Breaking News

જાણો શા માટે લોકોને કોઇપણ વાતાવરણમા ઓઢયા વગર ઉંઘ નથી આવતી,આ છે તેની પાછળનુ રસપ્રદ કારણ….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અમુક એવા લોકો વિશે જેઓને કોઇપણ ઋતુમા રાતે કે બપોરે કોઈપણ વસ્તુને ઓઢયા વગર ઉંઘ જ નથી આવતી તો આવુ શા માટે હોય છે તો આવો જાણીએ તેની પાછળનુ આ રસપ્રદ કારણ.સારી ઉંઘ માટે અમુક લોકો સૂતા પહેલા ન્હાવાનુ પસંદ કરે છે તો અમુક લોકો વિશેષ સ્થિતિમાં સૂવે તો જ તેમને સારી ઉંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે એ છે કે રાતે સૂતી વખતે તેમને ચાદર કે ધાબળાની જરૂર પડે છે.

મિત્રો, આપણા સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ લેવી ખુબ ફાયદાકારક છે. અને જો તમે ભરપૂર ઊંઘ લેતા હોય, તો એ તમને ઘણા બધા રોગોથી દૂર રાખે છે. પણ જો તમને ભરપુર ઊંઘ નથી આવતી તો તમને ઘણા રોગો થવાના શરુ થઇ જાય છે. અને ઊંઘ ના આવવાના કારણે શરીર સ્ફૂર્તિલું અને ઉર્જાવાન નથી રહેતું પૂરતી ઊંઘ ના મળવાથી દિવસભર માથામાં દુ:ખાવો, થાક લાગવા જેવી સમસ્યા પણ થાય છે. જણાવી દઈએ કે ઊંઘ ના આવવાનું મુખ્ય કારણ છે, વ્યસ્ત દિનચર્યા અને અસંતુલિત ખાન-પાન. મિત્રો, જો તમારા માંથી કોઈને સારી ઊંઘ ના આવતી હોય, તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે અપનાવી ને ભરપૂર ઊંઘ લઇ શકો છો.

જો તમારે સારી ઊંઘ જોઈએ છે, તો રાત્રે ઊંઘતા પહેલા પોતાના મગજ માંથી બધા પ્રકારના માનસિક તણાવોને નીકાળી નાખો. તમારે પોતાની વ્યસ્ત દિનચર્યામાં ઊંઘવાનો ચોક્કસ સમય નક્કી કરી લેવાનો છે. અને દરરોજ ૬ કલાક કે તેથી વધુ ઊંઘ લેવાનો પ્રયત્ન કરો. અને ખાસ ઊંઘની સાયકલ હોય છે દોઢ કલાકની. એટલે ઊંઘો ત્યારે દોઢ કે ત્રણ કે છ કે સાડા સાત એમ દોઢ દોઢ કલાક વધારીને એ મુજબ એલાર્મ સેટ કરીને ઉઠો તો ક્યારેય સવારે ઉઠો ત્યારે થાક જેવું નહિ લાગે.

 

જાણકારી માટે જણાવી દઈએ કે, સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ આ ત્રણેયને બરાબર માત્રામાં લઇ લો. આને પીસીને એનું ચૂર્ણ બનાવી લો. રાત્રે સુતા સમયે 3-5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ પાણીની સાથે લેવાથી સારી ઊંઘ આવે છે અન્ય એક ઉપાય કરવાં માટે અશ્વગંદા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, જેઠીમધ, આંબળા, જટામાંસી, ખુરાસાની, અજમો આ બધાને 50-50 ગ્રામ લઈને ફાઇન પાવડર બનાવી લો. અને રાત્રે ઊંઘના પહેલા લગભગ 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ દૂધની સાથે લેવું. તમને એક અઠવાડિયાની અંદર આનો પ્રભાવ દેખાશે અને તમને સારી ઊંઘ આવશે.

મિત્રો હવામાન ગમે તેવુ હોય મોટાભાગ ના લોકો સારી ઉંઘ માટે ચાદર કે ધાબળો ઓઢ્યા વિનના સૂવાની કલ્પના નથી કરી શકતા તો આવો જાણી એ કે અમુક લોકોને ભલે કોઈ પણ હવામાન હોય પરંતુ ઓઢ્યા વિના ઉંઘ કેમ નથી આવતી આ મનોવૈજ્ઞાન પાછળનુ કારણ પણ છે જ્યારે વ્યક્તિ સૂવે છે ત્યારે તેના શરીરનુ તાપમાન ઘટવા લાગે છે અને તે સવારે 4 વાગે સૌથી નીચા પોઈન્ટ પર પહોંચી જાયછે આ પ્રક્રિયા સૂવાના એક કલાક પહેલા શરૂ થઈ જાય છે.

અને જ્યારે એક વાર વ્યક્તિ રેપિડ આઈ મૂવમેન્ટ (આરઈએમ) સ્લીપ સાઈકલ પર પહોંચી જાય ત્યારે શરીર તાપમાન વિનિયમિત કરવાની ક્ષમતા ગુમાવી દે છે અને રેપિડ આઈ મૂવમેન્ટનો અર્થ વ્યક્તિની બંધ આંખની અંદર કીકીઓનુ તીવ્ર ગતિથી આમ-તેમ ફરવુ છે કે ચાદર કે ધાબળો વ્યક્તિને આખી રાત ગરમ રહેવામાં મદદ કરે છે અને ઠંડીથી બચાવે છે બેડ પર જતી વખતે પોતાને એક ધાબળામાં ઢાંકી દેવુ સર્કેડિયન લયનો મહત્વપૂર્ણ ભાગ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સર્કેડિયન લય 24 કલાકનુ એક ચક્ર છે કે જે જૈવ રાસાયણિક, શારીરિક અને વ્યવહારિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરીને ઉંઘના ચક્રને પ્રભાવિત કરે છે એટલે કે એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શરીર ક્યારે સૂવા જવા માટે તૈયાર છે અને ક્યારે જાગવા માટે તૈયાર છે. આ આદતને જન્મથી જ વિકસિત કરવામાં આવે છે અને મોટા થવા પર પણ તે આમ જ બની રહે છે વર્ષ 2015માં જર્નલ ઑફ સ્લીપ મેડિસીન એન્ડ ડિસઑર્ડરમાં પ્રકાશિત એક અભ્યાસથી માલુમ પડ્યુ છે.

કે એક ભારે ધાબળા નીચે સૂવાથી રાતે સારી ઉંઘ લેવામાં મદદ મળે છે 2020માં અમેરિકન જર્નલ ઑફ ઑક્યુપેશનલ થેરેપીમાં પ્રકાશિત થયેલ અભ્યાસમાં ખુલાસો થયો કે ભારે ચાદર પણ ચિંતા અને અનિદ્રાથી પીડિત લોકોની મદદ કરી શકે છે અનિદ્રાથી પીડિત વ્યક્તિ માટે ઉંઘ આવવી કે સૂતા રહેવુ મુશ્કેલ હોય છે. અનિદ્રા સામાન્ય રતે દિવસના સમયે ઉંઘ, સુસ્તી અને માનસિક તેમજ શારીરિક રીતે બિમાર થવાની સામાન્ય અનુભૂતિને વધારે છે.

મિત્રો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ધાબળાની ગરમી અને આરામ રાતે સુરક્ષા અનુભવાય છે. અંધારાનો ડર એક સામાન્ય ડર છે અને તે ડરથી ખુદને બચાવવા માટે ધાબળાનો ઉપયોગ કરે છે. એ સુનિશ્ચિત કરવુ જરૂરી છે કે જે ધાબળાનો ઉપયોગ કરી રહ્યા છે તેનુ મટીરિયલ એવુ હોય જેની અંદર શ્વાસ લેવુ સુવિધાજનક હોય અને પરસેવો અને ભેજની મુશ્કેલી ન થાય. રાતે આરામદાયક અનુભવવા માટે તે પૂરતુ નરમ હોવુ જોઈએ.

મિત્રો તમને જણાવી દઇએ કે આપણને દરરોજ 7-9 કલાકની ઊંઘ મળે એ જરૂરી છે. ઊંઘ દરમિયાન આપણું શરીર વિશ્રામ અને સુધારણાની સ્થિતિમાં જતું રહે છે રાતની સારી ઊંઘ થયા બાદ આપણે નવી તાજગી સાથે જાગીએ છીએ અને સજાગપણા તથા ઊર્જાની લાગણીનો અનુભવ કરીએ છીએ. આનાથી આપણને ઘણા ફાયદા થાય છે, જેમ કે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આપણા હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, આપણી યાદશક્તિ સુધરે છે, વિચારસરણી સ્પષ્ટ થાય છે, રચનાત્મક્તા વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

મિત્રો એનાથી વિપરીત જ્યારે આપણને સારી ઊંઘ નથી મળતી ત્યારે આપણે થાકેલા હોવાનો અનુભવ કરીએ, સ્વભાવમાં ચિડિયાપણું આવે અને નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે સારી ઉંઘ આપણી અસમર્થતામાં મોટો ભાગ ભજવે છે માનસિક તાણ અને ટેન્શન. ડીપ્રેશન, ચિંતા, શરદી કે માથાનો દુખાવો જેવી સ્થિતિઓ પણ આપણને ઊંઘ મેળવતાં રોકી શકે છે. લાંબી સફરનો થાક, નાઈટ-શિફ્ટમાં કરવું પડતું કામ પણ અનિદ્રાની સમસ્યામાં ભાગ ભજવે છે.

મિત્રો સાઈકિયાટ્રિસ્ટ ના જણાવ્યા મુજબ, તમામ કારણોમાં માનસિક તાણ સૌથી મોટો ભાગ ભજવે છે અને સારી ઊંઘ મેળવવા માટે માનસિક તાણને કાબૂમાં રાખવી અને ઘટાડવી મહત્ત્વનું છે. ઊંઘના લાંબા સમયના અભાવથી અનિદ્રા કે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ અને નિદ્રારોગ જેવી વધારે ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે, જેમ કે ગમે તે સમયે અને ગમે તે સ્થળે ફરજિયાત ઊંઘની જરૂરિયાત ઊભી કરે છે. આવી તકલીફો માટે કોઈ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …