Breaking News

ઘરનાં કબાટમાં ક્યારેયનાં રાખો આ વસ્તુ,નહિતર થઈ જશો કંગાલ, જાણીલો ફટાફટ…….

દરેક વ્યક્તિ પોતાના જીવનની કીમતી વસ્તુઓ જેવી કે પૈસા, આભૂષણ, મૂલ્યવાન વસ્તુઓ અને અગત્યના કાગળો પોતાની તિજોરી અથવા તો કબાટમાં સાચવીને રાખતા હોય છે. દરેક વ્યક્તિએ અથાક મહેનત કરીને કમાયેલા ધનને હંમેશાને માટે સાચવીને રાખવી જોઈએ. દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે પોતાના દ્વારા કમાયેલા ધનની અંદર સતત ને સતત વધારો થતો રહે. કે જેથી કરીને તે દરેક સુખ સુવિધાઓ મેળવી શકે.

આજના સમયમાં પૈસા એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. જો પૈસા તમારા ખિસ્સામાં હોય તો તમને આત્મવિશ્વાસ બની રહે છે. આ જ કારણ છે કે વ્યક્તિ તેની કમાણી માટે દિવસ-રાત મહેનત કરે છે. મોટાભાગના લોકો કમાણી કર્યા પછી પૈસા બચાવવાનું પસંદ કરતાં હોય છે.

આવી સ્થિતિમાં લોકો આ નાણાં બેંક ઉપરાંત ઘરની તિજોરી અથવા આલમારીમાં બચાવે છે. તમારી પાસે બેંકમાં કરોડો કરોડ રૂપિયા હશે, પરંતુ ઘરની આલમારી અથવા તિજોરીમાં બરકત જાળવવા માટે કેટલાક પૈસા રાખવાના રહેશે. ઘણા લોકો તેમાં ઝવેરાતને બંધ રાખવાનું પણ પસંદ કરે છે.

આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જો તમે અલમારીની અંદર અમુક પ્રકારની ચીજો રાખશો તો તમારું ઘરની બરકત ઓછી થઈ શકે છે. પૈસાના મામલામાં તમારું નસીબ દગો આપી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સંપત્તિની માતા દેવી લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે. તો આ ચાર વસ્તુને આલમારીમાં રાખશો નહીં.

ગંદા કપડાં
ઘરના આલમારીમાં હંમેશાં સાફ-ધોયેલા કપડા રાખવા જોઈએ. ગંદા અને બાસ-મારનારા કપડા અલમારી મા રાખવા જોઈએ નહિ. આ ગંદા કપડા પડ્યા પડ્યા ઘણી નકારાત્મક ઉર્જા પેદા કરે છે. આ ખરાબ ઉર્જાને કારણે, આલમારીમાં રાખેલા પૈસા પર પણ નકારાત્મક અસર પડે છે. તે ઝડપથી ખર્ચ થવા લાગે છે. ગંદા કપડાં વધવાથી માતા લક્ષ્મી એની પાસે પણ નથી આવતી.તેથી હંમેશાં આલમારીમાં ગંદા અને ગંધાતા કપડા રાખવાનું ટાળો.

ફાટેલા કપડાં,ઘણા લોકો મહિનાઓ કે વર્ષો સુધી ફાટેલા જૂના કપડા પડી રહેવા દે છે. આ ગરીબીને પણ આમંત્રણ આપે છે. તેથી વધુ સારું છે કે ફાટેલા કપડાં સીવવા અથવા તેમને કોઈ અન્ય જગ્યાએ મૂકી દો. જો કપડાં ખૂબ જ જુના થઈ જાય, તો તેમને પૈસાની આલમારીમાં રાખશો નહીં. આ વસ્તુઓને કોઈ અન્ય કબાટ અથવા પેટીમાં રાખી શકાય છે.

ધુળ,માટી અને જાળા,ઘરની કબાટ અથવા તિજોરી હંમેશા સાફ કરતા રહો. તેમા ભૂલથી પણ માટી, ધૂળ અથવા કરોળિયાના જાળા જમા ન થવા દો. જેમ કે તમે બધા જાણો છો કે સંપત્તિ ની દેવી માં લક્ષ્મી હંમેશાં સાફ સુથરા ગૃહો અને સ્થાનો પર આવવાનું પસંદ કરે છે.તે નકારાત્મક ઉર્જા ને વધારે છે જે લક્ષ્મીજીને બિલકુલ પસંદ નથી. તેથી તમારે તમારા ઘરના આલમારી સાફ કરવાની વિશેષ કાળજી લેવી જોઇએ, નહીં તો આ વસ્તુઓ તમારી ગરીબીનું કારણ પણ બની શકે છે.

કાળું નાણું,જ્યાં તમે પૈસાને આલમારીમાં રાખ્યા છે તેની આસપાસ કાળા રંગની કોઈ પણ વસ્તુ ના રાખો. ઉદાહરણ તરીકે, કાળા કપડાં અથવા પર્સમાં પૈસા અથવા ઘરેણાં ભુલ થી પણ રાખશો નહીં. આ કાળો રંગ પૈસાને વધવા દેતો નથી. કાળા રંગમા નકારાત્મક ઉર્જા પણ વધારે હોય છે. તેથી તમારા દાગીના અને પૈસા શક્ય ત્યાં સુધી લાલ અથવા પીળા કપડામાં લપેટીને તેને એક આલમારી અથવા તિજોરીમાં લોક રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થવાની શક્યતા વધી જાય છે.

પુસ્તકો રાખવા કે કંઇક નાનો મોટો સામાન રાખવાનુ કબાટ બંધ ન હોય અથવા તેમાં કાચ લગાવેલા ન હોય તો તેને ખુલ્લુ માનવામાં આવશે. એવું માનવામાં આવે છે કે કબાટ હોવાથી દરેક પ્રકારના કામમાં રુકાવટ આવે છે. ઘરનુ ધન પણ પાણીની જેમ વહી જાય છે.  ટુટેલા ફર્નિચરને બદલી નાંખો અથવા તેને રિપેર કરાવી લો.

ઘરની ઉત્તર દિશામાં રોકડા પૈસા અને આભુષણોને રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.પૈસા અને આભૂષણ અને તમારા કબાટમાં રાખી આ કબાટને તમારા ઘરની ઉત્તર દિશામાં રાખવું ખૂબ જ ઉત્તમ સાબિત થાય છે. કેમકે, ઉત્તર દિશા ના સ્વામી ધનના દેવતા કુબેર છે. અને આથી જ ઉત્તર દિશામાં તમારા ઘરનો કબાટ રાખવાથી તેની અંદર રહેલા આભૂષણ અને ધનની વૃદ્ધિ થતી રહે છે.

તિજોરી જ્યા સુધી શક્ય હોય તો એવા સ્થાન પર મુકો જ્યા કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે.તિજોરી સાથે સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી. કોર્ટ સંબંધી કાગળો ક્યારેય પણ રોકડ કે ઘરેણાં સાથે ન મુકવા જોઈએ. તેનાથી નુકશાન થઈ શકે છે.તિજોરી ક્યારેય ખાલી ન મુકશો. તેમા કંઈક ને કંઈક કાયમ રહેવુ જોઈએ જેથી તેની સાર્થકતા કાયમ રહે.પૂજા ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી-ગલ્લો પૈસા ન મુકવા જોઈએ. નહી તો તમારું ધ્યાન કાયમ ધન પર રહેશે અને ભગવાનની ભક્તિમાં તમારું મન નહી લાગે.

About bhai bhai

Check Also

માથાથી પગ સુધીની બધી બ્લોક નશોને ખોલવા અને કોલેસ્ટ્રોલ દૂર કરવા માટે કરો આ ઉપાય…

તરબૂચ એક સ્વાદિષ્ટ ફળના રૂપમાં જાણીતું છે. તરબૂચને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. જો …