Breaking News

જો તમે પણ લાંબા નખના શોખીન છો તો થઈ જાઓ સાવધાન સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે ખરાબ અસર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નખ એ હાથની સુંદરતામાં વધારો કરે છે.ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે દેખાવમાં ખૂબ જ ગંદા લાગે છે.

નખ લાંબા કર્યા પછી અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેમના નખ ખૂબ જ જલદી તૂટી જાય છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી નખ રાખવાથી ચેપ અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ સમયે સમયે ઘરના વડીલો તમને નખ કાપવા સલાહ આપતા રહે છે.

લાંબા અને ગંદા નખ સંભવિત રૂપથી પિનવર્મ્સ જેવા ચેપનું કારણ બની શકે છે. લાંબા અને ગંદા નખમાં વધુ ગંદકી અને જીવલેણ બેક્ટેરિયા હોય છે, જેનાથી ગંભીર પરિણામ સ્વરૂપ ચેપ થઇ શકે છે.નખમાં બેક્ટેરિયા અને ગંદકી.નખમાં રહેલા બેક્ટેરિયા અને ગંદકીના સંચયને લીધે, ઘણા ખતરનાક બેક્ટેરિયા વધવા લાગે છે અને આ બેક્ટેરિયા પછી ભોજન દ્વારા પેટમાં જાય છે. જેના કારણે અનેક રોગો થવાનું જોખમ રહે છે. કેટલીકવાર, આ બેક્ટેરિયાને લીધે ઉલટી અને ઝાડા થવાની સમસ્યા પણ થાય છે.

બાળકો થાય છે જલ્દી શિકાર.બાળકોના નખ નાના હોય છે. પરંતુ બાળકોના નખ જ સૌથી વધુ ગંદા હોય છે. આ ગંદકીને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ થવા લાગે છે. આ જંતુઓ બાળકોના શરીરમાં ચેપનું જોખમ વધારે છે. ઘણી વખત, બાળકોને આ નખથી શરીરને ખંજવાળે તો આ ખંજવાળથી ઘણું નુકસાન થાય છે. તેથી, ધ્યાનમાં રાખો કે બાળકોના નખ સમયાંતરે કાપવા જોઈએ.

સાબુથી પણ બેક્ટેરિયા દુર નથી થતા.ઘણા લોકો એવું માને છે કે તેઓ સાબુથી તેમના હાથને સારી રીતે ધોઈ નાખે છે, અને હાથ સાફ થઈ ગયા. બધા બેક્ટેરિયા હાથમાંથી બહાર નીકળી ગયા. પરંતુ એવું કંઈ નથી. કારણ કે નખમાં એકઠા થતાં બેક્ટેરિયા સરળતાથી દૂર થતાં નથી.તેથી એ આપણા બધા માટે સારું રહેશે કે સારા સ્વાસ્થ્ય માટે આપણે સૌએ સમય સમય પર નખ સાફ રાખવા અને કાપવા જોઈએ.

આ ઉપરાંત આંગળી પરના નખ આપણા હાથની શોભા વધારે છે. પરંતુ છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે. શું તમે જાણો છો કે, હાથના નખના રંગ તમારા શરીરમાં રોગ હોવાનું સૂચવે છે. તમે વિચરશો કે આ કંઈ રીતે બની શકે. પરંતુ મિત્રો આ સાચું છે કે નખના રંગ તમારા શરીરના રોગનો સંકેત પણ આપે છે. તો મિત્રો આજે અમે તમને જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તે ખુબ જ અગત્યની છે, માટે આ લેખને દરેક લોકોએ અંત સુધી વાંચવો જોઈએ.

વધુમાં વાત કરીએ તો નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે છોકરીઓ તેમના નખને સુંદર રાખવા માટે કોઈ કસર છોડતી નથી. પરંતુ નખનો બદલાતો રંગ તમને શરીરમાં રહેલા અનેક રોગોના સંકેત પણ આપે છે.

પહેલાના સમયની વાત કરીએ તો પહેલા વૈદ્ય અને હકીમ જૂના સમયમાં નખના રંગથી શરીરમાં થતા રોગ વિશે જાણ કરી દેતા હતા. તમે તમારા નખના રંગ દ્વારા શરીરમાં થતા રોગો વિષે પણ જાણી શકો છો. આજે અમે તમને નખના બદલાતા રંગને કારણે થતા ગંભીર રોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે, જો નખનો રંગ સફેદ હોય તો તમને લીવરનો રોગ થઈ શકે છે. આ સાથે તે આંતરડા અને હૃદય રોગના લક્ષણો પણ દર્શાવે છે.

આ સિવાય જો નખનો રંગ પીળો છે, તો તેનો અર્થ એ કે તમને કોઈ ગંભીર રોગ થવાનો છે. તમને થાઇરોઇડ, સોરાયિસસ, એનિમિયા, કુપોષણ, ફંગલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને ફેફસાના રોગ હોય શકે છે. જો તમારા નખનો રંગ આ પ્રકારનો છે, તો તમારે જલ્દીથી કોઈ ડોક્ટરને મળવું જોઈએ અને તેની સારવાર કરાવવી જોઈએ. જો તમારા નખનો રંગ વાદળી શાહી જેવો થઈ જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં ઓક્સિજનનો અભાવ છે. તે ફેફસામાં ચેપ સાથે ન્યુમોનિયા અને હૃદય રોગના સંકેતો પણ બતાવે છે.

આ ઉપરાંત જો ઘણા લોકોના નખ અડધા સફેદ અને અડધા ગુલાબી હોય છે, આનો અર્થ એ છે કે તમારા શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા છે. જે હાઇ અને લો બ્લડ પ્રેશરના લક્ષણો માટે દર્શાવે છે. જો તમારા નખ આવા રંગના છે તો ડોક્ટરને મળો અને સારવાર લો.જો નખની સપાટી ક્યારેક રફ બની જતી હોય છે. આનો અર્થ એ કે તમારા શરીરમાં સોરાયિસસ અને સંધિવાની સંભાવના છે. તૂટેલા અને તિરાડવાળા નખ થાઈરોઈડ અને ફંગલ ઇન્ફેકશનના લક્ષણો દર્શાવે છે.

સુંદર નખ હાથને આકર્ષક દેખાવામાં મદદ કરે છે. તેથી, શરીરના અન્ય ભાગોની જેમ, હાથ અને પગના નખની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો નખ પર વધારે નેઇલ પોલીશ પણ લગાવતા હોય છે. તમને જણાવી દઈએ કે, વધારે નેઇલ પોલીશ લગાવવાથી નખ બગાડે છે. ધીરે ધીરે તમારા નખ પીળા થવા માંડે છે. આ સિવાય ડાયાબિટીઝ, કિડનીની સમસ્યા અને વિટામિનની કમીને કારણે પણ નખ પીળા થઈ જાય છે.

આજે અમે તમને પીળા નખથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જે થોડા જ દિવસોમાં તમારા નખને સુંદર બનાવશે.નખના પીળાશને દૂર કરવા આ ઉપાયોને અનુસરો.નખની પીળાશથી છુટકારો મેળવવા માટે ટૂથપેસ્ટ એ ખૂબ સારો ઉપાય છે. જો તમારી પાસે પણ પીળા નખ છે, તો પછી ટૂથપેસ્ટથી માલિશ કરો. થોડા દિવસોમાં, તમારા નખ પહેલાંની જેમ સુંદર થઈ જશે.

નખનો પીળો રંગ દૂર કરવા માટે, વાટકીમાં ચૂર્ણ અથવા નારંગીનો રસ મિક્સ કરો નવશેકા પાણી સાથે અને ત્યારબાદ તેમાં એક ચમચી ઓલિવ તેલ મિક્સ કરો અને તમારી આંગળીઓને તેમાં થોડા સમય માટે ડુબાડી રાખો. નખ થોડા દિવસોમાં સુંદર દેખાવા લાગશે.નખનો પીળો રંગ દૂર કરવા માટે, એક ચમચી બેકિંગ પાવડરમાં થોડો લીંબુનો રસ નાખો. હવે એક પેસ્ટ બનાવો અને તેને નખ પર લગાવો. નખનું પીળું થવું થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.

નખ પીળા થવાનું કારણ તમારા શરીરમાં ઝીંક અને વિટામિન ઇનો અભાવ હોઈ શકે છે. તેથી, ખોરાકમાં ઝીંક અને વિટામિન ઇ નો ઉપયોગ કરો. થોડા દિવસોમાં સમસ્યા હલ થઈ જશે.લીંબુની છાલ લો અને તેને તમારી આંગળીઓ પર 10-15 મિનિટ સુધી હળવા હાથથી ઘસો. અઠવાડિયામાં 2-3 દિવસમાં આ પીળો રંગ દુર થઈ જશે.નખની ફટકડીથી માલિશ કરવાથી નખ પીળા થઈ જાય છે અને નખ સુંદર થઈ જાય છે.

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …