Breaking News

જલ્દી વજન ઘટાડવા માંગો છો તો રાત્રે,આટલું કામ કરો સડસડાટ ઉતરી જશે વજન……

હાલ મોટેભાગે બધા માણસો ને સ્થૂળતા ને લીધે શરીર મા વજન નો વધારો જોવા મળે જ છે અને આ વધતા વજન ને નિયંત્રિત કરવા માટે માણસો જાત-જાત ના નિત નવા પ્રયોગ કરતા હોય છે. હાલ આમ જો જોવા જઈએ તો મોટેભાગે માણસો કસરત, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ જેવા ઘણા પ્રયોગો કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે તમારી જીવનશૈલી કદાચ ખોટી છે.

જો આપણા શરીર મા વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવા મા પૌષ્ટિક તત્વો ની ખામી ને લીધે શરીર નબળું પડતું જાય છે તેના લીધે શરીર ની રોગપ્રતિકારક મા પણ ઘટાડો આવે છે જેથી બીમારી ની શક્યતાઓ મા વધારો જોવા મળે છે. આ માટે જ શરીર ના વજન ઓછુ કરવા માટે એવા પ્રયોગ કરવા કે જેથી શરીર નુ વજન પણ ઓછુ થાય અને શરીર ને નુકશાન પણ ના પોહચે.

જો તમારૂ પણ પેટ અને વજન વધી ગયું હોય તો આજનો આ લેખ તમારા માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. કારણ કે, આજે અમે જણાવશું કે કંઈ રીતે કે તમે કસરત અને ડાયટીંગ વગર સરળતાથી તમારું પેટ ઘટાડી શકો છો અને એ પણ માત્ર સાત જ દિવસમાં. પરંતુ તે જાણવા માટે આ લેખને અવશ્ય અંત સુધી વાંચો. જેથી આવશ્યક માહિતી છૂટી ન જાય.પેટ ઘટાડવાના ઉપાયને સમજતા પહેલા એ જાણી લઈએ કે આપણું પેટ વધે છે શા માટે. મિત્રો આપણું પેટ વધવાનું મુખ્ય કારણ છે ચરબી. પરંતુ બ્લોટિંગ અને વોટર રિટેન્શન વેઈટ પણ પેટ વધવાનું એક મોટું કારણ હોય શકે છે. હવે વાત કરીએ પેટને ઘટાડવાના ઉપાયની તો સૌથી પહેલા પેટમાંથી બ્લોટિંગને દુર કરવું પડશે.

આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે આપણે સૂતા પહેલા હળવો આહાર લેવો જોઈએ. સૂતાં પહેલાં થોડું હળવું ખાવાથી તમારા શરીરમાં વધારાની કેલરીનું પ્રમાણ વધી જાય છે, જેનાથી વજન વધવાની સાથે હૃદયરોગ અને ડાયાબિટીઝનું જોખમ પણ વધી જાય છે.પહેલા તો આપણને એ પ્રશ્ન થાય કે બ્લોટિંગ એટલે શું. ઘણી વખત શરીરમાં ગેસ જમા થઇ જતો હોય છે અને તે આપણા શરીરને ફુલાવી દે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘણી વાર આપણું પેટ ચરબીના કારણે નહિ પરંતુ પાણી અને ગેસના કારણે પણ ફુલાઈ જતું હોય છે. જો તમે આ સમસ્યાને ઠીક કરી લીધી તો તમારું પેટ પણ ઘટી જશે.

તો ચાલો આપણે બ્લોટિંગ દુર કરવાની ખુબ જ સરળ રીતો પણ જાણી લઈએ. મિત્રો તમે એક્યુપ્રેસરની મદદથી આ બ્લોટિંગ દુર કરી શકો છો અને આ કામ તમે જાતે જ ખુબ જ સરળતાથી કરી શકો છો. આપણા પેટમાં બે એક્યુપ્રેસર પોઈન્ટ હોય છે. એક નાભિથી ચાર આંગળ ઉપર અને બીજો નાભિથી ચાર આંગળી નીચે. હવે આ બંને જગ્યાએ મસાજ કરવાની છે. ત્વચાને ઘસવાની નથી માત્ર હળવા હાથે ગોળ ગોળ મસાજ કરવાની છે. પહેલા સીધી અને પછી વિરુદ્ધ દિશામાં મસાજ કરવાની છે. આ મસાજથી પેટમાં રહેલી ગેસ રીલીઝ થઇ જશે અને પેટમાં હળવાશ અનુભવાશે અને સાથે સાથે ધીમે ધીમે પેટ પણ ઘટવા લાગશે.

સામાન્ય રીતે તો, સૂવાનો સમય પહેલાં ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન લેવાનું અને સૂવાનો સમય પહેલાં કંઈપણ ન ખાવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક સંશોધનકારોનો મત જુદો છે. તેઓ કહે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય, તો સૂતા પહેલા કેટલીક વસ્તુઓ ખાવાથી શરીર પર સકારાત્મક અસર થઈ શકે છે.

આ સંશોધનકારોના જણાવ્યા મુજબ સૂતાં પહેલાં સ્મુધી પીવાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી પરંતુ વજન પણ ઓછું થાય છે. ચાલો જાણીએ કે એ કઈ 6 બેડ ટાઈમ ડ્રિંકસ છે જે આપણે સુવાના સમયે પી શકીએ છીએ.યોગર્ટ પ્રોટીન શેક.પ્રોટીન શેક તમારા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. જો તમે સાંજે જિમ પર જતા હોવ , તો પછી રાત્રે સુતા પહેલા ચોક્કસપણે યોગર્ટ પ્રોટીન શેક લો. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. સ્નાયુઓ જેટલા મજબૂત હોય છે, તેટલી જ સરળતથી કેલરી ઓછી થાય છે.

કેમોમાઈલ ચા,કેમોમાઈલ ચા એ સૌથી આરોગ્યપ્રદ પીણાંમાંનું એક છે. કેમોમાઈલ મેટાબોલિઝ્મને પણ (ચયાપચય) વધારે છે. કેમોમાઈલ ગ્લુકોઝને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડે છે. કેમોમાઈલ કાર્બોહાઈડ્રેટ અને ખાંડને સરળતાથી પચાવે છે.રેડ વાઇન,જો કે વાઇન પીવું આમ તો સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, પરંતુ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પીવાથી કેટલાક ફાયદા પણ થાય છે. રેડ વાઇનમાં જોવા મળતા એન્ટીઓકિસડન્ટ વધારાની ચરબીને ઊર્જા ચરબીમાં (એનર્જી ફેટ) ફેરવે છે. ઊર્જા ચરબી શરીરમાં સ્થૂળતાને વધવાથી અટકાવે છે.

આદુની ચા,પેટને ઘટાડવાનો બીજો ઉપાય છે એ ખુબ જ સરસ છે. તે ઉપાય છે આદુની ચા. આદુની ચા બનાવવા માટે થોડું આદુ લઇ તેને કાપીને પાણીમાં ઉકાળી લેવું. ત્યાર બાદ તેમાં થોડો લીંબુનો રસ અને અડધી ચમચી મધ ઉમેરો અને બધું મિક્સ કરી લો એટલે આદુની ચા તૈયાર થઇ જશે. આ ચાનું નિયમિત સેવન કરીને તમે તમારા પેટની બ્લોટિંગ દુર કરી શકો છો અને આ ચા તમારા પેટને કાયમ માટે સ્વસ્થ રાખશે.

કેફિર,કેફિર એ એક આરોગ્યપ્રદ પ્રોબાયોટિક પ્રવાહી આહાર છે. તે દૂધમાંથી બનાવવામાં આવે છે અને કેલ્શિયમનો એક સારો સ્રોત છે. સ્વાદ કેફિર દહીં જેવો જ હોય છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, કેફિરમાં મળેલ પ્રોબાયોટિક્સ માઇક્રોબાયોટામાં સુધારો કરે છે. તેનાથી શરીરમાં ફેટી એસિડ્સ વધતા નથી અને વજન પણ ઓછું થાય છે.

ગ્રીન ટી ,જો તમે ચા પીવા ના શોખીન છો તેમજ તમે ઝડપ થી વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમારી આ ચા પીવા ની ટેવ તમને વજન ઓછો કરવા મા મદદરૂપ થશે. પરંતુ આ ચા દૂધવાળી ના હોવી જોઈએ એટલે કે આ દૂધ ની ચા પીવા ને બદલે તમારે નિયમિત એન્ટીઓક્સિડેન્ટ થી ભરપુર ગ્રીન ટી, લેમન ટી અથવા તો બ્લેક ટી પીવી જોઈએ. વાસ્તવ મા દૂધવાળી ચા પીવા થી તમારા શરીર મા સ્થૂળતા વધે છે માટે આ રીત ની ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ

સોયા આધારિત પ્રોટીન શેક,સોયા આધારિત પ્રોટીન શેક તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારે છે અને સાથે સાથે વજન પણ ઘટાડે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે સોયા પ્રોટીન શેક વજન ઘટાડવાના કાર્યક્રમમાં પ્રોટીનના અન્ય સ્રોત જેટલું જ ફાયદાકારક છે. સોયામાં પુષ્કળ પ્રમાણમાં એમિનો એસિડ જોવા મળે છે, જે સારી રીતે સૂવામાં મદદ કરે છે.

પાણી,અત્યાર સુધીમાં ઉલ્લેખિત તમામ પીણાંમાં થોડી ઘણી તો કેલરી હોય જ છે, જ્યારે પાણીમાં શૂન્ય કેલરી હોય છે. પુષ્કળ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. આ મેટાબોલિઝ્મ (ચયાપચયને) યોગ્ય રાખે છે અને ત્વચા પણ સારી થાય છે.તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.

મીઠાનો ઉપયોગ ઓછો કરવો,સોડીયમને ઘટાડવા માટે પહેલા તો ભોજનમાં મીઠાનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ. તેમજ પોટેશિયમથી ભરપુર હોય એવો આહાર લેવો જોઈએ. પોટેશિયમથી ભરપુર હોય એવા ખોરાકનું સેવન કરવાથી શરીરમાંથી એક્સ્ટ્રા સોડીયમ ઘટી જાય છે અને તમારા શરીરમાંથી એક્સ્ટ્રા પાણી પણ બહાર નીકળી જશે. પોટેશિયમ વાળા આહારની વાત કરીએ તો ટમેટા, કેળા, પાલક, બીટ અને નારિયેળ પાણી વગેરેનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત તમારે ભોજનમાં ખાંડનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે, ખાંડ ઇન્સ્યુલીયેન લેવલને વધારે છે અને તેના કારણે શરીરમાં વધારે પાણી રહે છે. માટે જો તમે ખાંડ નહિ ખાવ તો પાણી જમા નહી થાય અને પેટ તેમજ વજન ઘટવા લાગશે. મિત્રો ભોજનમાં ખાંડનો ઉપયોગ બંધ કરવો મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. માટે જો તમે પેટ અને શરીરને ઘટાડવા માંગો છો તો તમારે ખાંડનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ.

પેટને ઘટાડવા માટે તમારે કાર્બોહાઈડ્રેડની જગ્યાએ પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ અને દિવસ દરમિયાન ત્રણ વારની જગ્યાએ પાંચ વખત ભોજન કરવું જોઇએ. પાંચ વખત ખોરાક ખાવો પરંતુ થોડો થોડો કરીને ખોરાક ખાવો જોઈએ. આવી રીતે કરવાથી તમારી ભૂખ પણ સંતોષાઈ જશે અને તમારું પેટ પણ નહિ વધે.

આ ઉપાય ઉપરાંત નિયમિત તમારે પાણી વધારે પિતા રહેવું જોઈએ. શરીરમાં જમા થયેલ પાણીને બહાર કાઢવા માટે પાણીનું સેવન કરવું ખુબ જ આવશ્યક છે. હકીકતમાં દિવસ દરમિયાન વધારે પાણી પીવાથી આપણા શરીરમાં વધારે પાણી જમા થતું નથી. આ ઉપાયની સાથે તમે દિવસ દરમિયાન 10 થી 15 મિનીટ થોડા દોરડા પણ કૂદો તો પરિણામ ખુબ જ ઝડપથી મળે છે

નિયમિત એક ટેવ પાડો કે સવાર ના સમયે ઉઠતા ની સાથે નયણાં કોઠે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. આ રીતે પાણી પીવા થી શરીર મા રહેલી વધારા ની ચરબી ઓગળે છે અને સાથોસાથ શરીર ના મેટાબોલિઝમ પણ સારી રીતે કાર્ય કરે છે.બપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું. ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.

વજન ને નિયંત્રિત કરવા અથવા તો ઓછુ કરવા તેમજ શરીર ને સુદૃઢ બનાવવા માટે રોજ હળવી કસરત શરીર માટે ઘણી લાભદાયી સાબિત થાય છે. કસરત થી શરીર ના સ્નાયુઓ પર ભાર પડે છે તેમજ શરીર મા સ્ફૂર્તિ જળવાઈ રહે છે.જો તમે ખાવાપીવા ના વધારે શોખીન હોય અને તમે તમારી આ લત્ત થી મુશ્કેલી ની અનુભવ કરતા હોય તો તમારે આખા અઠવાડિયા મા ઓછા મા ઓછું એકવાર તો ઉપવાસ જરૂર થી કરવો જોઇએ. આ ઉપવાસ દરમિયાન તમારી ઈચ્છા હોય તો તમે અઠવાડિયા મા એક દિવસ પ્રવાહી પદાર્થો નુ સેવન કરી ને પણ ઉપવાસ કરી શકો છો. આ પ્રદાર્થો મા પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે જેવી વસ્તુઓ નુ સેવન કરી શકાય છે. આ ઉપવાસ દરમિયાન સલાડ કે ફળાહાર નો ઉપયોગ કરી શકાય છે જે તમને વજન નિયંત્રિત કરવામા મદદરૂપ થશે.

કમર તેમજ પેટ ના ભાગ મા જામેલી ચરબી ને ઓછી કરવા અથવા તો શરીર નો વજન નિયંત્રિત કરવા માટે નિત્યપણે સવારે ઊઠી ને યોગ કરવા ની ટેવ પાડવી. આ યોગ મા ઘણા એવા આસન છે કે જેના પ્રયોગ થી પેટ તેમજ કમર મા જામેલી ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. આમ જોવા જઈએ તો યોગ માનવ શરીર ને નિરોગી રાખે છે આ માટે સૂર્ય નમસ્કાર ની તમામ ક્રિયાઓ સાથે સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે આસન નો સમાવેશ કરવો જોઇએ.

About bhai bhai

Check Also

માસિક સમયે તમારા પાર્ટનરનું રાખો આવું ધ્યાન..જાણી લો આ ખાસ વાત

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …