Breaking News

કેમ મળે છે આ ભારતીયને 1700 કરોડ રૂપિયા પગાર??,શુ છે આ વ્યક્તિ માં ખાસ કે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જેઓને દર મહિને મળે છે 1700 કરોડ રૂપિયાની સેલરી હવે તમે પણ કહેશો કે એવુ તે શુ કામ કરે છે કે તેમને દર મહિને 1700 કરોડ રુપિયા પગાર પેટે મળે છે તો આવો જાણીએ આ વ્યક્તિ વિશે.મિત્રો આપણે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે તેમનુ નામ સુંદર પિચાઈ છે તેમજ સુંદર પિચાઇ તરીકે ઓળખાતા પિચાઈ સુંદરરાજન ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ છે તે આલ્ફા બેટ ઇંક.અને તેની સહાયક કંપની ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને ભારતના મદુરાઇમાં જન્મેલા સુંદર પિચાઇએ મેટાલ્જિકલ ઇજનેરીમાં આઈઆઈટી ખડગપુરથી ડિગ્રી મેળવી છે.

મિત્રો તમને જણાવી દઇએ કે તેમણે અંજલી પિચાઈ સાથે લગ્ન કર્યા છે અંજલી પિચાઈ એક કેમિકલ એન્જિનિયર છે. કોટા, રાજસ્થાન થી સ્નાતક થયેલ છે અને તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી ખડગપુર ખાતે ક્લાસના મિત્રો તરીકે મળ્યા હતા અને હાલ બંને અમેરિકાના કેલિફોર્નિયા સ્થાયી છે અને આ બંનેને કવિ પિચાઈ (પુત્રી) અને કિરણ પિચાઈ (પુત્ર) છે. પિચાઈની રુચિઓમાં ફૂટબોલ અને ક્રિકેટ શામેલ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભારતીય મૂળના સુંદર પિચાઈ દર વર્ષે કામયાબીની નવી સીડીઓ ચઢતાં રહ્યા છે, આ સમયે આલ્ફાબેટ ઈંકે તેમની આવકને લીને એક આંકડો જાહેર કર્યા છે જ્યા સુંદર પિચાઈ ગૂગલના CEO અને તેમની પેરન્ટલ કંપની આલ્ફાબેટના પણ CEO છે.જો કે નિયામકની ફાઇલિંગમાં આલ્ફાબેટ ઇન્કે જાહેર કર્યું છે કે સીઇઓ સુંદર પિચાઈને કંપની તરફથી વર્ષ 2019 માં કુલ 281 કરોડ ડોલર અથવા રૂ. 2,144.53 કરોડની સેલેરી મળી છે અને વિશ્વના સૌથી વધુ વેતન મેળવનારા CEO સુંદર પિચાઇ બન્યા છે.

મિત્રો સુંદર પિચાઇને ગૂગલ અને આલ્ફાબેટ કંપની પાસેથી મળતા પગાર કરતાં ભારત સરકાર વાર્ષિક સ્વાસ્થ્ય સંશોધન પર ઓછો ખર્ચ કરે છે. ભારત સરકારે 2020-21માં આરોગ્ય સંશોધન માટે 2122 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. તેમાંથી 85 ટકા ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરને આપવામાં આવી છે. આ સંસ્થા કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીઝ સહિતના તમામ રોગો પર સંશોધન કરે છે વળી આ સંસ્થા પણ કોરોના પરના સંશોધનમાં સામેલ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આલ્ફાબેટે સુંદર પિચાઇ વિશે માહિતી આપી છે કે આ વર્ષે તેમનો પગાર 20 મિલિયન ડોલર એટલે કે 15.26 કરોડ રૂપિયા સુધી વધશે તેમજ સુંદર પિચાઈનો પગાર આલ્ફાબેટ કર્મચારીઓના સરેરાશ કુલ પગારના 1085 ગણા છે.અને સુંદર પિચાઈના પગારનો સ્ટોક ખૂબ મોટો છે જે એસ એન્ડ પી 100 ઇન્ડેક્સની અન્ય કંપનીઓની તુલનામાં આલ્ફાબેટ સ્ટોક શું આપે છે તેના પર આધાર રાખે છે.

મિત્રો સુંદર પિચાઇને વર્ષ 2018 માં કુલ 19 મિલિયન ડોલર એટલે કે 135 કરોડ રૂપિયા નો પગાર મળ્યો હતો અને તેનો મૂળભૂત પગાર $ 6.5 લાખ એટલે રૂ. 4.6 કરોડ હતો. પિચાઈને ગયા વર્ષે ગૂગલના સીઈઓ પાસેથી આલ્ફાબેટ ના સીઈઓ  તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.સુંદર પિચાઈ લાંબા સમયથી ગૂગલમાં કર્મચારી તરીકે કામ કરે છે. ગૂગલના લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ અને ગૂગલ એન્ડ્રોઇડ ટીમના નેતા તરીકે કામ કર્યું છે. સુંદર પિચાઈએ ગૂગલના કેટલાક વધુ લોકપ્રિય ઉત્પાદનો, જીમેલ અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર પણ કામ કર્યું છે.

તે 2015 થી ગૂગલના સીઈઓ છે અને ગૂગલ 1997 માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઇન્ફર્મેશન ટેકનોલોજીની દુનિયા બદલાઈ ગઈ છે.સુંદર પિચાઈનો જન્મ 10 જૂન 1972 માં તમિલનાડુ ના મદુરાઇમાં થયો હતો. તેણે પ્રારંભિક અભ્યાસ ચેન્નઈથી કર્યો હતો અને આ પછી સુંદર પિચાઇએ આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગ કર્યું હતું અને વધુ અભ્યાસ આગળ વધારવા માટે પિચા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને પછી પેન્સિલવેનિયા યુનિવર્સિટી ગયા હતા.

અને પાછળથી 2004 માંપિચાઈ ગૂગલ કંપનીમાં જોડાયા હતા ગૂગલના સીઈઓ બનતા પહેલા સુંદર પિચાઈને માઇક્રોસોફ્ટના સીઈઓ પદની ઓફર કરવામાં આવી હતી. આ સિવાય યાહુ અને ટ્વિટર તરફથી પણ ઓફર્સ મળી હતી. તે સમયે, સુંદર પિચાઇએ ગૂગલ છોડવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેની પત્ની અંજલિએ તેને ગૂગલ નહીં છોડવાની સલાહ આપી હતી. સુંદરએ અંજલિનું મન સ્વીકારી લીધું અને ગૂગલમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે અલ્ફાબેટના CEO બનવા પર 47 વર્ષિ સુંદર પિચાઈને 1718 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે. તેમાં વાર્ષિક 14.2 કરોડ રૂપિયા બેઝિક સેલેરી અને 1704 કરોડ રૂપિયાના શેર સામેલ છે. પિચાઈનું નવું સેલેરી પેકેજ 1 જાન્યુઆરીથી લાગૂ થશે.જોકે 24 કરોડ ડોલરમાંથી 12 કરોડ ડોલરનો સ્ટોક એવોર્ડ ત્રિમાસિક હપ્તામાં મળશે. બાકી વાર્ષિક પ્રદર્શનના આધાર હશે, મતલબ કે પિચાઈ દરેક ટાર્ગેટ પૂરા કરશે તો ત્રણ વર્ષમાં શેર મળશે. અલ્ફાબેટે શુક્રવારે આ જાણકારી આપી હતી. પિચાઈને ગુગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના CEO બનાવવાની જાહેરાત 4 ડિસેમ્બરે કરવામાં આવી હતી.

મિત્રો 1704 કરોડ રૂપિયાનો સ્ટોક એવોર્ડ ગુગલ અને અલ્ફાબેટના કોઇ અધિકારીને મળવામાં અત્યાર સુધીનો સૌથી વધારે છે એટલે કે સૌથી વધુ પેકેજ મેળવવા મામલે સુંદર પિચાઈ પહેલા CEO બની ગયા છે જ્યારે એલન મસ્કને સૌથી વધુ પેકેજ સૌથી વધારે વાર્ષિક પેકેજ ધરાવતા ટોપ 5 CEOમાં ટેસ્લાના CEO એલન મસ્કને 3591 કરોડનું પેકેજ, તિલરેના CEO બ્રેનડન કેનેડીને 1792 કરોડનું પેકેજ, વોલ્ટ ડિઝનીના CEO બોબ આઇગરને 1022 કરોડનું પેકેજ, એપલના CEO ટિમ કુકને 957 કરોડનું પેકેજ, પાલો અલ્ટો નેટવર્કના CEO નિકેશ અરોડા ને 910 કરોડનું પેકેજનો સમાવેશ થાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આઈટી જાયન્ટ ગૂગલના બે સ્થાપકો લેરી પેજ અને સર્ગી બીને આપેલા રાજીનામા બાદ હવે ગૂગલમાં સુંદર પિચાઈની સત્તાઓ વધી ગઈ છે. હવે સુંદર પિચાઈ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓ બની ગયા છે જોકે નવા ફેરફાર બાદ પણ સર્ગી બીન અને લેરી પેજ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ રહેશે. બીન અને પેજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ગૂગલની સ્થાપના કરી હતી.

જેના બે દાયકા બાદ બંનેએ એક સાથે જ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે આ નિર્ણય બાદ હવે સુંદર પિચાઈ ગૂગલની સાથે સાથે આલ્ફાબેટના પણ સીઈઓ બની ગયા છે. 2015માં ગૂગલે આલ્ફાબેટની સ્થાપના કરી હતી જે અલગ અલગ કંપનીઓનુ ગ્રૂપ છે અને આ ગ્રૂપમાં વાયમો સેલ્ફ ડ્રાઈવિંગ કાર, વેરિલીબાયો સાયન્સ , કેલિકોબાયોટેકનોલોજી રિસર્ચ સાઈડવોક લેબ અર્બન પ્લાનિંગ લૂન બલૂનની મદદથી ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવા ની કામગીરી કંપનીઓનો સમાવેશ થાય છે.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …