Breaking News

જુઓ પેટ્રોલની આ રીતે થાય છે ચોરી, સીસીટીવી કેમેરામાં ઝડપાયા રંગે હાથ…

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સુરતમાં પેટ્રોલ તસ્કરોને ચોરી કરવી એવી ભારે પડી છે કે આ ઘટના આજીવન યાદ રહેશે. પેટ્રોલ ચોરી કરીને અવારનવાર સફળતા પૂર્વક નાસી જતા આ તસ્કરોની કરતૂતો ત્રીજી આંખ એટલે કે સીસીટીવીમાં કેદ થઈ રહી હતી.

દરમિયાનમાં આ તસ્કરોના ત્રાસથી કંટાળી અને સ્થાનિકોએ ફિલ્ડીંગ ભરવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં ગતરોજ બે તસ્કર રંગેહાથ ઝડપાઈ જતા સ્થાનિકોએ નાની યાદ અપાવી દીધી છે.બનાવની વિગતો એવી છે કે ભેસ્તાન વિસ્તારની રામગનર સોસાયટીમાં પેટ્રોલ ચોર સીસીટીવી વીડિયોમાં કેદ થયોા હતા. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ચોરની ફરિયાદ થતા સ્થાનિકોએ તસ્કરો માટે ‘ફિલ્ડીંગ’ સેટ કરી હતી.

દરમિયાન ઓવરકોન્ફિડન્સમાં આવેલા તસ્કરોને માલુમ નહોતું કે તેમની આ કરતૂતો તેમને ભારે પડશે.લોકોની મહેનતની કમાણીના પૈસાનું સૌના જેવું મોંઘું ઈંધણ ચોરતા આ કાળા ચોર આજે રંગેહાથ ઝડપાઈ ગયા. જોકે, પછી તો સ્થાનિકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો. લોકોએ તસ્કરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોપ્યા હતા.જોકે, પોલીસ સુધી આ તસ્કર પહોંચે તે પહેલાં તેમને સ્થાનિકોએ ખૂબ માર્યા હતા. સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો પરંતુ તેની પાછળ તેમનો રોષ હતો.

લાંબા સમયથી ભેસ્તાનની આ સોસાયટીમાંથી તસ્કરો પેટ્રોલ ચોરી જતા હોવાની બૂમો ઉઠી રહી હતી તેની વચ્ચે આ ઘટના ઘટી હતી.પ્રાપ્ત અહેવાલો મુજબ 5 વ્યક્તિઓની ટોળકી ખૂબ ચોરી કરતી હોવાની વાત સામે આવી છે. આ પૈકીના બે તસ્કરો રંગેહાથ ઝડપાઈ જતા તેમનો વારો પડી ગયો હતો. જોકે, પોલીસ આવા લુખ્ખાઓ સામે શું કાર્યવાહી કરે છે અને તેમને સબક શિખાવડે છે કે નહીં તેના પર સૌની નજર ટકી છે.

પરંતુ હાલ તો આ વિસ્તારમાં હજુ પણ અન્ય તસ્કરો ફરીથી ચોરી કરે છે કે નહીં તે જોવું જ રહ્યું ભેસ્તાનના રામ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ચોરી થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા હતાં. સોસાયટીના રહીશો પેટ્રોલ ચોરીથી પરેશાન થઇ ગયા હતાં. આખરે સીસીટીવીની મદદથી સોસાયટીના રહીશોએ ચોરને ઝડપી લઈને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ હાથ હળવો કર્યા બાદ પોલીસને સોંપી દીધો હતો.

જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.લોકોએ ઝડપી લીધેલા શખ્સો પોતાનો શોખ પૂરો કરવા માટે પેટ્રોલની ચોરીમાં જાેડાયા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક લોકોએ સીસીટીવી ગોઠવીને ચોરને ઝડપી પાડી માર મારીને પોલીસને સોંપી દીધો હતો. કુલ કુલ પાંચ લોકો પેટ્રોલ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. સ્થાનિક લોકોએ પેટ્રોલ ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા છે. અન્ય ત્રણ ઈસમો ફરાર થઈ ગયા છે.

સીસીટીવીમાં પેટ્રોલ ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.પોતાની જ સોસાયટીના કેટલાક લોકો બહારથી પેટ્રોલ ચોરી કરતા યુવકોને બોલાવીને પેટ્રોલ ચોરી કરાવતા હોવાનો જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઝડપાયેલા બે ઇસમોને માર મારીને સોસાયટીના કયા લોકો તેમને પેટ્રોલ ચોરી કરવા માટે બોલાવતા હતાં. તે અંગે વારંવાર પૂછ્યું હતું. ચોરી કરતા ઝડપાયેલા બે ઇસમોને માર મારી અન્ય લોકો વિશે પણ પૂછપરછ કરીને પોલીસને સોંપી દીધા હતાં.હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા પાસે આવેલા એક પેટ્રોલપંપમાં ગઈ રાત્રી દરમિયાન એક તસ્કર ત્રાટક્યો હતો, અને પેટ્રોલ પંપ ની કેબીન માં હાથ નાખી રૂપિયા ૩૦ હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પેટ્રોલ પંપ ના બે કર્મચારીઓ રાત્રિના ત્રણ વાગ્યે કેબિનમાં સુતા હતા, દરમિયાન તસ્કરે તકનો લાભ લઇ હાથફેરો કરી લીધો હતો. સીસીટીવી કેમેરામાં બાઈકના નંબરો મળી જતા અજ્ઞાત બાઇક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે વાહનોના રજિસ્ટ્રેશન ના નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર રણુજા ગામ નજીક આવેલા સમર્પણ પેટ્રોલ પંપમાં ગઇ રાત્રિના સવા ત્રણેક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત બાઇકચાલક તસ્કર ત્રાટક્યો હતો અને સૌપ્રથમ પેટ્રોલ ભરાવવા માટે કર્મચારી ની શોધ કરતાં કોઇ કર્મચારી દેખાતું ન હતું. ત્યાર પછી તેણે પેટ્રોલ પંપની નોઝલ ના આધારે પોતાના વાહન ની ટાંકી માં જાતે જ પેટ્રોલ નાખવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ મશીન બંધ હોવાથી તેમાં સફળ થયો ન હતો. ત્યાર પછી બાઇક પરથી ઉતરીને કેબીન ની બારીમાંથી ડોકિયું કરતા અંદર બે કર્મચારીઓ નિદ્રાધીન અવસ્થામાં હતા. દરમિયાન તેની નજર ટેબલ ના ખાના પર પડતાં ટેબલનું ખાનું ખુલ્લું હતું, અને તેની અંદર રૂપિયા ૩૦,૪૦૦ની પેટ્રોલ પંપ ના હિસાબની રોકડ રકમ પડી હતી. જે રકમ ઉઠાવી લઈ પોતાના બાઈક પર બેસીને ભાગી છૂટ્યો હતો.

વહેલી સવારે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ઉઠયા હતા, અને હિસાબ મેળવવાનો પ્રયત્ન કરતાં રોકડ રકમ ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.  જેથી તેઓએ તુરત જ પેટ્રોલ પંપના મેનેજર ચેતન ભાઈ વેલજીભાઈ ચીખલીયા ને બોલાવી લીધા હતા. અને પેટ્રોલપંપના સી.સી.ટીવી કેમેરા જોવાનું શરૂ કર્યું હતું જેમાં જી. જે.-૧૦ સી. ડી. ૪૭૯૯ નંબરનો એક બાઇક ચાલક પેટ્રોલ પંપમાં આવ્યો હોવાનું અને પેટ્રોલ મેળવવાનો પ્રયાસ કર્યા પછી કેબિનમાંથી રોકડ રકમની ચોરી કરી ભાગી છુટયો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ચેતનભાઇ ચીખલીયાએ તુરતજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને અજ્ઞાત બાઇક ચાલક સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે બાઈક ના રજીસ્ટ્રેશન નંબરના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

About bhai bhai

Check Also

ટ્રેન નીચે કપાઈને યુવકના શરીરના થયા બે ભાગ,12 કલાક સુધી શરીરમાં રહ્યો જીવ અને ત્યારબાદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …