Breaking News

જો તમે પણ બપોરે હોસ્પિટલની મુલાકાત લો છો તો એકવાર જરુર જાણીલો આ મહત્વની જાણકારી…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે શા માટે બપોરના સમયે હોસ્પિટલની મુલાકાત ના લેવી જોઇએ આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે. સંબંધિત તાજેતરના સમય સુધી તેનો ઐતિહાસિક અર્થ મહેમાનગતિ માટેનું સ્થાન હતો ઉદાહરણ તરીકે નિવૃત્ત સૈનિકને સ્થાન આપવા માટે 1681 માં ચેલ્સિયા રોયલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.

આજે હોસ્પિટલોને જાહેર સાહસો, આરોગ્ય સંસ્થાઓ,આરોગ્ય વીમા કંપનીઓ અથવા પ્રત્યક્ષ સખાવતી દાન સહિતની સખાવતી સંસ્થાઓ દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવે છે. આમ છતાં, ઐતિહાસિક રીતે, હોસ્પિટલો ઘણી વાર ધાર્મિક આદેશો અથવા દાનેશ્વરી વ્યક્તિઓ અને નેતાઓ દ્વારા સ્થપાતી અને તેને ભંડોળ પુરુ પાડવામાં આવતું. આજે આધુનિક સમયની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં વ્યાવસાયિક  ફિઝીશ્યન, સર્જન, નર્સ હોય છે જ્યારે ઇતિહાસમાં, આ કામ સ્થાપક ધર્મના આદેશો અથવા સ્વયંસેવી લોકો દ્વારા પૂર્ણ કરવામાં આવતું હતું.

કેટલાક દર્દીઓ ફક્ત નિદાન, સારવાર અને થેરાપિ માટે હોસ્પિટલની મુલાકાત લે છે અને રાત રોકાયા વિના બહારના દર્દીઓ જતા રહે છે જ્યારે અન્ય લોકો ‘એડમિટ’ થાય છે અને ઘણા સપ્તાહ કે મહિનાઓ સુધી રહે છે અંદરના દર્દીઓ’હોસ્પિટલ્સ દર્દીઓને એડમિટ કરવાની અને સંભાળની આરોગ્યલક્ષી સવલતોને કારણે અન્યથી જુદી પડે છે, અન્ય સ્થાનોને ક્લિનીક તરીકે ગણવામાં આવે છે.

મિત્રો હોસ્પિટલનો શ્રેષ્ઠ જાણીતો પ્રકાર એ સામાન્ય હોસ્પિટલ છે જે ઘણા પ્રકારના રોગ અને ઇજાઓની સારવાર માટે સ્થાપવામાં આવી હોય છે, અને જેમાં આરોગ્ય સામે અચાનક અને તાત્કાલિક ઉભી થયેલી તકલીફ માટે તાત્કાલિક વિભાગ હોય છે. સામાન્ય હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેર માટે મોટી સંખ્યામાં પથારીઓ, લાંબા ગાળા સુધી સારવાર,અને સર્જરી, પ્લાસ્ટિક સર્જરી  બાળજન્મ, બાયોએસે લેબોરેટરિઝની સેવા આપતી તે ક્ષેત્રની આરોગ્યલક્ષી સંસ્થા હોય છે.

મોટા શહેરોમાં વિવિધ કદ અને સગવડો ધરાવતા ઘણા હોસ્પિટલો હોઇ શકે છે. વિશેષરૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલીક હોસ્પિટલ પોતાની એમ્બ્યુલન્સ સેવા પણ ધરાવે છે વિશેષતા ધરાવતી હોસ્પિટલોમાં ટ્રોમા સેન્ટર, પુન:વસવાટ હોસ્પિટલો, બાળકોની હોસ્પિટલ, વરિષ્ઠ નાગરિકો વાર્ધક્ય ચિકીત્સા|વાર્ધક્ય ચિકીત્સા માટેની હોસ્પિટલ, અને માનસિક સમસ્યાઓ જુઓ માનસિક રોગોની હોસ્પિટલ, રોગોની કેટલીક કક્ષાઓ જેવી વિવિધ પ્રકારની ચોક્કસ વૈધકિય જરૂરિયાતો માટેની હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ એક બિલ્ડીંગમાં અથવા કેમ્પસમાં ઘણી બિલ્ડીંગોમાં ફેલાયેલું હોઇ શકે છે. વીસમી સદી પહેલાનું મૂળ ધરાવતી ઘણી હોસ્પિટલોની શરૂઆત એક બિલ્ડીંગથી થઇ હતી અને તે કેમ્પસ સુધી વિસ્તરી હતી. કેટલીક હોસ્પિટલો મેડિકલ સંશોધન અને ફિઝીશિયન તથા નર્સ જેવા મેડિકલ ક્ષેત્રના કર્મચારીઓની તાલિમ માટે યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા હોય છે જેને શિક્ષણ આપતી હોસ્પિટલો કહેવામાં આવે છે. વિશ્વભરમાં, મોટા ભાગની હોસ્પિટલો સરકાર અથવા સખાવતી સંસ્થાઓ દ્વારા નહીં નફાના  ધોોરણે ચલાવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા ભાગની હોસ્પિટલો નહીં નફાના ધોરણે ચલાવવામાં આવે છે

મિત્રો તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે હોસ્પિટલની મુલાકાત લેવાનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. જ્યારે તમને એવું લાગે કે તમારી તબિયત સારી નથી ત્યારે તમારે ડોક્ટરની મુલાકાત લેતા હોવ છો પણ જો તમે તમારી મુલાકાત પહેલેથી જ નક્કી કરતા હોવ તો તમને જણાવી દઈએ કે દિવસના રશ અવર્સમાં તમારી એપોઇન્ટમેન્ટ ક્યારેય બૂક ન કરાવો.

તે પાછળ એક મહત્ત્વનું કારણ જવાબદાર છે ઘણા બધા અભ્યાસો કરવામા આવ્યા છે જે દર્શાવે છે કે બપોરના સમેય હોસ્પિટલની મુલાકાત લેવાનો નિર્ણય યોગ્ય નથી અને જો તમે તે સમયને અવગણી શકતા હોવ તો તમારે તેમ જ કરવું જોઈએ. તેના માટે અમે તમને અહીં કેટલાક નક્કર કારણો પણ જણાવવા જઈ રહ્યા છે ઘણા લોકો જમ્યા બાદ સુસ્ત બની જતાં હોય છે અને તેમની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

મિત્રો આ એક રોજીંદો ક્રમ છે અને તે કુદરતી રીધમ હોય છે અથવા કહો કે તમારા શરીરની ઘડિયાળ આ રીતે જ સેટ થયેલી હોય છે. આપણા ડોક્ટર્સ તેમજ નર્સ સાથે પણ આવું જ થાય છે. જો તમે બપોરે 3 વાગ્યાની આસપાસ મુલાકાત લેતા હોવ તો તમને જણાવી દઈ કે તેમની એકાગ્રતાનું સ્તર નીચું હોય છે, અને આમ તેઓ તમારા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. એક અભ્યાસ પ્રમાણે બપોરના સમયે એનેસ્થેશિ યોલોજીસ્ટ સૌથી વધારે ભૂલો કરે છે કારણ કે તે સમયે એકાગ્રતા ઓછી હોય છે.

મિત્રો હોસ્પિટલોમાં હંમેશા શિફ્ટમાં કામ થાય છે. અને મોટા ભાગની હોસ્પિટલમાં બપોરના સમયે શીફ્ટ ચેન્જ થતી હોય છે. અને આ સમય અત્યંત વેરવિખેર હોય છે. કેટલાક લોકોને તેમનું બાકીનું કામ પતાવવાની ઉતાવળ હોય છે. માટે આ સમય દરમિયાન એવી સૌથી વધારે શક્યતા ઓ રહેલી છે કે જ્યારે તેઓ પોતાનું કામ પૂર્ણ એકાગ્રતાથી ન કરે અને તમારે વધારે લાંબો સમય રાહ પણ જોવી પડે. જો તમારી પાસે સમય ઓછો હોય તો બપોરના સમયે તમારે હોસ્પિટલમાં ન જવું જોઈએ.

આ સમય દરમિયાન જીવનને જોખમી સ્થિતિને ડીટેક્ટ કરવી થોડી મુશ્કેલ છેએક અભ્યાસ પ્રમાણે ડોક્ટર્સ મોટા ભાગે તમને સવારે જ તમારા ટેસ્ટ લેવાનો આગ્રહ રાખે છે. બપોરના સમયે ડોક્ટરની મુલાકાત લેવાથી બની શકે કે લાઇફ થ્રીટનીંગ કન્ડીશન્સનું સ્ક્રીનીંગ થવાની શક્યતાઓ ઘટી જાય. જેમજેમ દીવસ આગળ વધતો જાય છે તેમ તેમ ડોક્ટર્સ પર કામનો બોજ વધતો જાય છે અને તેના કારણે તેઓ વધારાના ટેસ્ટ કરાવવાના પ્રિસ્ક્રીપ્શન લખવાનું પણ ટાળે છે.

હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જીવાણુઓ તેમજ બેક્ટેરિયા ભરેલા હોય છે. માટે તેને ચોખ્ખી રાખવી અત્યંત આવશ્યક છે. પણ અભ્યાસો દર્શાવે છે કે હોસ્પિટલ સવારના સમયે સૌથી વધારે ચોખ્ખી હોય છે અને સાંજની સખામણી એ બપોરે તે વધારે ગંદી હોય છે. એક અભ્યાસ પ્રમાણે કે જે 4000 સંભાળ રાખનારા ઓ પર કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે હોસ્પિટલ નો 38 ટકા સ્ટાફ સવારના સમય કરતાં બપોરના સમયે હાથ ઓછા ધોવે છે.

About bhai bhai

Check Also

આજેજ કરિલો આ પાન નું સેવન કરવાથી સેક્સ લાઈફ થશે એકદમ એક્ટિવ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈએ સાચું કહ્યું છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *