“હર ઘર તિરંગા” અભિયાન પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. સંસ્કૃતિ મંત્રાલય હર ઘર તિરંગા માટે નોડલ મંત્રાલય છે.
‘હર ઘર તિરંગા’ એ એક ઝુંબેશ છે જે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીને ચિહ્નિત કરવા તેને લહેરાવવા પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તે વિચારથી ઉદ્દભવ્યું કે રાષ્ટ્રધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આ રીતે રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણના જ નહીં, પણ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બની ગયું છે.
હર ઘર તિરંગા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 8મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.
આ પણ ખાસ વાંચો:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.
આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.
“હર ઘર તિરંગા” સર્ટીફીકેટ
આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.
“હર ઘર તિરંગા” સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું?
1. સૌ પ્રથમ તમારે આ ઓફિશિયલ વેબસાઈટ https://harghartiranga.com/ ની મુલાકાત લેવી પડશે.
2. “ટેક પ્લેજ” બટન પર ક્લિક કરો.
3. નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
4. તમારું નામ, મોબાઈલ નંબર અને રાજ્યની વિગતો દાખલ કરો.
5. તમારી સ્ક્રીન પર લખવા માટે પ્રતિજ્ઞા લો.
6. ટેક બટન પર ક્લિક કરો.
7. તિરંગા સાથે તમારો ફોટો અપલોડ કરો.
8. તમારો ફોટો ડાઉનલોડ માટે તૈયાર છે.
9. ફોટો ડાઉનલોડ કરો.
10. ડાઉનલોડ ઈમેજની નીચે “હર ઘર તિરંગા” સર્ટીફીકેટ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપેલ છે.
11. ત્યાંથી તમે તમારું “હર ઘર તિરંગા” સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકશો.
“હર ઘર તિરંગા” અભિયાન ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
આ ઓફિશિયલ વેબસાઈટ https://harghartiranga.com/ ની મુલાકાત લેવી.
“હર ઘર તિરંગા” અભિયાન 2024 કઈ તારીખથી શરુ થાય છે?
સમગ્ર દેશમાં 8 ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
lunawada
15 August
Ahmedabad
Har gar tiranga
@