Breaking News

જાણો સરદાર વલ્લભભાઈ પટેલને કેમ કહેવામાં આવે છે લોખંડી પુરુષ?,જાણો એના પાછળની સત્ય ઘટના….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતના સરદાર અને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું બેઠા ઘાટનો દેહ બાંધી દડીનું શરીર અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ નિશ્ચયબળ લોખંડી ઇચ્છાશક્તિ પ્રા‍માણિક ચારિત્ર્ય આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ.

વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં ઈ ૧૮૭૫ના ઑક્ટોબર માસની એકત્રીસમી તારીખે થયો હતો ગ્રેજ્યુએટ થયા બેરિસ્ટર થવા વિલાયત જવું હતું વી જે પટેલ નામનો પાસપોર્ટ આવ્યો મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આ પાસપોર્ટ પર લંડન જઈ આવ્યા વલ્લભભાઈ પછીથી લંડન ગયા અને બેરિસ્ટર બની સ્વદેશ આવ્યા અમદાવાદમાં વકીલાત શરૂ કરી ગુજરાત કલબમાં બેઠક જમાવી વકીલાત ધમધોકાર ચાલવા લાગી એવામાં ગાંધીજી અમદાવાદ આવ્યા તેમણે કોચરબ આશ્રમ સ્થાપ્‍યો ગુજરાત કલબમાં તેઓ વલ્લભભાઈને મળ્યા.

વલ્લભભાઈની શક્તિ એમણે પારખી લીધી અને પોતાના કરી લીધા.તેમના જેવા અડીખમ સાથીઓના સથવારે ગાંધીજીએ સ્વાતંત્ર્ય-પ્રાપ્તિના શ્રીગણેશ માંડ્યા. વલ્લભભાઈ અન્ય મિત્રો સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા.ગણેશ વાસુદેવ માવલંકર, બળવંતરાય ઠાકોર, ડૉ. કાનુગો, જીવણલાલ દીવાન, હરિપ્રસાદ દેસાઈ વગેરેના સાથમાં અમદાવાદની કાયાપલટનો આરંભ કર્યો.ગાંધીજીએ ખેડા જિલ્લાની મહેસૂલ પદ્ધતિ પડકારી.વલ્લભભાઈને ખેડા સત્યાગ્રહનું સંચાલન સોંપ્‍યું.વલ્લભભાઈએ આ કાર્યમાં સફળતા હાંસલ કરી. ઈ. ૧૯૨૦માં રાષ્‍ટ્રીય કૉંગ્રેસના તેઓ પ્રમુખ બન્યા. પછી તો જ્યાં ગાંધીજી ત્યાં સરદાર. બોરસદ અને રાસનો ખેડૂત-સત્યાગ્રહ મંડાયો. બારડોલીની નાકરની લડત જાગી. બધે વલ્લભભાઈ અગ્રણી. એટલી સફળતાથી સંચાલન કર્યું કે વલ્લભભાઈ ‘સરદાર‘ બની ગયા. દાંડીકૂચ હોય, સરકાર સાથે વાટાઘાટ હોય કે જેલવાસ હોય, ‘જયાં જ્યાં ગાંધીજી ત્યાં ત્યાં વલ્લભભાઈ‘ જેવી પરિસ્થિતિ સર્જાઈ.ઈ. ૧૯૪૨નું વર્ષ આવી પહોંચ્યું. સરદારના બોલ પર અનેક સ્વાતંત્ર્યસેનાનીઓ હસતે મોંએ શહીદીને વર્યા. વલ્લભભાઈ ‘અખંડ ભારતના‘ પૂજારી, શિસ્તના પરમ ઉપાસક.

છતાં ઈ. ૧૯૪૭ના દેશના ભાગલા કબૂલ રાખ્યા. મુસ્લિમોના પ્રતિકારને લોખંડી હાથે દબાવ્યો. કાશ્મીરના આક્રમણને થંભાવી દીધું. કાશ્મીરના પ્રશ્નને યુનોમાં રજૂ કરવાના તેઓ સખત વિરોધી હતા.બ્રિટિશ રાજકર્તાઓ ભારત છોડતા ગયા પરંતુ હિંદુ-મુસલમાન વચ્ચે ખાઈ ઊંડી કરતા ગયા અને દેશી રાજ્યો તથા બ્રિટિશ હકૂમતનાં કેટલાંક રાજ્યોને સ્વતંત્ર બનાવતા ગયા. અખંડ ભારતની ભાવના ઓસરી જાય તો રાષ્‍ટ્ર છિન્નભિન્ન થઈ જાય. વલ્લભભાઈએ કુનેહપૂર્વક કામ સંભાળ્યું. દેશી રાજ્યોનું સમજપૂર્વકનું જોડાણ સાધ્યું. રાજકીય એકતાને ચોક્કસ અને મજબૂત સ્વરૂપ આપ્‍યું.

જૂનાગઢ, હૈદરાબાદ, જમ્મુ-કાશ્મીર અને ગોવાને પણ રાષ્‍ટ્રમાં ભેળવવામાં એમની લોખંડી તાકાતનું દર્શન થાય છે.કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત. પરંતુ ભારતના એ ભાગ્યવિધાતાને પરમાત્માનું તેડું વહેલું આવ્યું. ઈ. ૧૯૫૦ ડિસેમ્બરની ૧૫મી તારીખે દિવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂર્ય આથમી ગયો.૧૯૨૭ ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ રાહત કાર્યોથી ગર્વનર જનરલ લોર્ડ વેવલને પ્રભાવિત કર્યા અને સરકાર પાસેથી એક કરોડની સહાય મેળવી.૧૯૨૮ અમદાવાદ મ્યુ.માંથી રાજીનામુ, ખેડૂતો પરનાં મહેસૂલ વધારા સામે બારડોલી સત્યા‍ગ્રહનો પ્રારંભ, ખેડૂતોનાં નેતા તરીકે ‘‘સરદાર‘‘ નું ગૌરવંતુ બિરુદ મેળવ્યું, કલકત્તાનાં કોંગ્રેસ અધિવેશનમાં સ્વાતંત્ર્ય લડતનાં ‘‘સરદાર‘‘ તરીકે બહુમાન કરાયું.

૧૯૨૯ પુનામાં મળેલ મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખ તથા મોરબી ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી.૧૯૩૦ દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, ૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી ઓગષ્ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.૧૯૩૧ ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.૧૯૩૨ સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જાન્યું.માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ, નવે.માં માતા લાડબાઇનું કરમસદમાં અવસાન.૧૯૩૩ ૧લી ઓગષ્ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન.

૧૯૩૮ કેન્દ્રીય કોંગ્રેસ પક્ષનાં શિસ્તનું પાલન કરવાની નેતાગીરી તથા કડક પગલા ભરવાની નીતિને કારણે હિંદના ‘‘તાનાશાહ‘‘નું બિરુદ, કાઠિયાવાડ રાજકીય પરીષદનાં અધ્ય્ક્ષસ્થાશને, બારડોલીનાં હરીપુરા ગામે કોંગ્રેસનું પહેલું ગ્રામ અધિવેશન સુભાષચંદ્ર બોઝનાં અધ્યાક્ષસ્થાસને યોજ્યું.૧૯૩૯માં ભાવનગર પ્રજા પરીષદનાં યજમાન પદે કાઠિયાવડ રાજકીય પરીષદમાં સરદારનાં સ્વાગત સરઘસ પર ખૂની હુમલામાં બચી ગયા, પણ નાનાભાઇ ભટ્ટને ઇજા થઇ અને શ્રી બચુભાઇ પટેલ નામના ખેડૂત સામનો કરતાં શહીદ થયા.૧૯૪૦ ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદારે, અગ્રભાગ ભજવ્યો. જાહેરસભાઓ, વ્યાનખ્યાનો, સ્વરાજ્ય માટે જાગૃતિ, સ્વતંત્રતાની ચોક્કસ બાંહેધરી પ્રજાને આપી, નવે.૧૮નાં સાબરમતી જેલમાં, ત્યારબાદ પુનાની યરવડા જેલમાં ખસેડાયા.૧૯૪૧/ર૮ ફેબ્રુ.માં કમલા નહેરુ હોસ્પીટલ માટે રુ.પાંચ લાખનો ફાળો ઉઘરાવી પ્રારંભ કરાવ્યો, ર૦ ઓગષ્ટનાં નાદુરસ્ત તબિયતથી જેલમુક્ત.૧૯૪૨ ઓગષ્ટ ૮નાં મુંબઇમાં અખિલ હિન્દ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અંગ્રેજોને ‘હિન્દ છોડો‘‘નાં ઠરાવને અનુમોદન, તા. ૯મીએ ધરપકડ.

૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ.૧૯૪પ માં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા૧૯૪૬ ડિસે.૯નાં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ, કેબીનેટ મિશન સાથે પમી મે એ ત્રણ અંગ્રેજ સભ્યો સાથે સીમલામાં વાટઘાટ.૧૯૪૭ એપ્રિલ ૪ નાં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઇ પટેલ મહાવિદ્યાલયનું ઉદઘાટન, જૂલાઇ પનાં સરદારશ્રીનાં અધ્યક્ષસ્થાને દેશી રાજ્યોની સમસ્યાઓનાં ઉકેલ અર્થે કેન્દ્રામાં નવા ‍‘‘રિયાસતી‘‘ ખાતાની રચના, ૧પમી ઓગષ્ટે સ્વતંત્ર સ્વાયત સંસ્થા હિંદી સંઘના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી.૯મી નવે.ના સરદારનાં માર્ગદર્શન અને સહાયથી ભારત સરકારે જુનાગઢનું શાસન સંભાળ્યું અને તેનો વહીવટ આરઝી હકૂમત નાં સરસેનાપતિ અને વંદે માતરમ પત્રનાં તંત્રીશ્રી શામળદાસ ગાંધીને સોંપ્યો.

૧૩મી એ વિશ્વ વિખ્યાત સોમનાથનાં મંદિરનાં નવનિર્માણ માટે સમુદ્રજળ હથેળીમાં લઇને પ્રતિજ્ઞા લીધી હતી.કાશ્મીરમાં ડિસે.માં પાક લશ્કરની સહાયથી મુઝાઇદીને હુમલો કર્યો. મહારાજા હરિસિંહજીએ ભારતની મદદ માંગી. લોર્ડ માઉન્ટ બેટનનાં અધ્ય ક્ષપદે વડાપ્રધાન નહેરુ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ, જનરલ બૂચર, જનરલ રસેલ, આર્મી કમાન્ડબર બક્ષી ગુલામ મહમદ વગેરે કાશ્મીરને કઇ રીતે મદદ કરી શકાય તે અંગે ચર્ચા કરી. પંડિતજીએ અત્યંત ચિંતાભર્યુ ખૂબ જ અસહાય વલણ અખત્યાર કર્યુ. આ પ્રસંગે કાશ્મીરનાં દિવાન મહેરચંદ ખન્નાએ ઉગ્ર સ્વરે કહ્યું કે જો તમે કાશ્મીરને મદદ કરવાના ન હો, તો અમે ઝીણા સાથે પાકિસ્તા્નમાં જોડાઇ જઇશું.આથી નહેરુએ ક્રોધિત સ્‍વરે ખન્નાને ચાલ્યા જવાનું કહ્યું જનરલ બૂચરે પણ સાધન સામગ્રીનાં અભાવે કાશ્મીરને લશ્કરી સહાય શક્ય નથી તેમ જણાવ્યું.

ગવર્નર માઉન્ટર બેટન તટસ્થસ રહ્યા.સરદાર પટેલે ગુસ્સાયભર્યા અવાજે નિર્ણયાત્મ‍ક શબ્દોસમાં ખન્નાને કહ્યું તમારે પાકિસ્તાન જવાનું નથી તમે કાશ્મીર પહોંચી જાવ તમને બધી મદદ સવાર સુધીમાં મળી જશે અને સરદારે લશ્કરનાં સેનાપતિઓને સંબોધતા દ્રઢ સ્વરે કહ્યું તમારે ગમે તે ભોગે કાશ્મીર બચાવવાનું છે તમારી પાસે સાધન સામગ્રી હોય કે ન હોય તમારે આ કાર્ય પાર પાડવાનું છે ગમે તે કરો પણ કરો જ કાલે સવારથી આ ઓપરેશન એર લિફટ શરુ કરી દો. કોઇપણ સંજોગોમાં કાશ્મીર બચવું જોઇએ અને રાતોરાત વી.પી.મેનને વિમાનમાં મહારાજાની ભારતીય સંઘમાં જોડાવાની સહી લઈ આવ્યા ત્યારે વહેલી સવારે સરદાર વિમાનગૃહે હાજર હતા.તા. ર૭ ઓકટો નાં રોજ લશ્કર શ્રીનગરમાં ઉતારી દીધું સરદાર જાતે પ્લેનમાં લશ્કરને માર્ગદર્ આપ્યું તો આવું હતું અખંડ ભારતના શિલ્પી સરદાર નું જીવન.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …