Breaking News

જાણો રામદેવપીરના નકલંક ધામ તોરણીયા વિશે, રામદેવજી ને માનતા હોય તો અવશ્ય વાંચજો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં ભજનાનંદી સંત પૂ. મહંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપા મહંતતરીકે છે. પૂ. બાપા ઉપર તેમના દાદાગુરૂ સેવાદાસ બાપાનાં સંપૂર્ણ આર્શીવાદ ઉતરેલ છે. અને રામદેવજી મારાજની અસીમકૃપા ઉતરેલ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બહુજ ટુંકાગાળામાં પૂ. રાજેન્‍દ્રદાસબાપા એ પ.પૂ. સેવાદાસબાપા આશ્રમ બનાવવાનું નક્કી કર્યું બહુ ટુંકાગાળામાં ભગવાન શદાશીવ ઘારેશ્વર મહાદેવ નું નવનિર્મિત મંદિર બનાવ્‍યું શ્રી રામદેવજી મહારાજશ્રી ગુરૂદત ભગવાનનું મંદિર બનાવ્‍યું, તથા હનુમાનજી મહારાજનું તેમજ પૂ. સેવાદાસબાપાની ચરણપાદુકા પઘરાજી મંદિરમાં પઘરાવેલ દેવદેવીઓની ઘામઘુમથી પ્રાણ-પ્રતિષ્ઠા કરી મહામાયા સંતોષીમાં તથા શીતળામાંનુ્ મંદિર બનાવ્‍યુ.

આ તમામ દેવદેવીઓની પ્રાણપ્રતીષ્ઠામાં લાખો માણોનો માનવમહેરામણ દર્શન કરવા આવ્‍યો. અને પૂ. રાજેન્દ્રદાસબાપાનાં ભજનનો પરીચય કર્યો તોરણીયા ઘામનાં મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસબાપા દાદાગુરૂ સેવાદાસબાપા અને ગુરૂદેવ કરશનદાસ બાપાનાં કૃપા પાત્ર શિષ્ય છે. શિષ્ય અને ગુરૂની પરંપરા આ તોરણીયા ઘામની પવિત્ર જગ્‍યામાં જળવાઇ રહી છે.

તોરણીયા ઘામનાં વિકાસમાં પૂ. બાપાએ અથાગ પરિશ્રમ કરી પરસેવો પાળીને આ ઘામનો વિકાસ કર્યો છે. પૂ. બાપા ઉપર સંપૂર્ણ રામદેવજી મહારાજની કૃપા ઉતરી છે. પોતાનાં વહાલા ભકતોને કોઇ પણ જાતની મુશ્કેલી નો થાય એટલા માટે પૂ. રાજેન્‍દ્રદાસ બાપા એ હરીદ્વારમાં ગંગા મૈયાનાં કિનારે એક ઋષી પરંપરાને શોભે એવા આશ્રમની સ્‍થાપના કરી અને આવેલ યાત્રીકોને ઉતરવા માટે આલીસાન આવાસ બનાવ્‍યા.

અને આલીસાન આવાસ જેને આપણે બીલ્‍ડીંગ કહીએતો કહેવાય એવી બીલ્‍ડીંગનાં લોકાર્પણમાં ભારતના ખૂણે ખૂણેથી ભજનાનંદ‍િ સંતો પઘાર્યા હતા. વિશાળ સંખ્‍યામાં પૂ.બાપાનાં સેવકો પઘાર્યા અને આ ભગીરથ કાર્ય જોઇ આ આવનાર સંતોનાં મુખમાંથી શબ્‍દો નીકળી પડયાકે વાહ પ.પૂ. ઘર્મભૂષણ શ્રી સંત તમારો જયહો ત્‍યારથી પૂ. બાપુને ઘર્મભૂષણનુ બીરૂદ આ સંતો તરફથી આપવા આવ્‍યુ પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના ભજનથી તોરણીયા ગામ માત્ર તોરણીયા ઘામ નહી પણ તોરણીયા તીર્થઘામ બની ગયુ છે જયા લાખો યાત્રાળુ ઓ દર્શન કરવા આવે છે.

અને આવેલ યાત્રાળુઓને પૂ. બાપુ જાતે હાજર રહી અને પ્રેમથી ભોજન કરાવે છે. જયા ટૂકડો એ પૂ. બાપાના જીવનનો મંત્ર બની ગયો છે. અને સેવાકીય પ્રવૃતીઓ દ્રવારા અને ઘર્મોત્‍સ્‍વ ઉજવીને આ પવિત્ર ઘામને વિશ્વના નકશા ઉપર ગાજતુ કરી દીઘુ છે એ આ સંતના ભજનની તાકાતનો પરચો છે છેલે ભજન કરવુ ભોજન કરાવવુ અને ભોજન ખવડાવું આ ત્રણ બાબતો બાપાએ પોતાનાં જીવનમાં વણી લીઘી છે. આવા ઘર્મભૂષણ સંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસબાપાનાં ચરણોમાં કોટી કોટી વંદન.

રામાઘણીને રીઝવતા, જયાં બાપા રાજેન્‍દ્રદાસદુઃખીયાંના દુઃખ દૂર કરે પૂરે મનની આશ. આ પવિત્ર આશ્રમ માં પૂ. રાજેન્‍દ્ર બાપાના સાનીઘ્‍યમાં વર્ષની બારબીજ સુદ (બીજ) ઉજવવામાં આવે છે. ગુજરાતના ખૂણે થી ભજનીક કલાકારો તેમજ ભજના નંદી સંતો પૂ. બાપાના સાનીઘ્‍યમાં ઘર્મની ઘજા નીચે,નકલંક ઘણીના નેજાની શાન વઘારવા પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના સાનિધ્ય માં મળે છે.

જગ્‍યાની માપલી પાકે સમાજમાં જેને આઘી,વ્‍યાઘી અને ઉપાઘીયે ભરડો લીઘો હોય એવાં દાન દુઃખીયાં નકલંક ઘામમાં આવે રોતાં રોતાં જગ્‍યામાં આવે અને પૂ. બાપા રામાઘણીની નામ લઇ ખુણામાંથી ચપટી ભભુત આપે અને ઇ આવનાર દુખીયાં શ્રઘ્‍ઘાથી માથા ઉપર ચડાવેને એનાં દુખ દૂર થઇ જાય છે એવી પૂ. બાપા ઉપર નકલંક નેજાઘારી ની અને ઘારેશ્વર દાદાની અસીમ કૃપા વરસે છે એવા ભજના નંદી સંતના ચરણોમાં કોટી વંદન એવા સંત વ‍િશે કોઇ કળીએ લખ્‍યું છે.

દુઃખીયા ઘ્‍વારે આવતાં, કરી અંતર ની આશ દુઃખીયાંને સુખીયાં કરતાં, બાપા રાજેન્‍દ્રદાસ. સેવા એ જેના જીવનનાં મંત્ર બની મૂકયલછે એવા રાજેન્‍દ્રદાસ બાપાના સાનીઘ્‍યમાં આશ્રમમાં અનેક શેવાની અને સામાજીક પ્રવૃતી ઓ થાય છે જેમાં તેત્રીસક્રોડ દેવતાનો વાસ છે એ ગાય માતાઓની શેવા પૂજય બાપા જાતે કરેછે બાપાના આશ્રમાં જે ગાયોની શેવા થાય છે એ ભાગ્‍યેજ કયાં જોવા મળે ગાયોનું દુઘ આવેલ યાત્રાળુ ઓ માટે વાપરવા માં આવે છે આશ્રમ માં અશહાય અને દુઃખી ગાયોની શેવા પૂ. બાપાની દેખરેખ હેઠે જાતે કરવામાં આવે છે.

તોરણીયા ઘામમાં જગ્‍યાના મહંત પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના સાનિધ્યમાં દીનદુઃખીયાની સેવા ચાકરી કરી રોગમાંથી મૂકત કરવામાં આવે છે ”જરૂરીયાતમંદ દર્દીઓ માટે મફત મેડીકલ કેમ્‍પનું આયોજન કરવા માં આવે છે. અલગ-અલગ રોગોના સ્‍પેશીયાલીસ્‍ટ ડોકટરોને બોલાવી પૂ. બાપાની હાજરી માં દર્દીઓની હાજરી માં દર્દીઓની શેવા કરવા માં આવે છે.”જરૂરીયાતમંદ દર્દીને સમયસર પ્રાથમીક સારરવાર મળી રહે ત્‍યા તાત્‍કાલીક હોસ્‍પીટલમાં પહોંચી જાય એના માટે 24 કલાક એમ્‍બ્યુલન્‍સ ની સેવા તૈયાર રાખવામાં આવે છે.

પૂ. બાપાની નજીકના ભવિષ્ય જે યોજના છે એમાં સમાજના બાળકોને મૂલ્‍યવાન શિક્ષણ મળી રહે અને ભવિષ્યનો આર્દશ અને સંસ્‍કારી નાગરીક બની રહે ને માટે સ્‍કુલ તથા ઉંચ શિક્ષણ માટે કોલેજ તેમજ વિદ્યાર્થી ને રહેવા અને જમવાની સગવડ મળી રહે એવું શૈક્ષણીક સંકૂલ ઉભુ થાય અને ઋષી પરંપરાના સંસ્‍કારો મળે એવી પૂ. બાપાની નજીકના ભવિષ્ય ની યોજના છે આવા શેવાના ભેખઘારી પૂ. રાજેન્‍દ્રદાસ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન છે.

તોરણીયા ઘામની પૂર્વભૂ‍મ‍િકામાં જોઇએ તો નાનું તોરણીયા ગામ એ ગામનાં ભાવીક ભકતજનો અને એ ભકતજનો ઉપર વ‍િશ્વ વંદનીય સંત પ.પૂ. સેવાદાસ બાપુ નો મોટો ભાવ હતો. પરબની જગ્‍યા એથી અવાર-નવાર પૂ. સેવાદાસબાપા તોરણીયા આવે અને તોરણીયામાં પૂ. સેવાદાસબાપાનાં પટ શ‍િષ્ટ જેને કહેવાય એવા સેવક દરબાર શ્રી ગગુભા દ‍િપસ‍િંહ જાડેજાને આંગણે ભજન કીર્તન થાય અને જ્યાં ભજન કીર્તન થાઇ એ ગામ સંતોને બહુ વહાલુ લાગે એવુજ આ તોરણીયા ગામમાં થયું સેવાદાસબાપાનાં હ્વદય માં આ તોરણીયા ગામ વસીગયુ હતુ. એટલે બાપા અવાર-નવાર તોરણીયામાં પઘારતા.

એમા એક પ્રસંગ એવો બન્‍યોકે એક દ‍િવસ પૂ. સેવાદાસ બાપા અને દરબાર રણજીતસ‍િંહ તોરણીયા ગામનાં પાદરમાં આવેલ ભગવાન સદાશીવ ઘારેશ્વર દાદાનાં દર્શન કરવા ગયા સ્વપ્રભુ પ્રગટ થયેલા ભગવાન ઘારેશ્વરનાં દર્શન કરતાં પૂ. સેવાદાસબાપા થી બોલાઇ ગયું દરબાર આ ચેતન જગ્‍યા છે એક દ‍િવસ આ જગ્‍યામાં વ‍િશ્વનો માનવ મહેરામણ દર્શન કરવા આવશે અને સદાવ્રતનાં ભંડાર અખંડ ચાલશે આટલી વાત જયાં રણજીતસ‍િંહ બાપુએ સાંભળી ત્‍યાતો આનંદમાં આવી ગયા.

કારણકે પૂ. સેવાદાસબાપાનાં ભજનમાં દરબારને અગાહ શ્રઘ્‍ઘા હતી એમને નક્કી થઇ ગયુ કે પૂ. સેવાદાસબાપા બોલ્‍યા એ થઇને જ રહેશે. પછી દરબારે કહયુ કે બાપુ આ જગ્‍યામાં આરતી માટે પૂજારીની જરૂર છે. પૂ. બાપાની નજર તેમની ભેરો આવેલ સવજીભગત ઉપર નજર પડી અને કહયુ કે દરબાર આ તમારા મંદ‍િરનો પૂજારી જે આ મંદ‍િરની પૂજા-આરતી કરશે. તમે એનુ ઘ્‍યાન રાખજો અને દરબાર રણજીતસ‍િંહજી એ પૂ.બાપાની આજ્ઞાને માથે ચડાવી.

કહેવાય છે કે સંતો-મહાપુરૂષોનાં વચન કયારેય મિથ્યા થતા નથી એમા એક દ‍િવસ પૂ. સેવાદાસ બાપાએ દરબાર રણજીતસ‍િંહજીને પરબની જગ્‍યાનાં નાના બાલયોગી પૂ. રાજેશ્રન્‍દ્રદાસબાપાને વ‍િદ્યાઅભ્‍યાશ માટે તોરણીયા લઇ જવાની વાત કરી અને પૂ. રાજેન્‍દ્રદાસબાપાને બાલ્‍યાવસ્‍થામાં તોરણીયા લઇ આવ્‍યા. પૂ. રાજેન્‍દ્રદાસબાપાએ તોરણીયામાં ઘો-12 સુઘી અભ્‍યાશ કર્યો.

પૂ. સેવાદાસબાપાનાં શબ્દોને સાચા ઠેરવવા જોગાનું જોગ પ્રસંગ એવો બન્‍યો કે પૂ. રાજેન્‍દ્રદાસબાપાનાં ગુરૂદેવ કરશનદાસબાપા તોરણીયા પઘારેલ છે. ગુરૂદેવનાં આર્શીવાદ લઇ ભગીરથ કાર્યનાં મંડાણ કર્યા. પૂ. રાજેન્‍દ્રદાસબાપાએ તોરણીયા ગામનાં આગેવાન ભાવીક ભકતોને અને દરબાર રણજીતસ‍િંહજીને બોલાવી અને વાત કરીકે અમારે અમારા દાદાગુરૂ સેવાદાસબાપાનો આશ્રમ બનાવવો છે. આપનાં ગામનાં ગ્રામજનો તેમજ આજુબાજુ પાંચાળાનાં માણસોનો સાથ સહકાર જોઇએ.

ભગવાન ઘારેશ્વરદાદાની આ પાવન જગ્‍યાનો વ‍િકાસ કરવો છે. આશ્રમ બનાવી દીનઃદુખીયો માટે શદાવ્રત ચાલુ કરવુ છે. બઘાએ આ વાત સ્‍વીકારી લીઘી પેલુજ કામ પૂ. રાજેન્‍દ્રદાસ બાપાએ ઘારેશ્વરદાદાનું શીખરવઘ શીવલીંગ સાથેનું મંદ‍િર બનાવ્‍યું, રામદેવજી મહારાજનું ભવ્‍ય મંદ‍િર, ગુરૂદત ભગવાનનું ભવ્‍યમંદ‍િર, મહામાયા અન્નપૂર્ણા માતાજીનું તથા શીતળા માતાનું મંદ‍િર તથા સંતોષીમાતાનું અને ગણપત‍ીબાપા તથા હનુમાનજી મહારાજનું મંદ‍િર બનાવ્‍યું પૂ.દાદાગુરૂ સેવાદાસબાપાની ચરણ પાદુકા પઘરાવી અને દેવોની પ્રાણપ્રત‍િષ્ઠાનો મહોત્‍સવ ઉજવ્‍યો.

About bhai bhai

Check Also

રણુજાના રાજા રામદેવજી મહરાજની કૃપાથી આ 3 રાશીઓને દૂર થશે દરેક દુઃખ, બનાવી દેશે માલામાલ..

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …