Breaking News

ગુજરાતના આ મંદિરમાંથી નીકળે છે સ્વર્ગનો રસ્તો,આવુ શિવલિંગ બીજા કોઈ દેશ માં નથી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવા મંદિર વિશે જેના વિશે એવુ કહેવામા આવે છે કે સ્વર્ગમા જવાનો રસ્તો આ મંદિર માથી નિકળે છે તો આવો જાણીએ આ મંદિર વિશે.ગુજરાતીમાં એક કહેવત છે, સુરતમાં શ્રેષ્ઠ ખોરાક અને કાશીમાં મૃત્યુ છે, એક સામાન્ય હિન્દૂ માન્યતા છે કે કાશી અથવા વારાણસીમાં મૃત્યુ આત્માને પુનર્જન્મમાંથી મુક્તિ તરફ દોરી જાય છે. કાશીમાં જીવન છોડવાની તક ન મળે તો, દરેક હિન્દુ પવિત્ર જીવનશૈલીને એકવાર ફરી જીવાની ઇચ્છા રાખે છે પરંતુ કાશી ગુજરાત ના રહેવાસીઓ માટે ખૂબ જ દૂર છે.

જો કે આ ખૂબ નિરાશાજનક ન હોવું જોઇએ કારણ કે ગુજરાતમાં એવું એક સ્થળ છે કે જેને કાશી તરીકે જ એક પવિત્ર દરજ્જો આપવામાં આવ્યો છે. વારાણસી તે સ્થળને કાયાવરોહણ નામે ઓળખે છે.એક નાના નગર જેવું જ, વડોદરા થી ૩૦ કિલોમીટર દૂર અમદાવાદ-મુંબઇ ધોરીમાર્ગ પર, પોર નામના સ્થળે થી કાયાવરોહણ અંદર ની તરફ આવેલું છે.મિત્રો તમને જણાવી દઇએ કે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન લકુલીશ સાથે સંબંધ ધરાવતું આ મંદિર ને દેશ નું બીજુ કાશી માનવામાં આવે છે. આ મંદિર કાયાવરોહણ નામે સુપ્રસિદ્ધ છે. જેમા ભગવાન ભોળાનાથ ની ઉપાસના કરવામાં આવે છે. તેને દેશ ના બીજા તીર્થો સાથે એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્થાને મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્ર નો જાપ કર્યો હતો અને આ મંત્ર નુ ઉદ્ભવ સ્થાન મનાય છે.

તેમજ ગાયત્રી નો બીજો અર્થ મેઘા થાય એટલે આ મંદિર ને મેઘાવતી કહીને પણ સંબોધવામાં આવે છે.મિત્રો કાયાવરોહણ મંદિર ને આ પૃથ્વી ઉપર બીજું કાશી સિવાય એવું પણ મનાય છે કે અહિયાં થી સ્વર્ગ નો કેડો છે. પ્રચલિત દંતકથા અનુસાર, દેવરાજ ઇંદ્રએ મહર્ષિ વિશ્વામિત્ર ના ચેલા ને સ્વર્ગ મા જગ્યા ના આપતા ગુસ્સે થયેલ ઋષિએ નક્કી કર્યું કે આજ જમીન ને સ્વર્ગ બનાવીશ જેના માટે તેમને કઠોર તપ આદર્યો અને આ તપ હજુ પૂર્ણ ના થયો હતો.

તે પેલ્લાં જ ભગવાન વિષ્ણુએ તપ ભંગ કરતા આશિર્વાદ આપ્યો કે જેનો પણ કાયાવરોહણ ની ધરતી ઉપર જન્મ કે મ્રુત્યુ થશે તે સ્વર્ગમા જશે.આ જગ્યા ને ગુજરાત નું કાશી માનવામાં આવે છે કે જ્યાં મહાદેવનો વાસ છે. આ જ કારણ ના લીધે કાયાવરોહણ ની જગ્યા ને સ્વર્ગ નો કેડો કેહવામાં આવ્યો છે. તેમજ અહિયાં છેલ્લા ૨૩ વર્ષ થી પૂજા કરતા બ્રાહ્મણ જણાવે છે કે આખા ભારત મા અહિયાં આવેલ આ એકજ એવું શિવલિંગ છે કે જે કાયાવરોહણ ની જમીન પર લકુલિશ સાથે જોડાયેલુ હોય છે.

મિત્રો આ જગ્યા ઉપર લાખો ભાવિકો સમગ્ર દેશ માંથી ભગવાન ભોલેનાથ ના દર્શનાર્થે આવે છે. તેમાં શિવરાત્રી અને શ્રાવણ મહિના ના સોમવારે જન મેદની વધુ જોવા મળે છે. આ સિવાય મંદિર મા ૨૮ મહિલાઓની બનાવેલ ભજનમંડળી નિયમિત ભજન કરવા માટે આવે છે. તેમજ અહિયાં ના પુજારી દ્વારા સવાર-સાંજ આરતી કરવામાં આવે છે અને આ આરતી નો આરંભ ભક્તજનો ના શંખનાદ કર્યા બાદ કરવામાં આવે છે.મિત્રો શિવના અઠ્ઠાવીસમાં અવતાર ગણાતા લકુલેશ ભગવાનનુ મુખ્ય મથક લકુલેશ છે. પ્રાચીન શૈલીમાં બનેલુ આ મંદિર લગભગ ચાલીસ વર્ષ પૂર્વે આશરે 30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.અહીંથી થોડે દૂર કારવણ નામનું એક નાનકડું ગામ આવેલું છે જ્યાંનુ શિવાલય પણ જોવા જેવું છે. અગાઉ અહીં નાનકડુ શિવલિંગ હતુ પરંતુ એ સમયના યોગી શ્રીકૃપાલાનંદજીના પરિશ્રમથી આ મંદિરનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો અને અહીં ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતુ.

આ મંદિરમાં યોગશાળા, પ્રવાસીઓ માટે રહેવાની સગવડ વગેરે છે. મંદિરનુ શિવલીંગ અત્યંત પ્રાચીન છે અને તેની દીવાલો પર યોગની વિવિધ મુદ્રાઓ દર્શાવતી તસ્વીરો છે. કાયવરોહણની ગણતરી ભારતના સુપ્રસિધ્ધ 68 તીર્થોમાં કરવામાં આવી છે. કાયાવરોહણ ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલુ પ્રસિધ્ધ તીર્થધામ છે અને અહીં ભગવાન લકુલેશજીના સમયમાં પશુપાતાચાર્યોં દ્વારા યોગદીક્ષા અને યોગશિક્ષા આપવામાં આવતી હતી.

શિષ્યો અનેક વર્ષો સુધી શાસ્ત્રાધ્યયન અને વિવિધ યોગ-સાધના કરીને જ્યારે સિદ્ધપદ પાપ્ર્ત કરી લેતા ત્યારે શ્રી ગુરૂ તેમને વિવિધ પ્રદેશોમાં શિવભક્તિનો પ્રચાર કરવા મોકલતા હતા અને પ્રાચીન સમયમાં આ મંદિર દક્ષિણ કાશી તરીકે પણ ઓળખતું હતું.ભગવાન લકુલીશના ચાર તેજસ્વી શિષ્યો – કૌશિક, ગાર્ગ્ય, મિત્રા અને કૌરુષ્ય હતા જેમણે શિવપંથીઓને ભેગા કરીને શિવપૂજાનુ મહાત્મ્ય વધાર્યુ હતુ. ભગવાન લકુલીશે પોતાના માનવ શરીરનુ – કાયાનુ અવરોહણ કર્યુ હતુ.

ત્યારથી આ સ્થળ કાયાવરોહણ નામે જાણીતુ બન્યુ હતું મંદિરના પાતાળ લોકમાં બ્રહ્મા, પૃથ્વી લોકમાં વિષ્ણુ અને સ્વર્ગલોકમાં પ્રાચીન જ્યોર્તિલીંગ બિરાજમાન છે અને આ મંદિરની ચારેબાજુ હરિયાળી છે. રંગીન ફુવારા અન્નપૂર્ણા ગૃહ અને યાત્રીઓને રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા છે. મંદિરની ચારેબાજુ યક્ષ-યક્ષિણી અને દેવી દેવતાઓની મૂર્તિઓ કંડારાયેલી છે, જે મૂર્તિકલા વિદ્યાના અભ્યાસ માટે મહાવિદ્યાલયની ગરજ સારે છે. અહીં આવેલી લકુલેશ યોગશાળા અવારનવાર પ્રાણાયમની શિબિરોનુ આયોજન કરે છે.

મિત્રો કાયાવરોહણ માં ભગવાન શિવ નું એક ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શિવ એક હાથ માં ચર્મપત્ર અને એક હાથ માં બિજોરાં સાથે બિરાજમાન છે. આ મંદિર માં ભગવાન શિવ ની કાળા પથ્થર બનેલી મૂર્તિ છે. કાયાવરોહણ ના મંદિરમાં એકાંત અને ધ્યાન માટે ભૂગર્ભમાં ધ્યાન ગુફા છે. સવારે ૬ વાગ્યા થી લઇ ને રાત ૯ વાગ્યા સુધી ભગવાન શિવ ની આરાધના કરવામાં આવે છે. ભગવાન નો અભિષેક અને ફૂલ હાર સાથે ભગવાન ની આરતી કરવામાં આવે છે.મિત્રો કાયાવરોહણ માં શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ નામની સંસ્થા આવેલ છે જેમના દ્વારા વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવે છે અને તેઓ મંદિર ની તમામ વહીવટી જવાબદારી ઉઠાવે છે. ઉપરાંત મંદિર માં થતા ઉત્સવો ની જવાબદારી માં પણ તેમનો ફાળો હોય છે. જેમકે ભગવાન બ્રહ્મશ્વરના જ્યોતિર્લિંગની પૂજા માટે ની કાયમી વ્યવસ્થા.લકુલીશ યોગ વિદ્યાલય ખાતે ડિગ્રી કોર્સ સુધી નું અભ્યાસ.

આધ્યાત્મિકતા અને ભક્તિ અંગેના માર્ગદર્શન આપતા સાહિત્ય પ્રકાશિત થાય અને તેનું વિસ્તરણ થાય ત્રિમાસિક જર્નલ ‘URAJ’ પણ પ્રકાશિત કરવામાં આવે છે.આ શિવ મંદિર ની એક ખાસિયત એ પણ છે કે અહીં આવેલા યાત્રાળુઓ ને આવાસ આપવા માટે એક સુંદર મહેમાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં રાત્રે રહેતા યાત્રાળુઓને અન્નપૂર્ણા દ્વારા ખોરાક પ્રદાન કરવામાં આવે છે.ભગવાન શિવ ના આ મંદિર માં એક યોગશાળા પણ આવેલ છે. જેમાં લોકો ને યોગ નું માર્ગ દર્શન આપવા માં આવે છે.વડોદરા થી નજીક માં આવેલા આ મંદિર માં વડોદરા વાસિયોં પોતાનો ભક્તિમય સમય વિતાવવા માટે ત્યાં આવે છે. શિવજી સમક્ષ બેસી જીવનના દુઃખ દર્દ ક્યાંય દૂર થઇ જાય ખબર પણ ન પડે. એવા આ ભવ્ય મંદિર ની એક વાર મુલાકાત તો લેવી જ જોઈએ અને જ્યાં ભગવાન શિવ સાક્ષાત દર્શન આપે તો એ તક ને કેમ ચૂકાય.

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …