Breaking News

ઘરમાં રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન આવશે સુખ સમૃદ્ધિ અને બચાવશે આર્થિક નુકશાનથી

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જો ઘરમાં વાસ્તુદોષ રહેલું હોય તો ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકી શકતી નથી. હંમેશા મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આજના સમયમાં જ્યારે આપણને શારીરિક કે આર્થિક તકલીફ પડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુશાસ્ત્રનું પણ માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ.આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વાસ્તુદોષ ટાળી શકાય છે. ઘરમાં ખુશાલ જીવન લાવી શકો છો, જો આ બાબતોને અવગણીને તેને દુર કરવાની કોશીશ કરશો તો આ દોષથી મુક્તિ મળે છે. તો ચાલો જાણી લઈએ એ બાબતો વિશે..

સુવાની રૂમમાં નાઈટલેમ્પ.જો મકાનના કોઈ રૂમમાં સૂવવાથી જુદા જુદા ભયાનક સપના આવતા હોય અને જેના કારણે તમને આખી રાત ઉંધ ન આવતી હોય, ખરાબ સપના જોયા પછી નાના બાળકો જલ્દી સૂઈ નથી શકતા અને આખી રાત જાગે છે અથવા રડતા રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૂમમાં એક જીરો વોટનો પીળા રંગનો નાઈટ લેમ્પ અથવા બલ્બ લગાવી રાખો.

આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.નળમાંથી પાણી ટપકવું.જો ઘરના નળ ટપકતા હશે તો પણ આર્થિક નુકશાન થશે. વાસ્તુના નિયમ પ્રમાણે પાણી નળ માંથી ટપકે તો ધીરે ધીરે ખર્ચ વધવાના સંકેત આપે છે. પાણીને ખોટી દિશામાં બહાર કાઢવું તે પણ અશુભ સંકેત છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીનો નીકાલ પણ અનેક બાબતોને અસર કરે છે. જે ઘરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાણીનો નિકાલ હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઉત્તર કે પૂર્વ દિશમાં પાણીનો નિકાલ શુભ સંકેત છે. જો આ ફેરફાર કરશો તો વારંવાર થતા નુકશાનને નિવારી શકશો. કઇ પણ ફેરફાર કરતા પહેલા વાસ્તુના જાણકારની સલાહ અવશ્ય લો.

ધન રાખવાની યોગ્ય દિશા.પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.બારી બારણાની યોગ્ય દિશા.મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલ્કની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ખંડેર જેવુ મકાન આવેલુ હોય, અથવા કોઈ ઉજ્જડ જમીન કે પ્લોટ પડેલો હોય કે પછી વરસોથી બંધ પડેલુ મકાન હોય, સ્મશાન કે કબ્રસ્તાન આવેલુ હોય તો આ અત્યંત અશુભ છે.

જો ઘરની કોઈ દિશામાં કોઈ ખોટી વસ્તુ મુકવામાં આવી છે તો તેની ખરાબ અસર ત્યા રહેનારા બધા સભ્યો પર પડે છે. જાણો ઘરની કંઈ દિશામાં કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.. ઘરમાં પૂજા સ્થળને સૌથી મહત્વનું સ્થાન માનવામાં આવે છે. આ ઘરનો એક એવો ભાગ છે જ્યાં તમને ખૂબ શાંતિ, ઊર્જા અને શક્તિ મળે છે. દિવસની શુભ શરૂઆત અને શુભ કાર્યો માટે, ઘરનું નિર્માણ કરતી વખતે અને પૂજા કરવાના સ્થાનને બનાવવાની ગોઠવણા કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી બની રહે છે.

જેથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. આપણાં ઘરમાં પૂજા કરવાનું મંદિર પણ વાસ્તુના નિયમો અનુસાર હોવું જોઈએ, નહીં તો ખોટી દિશા પ્રમાણે તેની ગોઠવણ કરવાથી આપણી ઉપાસનાનો લાભ મેળવવાને બદલે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.આવો જાણીએ ઘરમાં જો પૂજા ઘર કે મંદિર ગોઠવવું હોય તો તે કેવું હોવું જોઈએ અને કઈ દિશામાં હોવું જોઈએ.

આની સાથે પૂજા કરતી વખતે પણ કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણી લો.જે બધું આપણાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અનુસરવાથી ભગવાની કૃપા આપણાં ઘર – પરિવારમાં કાયમ માટે બની રહે છે અને સુખ – શાંતિ – સમૃદ્ધિ જળવાઈ રહે છે.પૂજાની દિશા.ઘરે બનાવવામાં આવેલ પૂજા ઘરની દિશાનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુ મુજબ પૂજા ઘરની ઉત્તમ દિશા ઇશાન દિશા માનવામાં આવે છે. આ દિશાએ પૂજા કરવાનું મંદિર ગોઠવવાથી ઘરનું વાતાવતણ ખૂબ જ શુભ અને લાભદાયી બની રહે છે.

ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો).આ દિશા દૈવીય શક્તિઓ માટે શ્રેષ્ઠ હોય છે. આ દિશાનુ પ્રતિનિધિત્વ ખુદ દેવીય શક્તિઓ જ કરે છે. તેથી અહી મંદિર હોવુ ખૂબ શુભ હોય છે. આ સ્થાન પર કાયમ સાફ સફાઈ રહેવી જોઈએ. આ સ્થાન પર મંદિરની સાથે જ પાણી સંબંધિત ઉપકરણ પણ મુકી શકાય છે. જો કોઈ સ્ત્રી અવિવાહિત છે તો તેને આ ખૂણામાં ન સુવુ જોઈએ. આ ખૂણામાં કોઈ કુંવારી સ્ત્રી સૂવે તો તેના લગ્નમાં મોડુ થઈ શકે છે. કે પછી સ્વાસ્થ્ય સંબંતિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના આ ખૂણામાં બાથરૂમ અને ટોયલેટ ન હોવુ જોઈએ. સાથે જ અહી ભારે વસ્તુઓ ન મુકવી જોઈએ.

પૂજા કરવા બેસવાની દિશા.જે રીતે પૂજા ઘર ક્યાં રાખવું તેની દિશા નક્કી કરવાનું મહત્વ હોય એજ રીતે પૂજા કરતી વખતે પણ કઈ દિશામાં બેસવું એનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આ બાબતે બે મંતવ્ય હોય છે.કોઈનું માનવું છે કે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને બેસવું જોઈએ અથવા બીજો મત એવો પણ છે કે પૂજા કરવા માટે ઉત્તર દિશા તરફ જોઈને બેસવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે તમારે કયા હેતુસર પૂજા કરવી છે, એ પણ ખૂબ અગત્યની વાત રહે છે.

જો તમારે સંપત્તિ મેળવવા માટેની પૂજા કરવી હોય તો ઉત્તર દિશામાં બેસીને કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે અને જ્ઞાન તેમજ શુભ ઊર્જાની પ્રાપ્તિ માટે પૂર્વ દિશા તરફ બેસીને પૂજા કરવાથી ચમત્કારીક લાભ પ્રાપ્ત થાય છે.ઘરના પૂજા સ્થળે આ કામ અચૂક કરો.પૂજા સ્થળે સવાર – સાંજ નિયમિત રીતે દીવા – અગરબત્તી કરવા જોઈએ અને શંખ રાખીને મંદિરને શણગારવું જોઈએ. આમ કરવાથી, નકારાત્મક ઉર્જા દૂર થશે અને પરિવારમાં સુખ અને સુમેળનું વાતાવરણ બનેલું રહેશે.

અહીં ઘરનું મંદિર બનાવશો નહીં.પૂજા સ્થળ ક્યારેય બાથરૂમની આસપાસ કે સીડીની નીચે અથવા સ્ટોરરૂમમાં ન બાંધવું જોઈએ. પૂજા ઘર બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે સીડીનો ખૂણો ન આવતો હોય વચ્ચે.આનું એક જ કારણ છે કે કોઈ રીતે પણ ઊર્જા આવતી અટકવી ન જોઈએ અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થવો જોઈએ જ્યાં ઘરમાં દરરોજ પૂજા – પાઠ થતાં હોય.

પૂજા ગૃહમાં આવી મૂર્તિઓ રાખશો નહીં.મંદિરમાં ભગવાનની મૂર્તિઓ કે છબીઓ રાખતી વખતે આ વાત જરૂર યાદ રાખશો કે કોઈપણ ભગવાનની ખંડિત કે તૂટેલી મૂર્તિ રાખવી જોઈએ નહીં. છબીના કાચ તૂટેલા ન હોવા જોઈએ.એવું લાગે તો તરત જ બદલાવીને ખંડિત મૂર્તિ કે છબીને વહેતાં પાણીમાં પધરાવી દેવી જોઈએ. ઉપરાંત, એક જ ભગવાનની ઘણી મૂર્તિઓ ન હોવી જોઈએ.

દક્ષિણ પૂર્વ દિશા – (અગ્નિ ખૂણો).આ ખૂણાનુ પ્રતિનિધિત્વ અગ્નિ કરે છે. તેથી આ દિશામાં વિશેષ ઉર્જા રહે છે. આ સ્થાન પર રસોઈઘર હોવુ સૌથી સારુ રહે છે. અહી વિદ્યુત ઉપકરણ પણ મુકી શકાય છે. અગ્નિ સ્થાન હોવાને કારણે અહી પાણી સંબંધિત વસ્તુઓ ન મુકવી જોઈએ. અગ્નિ ખૂણામાં ખાવુ પણ ન જોઈએ. મતલબ અહી ડાયનિંગ હોલ અશુભ માનવામાં આવે છે.

દક્ષિણ પશ્ચિમ દિશા (નેઋત્ય ખૂણો).આ સ્થાનનુ પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે. તેથી અહી પ્લાંટ મુકવા ખૂબ શુભ હોય છે. છોડમાં એ શક્તિ છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર છોડ મુકીશુ. તો તમારા ઘરની પવિત્રતા અને સકારાત્મકતા કાયમ રહે છે. અહી મુખ્ય બેડરૂમ પણ શુભ ફળ આપે છે. આ ઉપરાંત અહી સ્ટોર રૂમ પણ બનાવી શકાય છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ પણ મુકી શકાય છે. અહી કાર પાર્કિંગનુ સ્થાન બનાવી શકાય છે. આ વાતોનું ધ્યાન રાખીશો તો તમારા ઘરમાં ઉર્જાનુ સંતુલન બનેલુ રહેશે.

ઉત્તર પશ્વિમ દિશા.વાયુ આ ખૂણાનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે અહી બારી કે ઉજાળિયુ હોવુ ખૂબ શુભ રહે છે. અહી તાજી હવા માટે સ્થાન હશે તો આપણને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ પ્રાપ્ત થાય છે. અહી તાજી હવા આવવાનુ સ્થાન હશે તો થોડાક જ દિવસોમાં પારિવારિક સંબંધોમાં મધુરાતા આવી જાય છે. ઘરમાં કોઈ પ્રકારના ક્લેશ નથી થતો અને ન તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ રહે છે. આ સ્થાન પર કન્યાનો રૂમ બનાવી શકાય છે. અહી મહેમાનોના રહેવાની વ્યવસ્થા પણ કરી શકાય છે. અહી બીજા ફ્લોર પર જવા માટે સીઢીયો પણ બનાવી શકાય છે.

પૂર્વ દિશા.આ દિશાથી તમારા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે અહી મુખ્ય દરવાજો બનાવી શકાય છે. અહી બારી બાલકની બનાવી શકાય છે. અહી બાળકો માટે રૂમ પણ બનાવી શકાય છે. જો તમે આ સ્થાન પર અભ્યાસ સંબંધી કાર્ય કરો છો તો તમારુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. જો તમારા ઘરમાં અહી રસોઈ ઘર છે તો તમે રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ દક્ષિણ દિશા તરફ ન હોવુ જોઈએ. આવુ થતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે અને આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …