Breaking News

જાણો ગિરનારના 9999 પગથિયાંનું રહસ્ય,જાણો કોને બનાવ્યા,અને કેમ 9999 જ,જાણો એનો સંપૂર્ણ ઇતિહાસ…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે.

જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.જયારે પણ જૂનાગઢના ગિરનારની વાત આવે છે ત્યારે એક જ વિચાર આવે અહીંયા,આ પગથિયાં કોને બનાવ્યા છે અને કેવી રીતે બનાવ્યા હશે. ગિરનાર પર્વત પર દર વર્ષે કેટલાય લોકો અહીંયા આવતા હોય છે.

આ પર્વત પર દત્તાત્રેય ભગવાનનો વાસ છે, એવો જાણી એ એનો પૂરો ઇતિહાસ.દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે.સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.ગિરનારએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અહીંયા પગથિયાંના બાંધકામ પાછળ એક મોટો ઇતિહાસ છુપાયેલ છે.

આ વાત છે,સળિયો પહેલાની જયારે ઉદયન મંત્રી રણછાવણીમાં યુદ્ધમાં વિજયી બનીને પાછા આવતા હતા તેઓ બહુજ જખ્મમી હોવાથી તે વખતે મૃત્યુ પામ્યા હતા એ દરમિયાન તેઓએ તેમના પુત્રને સંદેશો મોક્યો હતો જેમાં લખ્યું હતું કે ‘મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવના મંદિર નું નવસર્જન કરી આ તીર્થ પર પગથિયાં બનાવું. બાહડ મંત્રીએ આ સંદેશ વાંચીને યુગાદિદેવનું મંદિર બનાવ્યું અને માત્ર પગથિયાં બનાવવાના જ બાકી હતા.

તેઓ જૂનાગઢ આવ્યા અને આ પર્વતને જોયો અહીંયા ઊંચી ભેંકડો,ઊંચી ખડકો અને જાણે પર્વત તો વાદળો સાથે વાતો કરતો હોય આ જોઈ બાહડ મંત્રી બહુજ મુંજાવાયો કે પગથિયાં ક્યાંથી બનાવ્યું.હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે.

જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનાકો પણ આવેલાં છે.પછી બાહડ મંત્રી ગિરનારની રક્ષા કરનારમાં અંબાની યાદ આવી બાહડે સંકલ્પ કરી લીધો અને માં અંબાના ચરણોમાં ગયો.’હે માં મને કોઈ રસ્તો બતાવ જેથી હું મારા પિતાનું વચન પૂરું કરી શકું તેઓએ માનાઆશીર્વાદ માટે ઉપવાસ કર્યા અમને આમ ૩ દિવસ થયા.

તેવામાં જ તેમની શ્રદ્ધા અને નિષ્ઠાથી માં પ્રસન્ન થયા અને બાહડ મંત્રીને કીધું કે હું જ્યાં અક્ષત વેરતી જાઉં ત્યાં એ રસ્તે તું પગથિયાં બનાવજે ત્યાર બાદ બાહડ ખુબ જ ખુશ થઇ ગયો અને માં અંબે એ મુશ્કેલ રસ્તામાં ચોખા વેરતા ગયા અને ટાંકણા પડતા ગયા આમ લગભગ ત્રેસઠ લાખ ના ખર્ચે આ પગથિયાં બન્યા હતા.આ હતો ગીરનારના પગથિયાંનો ઇતિહાસ.

ગિરનાર પર્વત ડેક્કન ટ્રેપની રચના પછી સંવાદી અંતર્ભેદન દ્વારા રચાયેલ લેકોલીથ પ્રકારના ખડકોનો બનેલ છે. એ ગ્રેબ્રો, લેંપ્રોફાયર, ડાયોરાઈટ, રાહ્યોલાઈટ, લીંબરગાઈટ, સાયનાઈટ પ્રકારના ખડકો ધરાવે છે. અંતર્ભેદન થયા બાદ બેસાલ્ટ પ્રકારના ભૂરસ બહાર આવી ઠરતા ઘનીભવન પામ્યો. ત્યારબાદ ક્રમશ સ્વભેદન દ્વારા અત્યારના ખડકો રચાયા.સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું.

આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.

આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રાગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે.

એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રાખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો?મરતા રાખેંગાર, ખડેડી ખાંગો ન થિયો?અર્થાત, તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે પડમા પડમા મારા આધાર.ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.

પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે.

કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ (તા. ભેંસાણ) અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી.

અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે.

પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …