઘરમાં સુકાયેલા તુલસીના છોડને રાખવું અશુભ માનવામાં આવે છે. આવું થવા પર ઘરમાં કોઈ મોટું સંકટ આવી શકે છે. ધર્મશાસ્ત્રો અનુસાર તુલસીના પાનને ભગવાન શિવ અને ભગવાન ગણેશને અર્પણ કરવું ન જોઈએ. તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ, એક જ વાર માં પુરા ગળે ઉતારી દેવા જોઈએ.

ઘણી વાર તમે જોયું હશે કે તમારા ઘરનું તુલસીનું છોડ મુરઝાઈ જાય છે પણ તમે સમજી નથી શકતા કે એવું કેમ થયું. તુલસીનું મુરઝાયેલ છોડ તમને એ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે કે જલ્દી જ પરિવારમાં કોઈ વિપત્તિનો પ્રભાવ પડી શકે છે.જ્યોતિષ જણાવે છે કે જો ઘર પર કોઈ સંકટ આવવાનું હોય તો સૌથી પહેલા તે ઘર માંથી લક્ષ્મી એટલે કે તુલસી જતી રહે છે અને ત્યાં ગરીબીનો વાસ થવા લાગે છે. તેથી પ્રયત્ન કરો કે તુલસીનું છોડ મુરઝાય નહી, તેનું વિશેષ ધ્યાન રાખો.

આ પણ માન્યતા છે કે તુલસીના પાંદડાને ક્યારેય વગર ન્હાયે ન તોડવા જોઈએ, કારણ કે જો કોઈ વગર ન્હાયે તુલસીના પાંદડાના પૂજન માટે તોડે છે, તો એવા ચડાવેલા પાંદડાનું ભગવાન પૂજનમાં સ્વીકાર નથી કરતા.તુલસીના દરેક પાંદડાને 11 દિવસ સુધી પૂજન માટે વારંવાર પ્રયોગ કરી શકાય છે. પુરાણો મુજબ તુલસીના પાંદડા 11 દિવસો સુધી શુદ્ધ મનાય છે. તેથી આ જરૂરી નથી કે તમે રોજના પૂજન માટે દરરોજ તુલસીના પાંદડા તોડો, પણ 1 પાંદડાને 11 દિવસો સુધી ધોઈ-ધોઈને પૂજન માટે પ્રયોગમાં લઇ શકાય છે.

મોટાભાગના લોકો તુલસીની બાજુમાં ગણેશજીની મૂર્તિ અથવા તસ્વીર રાખતા હોય છે. જે ખુબજ અશુભ માનવામાં આવે છે. તેના કારણે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી ક્યારેય આવું ના કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

જો તમે નિયમિત રીતે તુલસીના છોડ ની પૂજા કરો છો, તો તેનાથી તમને શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે. તેની સાથેજ સાફ સફાઈ નું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તુલસીના છોડ પાસે ક્યારેય બુટ ચપ્પલ ના ઉતારવા જોઈએ તે ખુબજ અશુભ માનવામાં આવે છે. જો તમે આવી ભૂલ કરો તો તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થતો નથી આવું કરવાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઇ જાય છે.

તુલસીની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. આ પવિત્ર છોડ સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ, નહીં તો તે સૂકાવા લાગે છે. જો ઘરમાં તુલસી હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તેને ગાયના છાણથી લીપી દો..તુલસી છોડમાં દૂધ સાથે પાણી મિક્સ કરી ચઢાવવાથી તુલસી હંમેશા તાજી રહે છે. જે કુંડામાં તુલસી હોય તેમાં ભૂલથી પણ બીજો કોઈ છોડ મ લગાવવો જોઈએ. તેનાથી મૂળને ફેલાવવા માટે જગ્યા નથી મળતી અને છોડ સૂકાવા લાગે છે.

સ્નાન પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ. કેટલાક લોકો સાંજે દીવો કરીને જળ અર્પિત કરે છે જે ઠીક નથી. ધ્યાનમાં રાખો કે જ્યારે દીવો ઓલવાઈ જાય તો તેને તરત જ તુલસી પાસેથી હટાવી લો.સ્ત્રીઓએ વાળ ખોલીને ક્યારેય તુલસીની પૂજા કરવી જોઈએ નહીં. ખુલ્લા વાળમાં તુલસીને જળ અર્પિત ન કરવું જોઈએ. તુલસીને જળ અર્પિત કરતી વખતે વાળ બાંધીને અને સુહાગના બધા ચિન્હો પહેર્યા પછી જ જળ અર્પિત કરો.

ઘણા લોકો તુલસીને માં માની કે તુલસી વિવાહ બાદ તુલસીજીને ચુંદડી ઓઢાડે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ચુંદડી જૂની થાય કે ફાટી જાય તો તુલસીજીને નવી ચુંદડી ઓઢાડવી જોઈએ. તેથી તુલસી પાસે ભૂલ થી પણ ઉપર જણાવેલ સામાન ન રાખવો જોઈએ. તેનજ ઉપર જણાવેલ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસી સુકાવાથી ગરીબી આવી શકવાની સંભાવના વધી જાય છે!

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …