Breaking News

જાણો સાળંગપુર માં બિરાજમાન કષ્ટ ભંજન દેવનો રસપ્રદ ઇતિહાસ,જાણો કેટલું જૂનું આ ચમત્કારી મંદિર….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આજના આ લેખમા આપણે વાત કરીશુ કળિયુગના દેવતા કહેવાતા ભગવાન હનુમાનજી વિશે હનુમાનજી માત્ર એવા ભગવાન છે કે કોઈ ભક્ત તેમની સાચી શ્રધ્ધાથી થોડા સમય માટે તેમને યાદ કરી લે તો હનુમાનજી તેમના દુઃખો દૂર કરી જીવનમાં ખુશીઓ લાવી દે છે અને હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બલી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ કલયુગમાં પણ હનુમાન જી પૃથ્વી પર વસે છે અને ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે.

જે વ્યક્તિ હનુમાનજી ની પૂજા કરે છે તેનામાં સાહસ અને આત્મવિશ્વાસ નો સંચાર થાય છે તેમજ મહાબલી પોતાના ભક્ત ને દરેક સંકટ થી બચાવે છે તેમજ મિત્રો શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવને દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીને યાદ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે અને હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.

મિત્રો આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું ચમત્કારી મનાય છે મિત્રો બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે અને આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.

આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા તેમજ જેમને ભુત-પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું ઉપયોગી તેમજ ચમત્કારી મનાય છે ગુજરાતના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત-પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.

મિત્રો ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તો ઉમટી પડે છે તેમજ ભુત પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી લોકકથા છે કે ભુત પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે વળી મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત પ્રેત કાયમ માટે ભાગી જાય છે તેમજ કહેવાય છે કે સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઇ છે.

મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ સ્વામી ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા હતા અને સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા તેમની ભકિત કરતા અને સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા અને એવી લોકકથા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો અને તેમા પ્રાણી હોય કે મનુષ્ય પાણી વિના દરેકની હાલત ખુબજ ખરાબ બની ગઈ હતી અને આ દુકાળ સાળંગપુર આખાને ખાઇ લેશે તેમ જણાતું હતુ

પરંતુ આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે જેમા એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો આ સાંભળી ગોપાલાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ અને સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું અને તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫ ઇ.સ.૧૮૫૦ ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ અને ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી અને આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી અને ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો તેમજ પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો અને આ મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો અને ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં ઈ.સ. 1900માં શરૂ થયું હતુ અને વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે તેમજ હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આ રૂમના બારણા ચાંદીના છે તેમજ અહીની મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે તેમજ મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી તેમજ આ મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે જ્યા સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે અને ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

મિત્રો અહી બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે તેમજ દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે અને એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે તેમજ પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે અને ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

મિત્રો આ મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે જેમાં 50 રૂમો છે અને ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે તેમજ ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે છે આ મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળા છે અને આ મંદિરની વ્યવસ્થા કમિટી પાસે 600 એકર જમીન ઈનામ માં મેળલી છે જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે તેમજ સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિ નારાયણ મંદિર આવેલું છે અને આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે અને તેમાં સ્વામી સહજાનંદ સ્વામી યજ્ઞ પુરુષદાસજી ની પ્રતિમાઓ છે અહી સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે અને આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

આ મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે તેમજ સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે,ગાડું ય છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજી ના મંદિરનું ઘણું મોટું મહત્વ છે અને હું એકવાર દર્શને જઈ આવ્યો છું.આપ પણ જશો જ. દિવ્ય અનુભૂતિ આપની રાહ જુએ છે.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …