Breaking News

જો તમારી હથેળીમાં પણ આવી રેખા તો તમે પણ છો ખૂબ ભાગ્યશાળી, અને ધનવાન….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ ભારતમાં વાસ્તુસાશ્ત્ર જ્યોતિષશાસ્ત્ર હસ્તશાસ્ત્ર અને સામુદ્રીક શાસ્ત્રનું ઘણુ મહત્વ છે. તેના આધારે ઘણી વસ્તુઓ જાણી શકાય છે. કોઈ વ્યક્તિની હથેળીનું સચોટ મુલ્યાંકન કરવાથી વ્યક્તિના સ્વભાવ અંગે જાણી શકાય છે.

હથેળીમાં રહેલ મણિમુદ્રાનો બંધ ત્રિકોણ આયુષ્યરેખા મસ્તકરેખા અને બુધની આરોગ્યરેખા જીવનમાં થતી ઘટનાઓ અંગે સ્પષ્ટ દર્શાવે છે જે જાતકની હથેળીમાં આ નિશાન હોય તે જાતકનો સ્વભાવ મહદંશે આવો જ હોય છે. તો આવો જાણીએ વ્યક્તિના હાથમાં રહેલી વિવિધ રેખાઓ શું સુચવે છે.આયુષ્યરેખા મસ્તકરેખા અને બુધની આરોગ્યરેખા વડે મનુષ્યના હાથના પંજામાં ત્રિકોણ બને છે. જેમ ત્રિકોણ મોટો તેમ વધારે સારું ફળ મળે છે કારણ કે આરોગ્યરેખા આયુષ્યરેખાથી જેમ દૂર તેમ વધારે સારુંમણિમુદ્રાનો બંધ એ મનુષ્યના હાથના કાંડા ઉપર અનુક્રમે આરોગ્યરેખા ધનરેખાને મસ્તકરેખાનો બનેલો બંધ છે એ બંધની પહેલી રેખા મનુષ્ય જીવનના આરોગ્યનું સૂચન કરે છે બીજી રેખા ધનપ્રાપ્તિનું સૂચન કરે છે ને ત્રીજી રેખા સુખનું સૂચન કરે છે.

કેટલાક વિદ્વાનો એને પોંચીનો બંધ કહે છેહૃદયરેખા ને મસ્તકરેખા વચ્ચેનું અંતર મનુષ્યના સ્વભાવને તેની પ્રાણ પ્રકૃતિનું સૂચન કરે છે. અંતર સમાનને માપસર હોય તો મનુષ્ય સમભાવી ને સિદ્ધાંતવાદી થાય છે જો અંતર ટૂંકું હોય તો મનુષ્ય સાંકડી વૃત્તિવાળો, અદેખો ને ઝેરીલો થાય છે. જો અંતર હદથી વધારે હોય તો મનુષ્ય સિદ્ધાંત વિનાનો ને મરજીમાં આવે તે પ્રમાણે વર્તનારો હોય છે શનિની મુદ્રિકાનો ઉદય ગુરુની આંગળીને શનિની આંગળીની વચ્ચે થાય છે તેની ગતિ શનિના પહાડને આવરી લે છે એટલે એનો દેખાવ મુદ્રિકા જેવો હોય છે.

શનિની મુદ્રિકાવાળો મનુષ્ય અસ્થિર પ્રકૃતિનો વારેવારે અનેક ધંધા બદલનારો હોય છે. કોઈપણ એક ધંધામાં તેનું ચિત્ત લાંબા વખત સુધી ચોંટતું નથી એટલે એને વિજય મળતો નથી. તેનાં આવાં સઘળાં કાર્ય આદરેલાં અધૂરાં રહે છે દુનિયાના ઘણા ફોજદારી ગુના આચરનારા ઘણાના હાથમાં આ ચિહ્ન જોવામાં આવે છે.

શનિની મુદ્રિકા એ ભયંકર ચિહ્નમાંનું એક છે મનુષ્યનું જીવન સદા સુખમાં જતું નથી ઘડી તડકો ને ઘડી છાંયડો ફેરવાય’ તે પ્રમાણે શુદ્ધ સુખ ને શાંતિ જીવનભર માણસને હોતાં જ નથી. તેને નાની-મોટી ઘણી ચિંતાઓમાંથી પસાર થવું પડે છે કેટલીક ચિંતાઓ નાની હોય છે કેટલીક ચિંતાઓ મોટી હોય છે. ચિંતારેખા જ્યાં સુધી લાંબી હોય તેટલા પ્રમાણમાં ચિંતા કે દુ ખ જાણવું અને જે રેખાને મળતી કે છેદતી હોય તે વિષયની ચિંતા સમજવી. કેટલીક ચિંતા તેના આયુષ્યને મસ્તકને કે હૃદયને અસર કરનારી હોય છે.

તે વધુ ભયંકર છે આવી ચિંતાઓ બતાવનારી રેખાઓ હોય છે તે શુક્રના પહાડમાં આડી પડેલી હોય છે ને ત્યાંથી લંબાઈ આયુષ્ય મસ્તક અને હૃદયરેખાને છેદે છે. કોઈ કોઈવાર તો તે ધનરેખાને છેદી અપયશ અપાવે છેઆપણા શાસ્ત્રોમાં અનેક વિજ્ઞાન અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. એવા અનેક શાસ્ત્રો છે જે માણસના જીવનના રહસ્યોને રજુ કરે છે જેવા કે જ્યોતિષ શાસ્ત્ર જે ગ્રહો નક્ષત્રો દ્વારા માણસના ભવિષ્યને રજુ કરે છે ખગોળ શાસ્ત્ર જે અંતરીક્ષ સાથેના રહસ્યો દર્શાવે છે વાસ્તુ શાસ્ત્ર ઘર અને ભવન નિર્માણમાં મદદરૂપ થાય છે

આયુર્વેદ દવા અને ઉપચારમાં ઉપયોગી છે સામુદ્રિક શાસ્ત્ર માણસના અંગો અને ચિન્હો દ્વારા ભવિષ્યની માહિતી આપે છે. એવી જ રીતે હસ્તરેખા શાસ્ત્ર માણસના હથેળીઓમાં રહેલી રેખાઓના આધરે ભવિષ્ય અંગે માહિતી આપે છે.હસ્તરેખા શાસ્ત્રનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. જ્યારે પણ આપણે કોઈ ભુવાજી પંડિત કે જાણકાર પાસે જઈએ છીએ તો એમને આપણો હાથ દેખાડવાની આદત આપણામાં પહેલાથી જ આવી ગઈ છે.

આપણે સહજ જ કહેતા હોઈએ છીએ મારો હાથ જોઈ આપો ને એક પ્રકારે તો આ આપણી ઉત્સુકતાને આભારી છે. માણસ તરીકે ભવિષ્ય જાણવાની ઈચ્છા માણસમાં હંમેશા હોય જ છે આપણને વર્તમાન કરતા ભવિષ્ય જાણવાની ઉતાવળ હંમેશા વધારે હોય છે. જો કે હસ્તરેખા શાસ્ત્રમાં હાથ જોનારનું જ્ઞાન મહત્વનું હોય છે. કારણ કે રેખાઓ સમજવાની શક્તિ હોય તો જ સાચું ભવિષ્ય જાણી શકાય છે.

હસ્તરેખા જ્યોતિષના આધારે ભાગ્યની રેખા આપણને બતાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહી. તો અહી જાણો ભાગ્ય રેખા સાથે જોડાયેલી અનેક અવનવી વાતો ભાગ્ય રેખા હાથમાં ક્યાં હોય છે સામાન્ય રીતે આપણા હાથની હથેળીમાં આપણા જીવન સાથે જોડાયેલી બધી જ રેખાઓ આવેલી હોય છે. ભાગ્ય રેખા સામાન્ય રીતે જીવન રેખા મણીબંધ મસ્તિષ્ક રેખા, હ્રદય રેખા અથવા ચંદ્ર પર્વતથી શરુ થઈને શાની પર્વત એટલે કે મધ્યમાં આંગળીની નીચે વાળા ભાગને શની પર્વત કહેવાય એની તરફ જાય છે.

જો કોઈ માણસની હથેળીમાં ભાગ્ય રેખા મણીબંધથી પ્રારંભ થઈને શની પર્વત સુધી આવે તો અને દોષ રહિત હોય તો એ વ્યક્તિને ભાગ્યશાળી ગણવામાં આવે છે. એવા લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.જો હથેળીમાં ભાગ્ય રેખા જીવન રેખાથી શરુ થાય તો વ્યક્તિ પોતાની મહેનતથી વધુ ધન સંપતિ મેળવે છે.જે લોકોની હથેળીમાં ભાગ્ય રેખા ચંદ્ર ક્ષેત્રથી શરુ થાય છે એ બીજાની સહાય અથવા પ્રોત્સાહન દ્વારા સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

જે લોકોની હથેળી પર મગજની રેખા નિકળીને શનિ પર્વત પર જઈને મળે છે,તો આવા લોકોને 35 વર્ષની વય પછી વિશેષ સફળતા મળે તેવી શક્યતા છે. અનામિકા અને મધ્યમા આંગળી પર ચોરસ નિશાન જે લોકોની અનામિકા અને મધ્યમા આંગળી પર ચોરસ નિશાન બને છે,તો આવા લોકો ખૂબ નસીબદાર સાબિત થાય છે કારણ કે તેમને તેમના જીવનમાં પૈસાની અછત થતી નથી. આવા લોકોને અચાનક સંપત્તિ પ્રાપ્ત થવાની  શક્યતા વધુ હોય છે.

સૂર્ય પર્વત જો કોઈ વ્યક્તિની હથેળી પર સૂર્ય પર્વત રેખા હૃદય રેખા અને ભાગ્ય રેખા ત્રિકોણ જેવો આકાર બનાવે છે, તો તેને કારણે, અચાનક પૈસા પ્રાપ્ત થવાની સંભાવના રહે છે.જીવન રેખા પૂર્ણ થતાની સાથે ચોરસનું નિશાન જે લોકોની જીવન રેખા જ્યાં સમાપ્ત થાય છે જો ત્યાં ચોરસ બને છે તો આવા લોકો તેમના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …