Breaking News

જાણો ઝંડ હનુમાનજીન મંદિર નો ઇતિહાસ ઇતિહાસ,જાણો કેમ કહેવાય છે ઝંડ હનુમાન?….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે મિત્રો આજે અમે તમને જણાવીએ છે જંડહનુમાન વિશે મિત્રો આમ તો તમે હનુમાનજી ના કિસ્સા ગણા સાંભળ્યા હશે પરંતુ આ કઇ અલગ જે તો મિત્રો ચાલો જનિયુએ તેના વિસે અને અમે તમને જે માહિતી આપી રહયા છે તે ગૂગલ ને આધીન છે.

જંમ્બુ ગોડા થી 10 કિમિ દૂર આવેલું છે હનુમાન જી નું મંદિર કહેવામાં આવે છે કે મહાભારત વખતે અહીં મંદિર ની સ્થાપના કરવા માં આવેલી હતી પાંડવો અહીં રહ્યા હતા આ સમયે આ મંદિર ની સ્થાપના કરવા માં આવી હતી ગુજરાત ના પંચમહાલ જિલ્લા મા સ્થિત આ હનુમાન મંદિર પણ પોતાનુ એક આગવુ મહત્વ ધરાવે છે. જાંબુઘોડા ના ઘનઘોર વન મા સ્થિત આ દેવસ્થળ પર દર મંગળવાર તથા શનિવાર ના દિવસે શ્રધ્ધાળુઓ ની લાંબી લાઈન લાગી હોય છે.

જો તમે પણ શનિ ની પનોતી મા થી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો મંગળવાર અથવા શનિવાર ના દિવસે આ દેવસ્થળ ની મુલાકાત અવશ્ય લેવી.જાંબુઘોડા નુ આ દેવસ્થળ પૌરાણિક હોવા ના અનેક પુરાવા મળી ચૂક્યા છે. આ દેવસ્થળ મા પાંડવો પણ આવી ચૂક્યા હોવા ના અવશેષો મળી આવે છે. અહી , અમુક એવી ચીજવસ્તુઓ છે જે પાંડવો સાથે સંકળાયેલી છે. અહી નિવાસ દરમિયાન દ્રોપદી ને તરસ લાગતા અર્જુન દ્વારા બાણ મારી ને જલધારા નુ વહન કરાવ્યુ હતુ જે આજે પણ અહી નિહાળવા મળે છે.

આ ઉપરાંત અહી સ્થિત ભીમકાય ઘંટી પણ લોકો માટે વિશેષ આકર્ષણ નુ કેન્દ્ર બની રહી છે. તદુપરાંત જાંબુઘોડા વન ના પ્રાકૃતિક સૌંદર્ય ને માણવા નો લ્હાવો પણ કઈક અલગ જ હોય છે. આ બજરંગબલી ના દેવસ્થળ મા સ્થિત બજરંગબલી ની પ્રતિમા ભગ્ન અવસ્થા મા છે તેમજ આ દેવસ્થળ મા શિવ અને ગણપતિબાપા ની રેતાળ પથ્થરો મા થી કોતરેલી પ્રતિમાઓ હજુ પણ અહી સ્થિત છે.આ સ્થળે થી પ્રાપ્ત થયેલ અન્ય પ્રતિમાઓ , રોમન , તલવાર અને સૈનિક યોધ્ધાઓ ના પાળિયા જોઈને એવો અંદાજો લગાવી શકાય કે પહેલા ના સમય મા આ જગ્યા અત્યંત વૈભવશાળી હશે.આ દેવસ્થળે બજરંગબલી ના ડાબા પગ હેઠળ શનિદેવ ની ઉપસ્થિતિ એજ અલૌકિક દર્શન ની અનુભૂતિ આપે છે.

જેમના જીવન મા શનિ ની સાડાસાતી ચાલી રહી હોય તે અહી આવી ને શનિદેવ ના દર્શન કરે તો તેમની તમામ પનોતીઓ દૂર થાય છે એવી માન્યતા છે કે જેના કારણે દર મંગળવારે તથા શનિવાર ના દિવસે અહી શ્રધ્ધાળુઓ ની લાંબી લાઈન છે. આડાદિવસે પણ ઘણા લોકો અહી દર્શન હેતુ પધારે છે.આ જાંબુઘોડા ના વન ને પસાર કરી ને બજરંગબલી ના દેવસ્થળ પાસે પ્રવેશતા જ જમણી સાઈડ મા એક વિશાળ શૈવ મંદિર આવેલુ છે. આ મંદિર નુ નિર્માણ પૌરાણિક પાતળી ઈંટો તથા ચૂના દ્વારા કરાયેલુ છે.

અન્ય એક નાનુ શિવાલય પણ ભગ્ન અવસ્થા મા હનુમાનજી ના દેવસ્થળ ની નીચે સ્થિત છે.જેમા માતા સતી ની પ્રતિમા પણ આવેલી છે. આ જગ્યાએ થી થોડુ આગળ ની તરફ જતા તમે ભીમ ની ઘંટી કહેવાતી જગ્યા નિહાળી શકો. અહી તમે વિશાળકાય ઘંટી સમાન પાષાણ નિહાળી શકો. આ ભીમ ની ઘંટી નો રસ્તો પૂર્ણ થયા બાદ તમે અનેક ભગ્ન શિવાલય નિહાળી શકો. આ સિવાય અહી રોમન સૈનિક ના હોવા ના અનેક પ્રકાર ના અવશેષો પ્રાપ્ત થયા છે.

લોકો નૂ માન્યતાઓ અનુસાર આ જગ્યાએ સ્થિત ડુંગરો પર એક વિશાળ ભોંયરુ સ્થિત છે. જેનો મુખ્ય પ્રવેશદ્વાર બહાર થી તોડી ને આ ભોંયરા ને કોઈ કારણોસર બંધ કરી દેવા મા આવ્યુ છે. જે ડુંગર પર પ્રભુ શ્રી બજરંગબલી ની પ્રતિમા સ્થિત છે તેની સામે ના ડુંગર પર હિંગળાજ માતા ની પ્રતિમા તથા તેમનુ મંદિર ભગ્ન અવસ્થા મા નિહાળી શકો. અહી આરસ પથ્થર મા કોતરણી કરેલા પગલા પણ નિહાળી શકો. આ સ્થળ ની મુલાકાત લેવા માટે ચાલી ને જવા સિવાય નો અન્ય કોઈ વિકલ્પ નથી.અહી તમને એક વિશિષ્ટ પ્રકાર ના ભોજનનો સ્વાદ માણવા મળશે.

જે તમને શહેરી જીવન મા ક્યાય પણ પ્રાપ્ત નહી થાય. અહી લસણ ની ચટણી અને મકાઈ નો રોટલો ખૂબ જ ફેમસ છે. જેનો આનંદ લીધા વિના ઘરે પાછુ આવવુ અશક્ય છે. આ ઉપરાંત અહી નજીક મા જ એક હાથણી ધોધ સ્થિત છે કે અંદાજિત ૧૦-૧૨ કિલોમીટર ના અંતરે હશે.અહી નુ શિતળ જળ તમારા સંપૂર્ણ થાક ને ઉતારી દે છે. નવા નવા લગ્ન કરેલા યુગલો માટે આ ધોધ વિશેષ છે. આ સ્થળ ને હાથણી માતા ના નામ થી પણ ઓળખવા મા આવે છે.

આસ્થળે તમે વન ના પ્રાકૃતિક સૌંદર્ય નો આનંદ માણી શકો છો અને સાથોસાથ ધોધ ના શિતળ જળ નો લ્હાવો પણ લઈ શકશો.ચોમાસા ની ઋતુ દરમિયાન ઘના લોકો અહી ધોધ નીચે નહવા માટે પધારે છે. શ્રાવણ મહિના ના સમયગાળા મા અહી બહોળા પ્રમાણ મા લોકો ઉમટી પડે છે. અહી ઘરે થી બનાવેલો હળવો આહાર જેમ કે , ભાખરી , ખીચડી વગેરે લઈ જઈ ને વન ના પ્રાકૃતિક માહોલ મા પરિવાર સાથે આ ભોજન નો આનંદ મેળવવા ની વાત જ કઈક અલગ છે.અહી આસપાસ મા કોઈપણ યોગ્ય હોટેલ કે જમવા માટે ની જગ્યા નથી. જેથી , તમારે ઘરે થી જ કઈક જમવા નુ બનાવી ને અહી લાવવુ પડે છે. તો મિત્રો , આ પ્રાકૃતિક સૌંદર્ય અને વન ના પ્રાકૃતિક વાતાવરણ નો અહલાદ્દક અનુભવ કરાવતા દેવસ્થળ ની એકવખત અવશ્ય મુલાકાત લેવી.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …