Breaking News

જે ભક્તનો સગો દીકરો મૃત્યુ પામ્યો હતો ત્યાંજ બાપા બજરંગદાસ અચાનક શિરો ખાવા પોહચી ગયાં,જાણો પછી શું થયું હતું…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ અને તેમાંય ભાવનગર જિલ્લામાં અનેક સંતો થઇ ગયા. જેમાં પૂ.મસ્તરામ બાપુ પૂ.દુ:ખીશ્યામ બાપુ પૂ.બજરંગદાસ બાપા પૂ.નારણદાસ બાપુ પૂ.નરસિંહ મહેતા આવા અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે એક કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. પૂ.બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા.

સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો થઈ ગયા એમાંય જેના નામે ગોહિલવાડ ગાજતું હોય. એમાંય ગોહિલવાડમાં શબરીબાયના ઓરડા જેવું એક નાનું ગામ એમાં સંત બિરાજતા હોય. આજે આપણે ગોહિલવાડના સંત એવા બજરંગદાસ બાપા ની વાત કરીએ તો બજરંગદાસ બાપા ની વાતો અને ભજનો વિશે. બજરગદાસ બાપાના આશ્રમમાં દર પૂનમે ભજનો થતા હોય છે.

એ દીવસ એક ગામડાનો ગરીબ માણસ આવ્યો અને કહ્યું બાપુ મારી એક વિનંતી છે. ત્યારે બાપુએ તેની સામે ના જોયું એક પૂનમ ગઈ બે પૂનમ ગઈ ત્રણ પૂનમ ગઈ ચાર પૂનમ ગઈ ચોથી પૂનમે ગરીબ માણસે આવીને કહ્યું હે બજરંગ દાસ બાપા આજે હું તમને કવ છું. ત્યારે બજરંગદાસ બાપા એ તેની સામે જોયુ અને કહ્યું શું વાત કરે છે ભાઈ મને કંઈ સમજાતું નથી સમજાય એવી વાત કર ત્યારે તે ગરીબ માણસે કહ્યું મારી એક વિનંતી છે.

મારા આંગણે જમવા પધારો. બાપુ એમ કહ્યું હું કોક દિ આવીશ ત્યારે ગરીબ માણસે પગ પકડીને કહ્યું મારી એક જ ઈચ્છા છે તમે મારા આંગણે જમવા પધારો. ત્યારે બાપાએ એક માણસને બોલાવી કહ્યું એક પેન અને કાગળ માગવી અંદર લખ્યું આ વારે અને આ તારીખે તારા ઘરે જમવા આવીશ અને મારી એક શરત છે મારી શરત એ છે કે જ્યારે હું જમવા આવું ત્યારે તારી ઘરવાળી સિરો બનાવી આપે ત્યારે હું જમવા આવું.

માણસ હરખવા લાગ્યો અને કહ્યું એમાં શું મોટી વાત છે એવું જ થશે. એ દિવસ આવી ગયો અને બજરંગદાસ બાપા તેના ઘેર આવ્યા. ત્યારે તેના ઘર આંગણે ઘણા બધા લોકો બેઠા છે ત્યારે બાપાને એ ખબર ન હતી કે શું ઘટના બની છે. જ્યારે બજરંગદાસ બાપાએ એવું કહ્યું હતું કે તારી ઘરવાળી સીરો બનાવી આપે મારે ખાઈને આગળ જવું છે. ત્યારે એ માણસ ની ઘરવાળી એમાં કહ્યું તમે થોડીક વાર બેસો હું હમણાં બનાવીને લાવું.

તેની પેહલા એક એવી ઘટના બની હતી કે બે ત્રણ કલાક પેહલા એનો દીકરો ગુજરી ગયો હોય એનું મુત દેહ ઘરમાં પડ્યું હોય એ જનેતા કયા મોઢે સીરો બનાવે. જ્યારે એમ કેહવાય સૌરાષ્ટ્રનો સંત આંગણે પધાર્યા હોય. ત્યારે જનેતાએ સીરો બનાવ્યો અને થારમાં સીરો પીરસ્યો અને એટલુ કહ્યું બાપા જમવા પધારો અસનીયું પોથર્યું. જ્યારે એમ કેવાય સૌરાષ્ટ્રની જનેતાએ થાળીમાં સીરો પીરસ્યો અને કહ્યું જમિલો.

બાપા અંતરયામી હતા આમ નજર કરીને કહ્યું તું બગદાણા આવતો હતો ત્યારે તારો દીકરો જોડે હતો એ ક્યાં છે. એને બોલાય મારી પાસે જમવા બેસાડ. પેલા માણસના આંખ માથી આંસુ નીકળી પડ્યા. તે સૌરાષ્ટ્રના સંતથી જોવાયું નઇ અને કહ્યું દીકરાને બોલાય એને મારી સાથે જમવા બેસાડ. ત્યારે એ માણસે કહ્યું તમે આવ્યા એ પેહલા મારા દીકરો મરી ગયો છે. ત્યારે બાપાએ કહ્યું એ તો રિસાઈ ગયો છે તેને મારી જોડે જમવા બેસવું છે એટલે તે રિસાઈ ગયો છે. એટલુજ કહેતા મરેલા દીકરામાં જીવ આવી ગયો અને બાપા સાથે જમવા બેસી ગયો.

આવોજ એક બીજો પ્રસંગ સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી હતું. મુળથીએ રામાનંદી સાધુ અંને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરી્યા હનુમાન દાદા મંદિરમાં ગામ અધેવાડા માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ. ત્યાં ના ગામ લોકો ની માન્યતા એવી હતી કે ભકિતરામ (બાપા બજરંગદાસ) એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે.

સંત શ્રી બાપા બજરંગદાસ અને બગદાણા(તાલુકો-મહુવા, જિલ્લા-ભાવનગર) ગામ એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગામ માં જોવા અચૂક મળશે.

ભકિતરામ (બાપા બજરંગદાસ) ને ૧૧ વર્ષની નાની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, બાળપણ થી દુખી અને ગરીબ લોકો ને જોઈ ને તેમનું મન પીગળી ઉઠતું અને તે સાચા ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી બાપુ સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા,જપ, તપ અને સાધના નું ભાથું બાંધવાની સલાહ આપી.

બાપા ના પરચા અનેક છે, તેમાં થી વાત કરીએ તો એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળા ના સમય માં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજી ની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી.બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદ માં બાપા એ એક બાળક ને તેના ઘર ની અગાસી પર થી નીચે પડી ગયેલ અને બાપા એ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલ માં થી પસાર થતા હતા ત્યારે સિંહો નું ટોળું રસ્તા માં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો.

એક સમયે બાપ ઔરંગાબાદમાં ગયા હતા અને તેમણે એક મકાન ની અગાસી ઉપર એક બાળક ફરતું હતું અને અચાનક એ બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી જતું જોયું તો બાપા એ તે પડી ગયેલ બાળક ને બાપાએ તેને તેડી ને બચાવી લીધુ હતું અને તેના માં બાપ ને સોંપ્યું હતું.એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત ને આગળ વધારી હતી.

બાપા એ સૂરત લક્ષ્મીનારાયણ મંદિર, હાનોલ રણજીત હનુમાનજી ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.બાપા ત્યાર પછી બગદાણા આવ્યા. બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સ્થાયી થઇને સેવા અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.બજરંગ દાસ બાપા એ 1971 માં જ્યારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું ત્યારે પોતાનો આશ્રમ ની હરાજી કરી નાખી હતી અને તે પૈસા સૈન્ય ને મદદ કરી હતી અને તેમનો દેશ પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં હતા.

બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો.બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં. બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો હતો.

બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,બાપા બજરંગદાસ અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.

આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.

આમ ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ,બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી.પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો.બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે.ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો બેડો પાર થઇ જશે.

About bhai bhai

Check Also

આ કારણે બજરંગદાસ બાપાએ કોઈને નથી આપી દીક્ષા, કે નથી કંઠી પહેરાવી, જાણો શું છે તેનું પાછળનું કારણ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …