Breaking News

જાણો ભગવાન રામે કેમ ભગવાન હનુમાનજીને આપ્યો હતો મુત્યુ દંડ,??,જાણો એના પાછળ નું કારણ…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે શા માટે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુ દંડ મિત્રો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને માનવામાં આવે છે. હનુમાનજીને ભગવાન રામ પ્રત્યેનો ગહન પ્રેમ છે અને તે રામના એકમાત્ર ભક્ત માનવામાં આવે છે. આ જ કારણ છે કે હનુમાનજી શ્રી રામની કોઈપણ વાતને નકારતા નહોતા અને તે કાર્યને કોઈ વિલંબ કર્યા વિના પૂર્ણ કરતા હતા.

હનુમાનજી હંમેશાં પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન કરતા હતા પરંતુ એકવાર ભગવાન રામએ હનુમાનને મૃત્યુ દંડ આપ્યો હતો.સંકટ મોચન મહાબલી હનુમાનજીને ભગવાન શિવનો જ અંશ માનવામા આવે છે મિત્રો આપણે બધાને ખબર છે કે હનુમાનજીને સંકટ મોચન તરિકે પણ ઓળખવા માં આવે છે કારણકે હનુમાનજીની કૃપાથી તેમના ભક્તોના દરેક સંકટ સમાપ્ત થઈ જાય છે.

તેમજ મિત્રો તેમની પુજા દરમિયાન ઘણી વસ્તુઓ તેમને અર્પણ કરવામા આવે છે મિત્રો આજે તમને ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હનુમાનજી થી જોડાયેલા અમુક એવા રહસ્ય વિશે જાનકારી આપવા જઇ રહ્યા છે મિત્રો આજે આપણે ખાસ એવી વાત કરીશું જેનાં વિશે ભાગ્યજ તમે જાણતાં હશો.ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને માનવામાં આવે છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ પણ વાત હનુમાનજી ન હતા ટાળતા. દિવસ રાત હનુમાન પોતાના ભગવાનની સેવામાં રહેતા હતા.

હનુમાનજીને ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત માનવામાં આવે છે. હનુમાનજી શ્રીરામને અત્યંત પ્રેમ કરે છે. હનુમાનજી શ્રીરામની કોઈ પણ વાત ટાળતા ન હતા. હનુમાનજી દિવસ રાત પોતાના ભગવાનની સેવામાં લાગ્યા રહેતા હતા. એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. તે દરબારમાં બધા વરિષ્ઠ ગુરુ અને દેવતાગણ હાજર હતા એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. આ દરબારમાં બધા વરિષ્ઠ ગુરૂ અને દેવતાઓ હાજર હતા.

અહીં એક ખાસ વાત પર ચર્ચા ચાલી રહી હતી. આ વાત હતી રામ વધારે શક્તિશાળી છે કે રામનું નામ.બધા પોત પોતાના મત આપી રહ્યા હતા. જ્યાં બધા લોકો રામને વધારી શક્તિ શાળી માની રહ્યા હતા.ત્યાં જ નારદ મુનિનો મત એકદમ અલગ હતો. નારદ મુનિએ કહ્યું કે રામ નામ વધારે શક્તિશાળી છે. તે વખતે હનુમાનજી એકદમ ચુપ બેઠા હતા અને નારાદ મુનિનો મત કોઈ ન હતું સાંભળી રહ્યું.જ્યાં આ સભા ખતમ થઈ ત્યાર નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે તે દરેક ઋષિ મુનિઓને નમસ્કાર કરે.

પરંતુ ઋષિ વિશ્વામિત્રને ના કરે ત્યારે હનુમાનજી ને સમજ ન આવ્યું ત્યારે તેમણે નારાદ મુનિને પુછ્યુ કે તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે ત્યારે નારદ મુનિએ કહ્યું કે તેમને ઋષિઓમાં ન ગણવામાં આવે કારણ કે તે પહેલા રાજા હતા અને નારાદજીની વાત હનુમાનજીએ માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યું પરંતુ વિશ્વામિત્રને નમસ્કાર ન કર્યું આ જોઈ વિશ્વામિત્ર ખૂબ ક્રોધિત થઈ ગયા અને તેના પર વિશ્વામિત્રએ રામને હનુમાનની ભુલ પર સજા આપવા કહ્યું.

તેમણે કહ્યું કે હનુમાનને મોતની સજા આપવામાં આવે અને વિશ્વામિત્ર શ્રી રામના ગુરૂ હતા અને તે તેમની વાત ટાળી ન હતા શકતા. એવામાં શ્રી રામે હનુમાનને મારવાનો નિર્ણય કર્યો.હનુમાને નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પુછ્યું. તેના પર નારદ મુનિએ કહ્યું કે તે રામ નામ જપવાનું શરૂ કરી દે અને હનુમાને રામ નામ જપવાનું શરૂ કરી દીધુ શ્રીરામે હનુમાન પર પોતાનું ઘનુષ બાણ તાણ્યુ પરંતુ તે તીરે હનુમાનજીને નુકશાન ન પહોંચાડ્યુ અને પછી હનુમાનજી પર બ્રહ્માન્ડ માંથી સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો.

અને વાત બગતી જોઈને નારદ મુનિએ ઋષિ વિશ્વામિત્ર પાસે હનુમાનજીને ક્ષમા કરવાની માંગ કરી અને ત્યારે છેવટે વિશ્વામિત્રએ હનુમાનજીને ક્ષમા કર્યા અને બોવ ઓછાં લોકો આ વાર્તા વિશે જાણતાં હોય છે.હનુમાનજી નો વધુ એક પ્રસંગ પણ ખુબજ પ્રચલિત છે શ્રી રામચરિત માનસ અનુસાર, જ્યારે હનુમાનજી લંકામાં માતા સીતાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમણે કોઈના મોંમાંથી ભગવાન શ્રી રામનું નામ સાંભળ્યું. પછી હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી વિભીષણ પાસે ગયા.

અને તેમનો પરિચય પૂછ્યો. પોતાનો પરિચય આપ્યા પછી વિભીષણે હનુમાનજીને તેમનો પરિચય આપવા કહ્યું. ત્યારે હનુમાનજીએ તેમને આખી વાત કહી.ભક્ત હનુમાનને જોઈ વિભીષણ ખૂબ જ પ્રસન્ન થયા, અને પૂછ્યું કે શું રાક્ષસ જાતિના હોવા છતાં પણ મને રામજી તેમના આશ્રયમાં લઈ જશે.ત્યારે હનુમાનજીએ કહ્યું કે ભગવાન શ્રી રામ તેમના બધા સેવકોને ચાહે છે. જ્યારે વિભીષણ રાવણને છોડીને શ્રીરામના આશ્રયમાં આવ્યા ત્યારે સુગ્રીવ, જામવંત વગેરેએ કહ્યું કે તે રાવણનો ભાઈ છે. તેથી, તેના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તે કિસ્સામાં, હનુમાનજીએ વિભીષણને ટેકો આપ્યો. અંતે ભગવાન શ્રી રામે વિભીષણની સલાહ લઈને રાવણનો વધ કર્યો હતો.

મિત્રો શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓ માં એક હનુમાનજી છે. તેથી રામાયણ માં રામભક્ત તરીકે અને મહાભારત માં અર્જુન ના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે.હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવા માં આવે છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય છે.કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં.

વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજી ના પિતા હતા અને તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા અને અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો હતો અને એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજી ને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …