Breaking News

જવાનીમાં આ અભિનેત્રીઓની સુંદરતા પાછળ પડયા હતા અંડરવર્લ્ડ ડોન..જાણો

બોલીવુડ એટલું મોટું છે કે અહીંયા કોણ ક્યારે આવે છે અને કોણ ક્યારે જતું રહે છે એના વિષે કોઈને ખબર પડતી નથી. બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે શું શું કરવું પડે છે એના વિષે સૌ કોઈ જાણે છે પણ અહિયાથી નીકળી જવામાં તો જરાય સમય નથી લાગતો. તો આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવાના છે.

પોતાની કરિયરની શરૂઆતમાં જ સારું એવું નામ અને શોહરત મેળવી લીધી હતી.બોલિવૂડમાં એક્ટ્રસનું કરિયર લાબું હોતું નથી. એવી ઘણી ઓછી હિરોઇન છે જેને લાંબા સમય સુધી ફિલ્મો કરી હશે. બોલિવૂડમાં કેટલીક એવી પણ એક્ટ્રસ છે જેણે અમુક ફિલ્મો કરી લગ્ન કરી લીધાં અથવા ફિલ્મી દુનિયા છોડી દીધી. જોકે, તેમની ફિલ્મો હિટ થઈ પણ સફળતા મળી નહીં. અમે તમને જણાવીએ આવી જ કેટલીક હિરોઇન વિશે.

ઉદિતા ગોસ્વામી.ઝહર, પાપ અને અક્સર જેવી ફિલ્મોમાં અભિનય કરનારી ઉદિતા ગોસ્વામીનો જન્મ દેહરાદૂનમાં 2 સપ્ટેમ્બર 1984ના રોજ થયો હતો. ઉદિત ગોસ્વામી પહેલી ફિલ્મમાં બોલ્ડ સીન આપીને ખૂબ ચર્ચામાં આવી હતી.ફિલ્મ ‘પાપ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી ઉદિતા ગોસ્વામીએ 2003માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઉદિતા હિટ ફિલ્મ ‘અક્સર’ અને ‘જહર’માં પણ જોવા મળી હતી. ઉદિતાએ તેનાં 12 વર્ષના કરિયરમાં ગણતરીની 12 ફિલ્મોમાં જ કામ કર્યું હતું.ઉદિત ગોસ્વામીએ ઈમરાન હાશમીની સાથે ઝહર અને અક્સરમાં વધુ બોલ્ડ સીન આપ્યા હતાં. જોકે, ડાયરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા બાદ ઉદિતા ગોસ્વામી ઈમરાન હાશમીની ભાભી બની ગઇ હતી. ખરેખર, મોહિત સૂરી અને ઈમરાન હાશમી પિતરાઈ ભાઈ છે. તો ઉદિતા ગોસ્વામી પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટની પણ ભાભી છે.

અંતરા માલી.જગદીશ માલીની દીકરી અને એક્ટ્રેસ અંતરા માલીનું ફિલ્મી કરિયર ખાસ નથી રહ્યું. અંતરા માલીએ થોડી જ ફિલ્મ્સમાં કામ કર્યું અને તેની મોટાભાગની ફિલ્મ્સ ફ્લોપ જ રહી હતી. રામગોપાલ વર્માની ફિલ્મ્સથી અંતરા માલીએ ધમાલ મચાવી હતી. અંતરા માલીએ અભિષેક બચ્ચન સાથે ‘નાચ’ તેમજ તુષાર કપૂર સાથે ‘ગાયબ’ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. અંતરા માલી ભલે ફિલ્મ્સમાં ફ્લોપ રહી હોય પરંતુ તેની હોટનેસ અને એક્ટિંગને દર્શકોએ નોટિસ કરી હતી. એક્ટ્રસ અંતરા માલીને પહેલીવાર 1998માં ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે’માં રેનુનાં રોલમાં જોવા મળી હતી. અંતરાએ પણ 12 વર્ષમાં 12 ફિલ્મોમાં કામ કર્યું હતું. 2010માં ફિલ્મ ‘એન્ડ વન્સ અગેન’માં અંતરા સાવિત્રીના રોલમાં છેલ્લે જોવા મળી હતી.

કિમ શર્મા.2000માં આવેલી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ મોહબ્બતેથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ કિમ શર્મા ફિલ્મોથી પ્રવેશ કર્યો હતો.એક્ટ્રસ કિમ શર્માએ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહ સાથે ચર્ચામાં હતી. કિમ શર્મા ફિલ્મ ‘ડર’ (1993)માં નાના રોલમાં જોવા મળી હતી. જેના 7 વર્ષ પછી કિમ શર્મા ‘મોહબ્બતેં’માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

કિમ શર્માનું ફિલ્મી કરિયર વધુ ખાસ નહોતું. અત્યારે કિમ અમુક ફિલ્મી ઇવેન્ટમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, કિમને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે.તમને જણાવી દઇએ કે કિમ શર્માએ કેન્યાઇ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેમણે બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ સંબંધ વધારે ચાલ્યો નહીં અને ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા.

જેસ્મિન.જેસ્મિનની સુંદરતાને કારણે એની ફિલ્મ તો ઘણી ચાલી હતી અને સાથે જ જેસ્મિન પોતે પણ ઘણી જ લોકપ્રિય થઇ ગઈ હતી , પણ એમની પોતાની સુંદરતાને કારણે જ એમના માટે એક મોટી મુશ્કેલી ઉભી થઇ ગઈ હતી અને એના લીધે એમને માત્ર બૉલીવુડ જ નહિ પરંતુ દેશ પણ છોડી દેવો પડ્યો હતો. જી હા , તમને જણાવી દઈએ કે “વીરાના” ફિલ્મ પછી જેસ્મિનને ઘણા અંડરવર્લ્ડ ડોનના ફોન આવતા હતા અને આશ્ચર્યની વાત તો એ છે.

એ બધા જ જેસ્મિન સાથે સંબંધ બાંધવા ઇચ્છતા હતા અને પોતે આ વાતથી અંદરથી જ ખુબ જ દુઃખી થઇ ગયા હતા અને એના ડરથી પોતે ભારત છોડીને અમેરિકા ચાલી ગઈ હતી.જેસ્મિન ફિલ્મ ‘વિરાના’થી ઓળખવામાં આવે છે. ‘વિરાના’ પછી જેસ્મિન ‘બંદ દરવાજા’, ‘ડાક બંગલા’ અને ‘પુરાની હવેલી’ જેવી ફિલ્મોમાં જોવાં મળી હતી. આજે જેસ્મિન ક્યાં છે તેની કોઈને ખબર નથી.

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *