Breaking News

જાણો કોણ છે આ જુનિયર મણિરાજ બારોટ જે આખા ગુજરાતમાં થઇ રહ્યો છે ફેમશ

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ખૂબ જ નાની ઉંમરે પ્રખ્યાત થયેલા ગાયક નું નામ છે જીગર ઠાકોર.આ ગાયક બનાસકાંઠા ના પાલનપુર તાલુકા ના મંડાણા ગામ માં રહે છે.તેમનો ગવાનો અવાજ અને શૈલી એવી છે કે ભલભલા ને મન્ત્ર મુક્ત કરી દે.

 

આ લિટલ ગાયક ની તુલના પ્રખ્યાત ગાયક મણીરાજ બારોટ જોડે કરે છે અને કહે છે કે આ ગાયક નો અવાજ ખૂબ જ સુંદર છે અને લોકો દૂર દૂર થી જોવા આવે છે.આમ બેવ ગાયક નો અંદાજ સરખો જ આવે છે.જીગર 5 માં ધોરણ માં અભ્યાસ કરે છે અને તે તેમના ભાઈ સાથે ગીતો ગાય છે.જ્યારે જીગરે સંગીત શરૂ કર્યું ત્યારે તેમના પિતાનો ફાળો ઘણો મોટો છે.જીગર ના પાપા ને ગાવા નો ઘણો શોખ હતો અને તેમાં પિતા નાના મોટા પ્રોગ્રામ માં ગાવા માટે જતા હતા.

પરંતુ એક સમય તેના પિતા નું અકસ્માત થયું અને તે કારણે તેમને ગાવાનું છોડી દીધું અને તેમને વિચાર્યું કે હવે તેના છોકરા ને મોટો કલાકાર બનવે અને નામ રોશન કરે.જીગરે કોઈ પણ તાલીમ વગર ગાવાનું શરૂ કર્યું હતું અને તેઓ ટેપ અને મોબાઈલ ની મદદ થી આ બધું શીખ્યા છે તેમજ આ ઉંમર માં તેમને હાર્મોનિયમ તેમની જાતે જ શીખી લીધું છે.જીગર અને તેના ભાઈ નું સપનું છે કે તેઓ મોટા કલાકાર બને અને તેમના પિતા નું સપનું પૂરું કરે.

જીગર અને તેના પિતા પાટણ જતા હતા ત્યારે જીગરે મણીરાજ બારોટ ના ગીતો ગયા તો તેંના પિતા ને થયું કે જીગર પાછળ મહેનત કરું અને તેને પ્રખ્યાત કલાકાર બનાવું.ત્યારબાદ તેના પિતા એ સારી રીતે જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને તેને ઘણું બંધુ શીખવાડ વાનું શરૂ કરી દીધુ હતું.ધીમે ધીમે જીગર ગીતો બનાવા લાગ્યો અને પ્રખ્યાત થવા માંડ્યો ત્યાટ ગામ વાળાઓએ જીગર ને ખૂબ જ સાથ આપ્યો અને અત્યારે જીગર ના ઘણા ગીતો છે જે ખૂબ ન પ્રખ્યાત છે અને ઠેર ઠેર થી લોકો તેને જોવા માટે આવે છે અને તેની સાથે સાથે કેટલાક રિપોર્ટર તેના ઇન્ટરવ્યુ માટે આવે છે.

અને તેની સાથે ચર્ચા કરતા હોય છે.જીગર તેના બધા જ ગીતો યૂટ્યૂબ પર મૂકે છે અને તેના માં લાખો માં વિવ્સ આવે છે અને ઘણા લોકો તેને ચાહે છે.જીગર ની ઉમર ફક્ત 9 વર્ષ છે અને તે સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.જીગર નો કંઠ ખૂબ જ સુરીલો છે જે તેને અને તેના પરિવાર ને આર્થિક સમસ્યા માંથી બહાર લાવશે.જો જીગર ને સારી રીતે તાલીમ આપવામાં આવે તો તે ખૂબ જ સરસ ગાઈ શકે અને મોટું નામ બનાવી શકે.જુનિયર મણીરાજ બારોટ ને ગીતો ગાવાનું ખૂબ જ પસંદ છે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ મણીરાજ બારોટ વિશે.આજે જ્યારે ઉત્તર ગુજરાતી શૈલીમાં સનેડો કે મણિયારો ગવાય છે, નવરાત્રીના દિવસોમાં કે લગ્ન પ્રસંગની રાતોમાં લાંબા ઢાળના લહેકાના ગરબાને તાલે રાસ રમતી જુવાન હૈયાઓની મંડળી નજર સામે આવે છે ત્યારે સહજ પણે એક કલાકાર અવશ્ય સાંભળી આવે છે. જાણે સામે સ્ટેજ પર ઉભો રહીને એ રંગીલો પુરી ઉંચાઇ ધરાવતો મનમોજી, માથાના પ્રમાણમાં લાંબા વાળ પર કેસરીયાળી પટ્ટી બાંધીને કે કોઇ વાર પાઘડીનો વળ ચડાવીને ગાતો હોય એવું ભાસે છે.

એના નાદે મેદની જાણે ડોલી રહી છે. જુવાન હૈયાનો ઉમંગ એના શબ્દે ઘોળીને વર્તાતો હોય એવું ભાસે છે.મણિરાજ શિવાભાઇ બારોટ. એની યાદ હંમેશ માટે તાજી જ રહેવા જાણે સર્જાયેલી છે. એ ગાયક જેણે ઉત્તર ગુજરાતના ગીતોના જલસામાં આખી ગુજરાતને ભાગ લેતી કરી હતી. ઉત્તર ગુજરાતના સંગીતને અણગમાની નજરે જોતાં લોકો પણ મણિરાજના મોહક બન્યાં હતાં. એના આલ્બમની કેસેટો ધડાધડ વેંચાઇ જતી ભાળી છે.

જ્યારે ભરપૂર સિધ્ધીઓના વખતમાં આ ગાયક ગુજરાતને એમ જ છોડીને ચાલ્યો ગયો ત્યારે લાખો ચાહકોના મોંઢા પર વ્યાપેલી નિતાંત સ્તબ્ધતા પણ ભાળી છે.પરીવારનું ગુજરાન ચલાવવા માટે મણિરાજે આસપાસના ગામોમાં જઇ ગીતો ગાવાનું શરૂ કર્યું. ઘેરા, લાંબા અને જાણે મોરનો ગહેકાટ હોય એવા અવાજમાં ગવાતા લોકગીતો લોકોને પસંદ પડવા લાગ્યાં. મણિરાજ બારોટની સફરની શરૂઆત જાણે આ રીતે થઇ.અમદાવાદમાં વસવાટ રહેતે રહેતે મણિરાજની પ્રસિધ્ધી વધવા લાગી.

લોકો એની ગાયકીના ચાહક બન્યાં. એ પછી તેમણે બાલવા છોડ્યું અને અમદાવાદમાં આવી વસવાટ કર્યો. શ્રીનાથ પાર્ક સોસાયટી, વેજલપુર, અમદાવાદ તેમનું રહેણાક બન્યું.મણિરાજ બારોટની ગણના ઉત્તર ગુજરાતી સંગીતના પ્રથમ પ્રસારક તરીકે પણ થાય છે. મુળે તૂરી બારોટો દ્વારા ભવાઇ વેશમાં ગવાતું સનેડો ગીત મણિરાજે આખા ગુજરાતમાં પ્રસિધ્ધ કર્યું. આજે પણ આ ગીત અવારનવાર ચોક્કસ સાંભળવા મળે જ છે.

મણિરાજ દ્વારા ગવાતા લોકગીત, રાસ, ગરબાની જાણે એક અલગ જ ઓળખ બની. પછી એમાં ભજનો પણ ભળવા લાગ્યાં. ગંગાસતીના ભજનો, નાથ સંપ્રદાયના ભજનો, દાસી જીવણના ભજનો અને રામદેવપીરના ભજનો મણિરાજે ઉત્તર ગુજરાતી ઢાળમાં ગાઇને લોકો સુધી પહોંચાડ્યા અને લોકોએ તેને થોકે-થોકે વધાવ્યાં.ઉલ્લેખનીય છે કે, મણિરાજ બારોટના પ્રથમ આલ્બમની કેસેટો છેલ દરવાજે ઢોલકી વાગી અને મણિયારો આયો અલ્યા હતી.

મણિયારો મણિરાજની ઓળખ બન્યો કે મણિરાજ મણિયારાની એ કહેવું મુશ્કેલ છે.ગાયકીમાં સફળતા પછી મણિરાજની એક ઓળખ અભિનય ક્ષેત્રે પણ રચાયેલી છે. ઢોલો મારા મલકનો મણિરાજની પ્રથમ ફિલ્મ હતી. એ પછી શેણી વિજાણંદ, સાજણ હૈયે સાંભળે, મેના પોપટ, શેણી વિજાણંદ અને ખોડિયાર છે જોગમાયા જેવી ફિલ્મોમાં તેણે અભિનય અને સંગીત આપેલું.મણિરાજ બારોટના પ્રથમ લગ્ન જશોદાબેન સાથે થયેલાં. પણ કમનસીબે વિધાતાએ કંઇક અલગ વિચારેલ હોઇ જશોદાબેન અવસાન પામ્યાં.

ત્યારે પુત્રી રાજલ બારોટની ઉંમર પણ બહુ નાની હતી. એ પછી મણિરાજે આરતી બારોટ સાથે બીજા લગ્ન કરેલાં. સંતાનોમાં મણિરાજને ચાર પુત્રીઓ મેઘલ, રાજલ, હિરલ અને સેજલ. રાજલ બારોટ આજ ઉત્તર ગુજરાતી લોકગાયિકા તરીકે ગુજરાત ભરમાં બહુ પ્રસિધ્ધ નામ છે. તેમના જણાવ્યાં પ્રમાણે તેની સ્કુલમાં લોકગીતની સ્પર્ધા હતી ત્યારે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના અતિ આગ્રહને કારણે તેમણે ભાગ લીધેલો અને ઘરે પિતા મણિરાજે તેમને ગીત શીખવાડેલું. સ્પર્ધામાં રાજલ અવ્વલ નંબરે રહી હતી.

About bhai bhai

Check Also

ખૂબ જ હોટ છે આ મશહૂર કોમેડિયનની દીકરી,તસવીરો જોઈને કહેશો કે ના હોઈ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …