Breaking News

જાણો મા ચેહર જ્યાં હાજરે હજુર બિરાજમાન છે એવા મરતોલી ધામ નો ઇતિહાસ, વાંચીને શેર જરૂર કરો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી જગ્યા વિશે જ્યા મા ચેહર હાજરા હજુર છે એવા ગામ મરતોલી વિશે.આ વાત અંદાજે 1000 એક હજાર વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર અથવા હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં.

ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી.આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું.

શેખાવસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી. શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો.જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું.ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે.

ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ ઓધડનાથ હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે.

ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામના કુવામાં ફેંકી દીધા. જેવા ચેહુબાને કુવામાં નાખ્યાં એટલે કુવામાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી.

પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા.

અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.ચેહર માં રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે. ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે.

ચેહર માં નું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃત માં ભાવ એટલે ભ્રમણા ની દુનિયા અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં નો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેશર ભવાની માં ના નામે પણ પ્રખ્યાત છે. ગુજરાતભરમાં ચેહરમાનાં નાનાં-મોટાં મંદિરો આવેલાં છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીનાં મંદિરો આવેલાં છે, જ્યાં ધામધૂમપૂર્વક ચેહરમાનો પ્રાગટય દિવસ ઊજવવામાં આવે છે. જય ચેહર માં આજે આપણે મહેસાણા જિલ્લામાં આવેલા મરતોલી ગામે ચેહર માતાના મંદિરના ઈતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.આજથી વર્ષો પહેલાં સિંધપ્રદેશમાં હાલડીમાં પાર્કર તાલુકામાં શેખાવત સિંહ રાઠોડ ને ત્યાં જગત જનની મા ચેહર ભવાની મહા સુદ પાંચમને વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ્યા. તેથી તેમનું નામ ‘કેસર ભવાની’ પડ્યું. ત્યાંથી ચેહર ચેહરમાતા બનાસકાંઠા જિલ્લાના નગર તેરવાડા કાંકરેજ ગામે આવ્યા.

ત્યારબાદ ચેહર માતા પાટણ શહેર થી સીધા ચુંવાળ પંથકમાં મરતોલી ગામે રબારીઓને પરચો આપીને મા ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફુલનો દડો થઈ ગયા હતા. તેથી વરખડી નીચે ચેહર માતા ના પગલા પૂજાય છે.તે વરખડી આશરે ૯૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે. ત્યારબાદ સન ૧૯૯૬માં માર્ચ 28 અને 29 રમનવમીના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટી ગણે એ ચંડી હવન નું આયોજન કર્યું. માતાજીના મંડપ રોપ્યા બે દિવસ તમામ યાત્રાળુઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી. પરંતુ બન્યું એવું કે યાત્રાળુઓની સંખ્યા વધી જતા તથા સેવક ટ્રસ્ટી ગણેશ ભુવાજી શ્રી મહાદેવભાઈ દેસાઈ ને વાત કરી.

ભૂવાજીએ માતાજીની રજા લઇ મહાદેવ બાપાને માની બાપા એમાંની એક ફૂટ ચુંદડી લાડુ પર ઢાંકી ને કહ્યું કે ‘પ્રસાદનો સમય થાય ત્યારે પ્રસાદ આપજો’. થોડા સમય બાદ લાડુના ભંડારમાં જઈને જોયું તો ચેહર માની ચુંદડી 10 ફૂટ લાંબી લાડુના પતરાપર ઢંકાઈ ગઈ તે લાડુનો પ્રસાદ દર્શનાર્થે આવેલ તથા ગામના તમામ ભાઈઓ બહેનોએ બે દિવસ પ્રસાદ તરીકે જમાડયા છતાં લાડુનો પ્રસાદ ખુટ્યો નહીં.ત્યારબાદ આજુબાજુના ગામોમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. તેમાંથી હાલ પાંચ લાડુ અને ચુંદડી અત્યારે માતાજીની વરખડીની મોજુદ છે. સૌથી પહલા અહી નાનું મંદિર હતું. શ્રદ્ધાળુઓની ભીડ ધીમે ધીમે વધતા એ સમયની સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વરખડી નું વડીનું ઝાડ આજે પણ અહીં છે. લોકો આસ્થા સાથે અહીં આવીને ધન્યતા અનુભવે છે.મંદિરના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો સુખડીનો પ્રસાદ અહી જાણીતો છે. વસંત પંચમીના રોજ ચેહર માતાનું પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે.

આરતી નો સમય સવારે ૦૬:૦૦ સાંજે સંધ્યા સમયે આરતી રહેશે. મંદિરના દર્શનનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાથી સાંજે ૭:૩૦ વાગ્યા સુધીનો છે.મરતોલી તમે કેવી રીતે પહોંચવું એ વાત કરીએ તો આ મંદિર મહેસાણા થી 30 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે.અહીં જવા માટે સરળતાથી વાહન મળી રહે છે. નજીકનું રેલ્વે સ્ટેશન મહેસાણા છે. અને નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. આ ઉપરાંત અહીં બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પણ છે.

 

About bhai bhai

Check Also

આવા લોકો પર ક્યારેય પ્રસન્ન નથી થતી માં લક્ષ્મી,જાણો કેવા હોઈ છે આ લોકો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે …