Breaking News

જાણો શા માટે લોકો આવી જાય છે ડિપ્રેશનમા જાણો શુ હોય છે ડિપ્રશનના મુળ લક્ષણો……

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ મહત્વના મુદ્દા વિશે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો ઘણીવાર નાની ઉમરમા આપઘાત જેવા ખરાબ કામો કરી લેતા હોય છે અને તેમના આપઘાત પાછળ મૂખ્ય કારણ ડિપ્રેશન બતાવામા આવે છે પરંતુ શુ ખરેખર આ લોકો એકલતા થી એટલા બધા પીળાઈ છે કે લોકો આપઘાત જેવી ગંભીર પગલા ભરવા મજબુર બની જતા હોય છે તો આવો જાણીએ કે શુ હોય છે ડિપ્રેશન ઍત્લે કે એકલતા.

મિત્રો તમને જણાવી દઇએ કે સંબંધો આપણે જાતે નક્કી નથી કરી શકતા! એક જ એવો સંબંધ છે જે આપણે ખુદ નક્કી કરી શકિએ છીએ. તે સંબંધ એટલે મિત્રતાનો સંબધ! આ જીવનમાં આપણી સાથે ઘણાં લોકો હોય છે, છતાં પણ એકલતા અનુભવીએ છીએ તેનું કારણ શું હોય શકે તે ક્યારેય વિચાર્યું ? કદાચ તેનો જવાબ નહીં જ મળે છે અને દરેક માણસ તેના સ્વભાવથી ઓળખાય છે.દરેક માણસનો સ્વભાવ અલગ અલગ હોય છે.

અને માણસ તેના સ્વભાવથી જ ઓળખાય છે બે પ્રકારના વ્યક્તિઓ હોય છે, જેમાં એક ન બોલવા વાળા અને બીજા બહુ બોલવાવાળા. ક્યારેયક કોઈ વ્યક્તિ જેવો હોય છે, તેવો દેખાતો પણ નથી. તેનું કારણ શું હોય શકે, તેનો જવાબ સ્વભાવ છે. એવો હુન્નર માત્ર થોડા લોકો પાસે જ હોય છે , આ કલા જે વ્યક્તિને આવડતી હોય તે જીવનમાં ક્યારેય દૂ:ખી નથી થતો બીજાને દૂ:ખી જરૂર કરી શકે છે. કેટલું અજીબ કહેવાય નહીં કે જે વ્યક્તિને આપણે જેવો માન્યો હોય તેનાથી અલગ તરી આવે.

સુખ અને દૂ:ખ એ આપણાં હાથમાં તો નથી પરંતુ આપણાં કર્મને આધીન હોય છે. આજે આપણે એક એવું જ દુખ એટલે કે એકલતા વિશે જાણીશું! દરેક વ્યક્તિ એકલતાથી પીડાય છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે શા માટે લોકો એકલાતાથી પીડાય છે જેમાં અમેરિકામાં એક સંસોધન કરવામાં આવ્યું હતું! આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમેરિકાની વસ્તી અંદાજે 33 કરોડ છે, તેમ છતાં ત્યાં 61 ટકા એટલે કે દર 10માંથી 6 લોકો એકલતાથી પીડાઇ રહ્યા છે. નિરાશાજનક વાત એ છે કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં તો આવા લોકાની સંખ્યા 13 ટકા વધી ગઇ છે. બીજી ચોંકાવનારી વાત એ છે કે, જે યુવાનો સૌથી વધુ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે તેઓ પણ એકલતાથી પીડાય છે.જેમની ઉંમર 30 કરતા પણ ઓછી છે અને એવા યુવાનો પણ છે જેમણે નોકરી કરતા માત્ર 6 મહિના જ થયા છે. આ ખુલાસો અમેરિકી ઇન્શ્યોરન્સ એજન્સી સિગ્નાના શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સિગ્નાએ 2018થી આ રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

આ બીજો રિપોર્ટ છે રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકામાં એકલતા મહામારી બની રહી છે.18-22 વર્ષના યુવાઓ વધુ એકલતાનો શિકાર સામાન્ય રીતે માનવામાં આવે છે કે વૃદ્ધોને એકલતા વધુ સતાવે છે, પરંતુ સર્વેનું પરિણામ તેનાથી વિપરીત અને ચિંતાજનક છે. સર્વેમાં જણાવ્યા મુજબ 18થી 22 વર્ષના 50 ટકા યુવાનોના જણાવ્યા પ્રમાણે, તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમાં પણ એમની સંખ્યા વધુ છે, જે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે.

જ્યારે 58 ટકા મહિલાઓ અને 64 ટકા પુરુષોના જણાવ્યા પ્રમાણે, તમામ સુવિધાઓ છતાં તેઓ એકલતા અનુભવી રહ્યા છે જો તમારામાં લક્ષણ હોય તો તમે એકલતાનો શિકાર બની શકો છો લોકો સુધી તમારી વાત પહોંચાડી નથી શકતા લોકો સાથે નજીકથી જોડાવામાં મુશ્કેલી ઘણા ઓળખીતા છતાં નજીકનો મિત્ર નથી એવું લાગે છે કે લોકો તમને સમજતા નથી લોકોની હાજરી હોવા છતાં એકલા રહેવાનું પસંદ કરો છો પોતાના અંગે નકારાત્મક ભાવના આવે છે સામાજિક ગતિવિધિઓ સાથે જોડાવાના પ્રયત્ન વખતે થાક અને કંટાળો આવતો હોય.

મિત્રો જીવનમાં એવા દિવસો આવે છે જેમાં વ્યક્તિ પોતાને એકલો અનુભવે છે એકલતા અને એકાંતમાં ફરક છે. એકલતા બીજા લોકો તરફથી મળતી હોય છે, જ્યારે એકાંત માણસ પોતાની જાતે-સ્વેચ્છાએ સ્વીકારી શકે છે. દેખી ઝમાને કી યારી બિછડે સભી બારી બારી શાયર જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર એક કાવ્યસંગ્રહ એકલતાની ભીડમા નો શેર છે આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે. હું ખડક થઇને ઊભો છું ક્યારનો, જળ બનીને તેઓ મને અફળાય છે.

એકલા પડી જવાનો ભય મોટા ભાગના લોકોને ડરાવે છે અને વૃદ્ધો સંતાનોના ત્રાસને સહન કરે છે કારણ કે એ એકલા જીવી શકે એમ નથી. પતિ પર આધારિત આર્થિક કે ઇમોશનલપત્ની એનાં લફરાં અને દાદાગીરી ચલાવી લે છે કારણ કે એ એકલી જીવી શકે તેમ નથી. પડોશીને સહન કરીએ છીએ કારણ કે જંગલમાં જીવી શકીએ તેમ નથી. મિત્રોને સાચવી લઇએ છીએ કારણ કે જિંદગી મિત્રો વિના જીવી શકાય તેમ નથી. સગાંઓને જીરવીએ છીએ કારણ કે સામાજિક સંબંધો આપણે માટે અનિવાર્ય છે.

એકલવાયાપણું, લોન્લીનેસ કે એકલતા મોટા ભાગના માણસો જીરવી શકતા નથી. આજના સમયમાં ઘોંઘાટ જીવવાની જરૂરિયાત બનતો જાય છે. ઘરમાં ટેલિવિઝન, ગાડીમાં રેડિયો, સેલફોન માણસના જીવનની એવી જરૂરિયાત છે કે એને ખાવાનું ન મળે તો ચાલે પણ આસપાસ ના અવાજ વિના એ ઘાંઘો થઇ જાય છે. મૌન માણસમાત્ર માટે અઘરું બનતું જાય છે. શાંત, ચૂપ કે એકલા ન રહી શકવાની ગૂંગળામણને માણસ બોર થવાના નામથી ઓળખે છે. સતત પ્રવૃત્તિ એ જ એમાંથી છટકવાનો ઉપાય છે.

નવથી નવ કામ કરવાથી ગાડીમાં સંગીત સાંભળવાથી, ઘેર આવીને ટેલિવિઝન જોવાથી, પાર્ટી કે ઝઘડા કરવાથી એકલવાયાપણું દૂર થઇ શકતું નથી. એકવાયાપણામાં દસ વર્ષના છોકરાથી લઇને સો વર્ષના વૃદ્ધ સુધી કોઇ પણ એકલું પડી શકે. કોઇને પણ એકલતાની ભૂતાવળ ડરાવી શકે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતા દૂર ભાગે છે એવું માનવું માણસની સૌથી મોટી ભૂલ હોઇ શકે છે માણસમાત્રને એકલતા ડરાવે છે કારણ કે એકલતાની સાથે અસ્વીકાર જોડાયેલો છે.

જગતનો દરેક માણસ સ્વીકાર ઝંખે છે મને કોઇ નથી જોઇતું, હું કોઇનો મોજતાજ નથી’ કહેનાર માણસ પણ ભીતરથી સ્વીકાર અને આવકાર ઝંખે છે. પોતાને કોઇની પડી નથી કહેનારા ખરેખર ડિફેન્સ મિકેનિઝમથી કામ કરે છે. જાતને રક્ષણ આપવાની આ વૃત્તિ ભયમાંથી જન્મે છે. કોઇ પોતાની સાથે સંબંધ તોડી નાખે એ પહેલાં પોતે જ સંબંધ તોડીને નીકળી જવું. કોઇ પોતાને નકારે તે પહેલાં પોતે જ સામેની વ્યક્તિને નકારી દેવી. કોઇ પોતાને ચાહતું નથી એવી નિરાશા જન્મે તે પહેલાં પોતાને પ્રેમમાં, ચાહનામાં, સંબંધોમાં વિશ્વાસ નથી કહીને છટકી જવાની વૃત્તિ ખરેખર તો માણસના મનની આસપાસ રચાતું એક ઇન્સ્યુલેશન છે.

જે એને એકલો પડતો અટકાવે છે-એવું માણસ માને છે. એકલા પડી જવાની આ પરિસ્થિતિ બીજા લોકોને કારણે ઊભી થઇ હોય ત્યારે એ સ્વીકારવી અઘરી બને છે. કોઇ આપણને તરછોડી કે છોડી જાય એ વાત સ્વીકારવાની આપણામાં તૈયારી હોતી નથી. આપણને લાગે છે કે આ દુનિયામાં એવો કોઇ માણસ છે જ નહીં, જે આપણને નકારી શકે. જે ક્ષણે આવો કોઇ માણસ મળી જાય અથવા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એકલતા અસ્વીકાર્ય પરિસ્થિતિ બને છે.

અહમને અકબંધ રાખવા માટે આપણે નકારવા ની પ્રક્રિયા શરૂ કરીએ છીએ જે ધીમે ધીમે વધુ એકલતા તરફ ધકેલે છે. સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય છે કે સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો. એક વાર એકલતાના અનુભવમાં પ્રવેશીએ પછી એક નવો એકસ્ટ્રિમ અંતિમ વિચાર પ્રવેશે છે. જે રીતે જીવતા હતા તે, શહેર અને કામધંધા સહિત ક્યારેક મિત્રો કે પ્રિયજનને પણ પોતાની જિંદગીમાંથી બહાર ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય છે.

મિત્રો આનું કારણ આપણી અંદરનો અહંકાર છે, જે કહે છે કે કોઇ આપણને શું નકારી શકે આપણે જ બધાને નકારી દઇએ આ પરિસ્થિતિ જોખમી છે કારણ કે આ બધું બદલવાથી અંદરનો ખાલીપો બદલાશે નહીં એ નકકી છે. મોટા લેખકો, અભિનેતા, સરકારી પદ પર રહેલી વ્યક્તિઓ કે મિનસ્ટિર્સ જ્યારે સફળતાના શિખરે કે સત્તાના સર્વોચ્ચ પદે હોય છે ત્યારે એમની આસપાસ લોકોની ભીડ હોય છે. પદ કે સફળતા ઓસરી જાય ત્યારે પ્રશંસકો કે ચમચાઓ આસપાસથી ખસી જાય.

એ વખતે ખાલીપાનો અનુભવ એમને તોડી નાખે છે. આનું કારણ કદાચ એ છે કે એમણે એ ટેમ્પરરી અનુભવ-કામચલાઉ પરિસ્થિતિને કાયમી માની લીધી. માણસમાત્રનું અસ્તિત્વ કાયમી નથી. સંબંધો, સફળતા, સત્તા કાયમી નથી. જે આ સ્વીકારી શકે છે એ પરિસ્થિતિ સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી નાખે છે વપિશ્યના’ની અધ્યાત્મિક અપલફિટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે.

એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને એકલતા માંથી એકાંત તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટસ્ટુડનો અનુભવ થાય છે. આ સોલિટસ્ટુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …