Breaking News

જો ધન બાબતે સમસ્યા હોય તો આજે જ આ છોડ લગાવી જુઓ થઈ જશો માલામાલ….

દોસ્તો આજ કાલ ધન બાબતે દરેક ને સમસ્યા ઓ હોવી એ સામાન્ય બાબત છે પણ તે ના માટે વસ્તુ પ્રમાણે આ ઉપાયો કરવા થી તમામ પ્રકાર ની સમસ્યાઓ માં ફરક જોવા મળે છે તો તેના વિશે વધુ માહિતી મેળવીએ દરેક લોકો ઈચ્છે છે કે તેના ઘરમાં વધુમાં વધુ પૈસા આવે. જેથી લોકો દિવસ રાત મહેનત પણ કરે છે. પણ ઘણી વખત લોકોને મહેનતનું ફળ નથી મળી શકતું. જે તમારા ખરાબ નસીબને કારણે પણ બની શકે છે. જો નસીબ ખરાબ હશે તો એક પછી એક બધા કામ ખરાબ થવા લાગે છે. પૈસાની બાબતમાં તમારા નસીબને અજમાવવા માટે તમે વાસ્તુ નો આશરો લઇ શકો છો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું ઘણી વસ્તુ પોઝેટીવ એનર્જી ઉત્પન્ન કરે છે. અને આ પોઝેટીવ એનર્જી તમારા ઘરમાં બધું જ સારું સારું કરે છે. આ માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મનીપ્લાન્ટ લગાવવા જોઈએ. મનીપ્લાન્ટ નો છોડ નો સંબંધ સીધો તમારા ઘરની લક્ષ્મી એટલે પૈસા સાથે હોય છે. તે ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી પૈસાની આવક વધી જાય છે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા પણ જલ્દી ખર્ચ થઈ શકતા નથી.અને જો ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લાગેલો હશે અને તો પણ કઇ ફાયદો નહીં થતો હોય તો તેને લગાવતી વખતે જરૂર કોઈ ભૂલો કરી હશે. તેને અઠવાડિયાના એક ચોક્કસ દિવસ એક ચોક્કસ વિધિ સાથે જ લગાવવો જોઈએ. જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે પણ તમારા ઘરમાં મનીપ્લાન્ટ લગાવવા નું વિચારી રહ્યા છો તો તેને શુક્રવાર ના દિવસે લાગવાનો આગ્રહ લાગો.આ દિવસે તેને ઘરમાં લગાવવાથી સૌથી વધુ લાભ થાય છે શુક્રવાર નો દિવસ લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે.અને લક્ષ્મીજી ધનની દેવી છે.તેવામાં લક્ષ્મી માં નો દિવસે એટલે કે શુક્રવારએ ઘર માં મનીપ્લાન્ટ લગાવવો પૈસાની દ્રષ્ટિ એ ઘણું શુભ માનવામાં આવે છે.તમે એક જુદા કુંડામાં નવો મનીપ્લાન્ટ પણ લગાવી શકો છો.જો તમારું કુંડુ મોટું છે તો તમે તે કુંડા માં પણ મનીપ્લાન્ટ નો નવો છોડ જોડી શકો છો.બસ એ વાતનું ધ્યાન રાખશો કે તે કામ તમે શુક્રવારે જ કરો.

જો તમે પણ તમારા ઘરમાં મનીપ્લાન્ટ લગાવવા ના છો તો તેને સૌપ્રથમ લક્ષ્મીજીની સામે મૂકી દો અને પછી લક્ષ્મીજીની આરતી અને પૂજા કરો. ત્યારબાદ આ મનીપ્લાન્ટની પૂજા કરો અને ત્યાર પછી જ તેને કોઈ કુંડા કે બોટલ માં લગાવી દો.આ વિધિથી લગાવવામાં આવેલો મનીપ્લાન્ટ ઘણો વધુ લાભ આપે છે.ઘરની સાઉથ ઇસ્ટ દિશાને અગ્નિ કોણ પણ કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવા થી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે. મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પુર્વ ખુણા માં ન લગાવવુ જોઇએ મની પ્લાન્ટનો ગ્રહ શુક્ર છે અને ધરના ઉત્તર પુર્વમાં ગુરુનો નિવાસ હોય છે શુક્ર અને ગુરુ એક બીજાને અનુરુપ હોવા ના કારણે આ દિશામાં લગાવેલો મની પ્લાન્ટ ફળદાયી હોતો નથી. તમે ઘરની આ દિશામાં તુલસી કે નાના નાના કોઇ પણ ફુલ કોઇ ભય વગર લગાવી શકો છો.

યોગ્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી પ્રવેશ કરે છે. આજે સમગ્ર દુનિયા કોરોનાના ડરથી ઘરમાં બંધ છે. ઘરમાં રાખેલો મની પ્લાન્ટ તમને આવી ચિંતાજનક સ્થિતિમાં પણ પોઝિટીવ બનાવી રાખવામાં મદદ કરે છે ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.પતિ પત્ની માં લડાઇ ઝઘડાનું તે મુખ્ય કારણ છે મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપર તરફ ઉઠવી જોઇએ જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય. નીચે તરફ ઢળેલી વેલ જીવનમાં ઉદાસી લાવે છે અને નુકશાન કરાવે છે.

મની પ્લાન્ટ જેવું કે તેના નામ પરથી જ સંકેત મળે છે કે તે ધન પ્રાપ્તિ કરાવનાર છોડ છે. ઘરમાં મની પ્લાન્ટના પાંદડાનું સ્વરૂપ અને તેના રંગના આધાર પર ઘરમાં ધનની આવક ઘટતી અને વધતી રહે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટ જેટલુ વધે છે તેટલી જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં મની પ્લાન્ટ રાખવાની સાચી દિશા વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ કઇ દિશામાં મની પ્લાન્ટને રાખવામાં આવે તો શુભ થાય અને કઇ દિશામાં રાખીએ તો અશુભ થાય છે.

વાસ્ત્રુ શાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ભૂલથી પણ ઉત્તર પૂર્વ દિશામાં રાખવો નહી જો તમે આ દિશામાં મની પ્લાન્ટ મુક્યો છે તો ધન લાભની જગ્યાએ તમને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે સાથે આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી પરિવારના સભ્યોની વચ્ચે અણબનાવ થઇ શકે છે.તદ્ઉપરાંત મની પ્લાન્ટને પૂર્વ-પશ્ચિમની દિશામાં પણ મુકવો જોઇએ નહીં. આ દિશામાં પણ મની પ્લાન્ટ મુકવાથી ધન પ્રાપ્તિની જગ્યાએ નુકસાન ભોગવવું પડી શકે છે.વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ ઉછેરવું શુભ માનવામાં આવે છે. પરંતુ ઘરમાં જ્યારે પણ મની પ્લાન્ટ ઉછેરો તો એ વાતનું ધ્યાન રાખો કે તેની વેલ જમીનમાં ફેલાય નહી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે.

ઘણા લોકો પાણી પાતા ભૂલી જવાના કારણે અમુક સમય બાદ પણ સુકાઈ જતો હોય છે પરંતુ આ વસ્તુ ખાસ ધ્યાન રહે કે મને કોઇ પણ સંજોગોમાં સૂકાવા ન દેવું જોઈએ. જેમ જેમ મની પ્લાન્ટ પાણીની અસર ના કારણે સૂકાતો જશે તેમ તેમ તેની અસર તમારા ઘર પર પડશે અને ઘરમાંથી પૈસા પણ તંગી સર્જાતી જશે. એક વસ્તુનું ધ્યાન રહે કે જ્યારે પણ ઘરમાં મની પ્લાન્ટ લગાવો ત્યારે તેના પત્તા અને વેલ નીચે રહે તેવી રીતે લગાવવું ના જોઈએ.

જો તેના પત્તા ઉપર ને બદલે નીચેની તરફ આગળ વધશે તો તમારા ઘરમાંથી પૈસા ની કમી સતત પડતા વાર લાગશે. તેથી કરીને તમારે મની પ્લાન્ટ ને એવી રીતે ગોઠવવાનો છે કે જેથી તેમના પત્તા અથવા વેલ ઉપરની તરફ આગળ વધે. જો જરૂર જણાય તો તમારે આ વેલ ને દોરી થી પણ બાંધી શકો છો.મની પ્લાન્ટ વહેલી સવારે પાણી આપવું જોઈએ અને આ સાથે એક વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યારે તમે પાણી આપો ત્યારબાદ તમારી મની પ્લાન્ટ ની ચારે બાજુ ચાર અગરબત્તી ફેરવવાની છે અને આ ચારમાંથી બે અગરબત્તી ના છોડ ના થડ ની બાજુમાં અને બાકીની બે અગરબત્તી ના ફોટા ની બાજુમાં રાખી દેવાની છે. આવું કરવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા મળી રહેશે અને ધનને લગતી બધી સમસ્યાઓ દૂર થશે.

About bhai bhai

Check Also

99% લોકો નથી જાણતા કે ઉંબરાની પૂજા કરવા પાછળનું કારણ શું છે, જાણો એક ક્લિક માં…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *