Global Share Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટીમાં પણ 662 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજાર સેન્સેક્સ નિફ્ટી પોણા 3 ટકાના કડાકા સાથે દોઢ મહિનાની નીચી સપાટીએ બંધ થયા છે. શેરજારના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બધ થયા છે.
Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે 2,222 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. ખાસ કરીને વિશ્વ બજારોમાંથી જે પ્રતિકૂળ સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તેની ભારતીય શેરબજાર પર વિપરીત અસર જોવા મળી છે. ઘરઆંગણે ખાસ એવા કોઈ નકારાત્મક પરિબળો નથી કે જેની બજાર પર આટલી ભીષણ અસર થઈ શકે.
ભારતીય શેરબજાર સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સવારે 9:28 વાગ્યે સેન્સેક્સ 1627 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 79,354 પર અને નિફ્ટી 502 પોઈન્ટ્સ અથવા 2.03 ટકા ઘટીને 24,215 પર હતો.
બજારનો ટ્રેન્ડ નેગેટિવ રહે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર, 110 શેર લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે અને 2,126 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે.
નાના અને મધ્યમ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1,677 પોઈન્ટ્સ અથવા 2.90 ટકા ઘટીને 56,236 પર અને નિફ્ટી સ્મોલકેપ 598 પોઈન્ટ્સ અથવા 3.18 ટકા ઘટીને 18,202 પર છે.
લગભગ તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફિન સર્વિસ, રિયલ્ટી, એનર્જી અને ઈન્ફ્રા ઈન્ડેક્સમાં મહત્તમ દબાણ જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને રિલાયન્સ ટોપ લુઝર છે. સન ફાર્મા, એચયુએલ, એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ટોપ ગેઇનર્સ છે.
બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં મંદીના ભયને કારણે વિશ્વ બજારોમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી માટે 24,300, 24,250 અને 24,200 મહત્વના સપોર્ટ હશે. તે જ સમયે, 24,500 મજબૂત પ્રતિકાર સ્તર છે.
આ પણ ખાસ વાંચો:
- Ola Electric IPO: ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ 5500 કરોડનું જાહેર ભરણું 2 ઓગષ્ટના રોજ ખુલશે, જાણો તમામ વિગતો
- આનંદો: BSNL 5G ટૂંક સમયમાં થશે શરુ, સરકારે આપી લીલી ઝંડી
- Suzlon Energy Stock: શું સુઝલોન એનર્જી શેર 100 ને પાર થશે! જાણો બજારનું વલણ
જાપાનના બજારોમાં કડાકો
વૈશ્વિક બજારોમાં જોવામાં આવે તો જાપાનનો બેન્ચમાર્ક સ્ટોક ઈન્ડેક્સ અધધ..12.4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત નિક્કી 4,451.28 પોઇન્ટ ગગડીને 31,458.42 રહ્યો હતો. નિક્કી ગત શુક્રવારે પણ 5.8 ટકા ગગડ્યો હતો. છેલ્લા બે સેશનમાં નિક્કી 3,836 પોઇન્ટ અથવા 14.9 ટકા તૂટ્યો છે. તાઈવાનનો તાઈવાન SE 1,822 પોઇન્ટ ગગડ્યો હતો.
Global Share Market Crash
અમેરિકામાં જુલાઈ મહિના માટેના જોબના આંકડા અત્યંત નબળા આવતા તેમ જ ઈન્ટેલ તથા અમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓના કમાણીના આંકડા અત્યંત નિરાશાજનક આવ્યા છે, આ ઉપરાંત US ફેડરલ રિઝર્વ (Federal Reserve) તેની નાણાં નીતિમાં સતત ઊંચા વ્યાજ દરોને જ અગ્રિમતા આપી રહી હોઈ અમેરિકામાં મંદીની સ્થિતિ ઘેરી બને તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની શક્યતાએ વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જ્યું હતું. આ જ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં મંદીનો ભય વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે વિશ્વનાં તમામ બજારોમાં જોવા મળી રહી છે. વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ Appleમાં તેનો 50% હિસ્સો વેચી દીધો છે. હવે તે કેશ વધારવા પર ફોકસ કરી રહી છે. આ સિવાય અન્ય મોટા રોકાણકારો પણ વેચવાલી કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પહેલાં શુક્રવારે એટલે કે 2જી ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 885 પોઇન્ટના ઘટાડા સાથે 80,981 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 293 પોઇન્ટ ઘટીને 24,717 ના સ્તરે બંધ થયો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો