Breaking News

ઈંડા અને માંસ કરતાં પણ વધારે પ્રોટીન હોય છે આ વસ્તુમાં જાણીલો અને આજથીજ શરૂ કરીદો તેનું સેવન……

ઇંડા અને ચિકન ખાવાનું આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઇંડા અને ચિકન ખાવાથી શરીરમાં પુષ્કળ પ્રોટીન મળે છે અને આની સાથે શરીર મજબૂત બને છે. પરંતુ શું તમે જાણો છો કે 5 શાકાહારી વસ્તુઓ પણ છે જે તમે તમારા આહારમાં શામેલ કરીને સ્વસ્થ બનશો, અને આ કોઈપણ રોગ સાથેના વ્યવહારમાં અસરકારક છે, જે ખાવાથી શરીરને ઇંડા અને ચિકન ખાવા કરતાં પ્રોટીન મળે છે.

હવે તમને જણાવી દઈએ કે રાજમા પ્રોટીનથી પણ ભરપુર છે. રાજમા સૂપ અથવા રાજમા શાકભાજી ખાવાથી શરીરને પ્રોટીન પુષ્કળ મળે છે અને જીવલેણ રોગ સામે લડવામાં શરીરને શક્તિ મળે છે. જો આપણે મગફળીની વાત કરીએ, તો તેમાં ઘણાં પ્રોટીન હોય છે. આવી સ્થિતિમાં 100 ગ્રામ મગફળી ખાવાથી શરીરને 24 ગ્રામ પ્રોટીન મળે છે.

100 ગ્રામ ચિકન ખાતી વખતે, શરીરને ફક્ત 15 થી 16 ગ્રામ પ્રોટીન મળે છે. જો તમે સવારે પલાળેલા બદામ લેશો તો શરીરમાં પુષ્કળ પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળે છે અને શરીર મજબૂત બને છે 35 થી 40 ગ્રામ પ્રોટીન 100 ગ્રામ પનીરમાં મળી આવે છે. જે ચિકન કરતા અનેકગણું વધારે છે. ચણા ખાવાથી શરીરને લગભગ 50 ગ્રામ પ્રોટીન મળે છે. જે ચિકન કરતા બમણું છે.

ઘણા લોકો માને છે કે શાકાહારી ખોરાકમાં માંસાહારી ખોરાક કરતાં વધુ પ્રોટીન હોતું નથી, તેમાં પ્રોટીન ઓછું હોય છે પરંતુ તે બિલકુલ નથી. તમારા આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરવાથી યોગ્ય માત્રામાં પ્રોટીન મળશે અને શરીરને જીવલેણ રોગો સામે લડવાની શક્તિ મળશે.

આજે અમે જણાવશું આપણા શરીર માટે જરૂરી પ્રોટીન યુક્ત ખોરાક વિશે. પ્રોટીન શરીરને નિર્માણ કરવા વાળા દરેક તત્વોમાંથી એક છે. એક સ્વસ્થ માનવ શરીરમાં લગભગ 62% પાણી, 16% પ્રોટીન, 6% ખનીજ અને 1% થી પણ ઓછું કાર્બોહાઈડ્રેટ હોય છે. થોડી જ માત્રામાં વિટામીન અને અમુક અન્ય પદાર્થો રહેલા હોય છે. આ બધા પદાર્થોથી આપણા સ્વસ્થ શરીરનું નિર્માણ થાય છે.

પ્રોટીન આપણા શરીરમાં વાળ, માંસપેશીઓ, ત્વચા, હાડકા, નખ અને રક્ત કોશિકાઓમાં જોવા મળે છે. પ્રોટીન શરીરની માંસપેશીઓને મજબુત બનાવે છે સાથે સાથે શરીરના સંતુલનને બનાવી રાખવા માટે પણ ખુબ જ જરૂરી હોય છે. પ્રોટીનની પર્યાપ્ત માત્ર આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

લોકોનું એવું માનવું છે કે પ્રોટીન માટે ઈંડું સૌથી સારો રસ્તો છે. પરંતુ એ વાત ખોટી છે. ઈંડા કરતા પણ વધારે પ્રોટીન વાળા ખોરાક છે જેમાંથી ખુબ જ પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. તો મિત્રો આજે અમે તમને જણાવશું એવી વસ્તુઓ વિશે જેમાં સૌથી વધારે પ્રોટીન હોય છે.સૌથી પહેલા છે સોયાબીન. સોયાબીન મીટ અને ઈંડા કરતા પણ વધારે પ્રોટીન યુક્ત આહાર છે. પ્રોટીન સિવાય સોયાબીનમાં વિટામીન B, કોમ્પલેક્ષ, વિટામીન E અને ખનીજ પદાર્થોથી પણ ભરપુર હોય છે. તેના સિવાય સોયાબીન ફાયબરથી પણ ભરપુર હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 50 ગ્રામ પ્રોટીન હોય છે.

પછી છે પનીર. દુધથી બનેલા બધા જ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી હોય છે. જે આપણા શરીરમાં કેલ્શિયમની કમીને પૂરું કરી નાખે છે. પનીર પણ દુધથી જ તૈયાર થાય છે અને તેમાં પ્રોટીન, કાર્બન અને ફેટ મળે છે. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે.ત્રીજા નંબર પર છે મગની દાળ. મગની દાળ પ્રોટીનની કમીને મટાડવા માટેનું સૌથી સસ્તું સાધન છે. કેમ કે મગની દાળ પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન મળે છે.

ચાર નંબર પર છે બદામ. બદામમાં ખુબ જ સારા ફેટની સાથે સાથે ભરપુર પ્રોટીન હોય છે. 100 ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે અને બદામ શરીરને વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.હવે આવે છે કાજુ. આમ તો કાજુના ઘણા બધા ફાયદા છે અને વજન વધારવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. સાથે સાથે તે પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ કાજુમાં 553 કેલેરી, 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન મળી આવે છે.

નંબર છ પર છે દૂધ. દૂધ માત્ર કેલ્શિયમની કમીને જ દુર નથી કરતું, તે હાડકાને પણ મજબુત બનાવે છે અને પ્રોટીન પણ તેમાં ખુબ જ માત્રામાં હોય છે. એક લીટર દુધમાં લગભગ 40 ગ્રામ પ્રોટીન મળે છે.નંબર સાત પર છે ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળથી આપણને ખુબ જ પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. એક કપ ફણગાવેલા કઠોળમાંથી 15 ગ્રામ પ્રોટીન મળી રહે છે.નંબર આઠ પર છે શીંગ. આમ તો શીંગદાણામાં ફેટ મળે છે પરંતુ તે પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ 100 ગ્રામ શીંગદાણામાં 26 ગ્રામ પ્રોટીન હોય છે.

નંબર નવ પર છે ચણા. ચણામાં માત્ર પ્રોટીન જ નથી હોતું તેમાં ફાયબર પણ ખુબ જ માત્રામાં હોય છે. ચણાને પલાળીને અથવા બાફીને ખાવામાં ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા થાય છે. 100 ગ્રામ ચણામાં લગભગ 15 ગ્રામ પ્રોટીન મળી આવે છે.હવે આવે છે દહીં. દૂધ માંથી બનેલી દરેક વસ્તુમાંથી પ્રોટીન મળી આવે છે અને એટલા માટે જ દહીં પણ પ્રોટીનનો ખુબ જ સારો સ્ત્રોત છે. 100 ગ્રામ દહીંમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે.

પ્રોટીનથી ભરપુર વસ્તુઓનો વપરાશ વધારતા ગયા છીએ અને સુપરમાર્કેટમાં પણ તેવી વસ્તુઓ વધારે દેખાતી થઈ છે.વૈશ્વિક પ્રોટીન સપ્લીમેન્ટ્સનું માર્કેટ વધીને 2016માં 12.4 અબજ ડૉલરનું થઈ ગયું છે. તેના કારણે કહી શકાય કે આપણે વધુમાં વધુ પ્રોટીન લેવું જરૂરી છે તેવું માનતા થઈ ગયા છીએ.

જોકે કેટલાક જાણકારો હવે કહેવા લાગ્યા છે કે પ્રોટીનના વધારા સાથેના (અને ભાવવધારા સાથેના) આહાર પાછળ પૈસા વેડફાઈ રહ્યા છે.શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું હોય તેની ભરપાઈ કરવા માટે પ્રોટીન જરૂરી છે.દૂધની વસ્તુઓ, માંસ, ઇંડા અને માછલી તથા કઠોળમાં પ્રોટીન વધારે હોય છે.

આ આહાર પેટમાં જાય ત્યારે તેનું પાચન થઈને એમિનો એસિડ બને છે, જે નાના આંતરડાંમાં શોષાય છે.આપણું યકૃત હવે તેમાંથી કયા એમિનો એસિડની શરીરને જરૂર છે તે નક્કી કરીને તેને રાખે છે, જ્યારે બાકીના વધારાના એમિનો એસિડ યુરિનમાં બહાર નીકળી જાય છે.શ્રમ કરનારા પુરુષોને તેના વજનના દર કિલો સામે 0.75 ગ્રામ જેટલું પ્રોટીન રોજ લેવાની સલાહ આપવામાં આવે છે.

પુરુષ માટે 55 ગ્રામ અને મહિલા માટે 45 ગ્રામ પ્રોટીનની સરેરાશ જરૂર પડતી હોય છે. તેનો અર્થ થયો બે મુઠ્ઠી જેટલું માંસ, મચ્છી, ટોફુ, સિંગ કે કઠોળ તેના માટે પૂરતાં છે.પૂરતું પ્રોટીન ના મળે તો વાળ ખરવા, ચામડી તરડાવી અને મસલ્સ ઓછા થવાના કારણે વજન ઘટવું જેવી અસરો દેખાય છે.જોકે આવી આડઅસર ભાગ્યે જ જોવા મળે છે અને ખાસ કરીને ઇટિંગ ડિસોર્ડર હોય તેમને જ દેખાય છે.

આમ છતાં મોટા ભાગના લોકો મસલ્સ એટલે કે સ્નાયુઓ મજબૂત કરવા સાથે પ્રોટીન જરૂરી છે તેમ માનતા હોય છે. આ વાત સાચી પણ છે.વજન ઉચકવા જેવી કસરતને કારણે સ્નાયુઓમાં રહેલું પ્રોટીન તૂટી જાય છે. તેથી સ્નાયુઓને ફરી મજબૂત કરવા પ્રોટીનની જરૂર પડે છે.leucine નામનું એમિનો એસિડ મસલ્સમાં ફરી પ્રોટીન પૂરવાનું સૌથી અગત્યનું કામ કરે છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે કસરત કર્યા પછી પ્રોટીનયુક્ત આહાર લેવામાં ના આવે તો સ્નાયુઓમાંથી જેટલું પ્રોટીન ઓછું થયું હોય તેટલું ફરી ઉમેરાતું નથી.એટલે કે જરૂરી પ્રમાણમાં મસલ્સ બનતા નથી. પ્રોટીન સપ્લીમેન્ટ્સ વેચતી કંપનીઓ કસરત પછી પ્રોટીન સાથેના શેક્સ પીવા માટેનો આગ્રહ કરતી હોય છે, જેથી સ્નાયુઓ ફરી મજબૂત બને.

ઘણા બધા ગ્રાહકો પણ આ વાત સાથે સંમત થતા હોય છે.મિન્ટેલ નામની રિસર્ચ કંપનીના 2017ના રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિટનના 27 ટકા લોકો પ્રોટીન બાર કે શેક્સ જેવી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી ન્યુટ્રીશન પ્રોડક્ટ ખરીદે છે.અઠવાડિયે એકથી વધુ વાર કસરત કરનારા લોકોમાં તે પ્રમાણ 39 ટકાનું છે. જોકે આવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરનારામાંથી અડધાથી વધારે (63%) લોકો તેનાથી શું અસર થઈ તે જણાવી શક્યા નહોતા.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …