Breaking News

જાણો 7 બહેનો માંથી માત્ર જાનબાઈ જ કેમ બન્યા મા ખોડિયાર?,જાણો શુ થયું હતું એ સમયે,જાણો સંપૂર્ણ કથા….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શા માટે જાનબાઇ બન્યા મા ખોડિયાર તો આવો જાણીએ ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.

તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો અને જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે સાત કન્યાઓ અને એક ભાઈનું અવતરણ થયું. કન્યાઓના નામ હતા આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ. અને એકના એક ભાઈનું નામ હતું મેરખિયો. જેમાંના જાનબાઈ આગળ જતાં ખોડિયારમાતા કહેવાયા.

મિત્રો સાત બેહનેમાં એકના એક ભાઈ એવા મેરખિયાને ઝેરી સાપ કરડી ગયો હતો. આ વાત જાણી સાતે બહેનોના જીવ તાળવે બંધાઈ ગયા હતા અને માતાપિતા તો જાણે સ્તબ્ધ જ બની ગયા હતા. પણ મૂળે તો આ સાતે ભાઈ બેહનો નાગકુળા જ હતા માટે કોઈકે પાતાળલોકમાં જઈને નાગરાજા પાસેથી અમૃત કળશ લઈ આવવાનું સુચન આપ્યું. જો કે તે સુરજ ઉગે તે પહેલાં લાવવાનો હતો જો વધારે મોડું થાય તો મેરખિયો મોતને ભેટશે.

અમૃત કળશ લેવા સૌથી નાની બહેન એવા જાનબાઈ પાતાળલોકમાં નાગરાજા પાસે ગયા. તેઓ જ્યારે અમૃત કળશ લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને પથ્થરથી પગને ઠેસ વાગી હતી માટે તેઓ ખોડા પગે ચાલતા આવતા હતા. અને તેના પરથી તેમનું નામ ખોડિયાર કે ખોડલ પડ્યું. જાનબાઈએ અમૃત કળશમાંના અમૃતને ભાઈના મોઢામાં રેડ્યું અને એકના એક ભાઈને પુનર્જીવીત કર્યો.

ખોડિયારમાંના ગુજરાતમાં ઘણા બધા મંદીરો આવેલા છે. મૂળ મંદીર તો તેમના જ પ્રાગટ્ય સ્થાન એવા રોહિશાળામાં આવેલું છે. આ સિવાય અમરેલિના ગળધરામાં તેમજ રાજકોટ નજીક કાગવડમાં તો તાજેતરમાં જ વિશાળ ખોડલધામ બનાવવામાં આવ્યું છે.પણ ખોડિયારમાના ભક્તોમાં માટેલ ધામનું એક અનેરુ મહત્ત્વ છે. રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ ગામે આવેલું ખોડિયારમાતાનું મંદીર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. આ મંદીર એક વરખડીના વિશાળ વૃક્ષના સાનિધ્યમાં આવેલું છે. મંદિરમાંની ખોડિયારમાતાના હાથમાં એક ત્રીશુલ મુકવામાં આવ્યું છે જે દર ત્રણ વર્ષે એક ઇંચ વધે છે.

આ મંદીર નજીક એક માટેલ નામનો ધરો આવેલો છે અને માતાજીના દર્શને આવનાર દરેક ભક્ત આ ધરાના પવિત્ર પાણીને પોતાના માથે ચડાવી અંજલી લે છે. કેહવાય છે કે આ ધરાનું પાણી ક્યારેય બગડતું નથી તે હંમેશા સ્વચ્છ જ રહે છે અને આ ધરો ક્યારેય સુકાતો પણ નથી અહીં મંદીરમાં ચાર મુર્તિઓ આવેલી છે આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં ખડિયારમાતાની મુર્તિ પર સોના ચાંદિના છત્રો મુકવામાં આવ્યા છે અને તેમને ચુંદડી પણ ઓઢાડવામાં આવી છે.

મૂળ મંદીરની બાજુમાં નવું વિશાળ મંદીર બનાવવામાં આવ્યું છે તેમાં ખોડિયાર માતાની આરસની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. નજીકમાં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયારમાતાની બીજી બહેનો, જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા ઉભા છે માટેલિયા ધરા નજીક આવેલો નાનો ધરો જેને ભાણેજીયા ધરો કહેવાય છે તેમાં માતાજીનું સુવર્ણ મંદીર હોવાની પણ માન્યતા છે આજથી લગભગ સેંકડો વર્ષો પહેલાં આ સુવર્ણ મંદીરની જાણ થતાં તે વખતના બાદશાહે તે મંદીરના દર્શન કરવા માટે ધરાનું પાણી ખેંચાવ્યું હતું.

અને પાણી ખેંચાતા મંદીરનું સોનાનું શીખર દેખાયું હતું. પણ ખોડિયાર માતાએ ફરી તે ધરો પાણીથી ભરીને પોતાનું સત સાબિત કરીને પરચો બતાવ્યો હતો.માટેલમાં માઈ ભક્તો માટે અગણિત ધર્મશાળાઓ આવેલી છે અને અન્ય ઘણી બધી વ્યવસ્થા ઓ કરવામાં આવી છે.

અહીં ખરીદી માટે ઘણી બધી દુકાનો પણ આવેલી છે જે અહીંના લોકોની આજીવીકાનું મુખ્ય સાધન છે. અહીં ભક્તો માનતા માનીને પગપાળા પણ દર્શન કરવા માટે આવે છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે. અહીં મંદીરના ટ્રસ્ટ દ્વારા એક અન્નક્ષેત્ર પણ ચાલે છે જેમાં ભક્તોને વિનામુલ્યે ભોજન પુરુ પાડવામાં આવે છે.

ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધર વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે.તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.

આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકા નાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિ નાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ – કાગવડ, તા. જેતપુર જી. રાજકોટ ખાતે મંદિરનુ નિર્માણ કરેલ છે. જેની મુર્તી પ્રતિષ્ઠા ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ના થયેલ છે.

About bhai bhai

Check Also

માત્ર આ 2 રાશિઓને ખોડિયાર માં ની કૃપાથી થઈ રહ્યો છે લાભ, દરેક દુઃખોનું લાવશે નિવારણ…

મિત્રો ગ્રહોની ગતિ દરેક મનુષ્યના જીવનને અસર કરે છે અને જ્યોતિષ મુજબ બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિમાં …