Breaking News

હનુમાનજી નું એવું અદભુત મંદિર જે ફક્ત 11 જ મુઠ્ઠી ખોદતાં બની ગયું હતું, તસવીરો માં દર્શન કરી થઈ જાવ પાવન…….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ભારત વિભિન્નતાનો દેશ છે. અહીં તેમના ધર્મોના લોકો રહે છે એટલા માટે અહીં અસંખ્ય ધાર્મિક સ્થળ છે પરંતુ હિન્દુ દેવી દેવતાઓના મંદિર માત્ર ભારતમાં જ પરંતુ આખા વિશ્વમાં આવેલા છે ત્યારે જાણો પાકિસ્તાનમાં એક એવું હનુમાન મંદિર આવેલુ છે જે ભારતીય લોકોનું કેન્દ્ર બનેલું છે.

ભગવાન હનુમાનજી એ પૂર્ણ અને સૌથી શક્તિશાળી ભગવાન છે. હનુમાનજી એ ભગવાન શિવજીના અંશાવતાર હતાં. એક રીતે જોવાં જઈએ તો એ ભગવાન શિવજીનાં પુત્ર જ ગણાય. કયારેક કયારેક ભગવાન વિષ્ણુનાં અવતારોને સહાય કરવા કે ક્યારેક કયારેક સમગ્ર પૃથ્વી પર ફેલાયેલાં દુષ્ટોનો અને અનિષ્ટોનો નાશ કરવાં ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. ઘણી વખત ભગવાન વિષ્ણુના અવતારોને સહાય કરવાં આવો અવતાર ધારણ કરવો પડે છે.

હનુમાનજી એ ભગવાન પરશુરામજીની જેમ ચિરંજીવ ભગવાન છે. આ એક અવતાર ધારણ કર્યા પછી પણ ઘણી વખત એમનાં દુશ્મનો કે એમનામાં રહેલાં દુષ્ટત્વનો નાશ કરવાં માટે એમને અનેકો રૂપો ધારણ કરવાં પડતાં હોય છે. વરદાન તો અપાતાં અપાઈ જતું હોય છે એમાંથી એનો હલ કઈ રીતે શોધવો એ ભગવાનને જ ખબર હોય છે. એ વરદાનનમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય એ માટે જ આવાં અવતારો લેવાં પડે છે.

હનુમાનજીનું મંદિર દુનિયાભરમાં આવેલું છે. જેમાંથી ઘણાં મંદિરોનું નિર્માણ ઘણાં વર્ષો પહેલા થયેલું છે અને ઘણાં મંદિર લાખો વર્ષોથી બચ્યા છે. હનુમાનજીનું એવું જ એક મંદિર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલું છે. કરાચીના હનુમાન મંદિરનો ઇતિહાસ અત્યંત જૂનો છે. કહેવામાં આવે છે આ મંદિરના પંચમુખી હનુમાનદાદાની મુર્તિ લગભગ હજારો વર્ષો જુની છે. ત્યાં આ સ્થળને લઇને પણ માન્યતા પણ પ્રચલિત છે કે ત્યાં શ્રી રામનું પણ ચરણ પડ્યું છે.

ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજીના દર્શન માટે સવારથી સાંજ સુધી પાકિસ્તાનમાં રહેલા હિન્દુ ભક્તોની પણ ભીડ જોવા મળે છે.11 મુઠી માટી હટાવવા પર પ્રકટ થઇ હનુમાનજીની મુર્તિ, માનવામાં આવે છે કે જે સ્થળ પર આ મંદિર છે, ત્યાંથી 11 મુઠી માટી હટાવવા પર આ પંચમુખી હનુમાનજીની મુર્તિ પ્રગટ થઇ હતી. આ મંદિરનો વધુ અંક 11 સાથે સંબંધિત છે.

આ મંદિરમાં ભગવાન હનુમાનદાદાની 11 પરિક્રમા લગાવવા પર ભક્તોની પણ સમસ્યાઓ દુર થાય છે અને તેમની દરેક ઇચ્છાઓ પુરી થઇ જાય છે.1882માં કરવામાં આવ્યું હતું મંદિરનું પુનઃનિર્માણ, માન્યતાઓ અનુસાર, આ મંદિર ઘણાં વર્ષો જૂનુ છે, પરંતુ આ મંદિરનો ઇતિહાસ 18મી સદી સાથે જોડાયેલો છે. આ મંદિરનું વર્ષ 1882માં પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાનનું આ શહેર કરાંચી એ પાકિસ્તાનનું સૌથી મોટું બંદર પણ છે.

આ શહેર એક અત્યંત ખુબસુરત શહેર છે પણ એ પાકિસ્તાનમાં હોવાથી એને આપણે માણી શકતાં નથી કે નથી ત્યાં જઈ શકતાં. જવાની ઈચ્છા જ વ્યક્ત કરી શકાય એમ નથી આપણાથી કારણકે આ જ શહેર છે જ્યાં અરાજકતા બહુજ ફેલાયેલી છે. આ શહરેમાં જ બોંબ ધડાકાઓ બહુ જ થાય છે. શિયા અને સુન્ની મુસ્લિમોનો ઝગડો ચરમસીમા એ છે તો પણ શહેરના લોકોને એને કોઈ ફરક નથી પડતો. આજ શહેરની નજીકમાં અરબી સમુદ્રમાં સિંધુ નદી દરિયાને મળે છે.

જેમાં પેલી પાંચ નદીઓ રાવી,ચિનાબ , જેલમ, સતલજ અને બિયાસ જેમાં ભળે છે એ અહીંથી દક્ષિણમાં જ અરબી સમુદ્રને મળે છે.આ કરાંચી શહેરમાં જ સ્થિત છે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર પંચમુખી હનુમાનજી મંદિર. આ મંદિર આમ તો ૧૫૦૦ વર્ષ પુરાણું છે એટલે કે એ સમય ગુપ્તકાલીન થયો આ ગુપ્તકાલીન સમય છે ઇસવીસન ૩૨૦ થી ઇસવીસન ૫૫૦ સુધીનો. આ સમયમાં ઘણાં મંદિરો બનેલાં છે અને સિંધ પણ તે વખતે તો ગુપ્તકાલીન સમ્રાટોનાં તાબામાં જ હતું, વળી ત્યાંના સ્થાનિક રાજાઓએ એ બંધાવેલું હોય એવું લાગતું નથી.

આમ જોવાં જઈએ તો એ ૧૫૦૦ વર્ષ પહેલાનું મંદિર અત્યારે તો લાગતું નથી, પણ કેટલાંક પુરાતાત્વિક પુરાવાઓ એ ૧૫૦૦ વર્ષ પહેલાનું હોય એની ચાડી જરૂર ખાય છે. આ મંદિર તો ત્યાં જ હતું જ્યાં અત્યારે છે. એનો કેટલોક ભાગ એ ૧૫૦૦ વર્ષ પુરાણો જરૂર છે. ટૂંકમાં એમ કહી શકાય કે એ સમયમાં જેવાં મંદિરો ભારતમાં જોવાં મળતાં હતાં તેવું આ મંદિર છે.

જે આગવી ભાત તો જરૂર પાડે જ છે. જે તમને પહેલી નજરે જોતાં તો એ ગુપ્તકાલીન જ લાગે છે કારણકે મંદિરની કમાનો એ એ વાતનો પુરાવો છે પણ ચોક્કસ તો ના જ કહી શકાય કે એ ૧૫૦૦ વર્ષ પહેલાનું ગુપ્તકાલીન હનુમાનજીનું મંદિર હતું આ બધાં અનુમાનો છે.પરંતુ આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રજીએ ખુદ ભગવાન હનુમાનજીની સ્થાપના કરી હતી કે એમનાં દર્શન કરી એમની પૂજા-અર્ચના-આરાધના કરી હતી જેનો ઉલ્લેખ ત્રેતાયુગ સાથે છે.

બીજું કે પાતાળલોકમાંથી ભગવાન હનુમાનજીએ આ પંચમુખીરૂપ ધારણ કરીને ઐરાવણ-મૈરાવણ પાસેથી ભગવાન રામચન્દ્રજીના ભાઈ લક્ષ્મણને છોડાવ્યો હતો. એ જે જગ્યાએથી ભગવાન હનુમાનજી લક્ષ્મણને છોડાવી લાવ્યાં હતાં તે આ જગ્યા હોઈ શકે છે કદાચ એનો ઉલ્લેખ છે માત્ર જગ્યાનો કયાંય પણ નિર્દેશ થયો જ નથી જો કે સંજીવની જડીબુટ્ટી લેવા તે હિમાલય પર્વત પર ગયાં હતાં જે અયોધ્યાની ઉત્તરમાં સ્થિત છે તો આ જગ્યા પણ અયોધ્યાની ઉત્તર -પશ્ચિમે કેમ ના હોઈ શકે આ બધી ઘટનાઓ ઘટી હતી કે તેની કોઈ ચોક્કસ માહિતી નથી માત્ર એ પૌરાણિક કથાઓ જ માત્ર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો જોવાં મળે છે.

રામાયણનાં નિર્દિષ્ટ સ્થાનો ઘણાં બધાં આજે મળી તો આવ્યાં જ છે, પણ એ કઈ સાલનાં છે કે તે કેટલાં વર્ષો પુરાણા છે એતો આનાથી સાબિત થતું જ નથી.પણ આ બધાં સ્થાનો હતાં ખરાં એ વાત તો સાબિત જરૂર થાય છે આનાથી એ સ્થાન વિષે કોઈ શંકા-કુશંકા ધરવાનું કારણ નથી જ નથી.પણ આ બાબતમાં રામાયણનો રચનાકાળ પણ અવશ્ય તપાસવો જોઈએ. ચલો જો આ મૂર્તિ ત્રેતાયુગની જ હોય તો એ તો માત્ર ૧૨,૯૬,૦૦૦ વર્ષ જ પુરાણો છે, પણ એ યુગ ક્યારથી પૂરો થયેલો ગણાય અને અત્યારનો કળીયુગ ક્યારથી શરુ થયેલો ગણાય કારણકે દ્વાપર યુગ એ ૮ લાખ ૬૪ હજાર વર્ષનો છે અને કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષનો છે.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …