HomeBusinessડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું: હવે ઘેર બેઠા ખોલાવી શકશો ડીમેટ એકાઉન્ટ...

ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું: હવે ઘેર બેઠા ખોલાવી શકશો ડીમેટ એકાઉન્ટ બસ આ સ્ટેપ ફોલો કરો

Demat Account: ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું એ વિચારી રહ્યા છો તો હવે ઘેર બેઠા ખોલાવી શકશો ડીમેટ એકાઉન્ટ બસ આ સ્ટેપ ફોલો કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી Demat Account વિષે સંપૂર્ણ માહિતી.

ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું: જો તમેં શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પ્રથમ વસ્તુ ડીમેટ ખાતું ખોલવાનું હોય છે. તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. જો તમે પણ શેર બજારમાં રસ ધરવતા હોય તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ડીમેટ એકાઉન્ટ

તમારા નાણાકીય લક્ષ્યો ગમે તે હોય, તે લાંબા ગાળાના હોય કે ટૂંકા ગાળાના વેપાર, શેરબજારની અંદર કોઈપણ વ્યવહારોમાં ભાગ લેવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. વાસ્તવમાં, નાણાકીય સેવાઓના વધતા ડિજિટલાઇઝેશન સાથે, ઑનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવાનું સરળ બન્યું છે. આજના ડિજિટલ યુગમાં, ઓનલાઈન પ્લેટફોર્મની સગવડને કારણે શેરબજારમાં રોકાણ કરવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સુલભ બની ગઈ છે.

ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું

ધન ડીમેટ એકાઉન્ટઅહીંથી ઓપન કરો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ એક રીતે ડીઝીટલ યુગ ચાલી રહ્યો છે, જો તમે સમય સાથે ન ચાલો તો પાછળ રહી જશો, આ પેહલા ડીમેટ એકાઉન્ટ માત્ર ઓફલાઈન ખુલતા અને ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટે સંપૂર્ણ ફોર્મ ભરીને તેની સાથે ઘણા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા પડતા અને પોસ્ટ અથવા તો કુરિયર કરવા પડતા અને લાંબા સમય બાદ એકાઉન્ટ ઓપન થતુ હતું. પરંતુ હવે આ ફાસ્ટ યુગમાં તમે ઓનલાઇન ઘેર બેઠા એકાઉન્ટ ઓપન કરી શકશો.

આ માટે સૌ પ્રથમ તમારે તમારી જાતે સૌથી પહેલા રિસર્ચ કરો અને વિશ્વસનીય બ્રોકરેજ ફર્મ પસંદ કરવાની જરૂર પડતી હોય છે, કે જેમાં તમને સારી સવલત મળતી હોય તેમજ સપોર્ટ મળી રેહતો હોય, હાલ માર્કેટ ઘણા બ્રોકરેજ ફર્મ છે જેમાં અલગ અલગ સેવા આપતા હોય છે.

ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું?

1. સૌથી પહેલા રિસર્ચ કરો અને વિશ્વસનીય બ્રોકરેજ ફર્મ પસંદ કરો.
2. ત્યાર બાદ એ ફર્મની ગુગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો.
3. એપ ડાઉનલોડ કર્યા બાદ તમારું ઈ-મેલ એકાઉન્ટ / મોબાઇલ નંબર / પાનકાર્ડ નંબર / આધાર કાર્ડ નંબર એડ કરવાનું રેહશે.
4. ત્યારબાદ તમારા મોબાઇલ / ઈ-મેલ એકાઉન્ટ પર OTP આવશે જે તમારે ફિલ કરવાનો રેહશે.
5. ત્યારબાદ તમારે તમારું નામ અને નોમીની નામ ફિલ કરવાનું રેહશે.
6. E-KYC માટે તમારું ડીઝીલોકર એકાઉન્ટ હોવું જરૂરી છે, જો ના હોય તો તમે પ્લે સ્ટોર પરથી એ એપ ડાઉનલોડ કરીને બનાવી શકશો. જેના માટે તમારે આધાર કાર્ડ નબરની જરૂર પડશે, ડીઝીલોકર એ એક સરકારી એપ્લીકેશન છે.
7. E-KYC કર્યા બાદ તમારે સેલ્ફી દ્વારા તમારો ફોટો અપલોડ કરવાનો રેહશે. તેમજ ઈ-સાઈન કરવાની રેહશે.
8. જો તમે F&O ટ્રેડીંગની સુવિધા રાખવા માંગતા હોય તો તમારે છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેંન્ટ અપલોડ કરવાનું રેહશે. જો તમે એ ટીક માર્ક નહિ કર્યું હોય તો તમારી જોડે એ માંગશે નહિ.
9. આટલી પ્રક્રિયા કર્યા બાદ તમારું ડીમેટ એકાઉન્ટ 24 થી 48 કલાકમાં એકાઉન્ટ એક્ટીવ થઇ જશે.

નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. GujaratNews24.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

આ પણ ખાસ વાંચો:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Most Popular

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો